Opinion Magazine
Number of visits: 9457609
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

અનિલ દવે|Opinion - Opinion|17 October 2023

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર

રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર

રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

કાળે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર

કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર

રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ધોળે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર

બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર

રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

રાતે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસવાર

હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર

રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

By Google..
e.mail : addave68@gmail.com

Loading

ગરીબોનો ઈશ્વર 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|17 October 2023

પ્રીતમ લખલાણી

વાતને આગળ ચલાવતાં તે બોલી, ‘પાંડુભાઈની રેસ્ટોરન્ટ પર એક ફકીર જેવો માણસ રોજ બેઠો રહેતો હતો. તેનું નામ શંકરદાદા હતું.’

શંકરદાદાનું નામ સાંભળતા સંકેતે તેને અઘવચ્ચેથી બોલતી અટકાવીને કહ્યું : ‘અરે! શંકરદાદા તો મારા એક ખાસ વડીલ બંઘુસમા હતા.’

‘બાબુજી, હું તે જ બાબાની પાલક પુત્રી શયદાબાનુ છું.’ સંકેતની આંખોમાં શંકરદાદાની એક પ્રેમાળ છબિ તરવા માંડી.

શંકરદાદાને ભલા કોણ ઓળખતું ન હતું! તે દીનદુખિયાનો બેલી, ગરીબોનો ઈશ્વર. ફકીરના લિબાસમાં તે એક શહેનશાહ હતા. તેમની ધાક આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં કયાં ય સુઘી ફેલાયેલ હતી. વસ્તીમાં હર કોઈ દાદાના સંબોઘનથી બોલાવતું. દાદા પણ એટલી જ પ્રેમાળ આંખે દરેકને માન-મોભાથી જોતા. આજ સુઘી સંકેતને સમજાતું નથી કે દાદાનો ધંધો દારુનો કેમ હતો? સંકેતે તેની ત્રીસ વર્ષની જિંદગીમાં શંકરદાદાના પીઠા પર કયારે ય કોઈ જાતની ધાંધલધમાલ કે કોઈ આલતુફાલતુ લફરાં જોયાં નથી.

પીઠાની સામેના પીપળા હેઠે દાદા ખુરશી નાખીને સવારથી સાંજ સુઘી બેઠા હોય. આસપાસના ગરીબ દુખિયા દાદા પાસે કોઈને કોઈ કામ માટે આવીને સલાહસૂચન માંગતા હોય. શંકરદાદાના પીઠાનો કાનૂન આજુબાજુના દારુવાળા કરતાં સાવ જુદા જ પ્રકારનો. સાંજે આઠના ટકોરે દાદાનું પીઠું બંઘ થાય. પછી ગમે તે શહેનશાહ આવે તો પણ તેને દારુ ન મળે. ઘરાક જો દાદાના માણસો સાથે રકઝક કરતો દેખાય તો દાદા ખુરશી પરથી હાક મારે ‘ચાલ ભાઈ, રસ્તો પકડ.’ શંકરદાદાના પીઠામાં ઘરાકે મર્યાદામાં રહીને પીવું પડે. જ્યારે દારુ ઘરાકને પીવા માંડે ત્યારે પૈસા આપતાં પણ દારુ ઘરાકને ન મળે. દાદાનો હુકમ છૂટે, ‘ચાલ, બહુ થયું, હવે સીઘો ઘર ભેગો થા.’ પીઘેલા ઘરાકે પછી કયાં ય આડેઅવળે રસ્તે જવાને બદલે સીઘો ઘરનો જ માર્ગ પકડવો પડે. ભૂલેચૂકે ભાઈ પીધેલ હાલતમાં ગમે ત્યાં જઇને ધાંધલધમાલ કરે તો બસ પછી દાદાનું કોલ્હાપુરી ત્રણ ઈંચ સોલવાળું ચંપલ અને તેનું નસીબ!

કયારેક કોઈ મા-દીકરી રડતી ક્કળાટ કરતી દાદા પાસે ફરિયાદ લઈને આવે કે પતિ કે દીકરો છોકરાના દૂઘના પૈસા તમારે પીઠે આવીને દારુ પીવામાં વાપરી નાખે છે, તો આજુબાજુની વસ્તીમાં દાદા તરફથી આરોપીના નામનું તાત્કાલિક વૉરંટ છૂટે. તાબડતોબ આરોપીએ ગમે તે સમયે દાદાની અદાલતમાં હાજર થવું પડે. એકવાર ભાઈ સાહેબ દાદાના દરબારમાં હાજર થાય એટલે દાદા તેની પદ્ઘતિ પ્રમાણે કેસ ચલાવે. આરોપીએ પૂછાતા સવાલનો જવાબ ફકત ‘હા’ અથવા “ના”માં જ આપવાનો હોય. દાદા પાસે ખાસ કોઈ દલીલનો અવકાશ નહીં ફકત બે-ચાર સવાલ-જવાબ બાદ દાદા ગુનેગારને તેના ગુના પ્રમાણે ધોલધપાટ કરી ભાઈસાહેબને સમજાવી, ધમકાવી બે-ચાર શિખામણ આપી તેને તે દિવસે દારુ આપ્યા વિના ઘરે તગડી મૂકે. મહિનાઓ સુઘી દાદા તેમ જ તેના માણસો તે વ્યકિત પર નજર રાખે. દાદાને જ્યારે એના ઘરેથી તેના સુઘારાનો સાચો રિપોર્ટ મળે પછી જ તેની સજામાં કંઈક ઘટાડો થાય, નહીંતર સવાર-સાંજ ગુનેગારે દાદાની અદાલતમાં હાજરી આપવા અચૂક આવવું પડે.

દાદાની યાદે સંકેતે એક નજર શયદાબાનુ સામે નાખી તેનો ભૂતકાળ સંકેતની આંખ સામે તરવા માંડ્યો.

શયદાબાનુ લગભગ બે-ચાર વર્ષની હશે ત્યારે તેનાં માતપિતા કોલ્હાપુરમાં પ્લેગની ભયંકર બીમારીનો શિકાર બનતાં અલ્લાહમિયાંને પ્યારા થઇ ગયાં. શયદાનું પરિવાર શંકરદાદાનું પડોશી હતું. માબાપે મરતાં પહેલાં આ માસૂમ બાળકીનો હાથ શંકરદાદાને સોંપ્યો. દાદાને કોઈ સંતાન ન હોવાથી તેને આ બાળકીને પોતાના હ્રદયના ટુકડા સમી પ્રેમથી જતન કરી પોતાનું વહાલુ સંતાન ન હોય એટલાં લાડકોડથી ઉછેરી.

કોઈ રાતે સંકેત અને તેના મિત્ર વિનોદ પટેલ ગામદેવી લેનના બગીચામાં સિગારેટના કશ લેતાં અલકમલકની વાતો કરતાં બેઠા હોઈએ ત્યારે તેમને શયદાબાનુનો ભેટો અચૂક થઈ જતો.

શયદાનું નેહ નીતરતું રૂપ ભલભલાને પાગલ કરી દેતું. જેવી તે બગીચામાં પ્રવેશતી ત્યારે પવન વસંતની મહેક થઈને તેની આસપાસ ઘુમરાતો. તેના આગમનની ખબર બાગમાં ચારે બાજુ કરી દેતો. કાજળ ભરેલ તેની ચકોર આંખો, લાંબા ઘટાદાર કાળા વાળ, ગળામાં લટકતું માદળિયું અને હાથમાં લહેરાતી ખમ્મીશ કુરતાની ઓઢણી … અને તેનાં ઝાંઝરની તો વાત જ શી કરવી! બગીચામાં ડાળે ડાળેને પાંદડે પાંદડે પોઢેલ ફૂલ પતંગિયાંને સ્વપ્નમાંથી જગાડતાં જોઈને સંકેત વિનોદભાઈને કહેતો કે આ છોકરીને જ્યારે પણ જોઉં છું ત્યારે મને જીસ દેશ મે બહીતી ગંગાની પહ્મિનીની યાદ અપાવે છે. વિનોદભાઈ સંકેતને હસતાં હસતાં કહેતા, ભલા ઘેલા, તું એમ કહે કે પહ્મિની આ ભોળીભટાક છોકરી સમી લાગતી હતી …..

શયદાનું રૂપ જેટલું માદક હતું એવું જ તેનું મન રૂપલે મઢેલ આભના નિખરતા તારલા સમું ભોળું હતું. આ ભોળીભટાક શયદા જ્યારે વીફરતી ત્યારે રણચંડી બની જતી.

એક રાતે બગીચામાં શયદાને એકલી ફરતી જોઈને પાસેની દરગાહના યુવાનિયાનું એક ટોળું દૂરથી ચેનચાળા કરતું તેને પજવતું બગીચામાં પ્રવેશ્યું. ત્યારે આ જોગમાયા મોઢેથી આગ વરસતી વીજળીના ગોળા જેવી બબ્બે કટકા ગાળો કાઢતી હાથમાં ખુલ્લી તલવાર સમી લાંબી લોઢાની સાંકળ ઝુલાવતી, વાઘણ સમી છોકરાની પાછલ છલાંગ મારતી દોડી.

છોકરાઓ જીવ બચાવવા, પડતા આખડતા, બગીચાની વાડ કૂદતા ભાગ્યા. છોકરાઓની યુવાની પર થૂકતી, આખો બગીચો સાંભળે તેમ તે બરાડી ઊઠી, ‘ભડવાઓ, કયારેક મારા હાથમાં તમે એકલા આવી ગયા ને તો દીકરાવ, તમને જો તમારી નાની યાદ ન કરાવું તો મારું નામ શયદાબાનું નહીં.’

‘શયદા, હું તને હવે બરોબર ઓળખી ગયો. મને સ્વપ્ને પણ ખ્યાલ નહીં કે તું આટલી મોટી થઈ જઈશ.’ સંકેતથી તેને પૂછાઈ ગયુંઃ ‘અરે! અમારા શંકરદાદા આજકાલ શું કરે છે?’ સંકેતના સવાલ પર તેની આંખોમાંથી ટપ ટપ આંસુ ટપકવાં માંડ્યાં.

થોડીવાર ખામોશ રહ્યા બાદ તે રૂંઘાતે સ્વરે બોલીઃ ‘દાદા, તો છ-સાત વર્ષ પહેલાં આ જગતમાંથી ચાલ્યા ગયા. આ દુનિયામાં મારે દાદા સિવાય કોણ હતું?

‘શયદા, તું દિલ નાનું ન કર. જેનું કોઈ નથી હોતું તેનો અલ્લાહ હોય છે.’ તેમની વાતચીત ચાલતી હતી એટલામાં તેનો નાનો દીકરો ઋષિ કયાંકથી દોડતો આવી તેમની વચ્ચે ટપકી પડ્યો.

‘અમ્મી, અમ્મી, મારા અબ્બુ તમારી કયારના ઘરે રાહ જુએ છે. તેમને બહાર જવાનું મોડું થાય છે.’  બાંકડેથી ઊભા થતાં સંકેતે શયદાને કહ્યુંઃ ‘ઘણાં વરસો બાદ જાણે હું કોઈ મારા સ્વજનને મળ્યો હોઉં એટલો આનંદ તને મળીને થયો. અલ્લાહની ઈચ્છા હશે તો ફરી ક્યારેક પાછાં મળીશું.’

‘અરે! ભાઈ સાહેબ, તમે પણ કમાલના માણસ છો! કેટલાં વરસો બાદ આપણે મળ્યાં. શું હું તમને મારા ઘરનો દરવાજો બતાવ્યા વિના એમ જ પાછા ઘરે જવા દઈશ? તમારે બે-પાંચ મિનિટ માટે પણ મારે ઘેર આવવું જ પડશે!’ આ પ્રમાણે સંકેતને કહી તેણે તેના દીકરા ઋષિને હુકમ કર્યો, ‘તું મામાનો હાથ પકડી આપણે ઘરે લઈ આવ.’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

મતપત્રક રવાના

તન્મય તિમિર|Opinion - Opinion|17 October 2023

નાનાં નાનાં માણસોના

મોટા મોટા ઈગો હર્ટ થવાના,

કારણકે મતપત્રક રવાના.

પેલા કવિ ને પેલા વાર્તાકાર

માત્ર શબ્દો આમતેમ થવાના,

કારણકે મતપત્રક રવાના.

હું જ કાગળ અને હું જ કલમ!

ઘેર ઘેર લખવા જવાના;

હારશે એના ભાવ ઘટવાના

ને જીતશે તેના વધવાના;

કારણકે મતપત્રક રવાના.

મતોની જ બધી રામાયણ છે!

પેલાના હાતસો ને મારા તૈણસો જ?

કવિઓએ સાથ ન આપ્યો

ને જોડે રહીને હરાવવાના,

કારણકે મતપત્રક રવાના.

ભાષા અને સાહિત્ય નેવે મૂકી,

સત્તાના ગુણગાન ગવાવાના!

હું મંત્રી ને તુ મહામંત્રી,

વહેંચીને રાજ ચલાવવાના;

માત્ર શબ્દો આમતેમ થવાના,

કારણકે મતપત્રક રવાના.

(ગુજરાતી સાહિત્ય પરિષદ ચૂંટણી… ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩)
સૌજન્ય : તન્મયભાઈ તિમિરની ફેઇસબૂક દીવાલેથી સાદર 

Loading

...102030...803804805806...810820830...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved