Opinion Magazine
Number of visits: 9665798
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બજેટ 2024: મોદી, અર્થતંત્ર અને મધ્યમવર્ગ વચ્ચે મદહોશી, બેહોશી પછી હવે હોશના દાખલા ગણાશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 August 2024

બજેટ 2024 પછી મધ્યમવર્ગને પોતીકી લાગતી મોદી સરકાર અજાણી લાગવા માંડી છે ? — શું મધ્યમવર્ગને મોદી સરકારની અર્થતંત્રની સમજ અંગે શંકા જવા માંડી છે?

ચિરંતના ભટ્ટ

નિર્મલા સિતારમણ અને ભા.જ.પા.ની કેન્દ્રમાં સત્તાના ત્રીજા દોરના બજેટની ચર્ચા શમતી નથી. યુનિયન બજેટ કરતાં તો બજેટની જાહેરાત પછી બનેલાં મિમ્સ વધારે રસપ્રદ હતા. બજેટ બળાપાની મોસમ લાંબી ચાલવાની છે, એ ચોક્કસ. અમૃતકાળને નામે કેન્દ્ર સરકાર કંઇપણ ઝીંકી રહી છે અને આપણે બધાં એ વેઠવા સિવાય બીજું કંઇ કરી શકીએ તેમ નથી. બજેટની જાહેરાત થઇ એ પછી લોકો પોતે શું કરશે તો કરવેરો ભરવાનો વખત આવશે તેની યાદી બનાવવામાંથી નવરા નથી પડ્યા. મોદી સરકાર પર સૌથી વધારે ભરોસો મધ્યમવર્ગને હતો અને એક ટોક્સિક બૉયફ્રેન્ડની માફક મોદી સરકાર આડું-તેડું ઉપર-નીચે કશેય જોયા વિના આ ભરોસો તોડી રહી છે.

લાંબા સમય સુધી ભારતીય પ્રજા બચતમાં માનનારી પ્રજા જ રહી છે. આપણે આપણાં બધાંયનાં માતા-પિતાઓને બચત કરતાં, બચતની વાત કરતાં અને બચત કરવાના રસ્તાઓ શોધતાં જોયા છે. દોઢેક દાયકા પહેલાં એવો ફેરફાર આવ્યો કે મધ્યમવર્ગ બચતને બદલે રોકાણ તરફ વળ્યો. રોકાણ કરવું એટલે કે તમારી પાસે જે કમાણી છે તેનું રોકાણ કરી વધુ કમાણી કરવી. અંગ્રેજીમાં એને માટે શબ્દ છે – વેલ્થ ક્રિએશન અને ગુજરાતીમાં એક વાક્ય પ્રયોગ છે કે તમારો પૈસો તમારા માટે પૈસા કમાઇ લાવે એ જરૂરી છે. બચતમાંથી રોકાણ પર જતાં ભારતીય મધ્યમવર્ગને ખાસ્સો લાંબો સમય લાગ્યો કારણ કે આવડત, પહોંચ, પગારધોરણો, મોંઘવારી, બેરોજગારી એ બધાનો ચક્રવ્યૂહ પેચીદો છે. વળી રોકાણ કરવામાં કંઇ ખોટું નથી એ સમજવામાં પણ આપણને સમય લાગ્યો. માંડ માંડ રોકાણોની દિશામાં મધ્યમવર્ગે પોતાની ઝડપ પકડી અને નાણાં મંત્રીએ એવા તમામ વિકલ્પો પર એક યા બીજી રીતે કરવેરો ઝીંકી દીધો, જ્યાં મધ્યમવર્ગે રોકાણ કરીને પોતાની મહેનતનાં પૈસાથી જ થોડા વધારે પૈસા કમાવાનો પ્રયત્ન કરવાનું શરૂ કર્યું હતું. હોંશે હોંશે નરેન્દ્ર મોદીને મત આપનારા અને 400 પારના ઠેકડા મારનારા મધ્યમવર્ગના મ્હોંએ હવે તાળું મરાઇ ગયું છે કારણ કે મોદીનોમિક્સની આંટીઘૂંટી જે તેમને પહેલા વિકાસ અને પ્રગતિનો પથ લાગતી હતી તે હવે ભૂલભુલૈયા લાગે છે. અમૃતકાળ તો આવતા આવશે પણ અત્યારે તો ભા.જ.પા. અને મોદી સરકારને વફાદાર મધ્યમવર્ગને વધારે કરવેરા ભરવાનો વખત આવ્યો છે.

સ્ટૉક્સ અને ઑપશન્સની કમાણી પર વેરો નખાયો તો મોંઘાવરી સામે મિલકત વેચવા કાઢે ત્યારે જે ઇન્ડેક્સેશનનો લાભ મળતો હતો એ પણ હાથથી ગયો. લક્ઝરી ગૂડ્ઝ ટેક્સ પણ કમાલની ચીજ છે, મોંઘીદાટ વસ્તુ ખરીદવા પૈસા બચાવનારને તગડો ટેક્સ ભરવાનો આવશે પણ જે અતિ ધનિક હશે એ તો વીકેન્ડમાં દુબઇ જઇને બેને બદલે ચાર મોંઘી વસ્તુ લઇને પાછો આવી જશે અને ભારતીય ટેક્સના બોજથી પણ બચી જશે. કેન્દ્ર સરકાર સરળીકરણનું બહાનું આપીને બચાવ કરે છે અને સતત એમ મનાવવાનો પ્રયાસ કરે છે કે આ બધું કંઇ વધારે આવક એકઠી કરવા નથી કરાયું. વ્યક્તિગત કરવેરો કુલ કર આવકના 30 ટકા છે જે કંપનીઓ પાસેથી મેળવાતી 26 ટકા કર આવકથી પણ ચાર ટકા વધારે છે. 1.4 બિલિયન મધ્યમવર્ગીય ભારતીયો જે આ કરવેરાનો બોજ ઉપાડે છે તે એવા 800 મિલિયન ભારતીયો વચ્ચે પીસાય છે જેમાં ગરીબીની રેખા નીચે અથવા તેની નજીક જીવનારા અને મફતનું રાશન માંગનારા લોકો છે તો લગ્નોમાં 5,000 કરોડ ખર્ચી નાખનારા તવંગરો છે. દસમાંથી આઠ ભારતીયોને મહિને નિયમિત પગાર મળે છે અને તેમાંથી દસ ટકાથી ઓછાં મહિને પચાસ હજારથી વધુ કમાતા હશે. અમૃતકાળની રાહ જોતો અથવા તો અમૃતકાળ માટે તૈયાર દેશ, ક્રેડિટ કાર્ડ સહિતની રિટેલ લોન્સ, અસલામત દેવાઓ અને મોંઘવારી વચ્ચે આમથી તેમ ઝોલાં ખાઇ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ પક્ષ પર શબ્દોના બાણ ચલાવનારા મોદીએ – તેઓ આ લઇ જશે, તે લઇ જશે, નળ કાઢી જશે અને બેમાંથી એક ભેંસ લઇ જશે – એવા વિધાનો કર્યા હતા. હવે બધું લઇ જવાનું કામ મોદી સરકાર જ કરી રહી છે.

મણિપુર હોય કે લદાખ હોય કે પછી મોરબી જ જોઇ લો, અને હા નવા સંસદ ભવનમાં ફેલાયેલું પાણી હોય – નરેન્દ્ર મોદીની સરકાર જે કરે એ બરાબર જ હોય એવું કહેનારાઓ બજેટને મામલે કોઇપણ પ્રકારનો અભિપ્રાય આપી શકે તેમ નથી. જ્યારે કોઇ રાજકીય વિચારધારાને લોકો ટેકો આપે – પોતાની વૈચારિક, સામાજિક અને આર્થિક ક્ષમતા સાથે – ત્યારે તેમને એવી અપેક્ષા હોય કે આ લોકો જે કહે છે એ કરશે – પણ ભક્તિમાં તેઓ એ જોવાનં ભૂલી જાય છે કે ખાસ કરીને ભા.જ.પા. દ્વારા આર્થિક બાબતોને લગતી કોઇ નક્કર વાત ક્યારે ય કરાઇ જ નથી. બધા ગપગોળા અને અષ્ટમ્‌પષ્ટમ્‌ વાતો ચાલતી આવી છે. હિંદુવાદ, વિકાસ, સ્વરાજ, પ્રગતિ, ગૌરક્ષા, અયોધ્યા, મુસલમાનોની વિરોધમાં દેકારો જેવા મુદ્દાઓ પર ભા.જ.પા. ઊગી છે, ઊભી થઇ છે અને જીતી છે. ખાનગીકરણને આગળ કરનારી આ સરકાર જાહેર સાહસોને નુકસાન નહીં કરે પણ તેમના વિસ્તાર પર પણ ધ્યાન નહીં આપે કારણ કે પક્ષના અર્થતંત્ર માટે ખાનગી સાહસો વધારે અગત્યનાં છે. આ વાત માત્ર મોદી સરકારના વખતની ભા.જ.પા.ની નથી, પણ જ્યારથી ભા.જ.પા.નું અસ્તિત્વ છે ત્યારથી માંડીને આજ સુધી અર્થતંત્ર અંગે કોઇ નક્કર મુદ્દાઓ રજૂ થયા હોય એવું બહુ બન્યું નથી. મધ્યમવર્ગ જે બે છેડા ભેગા કરવામાં, સમાજમાં આગળ આવવામાં જ પોતાની જિંદગી પસાર કરતો હોય છે તેને હવે ભા.જ.પા.થી અળગું લાગે છે. મોદી સરકારે ગરીબોને ખુશ કરવાના મોહમાં મધ્યમવર્ગનો રોષ વહોરી લીધો છે.

મધ્યમવર્ગને અવગણીને મોદી સરકારે જોખમ વહોર્યું છે. આ જ મધ્યમવર્ગે રાજીવ ગાંધીને સત્તા આપી તેને વખાણ્યા બાદ તેનો વિરોધ કર્યો હતો. વી.પી. સિંઘ સાથે પણ એમ જ થયું હતું અને મનમોહન સિંઘને વધાવનારા મધ્યમવર્ગને યુ.પી.એ. II સત્તા પર આવી ત્યાં સુધીમાં તેમના પરથી પણ મન ઉઠી ગયું હતું.

ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મમાં એક સંવાદ છે, “નેવર અંડરએસ્ટિમેટ પાવર ઑફ અ કોમન મેન” – રાજકારણીઓએ મધ્યમવર્ગના સંદર્ભે આ સંવાદ કોઇ કાળે ભૂલવો ન જોઇએ. રાષ્ટ્રનો મિજાજ નક્કી કરવાની સત્તા આ મધ્યમવર્ગમાં જ છે. મોટેભાગે રાજકારણીઓ સત્તા મળ્યા પછી મધ્યમવર્ગનું મહત્ત્વ ભૂલી જતા હોય છે. નરેન્દ્ર મોદીએ શરૂઆતનાં વર્ષોમાં તો મધ્યમવર્ગને સાથે રાખ્યો પણ હવે એ પણ બીજા રાજકારણીઓ જેવા જ સાબિત થઇ રહ્યા છે. એમાં એમનો કોઇ વાંક પણ નથી કારણ કે એ કંઇ સુખડ કે સોનામાંથી બનેલા રાજકારણી તો છે નહીં. આ નકારાત્મક ઝૂકાવને બદલવાનો એક જ રસ્તો છે – મધ્યમવર્ગને, પોતાના ટેકેદારોને બહેતર ભવિષ્યની અને દેશના ઘડતરમાં – પોતાની સત્તામાં – તેમના યોગદાનનું મૂલ્ય છે અને રહેશેની ગેરંટી આપવી. જો કે અત્યારે, ખાસ કરીને બજેટ પછી આ સરકાર એવું કશું ય કરવાના મૂડમાં હોય એવું લાગતું નથી.

મોંઘવારી મધ્યમવર્ગનો પગાર ખાઇ રહી છે, ટેક્સ ભરીશું તો સામે શું મળશે એની કોઇ ખાતરી નથી. અફલાતુન ટ્રેન્સના વચનો વારંવાર થતા ટ્રેન અકસ્માતોની વચ્ચે ભૂલાઇ ગયા છે, શિક્ષણ નીતિમાં પુસ્તકોના કેસરીકરણથી વધુ કંઇ દેખાઇ નથી રહ્યું, સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર્સ લીક થાય છે તો કોચિંગ સેન્ટરના ધંધાની ગેરરીતિઓમાં વિદ્યાર્થીઓ મોતને ભેટે છે. મધ્યમવર્ગને હળવાશથી લેનારી સરકારે ચેતી જવું પડશે નહીંતર મધ્યમવર્ગ સરકારને હળવાશથી ઉથલાવી શકે છે એ તેના પુરાવા મળતા વાર નહીં લાગે.

પ્રગટ : ‘Business મિત્ર plus’ પૃષ્ટ, “ગુજરાતમિત્ર”, 05 ઑગસ્ટ 2024; પૃ. 08

Loading

राहुल गांधी की जाति क्या है

कुमार प्रशांत|Opinion - Opinion|5 August 2024

कुमार प्रशांत

तो भरी संसद में, लोकसभा के अध्यक्ष की उपस्थिति में सत्ता पक्ष के एक सांसद ने दूसरे को भद्दी (सामान्य सामाजिक सभ्यता के नाते भी और संविधान के नाते भी भद्दी !) गाली दी. फिर क्या हुआ ? अध्यक्ष ने इसे सामान्य मामले की तरह लिया और कहा कि वे गाली को फिर से सुनेंगे और फिर जो जरूरी होगा, वह करेंगे. सत्ता पक्ष के दूसरे सांसदों ने क्या किया ? कई खिलखिला कर बेशर्मी से हंसे; कई प्रतिशोध की जहरीली मुद्रा में उछल पड़े कि चलो, किसी ने तो इस आदमी का उस तरह अपमान किया जिस तरह हम भी करना चाहते तो थे लेकिन हिम्मत नहीं हो रही थी ! कुछ थे शायद जो असमंजस में चुप रहे लेकिन उनके चेहरे पर भाव ऐसा था मानो बात तो गलत है लेकिन अपनी पार्टी की तरफ से कही गई है, तो क्या बोलें और कैसे बोलें ! 

आप समझ ही गए होंगे कि प्रसंग उस दिन का है जिस दिन भारतीय जनता पार्टी के सुप्रसिद्ध विवेकहीन सांसद अनुराग ठाकुर ने, कांग्रेस के सांसद व प्रतिपक्ष के नेता राहुल गांधी के लिए कहा कि “जिसकी जाति का पता नहीं, वह जाति गणना की मांग कर रहा है!” वे समझ रहे थे कि वे जो बोलने जा रहे हैं उसकी चोट भी लगेगी और उसकी गूंज भी उठेगी. इसलिए, गला साफ़ कर, अध्यक्ष का ध्यान खींचते उन्होंने पूरी तैयारी से, समां बांध कर यह गाली दी.

राहुल गांधी की दिक्कत यह है कि महाभारत में जैसे अर्जुन को मछली की आंख मात्र दिखाई दी थी, दूसरा कुछ नहीं, वैसे ही उन्हें जातीय गणना का सवाल दिखाई देता है, उससे आगे-पीछे कुछ नहीं. यह उपमा उनकी ही दी हुई है. भारतीय जनता पार्टी का हाल भी ऐसा ही है. उसे इस मांग को एकदम सिरे से खारिज करने के आगे या पीछे दूसरा कुछ दीखता नहीं है. (उसे बिहार के मुख्यमंत्री नीतीश कुमार जरूर दीखते हैं लेकिन वे जानते हैं कि नीतीश कुमार की आवाज जब तक गुम है, तब तक वे उन्हें देख कर भी, अनदेखा कर ही सकते हैं !)

हम कहते हैं : राहुल गांधी-अनुराग ठाकुर में दोनों सही या दोनों गलत हो सकते हैं; या कोई एक गलत व दूसरा सही हो सकता है. लेकिन दोनों को अपनी-अपनी सही या गलत राय रखने का और उसे जाहिर करने का भी पूरा अधिकार है. यह अधिकार हम सबको जन्मसिद्ध मिला है जैसा कि बालगंगाधर तिलक ने स्वराज्य के लिए कहा था. लेकिन बालगंगाधर तिलक को तब जो अधिकार नहीं मिला था लेकिन हमें मिला है, वह यह है कि हमें अपनी राय रखने व उसे जाहिर करने का जन्मजात अधिकार तो है ही, संवैधानिक अधिकार भी है. तो हमारे तरकस में तिलक महाराज से एक वाण अधिक है. राहुल गांधी जातीय गणना की मांग करें और अनुराग ठाकुर उसका विरोध करें, इसमें आपत्ति जैसी कोई बात नहीं है. इन दो के बीच लोकसभा अध्यक्ष की कोई भूमिका है ही नहीं. लेकिन अनुराग ठाकुर अपनी राय भी न कहें, जातीय गणना के सवाल पर अपनी पार्टी का रुख भी स्पष्ट न करें लेकिन राहुल गांधी को भद्दी गाली दें, तो फिर लोकसभा के अध्यक्ष की भी सीधी भूमिका बन जाती है, अनुराग ठाकुर सीधे कठघरे में खड़े हो जाते हैं. इसलिए जो सवाल अखिलेश यादव ने पर्याप्त गंभीरता व जरूरी तेवर के साथ लोकसभा में पूछा, वही सवाल देश का हर साबित दिमाग आदमी अनुराग ठाकुर से, लोकसभा अध्यक्ष से, भारतीय जनता पार्टी से तथा ‘ईश्वरीय प्रधानमंत्री’ नरेंद्र मोदी से पूछ रहा है कि भाई, आप किसी से उसकी जाति कैसे पूछ सकते हैं ? यह हमारे तरकश का वह तीर है जो संविधान ने हमको दिया है. आप किस को जातिसूचक गाली नहीं दे सकते; आप संस्थानों में जातीय भेद-भाव नहीं कर सकते; आप जातीय टिप्पणियां कर किसी का अपमान नहीं कर सकते. मुख्तसर में यह कि आप किसी से उसकी जाति नहीं पूछ सकते.

जब अनुराग ठाकुर की बीमार, गंदी मानसिकता पकड़ी गई और उनके शातिर दिमाग ने हिसाब लगा लिया कि जातीय श्रेष्ठता का उनका तीर जहां पहुंचना था, पहुंच गया, तब उन्होंने उसी कायरता का परिचय दिया जैसी कायरता जातीय श्रेष्ठता का छूंछा भाव ओढ़ने वालों की पहचान है. जिससे कायरता भी शर्मिंदा होने लगे ऐसी कायरता से वे कहने लगे कि मैंने नाम तो नहीं लिया; मैंने कोई गाली तो नहीं दी; मैंने जाति तो नहीं पूछी. किया उन्होंने यह सब लेकिन इसे कबूल करने का साहस उनमें नहीं था. होता भी कहां से, क्योंकि साहस नैतिक धरोहर है, कुर्सी-पार्टी-मंत्रीपद की इजारेदारी नहीं.

अनुराग ठाकुर ने पूरी तैयारी से, सोच-विचार कर राहुल गांधी को गाली दी क्योंकि राहुल गांधी की बात का, तर्क का उनके पास कोई जवाब नहीं था . जब आपकी बौद्धिक औकात होती नहीं है तब आप गालियों का सहारा लेते हैं. बेचारे अनुराग ठाकुर पर दया ही की जा सकती है ! वे अपने सर के नाप से बड़ा जूता पहन कर चलते हैं और बार-बार उस जूते की मार खा कर चारो खाने चित्त गिरते हैं. जब वे किसी आमसभा में,  सार्वजनिक रूप से चिल्ला-चिल्ला कर सामूहिक गालियां दे कर, गोली मारने का नारा लगवा रहे थे, तब भी उनका पतन देख कर उबकाई आती थी, सदन में भी उस रोज़ वे ऐसी ही पतनावस्था में थे. “ जिसकी जात का पता नहीं” कहने के पीछे वही गंदी मानसिकता थी जिस गंदी मानसिकता से कोई कहता है, “ तेरे बाप का ठिकाना नहीं…!” यह गंदी गाली किसी अौरत को छिनाल या रखैल या कुलटा कहने, किसी पुरुष को चरित्रहीन या स्त्रीबाज कहने, किसी बच्चे को एक बाप का नहीं या अवैध कहने जैसी गंदी बात है. यह सांस्कृतिक हीनता है जो श्रेष्टता बन कर चीखती है और अंतत: आपको ही नंगा  कर जाती है.

राहुल गांधी के पिता राजीव गांधी, राजीव गांधी के पिता फीरोज गांधी, राहुल गांधी की मां इंदिरा गांधी, राहुल गांधी के नाना जवाहरलाल नेहरू, उनके पिता मोतीलाल नेहरू और उनकी मां स्वरूप रानी देवी, जवाहरलाल नेहरू की पत्नी कमला नेहरू व जवाहरलाल नेहरू की बहनें आदि सब-की-सब हमारे स्वतंत्रता संग्राम की मान्य हस्तियां हैं. इन सबने अपनी तरह से वह इतिहास बनाया है जिसके एक छोटे कोने में भी उन सबकी उपस्थिति नहीं मिलती है जो आज सत्ता की कुर्सियों पर बैठे हैं. हम नेहरू खानदान के हर सदस्य से असहमत हो सकते हैं लेकिन उन्हें जाति या धर्म की गाली देने जैसी हीनतर मानसिकता का प्रदर्शन नहीं कर सकते. जातिवादियों को पता होना चाहिए कि संविधान ने उनसे यह हक़ छीन लिया है.

राहुल गांधी ने ठीक ही कहा कि उन्हें न अनुराग ठाकुर की माफी चाहिए, न उन्होंने इसकी मांग ही की है. उन्होंने यह भी कहा कि वे जो लड़ाई लड़ रहे हैं, जाति का सवाल उठा रहे हैं, उसके जवाब में गालियां मिलनी ही हैं. हम को भी मालूम है, राहुल गांधी को भी मालूम है कि भारतीय समाज में सदियों से जातीय-न्याय की मांग करने वालों को कम-से-कम जो मिला है, वह गाली ही है. लेकिन अब अब हमारे अौर उनके बीच एक संविधान भी है जो इसे वर्जित करता है. लोकसभा में संविधान द्वारा वर्जित काम अनुराग ठाकुर ने किया है, तो उनकी संवैधानिक सदस्यता कैसे बरकरार रह सकती है ? अध्यक्ष ने इसे तब अनसुना कर दिया. सुना कि बाद में इस टिप्पणी को काररवाई से बाहर निकाल दिया.

अध्यक्ष ने जिस गुगली से अनुराग ठाकुर को बोल्ड होने से बचाया, उसी गुगली से ‘ईश्वरीय प्रधानमंत्री’ क्लीनबोल्ड हो सकते हैं. अध्यक्ष ने जिस टिप्पणी को काररवाई से बाहर निकाल दिया, उसे ही अपनी जोरदार अनुशंसा के साथ प्रधानमंत्री ने सारे देश को भेज दिया. यह भी तो संविधान का उल्लंघन है ! संविधान बदलने की घोषित मंशा से चुनाव लड़ कर परास्त हुए ‘ईश्वरीय प्रधानमंत्री” को संसद में संविधान को धूल करने का विशेषाधिकार तो प्राप्त है नहीं. तो अब लोकसभा के बिरले अध्यक्ष बिरला क्या करेंगे ? वे विपक्ष को सदन से निलंबित करने तथा विपक्ष को आंखें दिखाने के अलावा कुछ करने की हैसियत रखते हैं क्या ? और फिर यह सवाल भी बन ही जाता है कि अनुराग ठाकुर ने जो किया व कहा उसकी योजना प्रधानमंत्री की स्वीकृति व सहमति से पहले ही बन गई थी तभी तो प्रधानमंत्री ने, जो तब लोकसभा में अनुपस्थित थे, अनुराग ठाकुर भाषण के तुरंत  बाद उस पूरे भाषण को ‘रि-ट्विट’ किया !

अनुराग ठाकुर की बात इतनी मासूम नहीं थी. जाति-व्यवस्था से बीमार इस समाज में जाति को आदमी होने की हमारी हैसियत से जोड़ दिया गया है. कहते ही हैं न कि जो जाती नहीं है वह जाति है. अनुराग ठाकुर उसी बीमार-समाज के प्रतिनिधि हैं. संघवादी सोच ही इस बीमारी से ग्रसित है. इसलिए राहुल गांधी की जाति क्या है, इसका जवाब वही है जो राहुल गांधी ने उस दिन लोकसभा में दिया : उन्होंने पलट कर अनुराग ठाकुर से उनकी जाति नहीं पूछी.

(04.08.2024)                                                                                                                                        
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

POOL KA FOOL (પૂલ કા ફૂલ)

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 August 2024

રવીન્દ્ર પારેખ

આમ ‘પુલ કા ફૂલ’ ટાઇટલ ગુજરાતીમાં કર્યું હોત તો ચાલતે, પણ ‘પુ’ હ્રસ્વ કરું ને ‘ફૂ’ દીર્ઘ કરું તો બેલન્સ ન જળવાય, એટલે અંગ્રેજીમાં જ ટાઇટલ કર્યું ને હિન્દી ‘કા’ પણ અંગ્રેજીમાં જ ઘસડ્યું. ગુજરાતી શબ્દકોશમાં ‘પૂલ’ જેવો શબ્દ જ નથી, સેતુના અર્થમાં ‘પુલ’ છે, તો એ જ અર્થમાં કે બીજા કોઈ અર્થમાં ‘પૂલ’ પણ ઘૂસાડ્યો હોત, તો ગુજરાતી લેખક હોવા છતાં મારે ટાઇટલ અંગ્રેજીમાં ન કરવું પડ્યું હોત ! એ તો ધૂળ નાખી, આખા શબ્દકોશમાં રવીન્દ્ર શબ્દ જ નથી. આખેઆખો રવીન્દ્ર ધરતી પર ઊભો છે ને શબ્દકોશમાં જ નહીં, એ કેવું? શબ્દકોશમાં ન રહું ને ધરતી પર પણ ન જડું તો રહ્યું શું? એટલે મરણિયો થઈને પણ મરવાની વાત નથી કરતો. મારું જવા દો, રવીન્દ્રને શબ્દકોશમાં ન રાખીને નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરનું પણ અપમાન જ કર્યું છે. આજકાલ વાતે વાતે લાગણીહીન લોકોની લાગણી દુભાતી હોય, તો મારી દુભાય તેમાં નવાઈ છે? પછી સમજાયું કે કોશકારને રવિ+ઇન્દ્રની સંધિ નહીં આવડી હોય એટલે એણે રવિને અંદર રાખ્યો, ઇન્દ્રને પણ ઘૂસાડ્યો, પણ રવીન્દ્રને બહાર રાખ્યો. શબ્દકોશમાં નરેશ છે, નરેન્દ્ર છે, તો રવીન્દ્ર રાખતા શું દુખતું હતું તે નથી સમજાતું. ખરેખર મારે માટે ગ્રહો કામ કરે છે એના કરતાં પૂર્વગ્રહો વધારે કામ કરે છે. હશે, હરિને ગમ્યું તે ખરું.

આજે થોડું હળવે હાથે રમવું છે. તમને કદાચ ખબર નહીં હોય, પણ બી.આર. ચોપરાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ આવેલી ‘ધૂલ કા ફૂલ’, એમાં ‘ધૂલ’માંથી ‘ફૂલ’ ખીલે છે. આજે તો કલર ફિલ્મનો જમાનો છે, એટલે ‘ફૂલ’માંથી ‘ધૂલ’ ખીલે એમ બને. સુરતના મેટ્રો બ્રિજનો સ્પાન તૂટતાં, મિલકતના પડે એમ બે ભાગ થઈ ગયા તેથી આટલો સંતાપ થયો. મેટ્રો બ્રિજ રિપેરિંગ ખમે તેવું લાગતાં, ત્યાંનો ટ્રાફિક બીજે વાળવો પડ્યો. ટ્રાફિક વાળતાં વાળતાં પોલીસ વળાવવા જેવી થઈ ગઈ. જે રાહદારીઓ મેટ્રો સામે જ રહેતા હતા, તે કલાકેક ફરીને આવતા ઘરમાં પણ ચકરડીએ ચડેલા દેખાયા છે. આમ તો ઘણાંને મેટ્રોની જરૂર જ નથી લાગતી, પણ વિકાસનું ચિત્ર જે સજ્જનો જુએ છે, એમને મેટ્રો જરૂરી લાગે છે. જેમ સિગારેટમાં ધુમાડો સાઇલન્ટ હોય, તેમ સજ્જનોમાં કેટલાક દુર્જનો પણ સાઇલન્ટ હોય છે. કેટલાક લલ્લુઓ વર્તમાન જ, બ્રિજના બે ભાગમાં બતાવે તો ભવિષ્ય શું ધૂળ ને ઢેફાં બચે? આમ પણ સુરત તો પુલનું ને ફૂલ(બંને અર્થમાં)નું મહાનગર ગણાય છે ને એવું નથી કે બધા જ પુલ ‘ભાગલા’ બ્રાન્ડ છે. ઘણા પુલ ટકોરા બંધ છે. તે આખા છે એટલે તો બ્રિજ પરથી પાણીમાં કૂદવાની ઘણાંને તક મળે છે. ઘણીવાર તો એટલાં બધાં પુલ ઉપરથી નીચે કૂદે છે કે પછી નીચેથી જ ઉપર સિધાવી જાય છે.

જેવો મેટ્રો બ્રિજનો સ્પાન તૂટ્યો કે ધડાધડ રિપેરિંગ ચાલુ થઈ ગયું છે. પુલ બની રહે ને વર્ષો પછી રિપેરિંગ નીકળે તે સમજાય, પણ એકવીસમી સદીમાં નવું બંધાય તે સાથે જ નવાનું રિપેરિંગ પણ શરૂ થઈ જાય છે. નવી સંસદ માંડ ચાલી ત્યાં તો રિપેરિંગ પણ ચાલુ થઈ ગયું. છતમાંથી કે ક્યાંકથી સંસદમાં વાંદરો ઘૂસી ગયો. પછી આશ્વાસન લીધું કે આટલા છે તો એક વધારે ! એ નક્કી ગળતી છતમાંથી જ આવ્યો હોવો જોઈએ. સારું છે કે છત બંધાઈ પછી ગળતી થઈ, બાકી બંધાયાં પહેલાં પણ ગળી શકે, કૈં કહેવાય નહીં. ટૂંકમાં, બધાંએ રિપેર માટે પ્રીપેર રહેવું જ જોઈએ. એ જાણી લો કે જૂનાંને નહીં, નવાંને રિપેરિંગ વધારે જરૂરી છે. મજાની વાત એ છે કે જેટલાં અહીં ‘FOOL’ નથી, એટલાં અહીં ‘POOL’ છે. POOL પણ એટલી જાતનાં કે એક જુઓ ને બે ભૂલો. કોઈ પાણી પર, તો કોઈ મેટ્રો માટે, કોઈ રસ્તા ઉપર તો કોઈ રસ્તા નીચે, કોઈ ખાડી પર, તો કોઈ સાડી પર પુલો જ પુલો છે. કેટલાક પુલ તો કાગળ પર જ છે. પુલ વળ્યો છે ત્યારથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. હવે તો મંત્રીઓ પણ પુલના ઉદ્ઘાટન માટે આવતાં નથી. આવે ને પુલ ગયો તો એ પણ પાણીમાં જ જાયને !

કેટલાક પુલની નીચે ઘણાં પડી રહેતાં હતાં કે જુગાર રમતા હતા કે રસોડું કરતાં હતાં કે લુખ્ખાઓ દાદાગીરી કરતા હતા તે બધાંએ સરનામાં બદલવા માંડ્યા છે. કોઈ નવો જુગાર રમવા આવવાનું પૂછતો તો એને ‘બ્રિજ કે નીચે આ જઇઓ, અપૂન કા અડ્ડા ઉધરીચ આયલા હે.’ જેવું સમજાવાતું. અત્યારે પુલ તો સાબૂત છે, પણ કોઇની નીચે રહેવાની હિંમત નથી થતી, ‘કયા પતા, ફિર પતા મિલે યા ન મિલે. પત્તા હી કટ જાય, તો પતા રહે યા ના રહે કયા ફર્ક પડતા હૈ ? હવે પુલ નીચે એવા જ રહે છે, જે ફૂટપાથ પર રહેવા નથી માંગતા. ફૂટપાથ પર પણ ટ્રક ધસી આવતી હોય તેને બદલે પુલ જ નીચે ધસી આવે તો જરા વજન તો પડે !

શું છે કે હવે સનાતન મૂલ્યો, અમરત્વ, હેરિટેજ ઇમારતો વગેરેમાં કોઈને ખાસ રસ રહ્યો નથી, એટલે જ તો દસેક વર્ષનાં બાળકને પણ જીવન જિવાઈ ગયાનું લાગતાં, દાદીને બહાર મોકલીને લટકી જાય છે. એને કેમ સમજાવવો કે તાજમહાલ, મીનાક્ષી મંદિર, દેલવાડાંનાં દેરાં જોયા વગર ન જવાય. એ ઇમારતો સેંકડો વર્ષથી બદલાતું જગત જુએ છે, તો તું કેમ દસ વર્ષમાં જીવવાનું છોડી દે છે? આ ઠીક નથી. જો કે, આજનો જમાનો જ યુઝ એન્ડ થ્રોનો છે. બધું જ હવે ડિસ્પોઝેબલ છે. હવે કોઈ પડ્યું પાનું નિભાવતું નથી. પાનું જ બદલી કાઢે છે. તારીખ બદલાય તે પહેલાં તો સાથી બદલાઈ જાય છે. ‘બદલો’ અથવા ‘બદલો લો’ – એટલા પર જ જગત ચાલે છે. કશું કાયમી નથી. હજાર વર્ષ પછી પણ મરવાનું જ હોય તો આજે મરવા-મારવામાં વાંધો શો? હજાર વર્ષ જૂનાં મંદિરનો યશ એનો બાંધનાર ન લઈ શકે, તો કામચલાઉ મંદિર કે મકાન કે દુકાનનો યશ આજે જ શું કામ ન લેવો? માસ્તરો કામચલાઉ થઈ ગયા હોય તો મકાન કામચલાઉ કેમ ન હોય? પુલ, ‘ફૂલ’ બનાવવા જ હોય છે. પુલ હોય છે જ તૂટવા માટે. કોઈ પુલમાં એટલી ધીરજ રહી નથી કે બંધાઈ રહે ત્યાં સુધી ટકે. હવેના પુલ, પુલ ઓન કરી શકે એમ જ નથી, કારણ એ સૂકતાનથી પીડાય એ રીતે જ એનો ઉછેર થાય છે. એ સૂકતાનથી ન પીડાય તો એનો બાંધનાર સુકાવા લાગે ને એની હોજરી એટલી ખાલી હોય છે કે આખી પૃથ્વી એમાં ઓરી દો તો ય ઓછી પડે. લાખ મરજો, પણ લાખોનો પાલનહાર ન મરજો-ની જેમ લાખ તૂટજો, પણ પુલના પાલનહારની હોજરી ભરાતી રહે તે જોજો. પુલ, ભૂલની એક્સરસાઈઝ માત્ર છે, એટલે એકાદને સસ્પેન્ડ કરીને કે એકાદને નોટિસ ફટકારીને પણ એને ટકાવજો. એ ટકશે તો જ પુલ તૂટશે ને તૂટશે તો બંધાશે. તૂટશે જ નહીં તો બંધાશે શું? પુલ કામચલાઉ હશે તો જ કાયમી પેટ ભરાશે. પુલ કાયમી હશે તો હોજરી હંગામી થઈ જશે તે ભૂલતાં નહીં.

એકઝેટ એ ફોર્મ્યુલા પર બિહારના પુલ બન્યા અને તૂટ્યા છે. આખા વિશ્વમાં આ એક જ રાજ્ય એવું છે જે માને છે કે જીવન કાયમી છે ને પુલ ક્ષણભંગુર છે. બાકી મજાલ છે કે 20 દિવસમાં 13 પુલ તૂટે? એ પુલ છે, કૈં વિશ્વામિત્ર નથી કે તપોભંગ માટે મેનકાની રાહ જુએ? એ તો થોડા કરોડમાં જ કરોડ વાળી બતાવે. સંસદની છત ટપકે કે પુલ પાણીમાં જઈ પડે કે પુલ, જોક ન સાંભળ્યો હોય તો પણ બેવડ વળી જાય એ બધાંનો એક જ ઈલાજ છે અને તે પુલ, પાણી પર ન બાંધતાં પાણીમાં જ બાંધવા જેથી જળસમાધિનો પ્રશ્ન જ ન રહે. સંસદ જ પાણીમાં ગઈ હોય તો છત ગળવાનો સવાલ જ ન રહે. બધું જ પાણીમાં ગયું હોય તો પુલ વળે કે બળે, પાણીને કેટલા ટકા? કેટલાક અક્કલમઠ્ઠાઓ મઠ્ઠો ખાધા વગર કે લઠ્ઠો પીધા વગર કરોડોના ખર્ચે પુલ બનવા છતાં ન ટક્યો એવી ફરિયાદ કરે છે, પણ એમને ખ્યાલ જ નથી કે કરોડોનો ખર્ચ પુલ પાછળ નહીં, કોન્ટ્રાકટરો, કંપનીઓ માટે થાય છે. પુલ પાંચ વર્ષ પણ ન ટક્યો એવું ઘણાં રડે છે, પણ એ નથી જોતાં કે પાંચ વર્ષમાં એને બાંધનાર કેવો બલિના બકરા જેવો કડેધડે થયો છે ! જે બિઝી નથી, તે ઇઝી મનીમાં રાચે છે. બિહારના સીવાન જિલ્લાના મહારાજગંજ વિસ્તારમાં એક જ દિવસમાં ત્રણત્રણ પુલો તૂટી પડ્યા હતા તે પરથી અંદાજ લગાવો કે એના બાંધનારા કેટલા હેલ્ધી ને વેલ્ધી થયા હશે. આવા લોકો હશે ત્યાં સુધી પુલ તૂટતા, બંધાતા રહેશે.

2012થી દસ વર્ષ સુધીમાં ટોટલ 214 પુલો તૂટ્યા. ખબર નથી આને વર્લ્ડ રેકોર્ડ કહેવાય કે નહીં, પણ દાયકામાં 214 પુલનું તૂટવું માતાજીના ત્રણ તાલીના ગરબાને લાયક તો છે જ ! હવે 20 દિવસમાં 13 પુલ તૂટ્યા હોય તો એને રીપેર કરવાનો ખર્ચો ઉમેરવો પડે. એ ઉમેરો ત્યાં સુધીમાં પુલ ન ટકે તો વળી રિપેરિંગનો ખર્ચ ઉમેરાય ને એક તબક્કો એવો આવે કે પુલ ન રહે ને ખર્ચ તો પેઢી દર પેઢી વધતો જ રહે. એ બધું કરવું એના કરતાં પુલ બાંધવા જ નહીં ને ખર્ચ કોઇની હોજરીમાં જમા થઈ જાય તો ટૂંકામાં પતે. એવો કાયદો જ બનાવવો કે પ્રોજેક્ટસ નામે ઓન પેપર જ રાખવા ને કરોડોના ખર્ચે કાગળ પર બાંધનારની ગરીબી દૂર કરવી. લોકો તો ભોળાં છે, તે ફૂલ આપીને ‘ફૂલ’ બનવા સદા તત્પર હોય છે. બને તો એક ફૂલ આપ્યાનો મેસેજ ફરતો કરો ને બધાંને કહો કે ઓછામાં ઓછા આવા દસ મેસેજ રોજ કરવાનું રાખે. તમારે આમાં અક્કલ સિવાય કૈં ગુમાવવાનું નથી. એક પણ ફૂલ વગર હજારોને ‘ફૂલ’ બનાવવાનો આનાથી વધારે સારો રસ્તો બીજો નથી. હોય તો પેલા તૂટેલા તેરે તેર પુલ તમને અર્પણ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ઑગસ્ટ 2024

Loading

...102030...611612613614...620630640...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved