છંદ : પૃથ્વી
ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
(જન્મ: એપ્રિલ 8, 1887 − અવસાન: ઑગષ્ટ 21, 1955)
![]()


કેનેડાના એ યુવાન ભારત ભૂમિ પર કેવી રીતે પહોંચ્યા, એ ય ઘટના રસપ્રદ છે. ૧૯૬૨માં સારાવાક – મલેશિયા કામ કરવા માટે જવા ઉપડેલા જોહ્નભાઈને, તેને બદલે જૂનાગઢ નજીક શારદાગ્રામ જવાનું કહેવામાં આવ્યું. ગુજરાત રાજ્ય હજુ ૧૯૬૦માં અસ્તિત્વમાં આવેલું એટલે નકશામાં ક્યાં ય જોવા ન મળે ! એટલે મુંબઈ ઉતર્યા. ત્યાં સુધી ક્યાં જવાનું છે, અને ત્યાં શું હશે તેની કોઈ જાણકારી વિના જોહ્નભાઈ પહોંચ્યા શારદાગ્રામ. ટોરોન્ટોથી લંડન એરોપ્લેઇનમાં, અને લંડનથી મુંબઈ પેસેન્જર શીપમાં (ઉતારુ જહાજમાં) પોર્ટ સાઈદ, ઈજિપ્ત અને એડન થઈને, પંદર દિવસની રોમાંચક મુસાફરી કરીને ભારત આવ્યા ! એ દરમ્યાનમાં જોહ્નભાઈએ ગાંધીજીની આત્મકથા, નહેરુનું ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ અને ઈ.એમ.ફોરેસ્ટરનું ‘પેસેજ ટુ ઇન્ડિયા’ વાંચી લીધેલાં. (આપણામાંથી આ ત્રણ પુસ્તકો કેટલા લોકોએ વાંચ્યાં હશે, એ પૂછવાની હિંમત નથી થતી !) ભાથામાં હિન્દી લિપિની કક્કાવારી અને થોડા શબ્દપ્રયોગો લઈને અમદાવાદ ઊતરેલા જોહ્નભાઈ એમના મિત્ર સ્ટીવ વુલ્ક્મ, કે જેને ગુજરાતીનું થોડું જ્ઞાન હતું, તેમની સલાહથી, ગુજરાતી શીખવા માટે તત્પર થઈને, કેશોદથી શારદાગ્રામ પહોંચ્યા. જોહ્નભાઈના શબ્દોમાં કહું તો, ‘I thought I'd reached the end of the world.’
હું નાની હતી ત્યારે ઘણા વિદેશી મુલાકાતીઓને જોવાની/સાંભળવાની તક મળેલી, પરંતુ પોતાના જ ઘરમાં એકથી વધુ દિવસ માટે રહેવા આવનાર જોહ્નભાઈ પહેલા જ હતા. તે વખતે મારા માતુશ્રી સરોજબહેનને (હવે પછી ‘બેન’ના સંબોધનથી ઉલ્લેખ કરીશ) ટાઈફોઇડ થયો હોવાને કારણે ગૃહ સંચાલનની જવાબદારી મારે શિરે હતી. પણ બેનના માર્ગદર્શનથી ઘણી સરળતા રહેતી હતી. મહેમાન અને તેમાં ય વિદેશીની જરૂરિયાતો અને ખાવા-પીવાની અનુકુળતાઓ જાણવી એ અમારી ફરજ હતી. પરંતુ ‘મને ખીચડીથી માંડીને ખીર સુધી બધું ભાવે છે’ (તે પણ શુદ્ધ ગુજરાતીમાં) જણાવીને જોહ્નભાઈએ પોતાની રુચિ-અરુચિ વિષે અમને તદ્દન નિશ્ચિંત કરી દીધાં. એટલું જ નહીં બ્રેડ-બટર જેવો નાસ્તો એક બાજુ રાખીને, ઘરના બનાવેલ ખાખરા-રોટલી પર ઘરમાં ઉતારેલ માખણ ‘હું માખણ લગાવું છું’ જેવા રૂઢ પ્રયોગ સાથે આનંદે અારોગવા લાગ્યા.
પી.એચડી.ની ઉપાધિ મેળવ્યા પછી, જોહ્નભાઈ કેનેડા ગયા. અને વાનકુવરની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં ‘ઇન્ડિયન પોલિટીક્સ’ના કોર્સીસ ભણાવવાની જવાબદારી ગ્રહણ કરી. ભારતના રાજકારણ અને શિક્ષણ સાથે તેમનું આદાન-પ્રદાન ચિરંજીવી બન્યું. ‘Shastri Indo-Canadian Institute’ – દિલ્હીના રેસિડેન્ટ ડાયરેક્ટર તરીકે તેઓએ ’૭૩-’૭૫, ’૮૯-’૯૦ અને ’૦૪-૦૬માં સેવાઓ આપી. તેમની નિમણૂક થતી ત્યારે ભાઈ અવારનવાર તેમને ઘેર દિલ્હી જતા. મારાં માસી અને અમે સપરિવાર દિલ્હીમાં જોહ્નભાઈ-મેરીબહેનની ચાર દિવસ માટે મહેમાનગતિ માણી આવ્યાં.