Opinion Magazine
Number of visits: 9457453
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હું લડીશ, પરત આવીશ અને તમારો અંત જોઈશ !’

રમેશ સવાણી|Opinion - Opinion|9 December 2023

મહુઆ મોઈત્રા

લડાયક સાંસદ મહુઆ મોઈત્રાને (49) Cash For Query – પૈસા લઈ પ્રશ્નો પૂછવાની એથિક્સ કમિટિની ભલામણ પછી લોકસભાએ 8 ડિસેમ્બર 2023ના રોજ તેમને સંસદસભ્ય તરીકે ગેરલાયક ઠરાવ્યાં છે. દસ સભ્યોની કમિટિમાં 6 સભ્યોએ સમર્થન કરેલ અને 4 સભ્યોએ અસહમતિ દર્શાવી હતી. મહુઆ મોઈત્રાને લોકસભામાં પોતાનો પક્ષ રાખવાની તક આપવામાં ન આવી !

એથિક્સ કમિટિના અધ્યક્ષ સત્તાપક્ષના સાંસદ વિનોદ કુમાર હતા. સત્તાપક્ષના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા સામે ફરિયાદ કરી હતી. સુપ્રિમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રઈએ CBI સમક્ષ ફરિયાદ કરી હતી. વેપારી દર્શન હીરાનંદાણીના કહેવાથી મહુઆ મોઈત્રાએ લોકસભામાં અદાણી અંગે પ્રશ્નો પૂછ્યા હતા. મહુઆ મોઈત્રાએ દર્શન હીરાનંદાણીને સંસદના લોગ-ઈન પાસવર્ડ આપેલ. દર્શન હીરાનંદાણીએ સવાલ પોસ્ટ કરેલ. દુબઈથી 47 વખત મહુઆ મોઈત્રાના એકાઉન્ટ લોગ-ઈન થયેલ. સ્વાભાવિક છે કે સત્તાને સવાલ પૂછનાર મહુઆ મોઈત્રા આંખના કણાની માફક ખટકતા હોય અને એમાં ય અદાણી અંગે પ્રશ્ન પૂછે તો સત્તાપક્ષને બહુ જ આકરું લાગે ! કોઈ પણ તાનાશાહી માનસિકતા આ સહન કરી શકે નહીં.

104 પેજનો એથિક્સ કમિટિનો રીપોર્ટ 12 વાગ્યે રજૂ થયો. 2 વાગ્યે ચર્ચા શરૂ થઈ અને એક કલાકમાં મહુઆ મોઈત્રાની સદસ્યતા છીનવાઈ ગઈ ! 104 પેજનો રીપોર્ટ સંસદસભ્યોએ વાંચ્યા વિના જ મહુઆ મોઈત્રાની વિરુદ્ધ મત આપી દીધો ! મહત્ત્વની બાબત એ છે કે એથિક્સ કમિટી પાસે મહુઆ મોઈત્રાએ કોઈની પાસેથી નાણાં લીધાનો કોઈ પુરાવો નથી ! એટલું જ નહીં આક્ષેપ કરનાર નિશિકાંત દુબેને પણ કમિટીએ બોલાવેલ નહીં. દર્શન હીરાનંદાણીને બોલાવેલ નહીં. મહુઆ મોઈત્રાને ઊલટતપાસની તક મળી નહીં. આ રાજકીય વેરભાવ છે, ન્યાય નહીં.

મહુઆ મોઈત્રાએ ઝવેરચંદ્ર મેઘાણીની ‘ચારણ કન્યા’ માફક ત્રાડ પાડી છે : ‘હું લડીશ, પરત આવીશ અને તમારો અંત જોઈશ !’ આ શબ્દોએ અસંખ્ય મહિલાઓને લડવાની તાકાત આપી છે. હજારો મહુઆ મોઈત્રા ઊભી થાય તો ફાસીવાદીઓનું મોં કાળું થાય ! એમનું પ્રવચન સાંભળીને અવતારી વડા પ્રધાનની ઈમેજ ધૂળ ભેગી થઈ જતી હતી !

થોડાં પ્રશ્નો : 

[1] એક બળાત્કારી / હત્યારાના વકીલ ફરિયાદીની ઊલટતપાસ કરી શકે છે. મહુઆ મોઈત્રાને ઊલટતપાસની તક આપ્યા વિના સજા થઈ શકે? 

[2] શું મહુઆ મોઈત્રાને માહિતી એકત્ર કરવાનો અધિકાર નથી? 

[3] 104 પેજનો રીપોર્ટ સંસદસભ્યોને વાંચવા માટે બે દિવસનો સમય આપે તો વાંધો શું? એક કલાકમાં સંસદનું સભ્યપદ છીનવી લેવા પાછળ કાવતરું નથી? 

[4] આક્ષેપ કરનાર નિશિકાંત દુબેને એથિક્સ કમિટીએ બોલાવેલ નહીં; દર્શન હીરાનંદાણીને બોલાવેલ નહીં. મહુઆ મોઈત્રાને ઊલટતપાસની તક આપી નહીં; આ કેવી નીતિ? સંસદસભ્યપદ છીનવવું તે તેમના મતદારો પ્રત્યેનો દ્રોહ નથી? 

[5] આ કેવી એથિક્સ કમિટી? એથિક્સ કમિટીને કોઈ એથિક્સ હોય કે નહીં? જ્યારે સંસદમાં તડીપાર / બળાત્કારી / હત્યારા / નફરત ફેલાવનારા બેઠાં હોય ત્યારે એથિક્સ કમિટીનો આત્મા કેમ દુભાતો નહીં હોય?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નકલી ગુજરાતની અસલી પંચાત …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 December 2023

રવીન્દ્ર પારેખ

તમે અસલી હો તો નકલીની વાતો કરવી છે. આ વાતો કોઈને લાગુ પડતી હોય તો પણ, કોઈએ પાઘડીનાં માપનું માથું કરવાની જરૂર નથી. હસવું આવે તો હસી લેવું અથવા હસી કાઢવું. ચઢેલું મોઢું વધારે ન ચઢાવવું. એમ કરવા જતાં મોઢામાં રહેલું ચોકઠું બહાર નીકળી આવશે ને ખાવાની આપદા પડશે તે નફામાં. સાચું કહું તો આ બધી મોકાણ જ ‘ખાવા’ની છે. સાધારણ રીતે ભૂખ હોય એથી ઓછું ખાવું એવું હિતેચ્છુઓ મોંમાં ઠૂંસતાં ઠૂંસતાં કહેતાં હોય છે. કોઈ વસ્તુ વધારે ભાવે તો થોડી વધારે ખવાય, છતાં ઘણાની હોજરી નથી જ ભરાતી. એમણે તો આખી પૃથ્વી જ મોંમાં ઓરવી હોય છે. એમનું ચાલે તો આકાશના તારા પણ ચોખાની જેમ ચાવી જાય. ઘણીવાર તો લાગે છે કે બધાં ખિસ્સાકાતરું થઈ ગયાં છે ! બ્લેડ માર્યા વગર જ આજુબાજુવાળાને કાતરતા રહે છે. શું છે કે હવે ચૂનો ભીંત પર ઓછો ને માણસ પર વધારે લાગે છે. બધાં જ ચૂનો લગાવવામાં વ્યસ્ત છે. આમ તરવું નથી ફાવતું, પણ છેતરવું તો ઘણાંને ફાવે છે. એવું નથી કે સારા માણસો નથી, પણ સારા ય જાણે નઠારા થવાની સ્પર્ધામાં છે.

એક લગ્નમાં જવાનું થયું. આમ તો કવર કરતાં જ હોઈએ છે, પણ પાર્ટીપ્લોટ પર એક ભાઈ હાથમાં બેગ લઈને નીકળ્યા. કહે કે જેમણે ચાંદલો લખાવવો હોય તે લખાવી દો, જેથી દાળમાં પાણી નાખવાની સમજ પડે. મને એ વાતે આશ્ચર્ય થયું કે ચાંદલાની ય ઉઘરાણી ! બધાં જમવાનાં બાકી જ હતાં, એટલે કવર પકડાવીને જમવા નીકળી ગયાં ને પેલા ભાઈ પણ જમીને ફટાફટ નીકળી ગયા. આમાં બે પાંચ એવાં ય નીકળ્યાં જે કવર અપાઈ ન જાય એની કાળજી રાખીને જમી ગયા. એ રાત્રે લગનવાળાને ઘેર બધું ઉધારીમાં જ લખાયું. પેલા ભાઈ કવર લઈને ગયા, પછી કવર, અનકવર કે ડિસ્કવર થયા નથી. માનો કે ન માનો, પણ કોઈ, કોઈ હવે ઇન્ટેલિજન્ટ પણ છે, જે ઝડપથી એકને બદલે બીજું રિપ્લેસ કરી શકે છે. ઇન્ટેલિજન્સ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી રિપ્લેસ થઈ રહી છે. જો કે, પતિ કે પત્ની રિપ્લેસ થાય તો ગમે, પણ એ પીસ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પણ બદલાય એમ નથી, એટલે જૂનું એટલું સોનું – એમ માનીને મન મનાવી લેવું પડે છે.

કાલ ઊઠીને કોઈ કહે કે હું પ્રધાન મંત્રી કાર્યાલયમાંથી આવું છું, તો તમે અભિભૂત થાવ કે ભૂત થઈને વળગો? એ તો ઠીક, પણ પેલો વળગે તો તમારું બેલન્સ ને બેન્ક બેલન્સ દાવ પર લાગે એમાં શંકા નહીં ! ગયા માર્ચમાં અમદાવાદના કોઈ કિરણકુમાર કાશ્મીર પહોંચી ગયા ને અધિકારીઓ સામે પી.એમ.ઓ.માંથી આવું છું કહીને રૂઆબથી ઊભા રહી ગયા. એ તો સારું છે કે પી.એમ. છું એમ ન કહ્યું, નહીં તો સરકારી સાહેબો વધુ અંજાયા હોત ! પણ, ભાઈના ખાતામાં બેલન્સ ઓછું ને ભેજામાં રાઈ ઘણી. એ રાઈ કાશ્મીરમાં કાઢી અને Z પ્લસ સિક્યુરિટી સાથે એલ.ઓ.સી., લાલચોક જેવા વિસ્તારમાં બાઅદબ કે બાપઅદબ કરીને ઠાઠથી ફર્યા. ફાઇવ સ્ટાર હોટેલનાં એમનાં બારણે બંદૂકધારી પહેરા પણ ભરાયા. જો કે, સાહેબો સરકારી એટલે આપણા કિરણભાઈએ આતંકવાદી છું – એવું કહ્યું હોત તો પણ આવી જ ટ્રીટમેન્ટ મળી હોત ! સારું છે કે આવનારો અસલી અધિકારી ન હતો. હોત તો એટલી ઇન્ક્વાયરી થઈ હોત કે સાહેબ લાલચોકથી તો ઠીક, પણ માણેકચોકથી જ પાછા ફરી ગયા હોત. એ તો સી.આઇ.ડી.નું ધ્યાન ગયું ને કિરણકુમારને લાવ લશ્કર સાથે ગુજરાત ભેગા કર્યા. આગળ પાછળ પોલીસને જોઈને કિરણકુમારે ગાયું ય હશે કે આગે પીછે હમારી સરકાર, યહાં કે હમ હૈ રાજકુમાર …

વાતાવરણ જ એવું છે કે એકાદ અધિકારી નકલી હોય એટલાથી ચાલે એમ નથી, એટલે છોટાઉદેપુરનાં બોડેલીમાં સરકારી કચેરી સિંચાઈ વિભાગ બનાવી દેવાયાના સમાચાર ઓક્ટોબરના અંતમાં પ્રગટ થયા. આખી ઓફિસ જ નકલી. પણ, હુંશિયાર એટલી કે પ્રાયોજના વહીવટદારની અસલી કચેરીમાં દરખાસ્તો મોકલીને 4.15 કરોડની ગ્રાન્ટ માંગી ને કચેરીએ આપી પણ ખરી. બોલો રે બધાં, મેરા ભારત મહાન. મહાણ નહીં, મહાન ! તમને તો બધું જ સરખું ! એની વે, છોટાઉદેપુર પોલીસે ગુનો દાખલ કરી કોઈ સૈયદ અને રાજપૂતની ધરપકડ કરી. સીટની રચના થઈ. બંને આરોપીઓના ખાતાં ચેક થયાં. રકમ જમા તો થઈ, પણ   ઊપડીયે ગઈ …

શું છે કે હવે બધું નકલીથી જ ચાલવા લાગ્યું છે, એટલે અસલી કોઈ ચેક કરતું નથી. ઇન્ટેલિજન્સ જ જ્યાં આર્ટિફિશિયલ થઈ ગઈ હોય ત્યાં નકલી, અસલી લાગે કે ખોટું, ખરું લાગે કે ભ્રષ્ટાચાર, શિષ્ટાચાર લાગે એમ બનવાનું. આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ એટલા નકલી છે કે અસલી જડી આવે તો આઘાત લાગે.  ગુજરાતી પ્રજા વેપારી તરીકે જાણીતી છે, પણ નકલીની બોલબાલા વધી છે, ત્યારથી વેપાર પણ અસલી રહ્યો નથી. દૂધ નકલી, ઘી નકલી, પનીર નકલી … ગાયભેંશ જ નકલી હશે, બાકી, દૂધ તો અસલી આવેને ! આબાદી નકલી, બરબાદી અસલી. બ્રિજ તકલાદી … જો કે, સાવ એવું નથી. કોઈ, કોઈ બ્રિજ તો ઊભા પણ રહે છે. ગમ્મત તો એ કે હળદર નકલી હોય તો દળદર અસલી છે. કફ અસલી, કફસિરપ નકલી. આરોપી નકલી, પોલીસ અસલી, ફિલ્લમમાં આવે તેમ મોડી આવે, પણ આવે ખરી. દૂધનું દૂધ ને પાણીનું પાણી ન કરે, કારણ બધું જ પાણી હોય ત્યાં દૂધ કાઢવું ક્યાંથી? આ નકલી સંસ્કૃતિને કારણે શું છે કે લોકો વીમો ઉતરાવતા થયા છે. એ આશાએ કે આપણા પછી છોકરાઓ કારજ તો કરે ! એ જોઈ લેવાનું કે પ્રીમિયમ અસલી હોય તે સાથે વીમો પણ અસલી હોય. આમ તો માથે હાથ દેવા જેવું જ એટલું છે કે માથેથી હાથ હટે નહીં. સારું છે કે ઉપર આભ ને નીચે ધરતી અસલી છે. એ નકલી હોત તો તારાઓ તો કનકતારાની જેમ રોજ જ ખર્યા હોત ને ધરતી કોઠીની જેમ ઉપર જ ગઈ હોત ! એટલું છે કે લોકો બે પગ છે એટલે અત્યાર સુધી તો બે ચંપલ પહેરે છે. કાલ ઊઠીને કોઈ એક ચંપલ બે પગમાં પહેરે તો એ ફેશનમાં ખપે એમ બને. આજ સુધી તો જ્યોતિષને હાથ બતાવાય છે. કાલે કોઈ પગ બતાવે, તો તેની સામે માથું જ ધરવાનું રહે.

જ્યારથી બધું ઓનલાઈન થયું છે, આપણે ફેસબુક, વૉટ્સએપ, ટ્વિટર, ટેલિગ્રામ ને એવામાં અટવાઇ ગયા છીએ. ધાર્મિક ફિલ્મમાં જેમ ભગવાન ઠેર ઠેર દેખાય એમ જ આપણે પણ અહીં તહીં દેખાઈએ છીએ. આર્ટિફિશિયલ ગોડ જ જાણે ! ઘડીકમાં મેસેજ કરીએ, ઘડીકમાં ટ્રોલ થઈએ. ટ્રોલનું તો સમજ્યા, પણ આજકાલ એક ટોલને પણ ટ્રોલ કરાઈ રહ્યો છે. થયું એવું કે મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું પકડાયું. દોઢેક વર્ષથી ચાલતું હતું, એટલે એ જ અસલી લાગતું. લાગે જ ને, કારણ વસૂલાત સુરક્ષાકર્મીઓની હાજરીમાં થતી હતી. નોટો સિવાય બધું નકલી હતું. શો એવો કે અસલી હોવાનો વહેમ પડે. લોકો સાથે ઝઘડો ન થયો હોત તો હજી ચાલતું હોત, પણ ફરિયાદ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને થઈ ને ભોપાળું બહાર આવ્યું, ત્યાં સુધીમાં તો ટોલનાકાએ સરકારને ટાલ પાડી દીધી હતી. આરોપીઓ વાહનોને ડાઇવર્ઝન આપીને ફેક ટોલનાકા પરથી કરોડો વસૂલતા હતા ને સરકારને અંગૂઠો બતાવતા હતા.

આમ ફરિયાદો તો થતી રહી, પણ ફરી, યાદ કોણ કરે? કોઈ માટીદાર, પાટીદારની હોજરી ભરાય તો ફરિયાદ સંભળાયને ! જો કે, નાકું અસલી હોય કે નકલી વાહને તો ટેક્સ ભરવાનો જ હતો. હવે એ સરકારને બદલે કોઈ અ-સરકાર વસૂલે તો એમાં આપણે કેટલા ટકા? સરકારે એની પાસેથી વસૂલ કરવા હશે તો કરશે ને ન કરે તો ય આપણે શું? એક જૂઠાણું સો વખત બોલાય તો તે જ સત્ય લાગવા માંડે, જ્યારે આ તો દોઢેક વર્ષથી ચાલતું હતું ને 82 કરોડ ઉઘરાવીને એણે તો સરકારનું જ કામ કર્યું હતું. બને કે આવી સરસ વસૂલાત કરવા બદલ સરકાર એ નકલીને અસલીમાં ફેરવી દે. શું છે કે હવે એકાદ નકલી અધિકારીથી કે એકાદ નકલી ઓફિસ કે નકલી ટોલનાકાથી પણ ગુજરાતે આગળ જવાનું છે. નકલી કે તકલાદી વસ્તુઓની બાબતમાં ચીન નામચીન હતું, પણ હવે નકલી બધું ગુજરાતમાં જ થવા લાગ્યું છે એટલે ચીનને બદલે હવે ગુજરાતનું નામ ગાજતું થાય એમ બને. આટલું નકલી એકલા ગુજરાતમાં જ હોય તો શંકા પડે કે સરકાર તો અસલી છે કે પછી એ પણ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ડિસેમ્બર 2023

Loading

यूजीसी और एनसीईआरटी का हिन्दू राष्ट्र शैक्षणिक कार्यक्रम

राम पुनियानी|Opinion - Opinion|8 December 2023

राम पुनियानी

भाजपा सरकार केंद्र में अपनी सत्ता की दूसरी पारी के अंत की ओर है. करीब दस साल की इस अवधि में सरकार ने देश के लगभग सभी संस्थानों और संस्थाओं की दशा और दिशा में जो बदलाव किये हैं, वे सबके सामने हैं. ईडी, आयकर विभाग और सीबीआई ने विपक्षी पार्टियों के खिलाफ वह सब कुछ किया, जो वे कर सकती थीं. कई मौकों पर चुनाव आयोग की भूमिका भी निष्पक्ष नहीं रही है. इस बीच, यूजीसी और एनसीईआरटी शिक्षा प्रणाली और पाठ्यक्रमों में सत्ताधारी दल को सुहाने वाले परिवर्तन करने में व्यस्त रही हैं.

नयी शिक्षा नीति (एनईपी) हमारी शिक्षा व्यवस्था के ढांचे और स्वरुप में आमूलचूल परिवर्तन लाने वाली है. सरकार द्वारा नियमित रूप से ऐसे निर्देश जारी किये जा रहे हैं जिनसे विद्यार्थियों के मनो-मस्तिष्क में हिन्दू राष्ट्रवादी विचार और सिद्धांत बिठाये जा सकें. सरकार ने सबसे पहले विद्यार्थियों के आंदोलनों और उनके प्रतिरोध को कमज़ोर करने और उनमें भागीदारी करने वालों को डराने-धमकाने का अभियान शुरू किया. इन आंदोलनों के नेताओं पर राष्ट्रद्रोही का लेबल चस्पा कर दिया गया. तत्कालीन मानव संसाधन विकास मंत्री स्मृति ईरानी ने प्रस्तावित किया कि प्रत्येक केन्द्रीय विश्वविद्यालय के प्रांगण में एक बहुत ऊंचे खम्बे पर राष्ट्रीय ध्वज फहराया जाए. यह भी प्रस्तावित किया गया कि जवाहरलाल नेहरु विश्वविद्यालय (जेएनयू) के कैंपस में सेना का एक टैंक स्थापित किया जाए. वह इसलिए क्योंकि वहां के विद्यार्थी ऐसे मसले उठा रहे थे जो सरकार को पसंद नहीं थे.

हाल में इसी तर्ज पर कई निर्देश / आदेश जारी किये गए हैं. इनमें से एक यह है कि आरएसएस के प्रचारक और अखिल भारतीय विद्यार्थी परिषद् (एबीवीपी) के संस्थापक दत्ताजी दिदोलकर की जन्म शताब्दी को मनाने के लिए एक साल तक चलने वाले आयोजनों में विद्यार्थियों की भागीदारी सुनिश्चित की जाए. एक हिन्दू राष्ट्रवादी को राष्ट्रनायक का दर्जा देने का इस प्रयास का फोकस महाराष्ट्र के कॉलेजों पर है. क्या हिन्दू राष्ट्रवादी नेताओं को हीरो बनाने का यूजीसी का यह प्रयास उचित है? क्या हमें उन नायकों को याद नहीं करना चाहिए जो भारतीय राष्ट्रवाद के हामी थे और जिन्होंने ब्रिटिश औपनिवेशिक सरकार के खिलाफ संग्राम का नेतृत्व किया था? आरएसएस से जुड़े दिदोलकर न तो स्वाधीनता संग्राम का हिस्सा थे और ना ही वे भारतीय संविधान के मूल्यों में आस्था रखते थे.

यूजीसी ने एक और सर्कुलर जारी कर कहा है कि कॉलेजों में ‘सेल्फी पॉइंट’ बनाए जाने चाहिए जिनकी पृष्ठभूमि में प्रधानमंत्री मोदी का चित्र हो. कहने की ज़रुरत नहीं कि यह 2024 के आमचुनाव की तैयारी है. किसी भी प्रजातान्त्रिक देश में ऐसा नहीं होना चाहिए. क्या सरकार को किसी भी एक पार्टी के शीर्ष नेता का प्रचार करना चाहिए? क्या यह प्रजातान्त्रिक मानकों का उल्लंघन नहीं है? प्रजातान्त्रिक और संवैधानिक मूल्यों का इस तरह का खुल्लमखुल्ला मखौल क्या सरकार द्वारा अपनी शक्तियों के घोर दुरुपयोग के श्रेणी में नहीं आता?

इससे भी एक कदम आगे बढ़कर, यह निर्देश जारी किया गया है कि कक्षा सात से लेकर कक्षा बारह तक के विद्यार्थियों को इतिहास के पाठ्यक्रम के भाग के रूप में ‘रामायण’ और ‘महाभारत’ पढाया जाना चाहिए (टाइम्स ऑफ़ इंडिया, 22 नवम्बर, 2023). एनसीआरटी के एक्सपर्ट पैनल के अनुसार इससे देश के लोगों में देशभक्ति और स्वाभिमान के भाव जागृत होंगे और वे अपने देश पर गर्व करना सीखेंगे! भारत के ये दो महान महाकाव्य निश्चित तौर पर हमारे पौराणिक साहित्य का हिस्सा हैं. वे उस समय के सामाजिक मूल्यों और मानकों का प्रतिनिधित्व करते हैं जिस समय वे लिखे गए थे. हम इन महाकाव्यों से उस समय के समाज के बारे में बहुत कुछ जान सकते हैं.

रामायण भारत में ही नहीं वरन श्रीलंका, थाईलैंड, बाली और सुमात्रा सहित एशिया के कई देशों में अत्यंत लोकप्रिय हैं. रामायण के कई अलग-अलग संस्करण हैं. रामायण के मूल लेखक वाल्मीकि थे. गोस्वामी तुलसीदास ने जनभाषा अवधी में उसका अनुवाद कर उसे आम जनता तक पहुँचाया. सोलहवीं सदी से रामायण उत्तर भारत की जन संस्कृति का हिस्सा बनी हुई है. भगवान राम की वह कथा जो हिन्दू राष्ट्रवादियों को प्रिय है, इस कथा के कई अलग-अलग पाठों में से एक है. पौला रिचमेन की पुस्तक ‘मेनी रामायन्स’ (ऑक्सफ़ोर्ड यूनिवर्सिटी प्रेस), भगवान राम की कहानी के अलग-अलग संस्करणों के बारे में बताती है. इसी तर्ज पर ए.के. रामानुजन ने एक लेख लिखा था जिसका शीर्षक था “थ्री हंड्रेड रामायंस: फाइव एग्जामपिल्स एंड थ्री थॉट्स ऑन ट्रांसलेशन”. यह अत्यंत अर्थपूर्ण लेख दिल्ली विश्वविद्यालय के पाठ्यक्रम का हिस्सा था. मगर बाद में एबीवीपी के विरोध के कारण इसे हटा दिया गया.

हिन्दू राष्ट्रवादी रामकथा के एक विशिष्ट संस्करण को बढ़ावा देना चाहते हैं. रामानुजन बताते हैं कि इस कथा के कई स्वरुप है – जैन और बौद्ध स्वरुप हैं, और महिलाओं का संस्करण भी है, जिसकी लेखिका आंध्रप्रदेश की रंगनायकम्मा है. आदिवासियों की अपनी रामकथा है. अम्बेडकर ने अपनी पुस्तक “हिन्दू धर्म की पहेलियाँ” में हमारा ध्यान इस तथ्य की ओर आकर्षित किया है कि राम ने शम्बूक की केवल इसलिए हत्या कर दी थी क्योंकि वह शूद्र होते हुए भी तपस्या कर रहा था. इसी तरह, राम ने छुपकर और पीछे से वार कर बाली को मार दिया था. बाली कुछ पिछड़ी जातियों ही श्रद्धा के पात्र हैं. कहा जाता है “इडा पीडा जावो, बळीचे राज्य येवो” (हमारे दुःख और तकलीफें ख़त्म हों और बाली का राज फिर से कायम हो). अम्बेडकर राम की इसलिए भी कड़े शब्दों में निंदा करते हैं क्योंकि राम ने मात्र इसलिए सीता को जंगल में छोड़ दिया था क्योंकि उन्हें अपनी पत्नी के चरित्र पर संदेह था. पेरियार भी द्रविड़ों पर आर्य संस्कृति लादने के लिए राम की आलोचना करते हैं. ठीक-ठीक क्या हुआ था यह साफ़ नहीं है मगर यह महाकाव्य हमें उस काल के बारे में कई महत्वपूर्णब बातें बताता है.

उसी तरह महर्षि वेदव्यास द्वारा रचित विश्व की सबसे लम्बी कविता ‘महाभारत’ भी हमें उस युग में झाँकने का मौका देती हैं. ये दोनों ग्रन्थ ज्ञान के स्त्रोत हैं. मगर उन्हें इतिहास के रूप में पाठ्यक्रम में शामिल करना एक अलग मसला है, जिसका सम्बन्ध हिन्दू राष्ट्रवाद से ज्यादा और विद्यार्थियों को इतिहास के सच से परिचित करवाना कम है.

यह भी कहा गया है कि पाठ्यपुस्तकों में इंडिया की जगह भारत शब्द का इस्तेमाल किया जाए. ऐसा बताया जा रहा है कि चूँकि हमारे देश को इंडिया नाम अंग्रेजों ने दिया था अतः वह गुलामी का प्रतीक है. इस तथ्य को जानबूझकर छुपाया जा रहा है कि हमारे देश के लिए इंडिया से मिलते-जुलते शब्दों का प्रयोग अंग्रेजों के भारत आने से बहुत पहले से हो रहा है. ईसा पूर्व 303 में मेगस्थनीज ने इस देश को इंडिका बताया था. सिन्धु नदी के नाम से जुड़े हुए शब्द भी लम्बे समय से इस्तेमाल हो रहे हैं. हमारे संविधान में प्रयुक्त वाक्यांश “भारत देट इज़ इंडिया” का कोई जवाब नहीं है. मगर हिन्दू राष्ट्रवादी एजेंडा के चलते ‘इंडिया’ शब्द उन्हें असहज करता है.

वे भारत के इतिहास को नए सिरे से कालखंडों में विभाजित करना चाहते हैं. इतिहास के सबसे पुराने कालखंड, जिसे अंग्रेज़ हिन्दूकाल कहते हैं, को वे ‘क्लासिक’ (श्रेष्ठ या उत्कृष्ट) काल कहना चाहते हैं. उद्देश्य है इस कालखंड में प्रचलित मूल्यों को हमारे समाज के लिए आदर्श निरुपित करना. ये मूल्य, जो ‘मनुस्मृति’ में वर्णित हैं, वही हैं जिनके विरुद्ध अम्बेडकर ने विद्रोह का झंडा उठाया था और ‘मनुस्मृति’ का दहन किया था.

आज यूजीसी और एनसीईआरटी का मार्गदर्शक केवल और केवल हिन्दू राष्ट्रवादी एजेंडा है. भारतीय संविधान के मूल्यों से उन्हें कोई लेनादेना नहीं है. 

06/12/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/ugc-and-ncert-on-the-agenda-of-hindu-rashtra-busy-in-making-changes-pleasing-to-bjp-article-by-ram-puniyani

Loading

...102030...737738739740...750760770...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved