Opinion Magazine
Number of visits: 9520285
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Parliament and patriarchy

RAMACHANDRA GUHA|English Bazaar Patrika - Features|31 December 2012

Taking its cue from an earlier generation of lawmakers who gave women the vote, abolished untouchability and reformed personal laws, Parliament must pass the Women’s Reservation Bill

The Hindu ends its moving front-page editorial on the 23-year-old rape victim with this pointed and very pertinent plea: “The Congress and the Opposition should forget about playing to the gallery. If they are serious about the rights of women, they should quickly pass the Women’s Reservation Bill. Let the presence of at least 181 female MPs in the next Lok Sabha — and the political mobilisation of women this will slowly catalyse — be Parliament’s way of honouring the death of the Unknown Citizen.” (“No turning back now,” December 30, 2012)

Although widely used, “tragic” is too tame a word to describe an event that has shaken a nation. “Horrific” and “barbaric” may be more accurate. As the anger and the outrage slowly stirs an apathetic citizenry — and a still more apathetic political class — and as we understand how the barbarism and brutality that manifested itself on that Delhi bus on a single evening is reproduced daily in hundreds of locations across the country, The Hindu has done well to offer a concrete solution. How best might we take it forward?

Past attempts
We might begin with looking backwards, at past political attempts to undo or at least undermine the patriarchal biases of Indian society and civilisation.

The first such attempt was through the Constituent Assembly, a largely male body that met between December 1946 and December 1949 to draft a new Constitution for the nation. One conservative member complained that the document finally adopted gave them the “music of the English band,” when what they had hoped for instead was “the music of [the] Veena or Sitar.”

In fact, in at least two fundamental respects, the Constitution departed most radically from both western and Indian models.
The first was the provision of affirmative action for disadvantaged groups, through the 15 per cent of all legislative seats and government jobs reserved for Dalits, and the 7.5 per cent reserved for tribals. The second was the granting of the right to vote to all women who turned 21.

Both provisions aimed at reversing historic processes of discrimination and disadvantage. The suppression of former ‘Untouchables’ and the marginalisation of adivasis were encoded into the social practice of Hinduism, while the relegation of women to an inferior status was mandated by the social practices of both Hinduism and Islam. However, while the revolutionary nature of affirmative action for the Scheduled Castes and the Scheduled Tribes has been noted by historians and legal scholars, the fact that the granting of equal rights to women was an equally radical act has perhaps not attracted the same attention.

In the West, the franchise was granted in phases. First, only men of property enjoyed the vote. Then, educated men were added on to the roster. Eventually, after a long struggle by the working class, all men were allowed to vote. It took an even braver struggle by the ‘suffragettes’ to get the males to grant women the vote.

This phased process was followed in every western democracy. In some cantons of Switzerland, women did not have the right to vote as late as 1971. On the other hand, in the first elections held under the Indian Constitution, all adults, regardless of class, education, property, and (most crucially) gender, were given the right freely to elect their political representatives.

The next major legislative challenge to Indian patriarchy involved the abolition of traditional religious laws prohibiting women from choosing their marriage partners, divorcing brutal or neglectful husbands, or inheriting property. This was a more arduous process. A Bill drafted to enact these changes for the majority community (Hindus) failed to pass through the Constitutional Assembly or the Provisional Parliament that succeeded it. Sundry sants and sadhus organised dozens of demonstrations outside Parliament condemning the Bill as an affront to Hindu society. Effigies of the Prime Minister and the Law Minister (Jawaharlal Nehru and Dr. B.R. Ambedkar respectively) were regularly burnt.

Several years later, the reforms were finally passed by the first Parliament based on adult franchise. This was an important first step to the Common Civil Code promised in the Constitution. However, given the sensitive aftermath of Partition, it was deemed prudent not to extend the core of this legislation to the Muslim minority. But both Nehru and Ambedkar had no doubt that this too would have to happen. The moment came in 1986, when the Supreme Court, in the Shah Bano case, asked the husband who had abandoned Shah Bano to continue paying her an allowance, commenting further that it was past time that the Constitutional promise of a common, gender-sensitive, civil code be finally redeemed.

The Congress of Jawaharlal Nehru was bold enough to resist the challenge of reactionary sants. Tragically, the Congress of Rajiv Gandhi failed, 30 years later, to resist the challenge of reactionary mullahs. Despite many Muslim intellectuals and activists being in favour of the Supreme Court judgment, the 400-odd ruling party MPs, who could and should have been used to pass a common civil code, were instead instructed to support a bill overturning the court verdict. This foolish and callous act set back the cause of women’s emancipation by decades, even as it helped stoke years of intense communal polarisation and sectarian violence between Hindus and Muslims.

In a speech to the Constituent Assembly, Ambedkar famously described democracy as ‘top-dressing’ on Indian soil. Custom, tradition, social practice and religious laws were all heavily loaded against the idea that all citizens should have equal rights. When Ambedkar said this, he had the practice of caste discrimination largely in mind. But his remarks apply equally to discrimination against women.

Three times in the past have Indian parliamentarians been asked to take sides on a major question of gender equality. Twice they have braved public opinion and taken the right side. On a third occasion, with Muslim opinion divided, and non-Muslim opinion largely in favour of a uniform civil code, they caved in to the fundamentalists. Now a fourth major question of gender equality confronts them. Which side will they take?

From Rammohan Roy on through M. K. Gandhi, Kamaladevi Chattopadhyay, B.R. Ambedkar, and beyond, social radicals have had to battle against reaction and orthodoxy. The politicians who drafted the Constitution, who prescribed universal adult franchise, the abolition of untouchability, and the reform of patriarchal personal laws, were far in advance of public opinion. Now the situation has somewhat changed. In the third week of December, I was in deepest Kathiawar, tracking the places where the young Mohandas Gandhi lived and studied. In the small town of Morbi, I saw a group of young college and schoolgirls demonstrating against the barbaric events in Delhi. In 1947, there would have been no women in Morbi asking for the right to vote. In 1957, there would have been no women in Morbi demanding the right to choose their marriage partner or inherit their father’s property.

Amplify the signals
As the intense, widespread, ongoing, demonstrations across India show, in 2012 large sections of the urban public at least have shed many of their past prejudices when it comes to women’s emancipation. Now it is for the legislators to pick up and amplify the signals. The Women’s Reservation Bill would be a fine way to start. For, as the experience of Dalits shows, affirmative action in legislatures is an empowering and enabling tool, that can hasten (even if slowly, and haltingly) the creation of a more just and less unequal society.

The Hindu editorial rightly calls for a proactive partnership in this respect between the Congress and the Opposition. Now, before Parliament reconvenes, a series of facilitating conversations between the major leaders of both parties is called for — between the Prime Minister and the Leader of the Opposition, between the UPA Chairperson and other BJP leaders. The Left parties have long indicated their support for this progressive legislation. The AIADMK, the Trinamool Congress, the Bahujan Samaj Party are all led by women, who must surely wish to have greater representation of women in Parliament. The numbers are there — so is a large swathe of public sentiment. And, not least, the example of the visionary reformers of the past, who, in an even more inhospitable climate, took the first, tortuous steps towards gender equality.


(Ramachandra Guha is the author, most recently, of Patriots and Partisans. He can be contacted at ramachandraguha@yahoo.in)
courtesy : “The Hindu”, 31.12.2012

Loading

ગુજરાતના વિકાસ માટેનું વર્તમાન માૅડેલ અનુસરણલાયક ખરું?

સુદર્શન આયંગાર|Opinion - Opinion|31 December 2012

ગુજરાત બહાર જઈએ અને આૅટોરિક્ષા કે ટૅક્સીમાં બેસીએ અને ચાલક સાથે સંવાદ શરૂ થાય તો તરત પ્રતિભાવ આવે, ‘અરે સા’બ, આપ ગુજરાત સે હૈં, આપકે યહાં તો મોદીસાહેબને કમાલ હી કર દિયા હૈ. સબ એકદમ ચકાચક. સુનતે હૈ ગુજરાત કો સોને સા ચમકા દિયા હૈ. પૂરે ઇન્ડિયા સે રોટી-કપડા-મકાન કી તલાશમેં લોગ આપકે વહાં જા કર રોટી કમા રહે હૈ. સભી રાજય ગુજરાત જૈસે હો જાયેં તો ઇન્ડિયા કા નસીબ ખુલ જાયે.’ આપણે સ્વીકારવું પડે કે ગુજરાતના મુખ્યમંત્રી એવી છવિ ઊભી કરી શક્યા છે કે છેલ્લાં દસ-બાર વર્ષોમાં ગુજરાતમાં થયેલા ર્આિથક વિકાસ માટે તેમનું કરિશ્માસભર નેતૃત્વ જ જવાબદાર છે. લોકશાહીની રાજનીતિમાં આ પ્રયાસ નવો નથી, પરંતુ એ પણ કબૂલવું પડે કે આવા પ્રયાસમાં વર્તમાન મુખ્યમંત્રીને જેટલી સફળતા મળી છે તેટલી સફળતા અન્ય કોઈને મળ્યાનો સ્વાતંત્ર્યોત્તર ગુજરાતના ઇતિહાસમાં ઉલ્લેખ નથી. આ મુખ્યમંત્રીએ ૨૦૦૭ની ચૂંટણી સમયે પાર્ટીના ચૂંટણીઢંઢેરાને હડસેલીને ‘સલામત ગુજરાત – સમૃદ્ધ ગુજરાત’નો નારો આપેલો. લોકોમાં એવી છાપ છે કે આ વચન તેઓ પાળી શક્યા છે અને ગુજરાતે તેમના કુલ શાસનકાળમાં અતુલનીય ર્આિથક વૃદ્ધિ હાંસલ કરી છે અને જો એ પોતાને ‘વિકાસપુરુષ’ તરીકે ઓળખાવતા હોય તો તે એકદમ વાજબી છે. સલામતીને મુદ્દે તો તેઓ ગુજરાત તો શું આખા દેશમાં એક માત્ર ‘છાતીવાળો મરદ માણસ’ તરીકે પણ પંકાયા છે.

હકીકતે ગુજરાતમાં ર્આિથક વૃદ્ધિ થવા પામી  છે, પણ એ માત્ર છેલ્લાં દસ-બાર વર્ષમાં જ નહીં પરંતુ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ શરૂ થઈ છે. વિશેષમાં છેલ્લાં ત્રીસ વર્ષથી ઝડપી ર્આિથક વૃદ્ધિ થવા પામી છે. વર્તમાન દશકમાં થયેલી ર્આિથક વૃદ્ધિના પાયામાં આની પહેલાના બે દશકોમાં થયેલી વૃદ્ધિ રહેલી છે તે સમજવા જેવું છે. બીજો મુદ્દો ૨૦૦૦ની સાલ પછી ર્આિથક વૃદ્ધિ વિભિન્નરૂપે અંજાઈ જવાય તે રીતે દૃષ્ટિગોચર થવા લાગી છે તેનો છે. ગુજરાતના અને તેના વર્તમાન મુખ્યમંત્રીને નસીબે વર્ષ ૨૦૦૦ પછી એકેય કારમો દુષ્કાળ નથી પડ્યો. પીવાના પાણીની ખેંચ પડી નથી, કારણ કે કંઈક પૂર્વસૂરિઓના ભગીરથ પ્રયાસોના લીધે નર્મદાનાં નીર માત્ર ‘સાબરમતી રિવર’ને ‘ફ્રંટ’માં જ નથી વહેવડાવી રહ્યાં પણ નપાણીયા વિસ્તારોમાંના ગામડાંમાં વસતા લાખો લોકોની તરસ છિપાવી માનવતાને તરબોળ કરી રહ્યા છે.

વર્તમાન નેતૃત્વ અને નેતૃત્વમાત્રના શાસનકાળમાં ગુજરાતની ર્આિથક વૃદ્ધિની મિથ અને હકીકતોને જોઈએ. રાષ્ટ્રીય સ્તરે ર્આિથક વૃદ્ધિ માટે કુલ ઘરગથ્થુ પેદાશ(જીડીપી-ગ્રોસ ડાૅમેસ્ટિક પ્રાૅડક્ટ)ની વૃદ્ધિ જોવાય છે અને એ જ રીતે રાજય માટે રાજય ઘરગથ્થુ પેદાશ (એસડીપી-સ્ટેટ ડોમેસ્ટિક પ્રાૅડક્ટ)ના આંકડાઓનો આધાર લેવાય છે. ૧૨ જૂન ૨૦૧૨ના ‘ટાઇમ્સ આૅફ ઇન્ડિયા’માં દેશના આયોજન પંચના પૂર્વ સભ્ય પ્રોફેસર ભાલચંદ્ર મુંગેકરે એક લેખમાં આ પ્રમાણે દર્શાવ્યું હતું ઃ ૧૯૯૫-૨૦૦૦ અને ૨૦૦૧-૧૦ના બે  ગાળાઓમાં ક્રમશઃ ૮.૦૧ ટકા અને ૮.૬૮ ટકાના દરે ર્આિથક વૃદ્ધિ થઈ હતી. તે જ અરસામાં આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં પણ ર્આિથક વૃદ્ધિના દરો લગભગ આટલા જ રહ્યા હતા. બે સમયગાળાઓ પૈકી એક પણ ગાળામાં ગુજરાત પહેલે ક્રમે ન હતું. ૧૯૯૫-૨૦૦૦ના ગાળામાં ગુજરાતનો ક્રમ બીજો હતો. પહેલા ક્રમ પર રાજસ્થાન હતું જયાં ર્આિથક વૃદ્ધિ દર ૮.૩૪ ટકા હતો. બીજા ગાળામાં એટલે ૨૦૦૦-૧૦ દરમિયાન ૧૧.૮૧ ટકાની ર્આિથક વૃદ્ધિ દર સાથે ઉત્તરાખંડ રાજય પહેલા ક્રમે હતું. બીજો ક્રમ હરિયાણા રાજયનો હતો જેનો વૃદ્ધિ દર ૮.૯૫ ટકા હતો. ગુજરાત ૮.૬૮ ટકા સાથે ત્રીજા ક્રમે હતું. બિહાર અને ઓરિસ્સા જેવા ર્આિથક દૃષ્ટિએ પછાત ગણાતાં રાજયો પણ ૨૦૦૦-૧૦ દરમિયાન અનુક્રમે ૮.૦૨ અને ૮.૧૩ ટકાના દરે વધ્યા હતા. ઔદ્યોગિક ક્ષેત્રના વૃદ્ધિ દર જોઈએ તો આ જ સમયગાળામાં ઓરિસ્સામાં ૧૭.૫ ટકા અને છત્તીસગઢમાં ૧૩.૩ ટકા વૃદ્ધિ દર હતો, જે ગુજરાતમાં ૧૨.૬ ટકા હતો. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં ૨૦૦૨ પછી વૃદ્ધિદરમાં ઝડપી વધારો નોંધાયો છે. પરંતુ આ વૃદ્ધિ રોકડિયા પાકોમાં વધારાને લીધે થઈ છે. બી.ટી. કપાસ હેઠળ વાવેતર વિસ્તાર ઝડપથી વધ્યો અને તેનું કુલ ઉત્પાદન પણ ઝડપથી વધ્યું. પરંતુ અનાજ અને કઠોળ હેઠળ વાવેતર વિસ્તાર બહુ જ ઘટ્યો છે અને ૨૦૦૦ પછી જુવાર, બાજરા અને મકાઈ જેવા સ્થાનિક પાકો લગભગ નામશેષ થયા છે. જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચ્યું છે. ૨૦૧૧માં માથાદીઠ આવક પ્રમાણે પણ ગુજરાત પહેલા ક્રમે નહોતું આવી શક્યું અને તે હરિયાણા (રૂ.૯૨,૩૨૭), મહારાષ્ટ્ર (રૂ.૮૩,૪૭૧), પંજાબ (રૂ.૬૭,૪૭૩), તામિલનાડુ (રૂ.૭૨,૯૯૩) અને ઉત્તરાખંડ (રૂ.૬૮,૨૯૨) પછી છેક છઠ્ઠા ક્રમે રૂ. ૬૩,૯૯૩ સાથે હતું.

હવે ૨૦૦૦-૧૨ના સમયગાળા અને તે પહેલાના બે દશકોમાં થયેલા ર્આિથક વિકાસની તુલના કરીએ. કોઈ પણ દેશ કે રાજયના ર્આિથક વિકાસના પાયામાં રાજય દ્વારા પૂરી પાડવામાં આવેલી માળખાગત સુવિધાઓ છે. આમાં મુખ્યત્વે રસ્તા, વીજળી, પાણી અને ઉદ્યોગના સંદર્ભમાં જમીન અને ખાણ માટેના પરવાના વગેરે હોય છે. આંકડા જોતાં એવું જણાય છે કે ગુજરાત રાજય ૨૦૦૦ની સાલ પહેલાથી જ માળખાગત સુવિધાઓથી જ સજજ હતું એટલું જ નહીં પણ તેના આધારે ઉદ્યોગધંધા પણ ખૂબ વિકસેલા જ હતા. નમૂનાખાતર થોડા આંકડા તપાસી જઈએ. આ આંકડા સરકારના અર્થશાસ્ત્ર અને આંકડા કચેરી દ્વારા બહાર પાડવામાં આવે છે. આ પ્રકાશન દર વર્ષે ‘સામાજિક-ર્આિથક સમીક્ષા- ગુજરાત’ના શીર્ષક હેઠળ બહાર પડે છે. રસ્તાઓ અંગેના આંકડા જોતાં જણાય છે કે ૨૦૦૨ની સાલ પછી નવા રસ્તા ખાસ બન્યા નથી. રાજયમાં રસ્તાની કુલ લંબાઈ સન ૨૦૦૨માં ૭૪,૦૧૮ કિલોમીટર હતી જે વધીને ૨૦૦૯માં ૭૪,૧૧૭ કિમી થયેલી એટલે સાત વર્ષમાં ૯૯ કિમી વધી. ૨૦૦૨-૦૯ દરમિયાન ૫,૦૦૦ કિમી રસ્તા પર ડામર કરવામાં આવ્યો, જયારે ૧૯૯૧-૨૦૦૨ દરમિયાન ૨૩,૦૦૦ કિમી કરતા વધુ રસ્તા પર ડામર કરવામાં આવ્યો હતો. ૨૦૦૨-૦૯ દરમિયાન રાજય ધોરી માર્ગની કુલ લંબાઈ ૧૯,૧૬૩ કિમીથી ઘટી ૧૮,૪૬૦ થવા પામી હતી. આ ઘટાડો મુખ્યત્વે રાજય ધોરી માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં રૂપાતંર કરવાને લીધે થયો હતો. જાણવાયોગ્ય છે કે આ યોજના કેન્દ્ર સરકારની છે. ગુજરાતમાં ૨૦૦૨-૨૦૦૯ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ ૨,૩૮૩થી વધી ૩,૨૪૫ કિમી જેટલી થઈ હતી. કેન્દ્ર સરકારે રેલવેની બાબતમાં પણ ૨૦૦૦-૧૧ દરમિયાન સારો વધારો સાધ્યો છે. ગુજરાતમાં બ્રાૅડગેજ લાઇનની લંબાઈ ૧૯૮૦માં ૧૩૧૨ કિમી હતી જે ૧૯૯૦માં વધીને ૧૭૧૩ કિમી (૩૦.૧ ટકા વધારો), ૨૦૦૦માં ૧૯૫૬ કિમી (૧૪.૩૧ ટકા વધારો) અને ૨૦૦૯માં ૩૧૯૩ કિમી એટલે (૬૩.૨૩ ટકા વધારો) થઈ હતી.

ર્આિથક વિકાસ માટે બીજી પાયાની સગવડ વીજળી છે. ગુજરાત વીજ ઉત્પાદન તેમજ પુરવઠાની નિયમિતતામાં અન્ય રાજયોની સરખામણીમાં પહેલેથી જ આગળ અને નિયમિત છે. અલબત્ત, છેલ્લા દાયકામાં ગામડાંઓમાં વીજ પુરવઠાની સ્થિતિ વધારે સુધરી છે જે પ્રશંસનીય છે. ૨૦૦૨-૧૨ દરમિયાન જયોતિગર્રામ યોજનામાં ખેતી અને બીજા ઉપયોગ માટે ટ્રાન્સમીટર જુદા કરીને નવીન વ્યવસ્થા ગોઠવી તે કારગર નીવડી છે. પણ વીજ ઉત્પાદન ક્ષમતા અને ઉત્પાદન બંને ૧૯૯૦ પછીના સમયથી જ વધુ વૃદ્ધિ પામ્યાં હતાં. ૧૯૯૦-૨૦૦૦ દરમિયાન વીજ ઉત્પાદન ક્ષમતા ૪૮૨૩ મેગાવોટથી વધી ૮૩૪૩ મેગાવોટ થઈ હતી. આ વધારો ૧.૭૩ ગણો હતો. ૨૦૧૦માં આ ક્ષમતા ૧૨,૦૦૮ મેગાવોટે પહોંચી હતી જે ૧.૪૪ ગણી હતી. તે જ રીતે વીજ ઉત્પાદન ૧૯૯૦-૨૦૦૦ દરમિયાન ૨૨,૮૩૪ મેગાવોટથી વધીને ૪૯,૩૭૯ મેગાવોટ થયું જે ૨.૨ ગણું હતું. જયારે ૨૦૦૦-૨૦૧૦માં વીજ ઉત્પાદન ૪૯,૩૭૯ મેગાવોટથી વધી ૬૯,૮૮૩ મેગાવોટ એટલે ૧.૪૧ ગણું થયું. ક્ષમતા વધારાની વૃદ્ધિની તુલનામાં ઉત્પાદનમાંનો વૃદ્ધિ વધારો ઓછો હતો. આ પરિસ્થિતિ ઘણા ખાનગી વીજ ઉત્પાદકો હોવા છતાં હતી.

રસ્તા હોય, વીજળી હોય, પાણી હોય તો ર્આિથક વિકાસ હોય તે સ્વાભાવિક છે. ધંધો વધે, આવક વધે અને લોકો ઘર બનાવે, વાહનો વસાવે વગેરે. વાહનો અંગેના આંકડા જોઈએ. ૧૯૮૦-૯૦ દરમિયાન દ્વિચક્રી વાહનોની સંખ્યા ૨.૪૧ લાખથી વધી ૧૨.૫૩ લાખ થઈ હતી જે ૫.૨ ગણી વધુ હતી, ૨૦૦૦માં ૩૬.૭૩ લાખ થઈ જે ૧૯૯૦ પર ૨.૯૨ ગણો વધારો હતો, અને ૨૦૧૧માં આ સંખ્યા ૯૯.૬૧ લાખ થઈ હતી જે ૨.૩૭ ગણી વધારે હતી. આમ સ્પષ્ટ થાય છે કે ૧૯૮૦-૯૦ અને ૧૯૯૦-૨૦૦૦માં દ્વિચક્રી વાહનોમાં વધારો વધુ હતો અને આ વધારાનો દર ૨૦૦૦-૨૦૧૦માં ઘટ્યો. મોટરકારનો કિસ્સો પણ આવો જ છે. ૧૯૮૦માં ૫૩,૦૦૦ મોટરકારો હતી જે ૧૯૯૦માં વધી ૧.૪૨ લાખ થઈ હતી જે ૨.૬૮ ગણો વધારો હતો, ૨૦૦૦માં ૩.૯૮ લાખ થઈ જે ૨.૮૧ ગણાનો વધારો હતો, અને ૨૦૧૧માં ૧૩.૦૪ લાખ થઈ જે ૨.૬૫ ગણો વધારો હતો. આમ મોટરકારમાં વધારોનો દર ૧૯૯૦-૨૦૦૦માં વધુ હતો.

જીપ અને મુસાફરોની હેરફેર કરતી બસની સંખ્યાના વધારામાં પણ આ જ વલણ દેખાય છે. સમજવા જેવું એ છે કે ૨૦૦૦-૧૧ના ગાળામાં ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમની પરિસ્થિતિ કથળેલી જણાય છે. ૧૯૮૦-૮૧માં એસટી રૂટની સંખ્યા ૧૧,૨૦૨ હતી જે ૧૯૯૦-૯૧માં વધીને ૧૫,૬૩૧ થઈ હતી. ૨૦૦૦-૦૧માં ૨૦,૧૦૪ અને ત્યાર બાદ ૨૦૧૧ સુધી સતત ઘટતી રહી છે. ૨૦૧૧માં રૂટની સંખ્યા ૧૪,૮૬૭ હતી. બસની સંખ્યા પણ ૧૯૮૦માં ૬૬૭૮ હતી જે ૨૦૦૦માં ૧૦,૦૪૮ સુધી વધીને ૨૦૧૧માં ઘટીને ૭૬૨૧ સુધી પહોંચી હતી. મુસાફરોની સંખ્યા જે ૧૯૮૦-૨૦૦૦ સુધી ૩૫-૩૭ લાખ વચ્ચે રહેતી હતી, તે ૨૦૧૧માં ઘટીને ૨૨ લાખ પર પહોંચી હતી. જીપનો ઉપયોગ વધ્યો છે, જેને કાયદેસર નથી ગણવામાં આવી તેની સંખ્યામાં ભારે વધારો થયો છે. ૧૯૮૦માં જીપની સંખ્યા ૧૪,૩૨૮ હતી, જે ૨.૪ ગણી વધીને ૧૯૯૦માં ૩૪,૩૮૦ જેટલી થઈ હતી, અને ૨૦૦૦માં ૨.૬૩ ગણી વધી ૮૯,૦૮૭ થઈ હતી. ૨૦૦૦-૨૦૧૧ વધારાનો દર ફરીથી ઘટીને ૧.૭૨ ગણા જેટલો થયો અને ૨૦૧૧ સુધીમાં ગુજરાતમાં ૧૪.૫૩ લાખ જીપ હતી. ખાનગી બસો પણ ૧૯૯૦-૨૦૦૦ દરમિયાન સૌથી ઝડપી દરે વધી હતી. ૧૯૮૦માં ૧૦,૯૯૭ બસો હતી જે ૧૯૯૦ સુધી ૧.૭૯ ગણી વધી ૧૯,૭૦૦ જેટલી થઈ અને ૨૦૦૦માં ૧.૯૫ ગણી વધી ૩૮,૪૯૬ પર પહોંચી હતી. ૨૦૧૦માં ખાનગી બસોના વધારામાં ઘટ આવી અને તે ૧.૬ ગણી વધીને કુલ ૬૮,૬૫૯ પર પહોંચી હતી. છેલ્લે માલની હેરફેર માટે વપરાતાં વાહનોની સંખ્યાના આંકડા તપાસીએ તો જણાય છે કે એમાં પણ વધારાનો દર ૧૯૮૦-૯૦ અને ૧૯૦-૨૦૦૦માં ૨.૬૫થી ૨.૬૯ ગણાનો હતો અને ૨૦૦૦-૨૦૧૦ દરમિયાન આ દર ઘટીને ૧.૯૭ ગણો થયો હતો. ૧૯૮૦માં માલવાહક વાહનોની સંખ્યા ૪૪ હજાર હતી જે ૧૯૯૦માં ૧.૧૬ લાખ, ૨૦૦૦માં ૩.૧૭ લાખ અને ૨૦૧૦માં ૬.૨ લાખ થઈ.

આપણે જોઈ શક્યા કે ૨૦૦૦-૧૧ના વર્ષોમાં ગુજરાતમાં ન ભૂતો ન ભવિષ્યતિ પ્રકારનો અસાધારણ ર્આિથક વિકાસ થયો તેવું જણાતું નથી. તો પછી આ સમયગાળાને આટલું શ્રેય કેમ મળી રહ્યું છે? આપણે જોયું જયારે વૃદ્ધિ માટેનો પાયો પહોળો થાય ત્યારે કુલ અસર મોટી થવા  પામે છે. ૧૯૮૦માં બધા પ્રકારનાં વાહનોની સંખ્યા ૪ લાખથી થોડી વધારે હતી અને ૨૦૦૦માં ૪૪ લાખ અને ૨૦૧૧માં એક કરોડ સિત્તેર લાખ થઈ. હવે ગુજરાતના રસ્તાઓ પર પોણા બે કરોડ લાખ વાહનો દેખાય અને તેમાં પણ વોલ્વો બસ, વિદેશી બનાવટની તરેહવાર મોટરગાડીઓ, મોટર સાઇકલો, વગેરે દૃષ્ટિગોચર થાય તો તેની છાપ જુદી જ પડે છે. વેગીલા ર્આિથક વિકાસના પરિણામે સમૃદ્ધિનો વિસ્ફોટ થયો  તેવું લાગે. વાહનની માફક નવાં મકાનો, શહેરીકરણના લીધે નવાં  બજારો, હોટેલો, નવા પ્રકારના સિનેમા હાૅલ, ખાણી-પીણીનાં બજારો, શોપિંગ મોલ વગેરેનો રાફડો ફાટ્યો છે. નાનાં શહેરોમાં અને હાઇ-વે પર પણ પુષ્કળ ઝાકઝમાળ વધી છે. ૨૦૦૧માં શહેરી વસ્તી ૩૧ ટકા હતી જે ૨૦૧૧માં ૪૩ ટકા થઈ ગઈ. શહેરોમાં મધ્યમ વર્ગની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેઓ પાસે હવે ર્આિથક સમૃદ્ધિ દૃષ્ટિગોચર થાય છે અને તેનું ભદ્દું પ્રદર્શન પણ થાય છે. તેના લીધે એવી છાપ ઊભી થાય છે કે ૨૦૦૦થી ૨૦૧૧માં ગુજરાતમાં ર્આિથક વિકાસ ખૂબ ઝડપી થયો છે. આ છાપ ખૂબ ગાઈવગાડી અને જાહેરાતોના જોરે પણ ઊભી થવા પામી છે.

પણ આ ઝાકઝમાળ અને જાહેરાતોની સાથે ગુજરાતનું એક અંધારું પાસું પણ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને એવું સાબિત કરવા મથી રહી છે કે નવી ર્આિથક નીતિઓના લીધે મુક્ત બજારના વાતાવરણમાં ગરીબોને પણ રોજગારી અને કમાણીની તક મળી છે અને ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. આંકડા એવું ચોક્કસ દર્શાવે છે કે વર્ષ ૨૦૦૦ની સરખામણીમાં ૨૦૦૯-૧૦માં ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવનાર લોકોની ટકાવારી નિર્ણાયક રીતે ઘટી છે. પણ એમાં એવું ધારી લેવામાં આવ્યું છે ગરીબને જે રોજગારીમાંથી કમાણી થાય છે તેનો પ્રથમ ઉપયોગ તે પૌષ્ટિક ખોરાક ખરીદી પોતે અને તેના પરિવારના સભ્યોને ભરપેટ ખવડાવે છે. શહેર હોય કે ગામડું, ગરીબ પોતાના ખેતરમાં અનાજ ઉગાડી અન્નની બાબતે સ્વાવલંબી હોય એવા દાખલા ઓછા છે અને ઝડપથી ઓછા થઈ રહ્યા છે. રોજગારીથી તેમને રોકડા નાણાં જ મળે છે જેમાંથી અન્ન ખરીદવાનું હોય છે. સસ્તા અનાજની દુકાનો અને જાહેર વિતરણ વ્યવસ્થાની અંધાધૂંધીમાં સસ્તું અનાજ ક્યાં મળે? અને વળી બજારમાં લોભામણી વસ્તુઓ તો ભરેલી જ છે. એક આંકડો જોઈએ. ૧૯૯૭માં જયારે ૧ મિનિટ વાત કરવાના આઠ રૂપિયા થતા હતા ત્યારે ગુજરાતમાં ૪૧૦૦ મોબાઈલ ફોન હતા. દસ વર્ષમાં એટલે ૨૦૦૭માં આ આંકડો ૧ કરોડ પર પહોંચ્યો. બીજા ૧૭ મહિનામાં આ સંખ્યા બમણી થઈ અને ૨ કરોડના આંકડે પહોંચ્યો. ત્યારબાદના ૧૫ મહિનામાં જાન્યુઆરી ૨૦૧૦માં ગુજરાતમાં ૩ કરોડ મોબાઇલ હતા. ર્નિિવવાદ રૂપે કહી શકાય કે ગરીબો પણ મોબાઇલ રાખતા થયા. રોટલાની સામે મોબાઇલ રિચાર્જની પ્રાથમિકતા વધે તો નવાઈ નહીં.

યુનોની એક સંસ્થા ઇફપ્રી દ્વારા થયેલા એક અભ્યાસમાં એવું તારવેલું છે કે જયારે ૨૦૦૮ની સાલમાં ગુજરાતની માથાદીઠ આવક ૩૨૯૦ અમેરિકન ડોલર હતી (આ આંકડો ખરીદશક્તિને સરખાવીને કાઢવામાં આવે છે) ત્યારે ગુજરાતમાં ભૂખ આંક (હંગર ઇન્ડેક્સ) ૨૫ ટકા જેટલો હતો. નાઇજીરિયા, કેમરૂન, કેન્યા અને સુદાન જેવા જાણીતા ગરીબ આફ્રિકન દેશો જયાં તે જ વર્ષમાં માથાદીઠ આવક ૨૧૦૦ અમેરિકન ડોલર કરતા ઓછી હતી ત્યાં ભૂખ આંક ઓછો હતો. દેશમાં પણ ગુજરાત કરતાં ગરીબ રાજયોમાં આ આંક ઓછો હતો. ૧૭ મોટાં રાજયોની સરખામણીમાં ગુજરાત ૧૩મા ક્રમે હતું. ભૂખ આંક કાઢવા માટે ત્રણ સૂચકાંકોના પ્રમાણ લેવાય છે ઃ એક, વસ્તીમાં અપૂરતી કેલરી ધરાવતા ખોરાક લેનારનું પ્રમાણ; બીજું, પાંચ વર્ષથી નીચેનાં બાળકો પૈકી ઓછું વજન ધરાવનારાં બાળકોનું પ્રમાણ; અને ત્રીજું પાંચ વર્ષથી નીચેનાં બાળકોના મૃત્યુદરનું પ્રમાણ. આનાથી સ્પષ્ટ ખયાલ આવે કે ગુજરાતમાં માનવ વિકાસઆંક નબળો છે.

દેશમાં આરોગ્ય સેવાની કાર્યક્ષમતા અંગેના એક અભ્યાસમાં એવું જણાવાયું છે કે ૧૯૯૮-૦૧ના ગાળામાં અપાતી આરોગ્ય સેવાઓ સામે આરોગ્યના સૂચકાંકો પર વિધેયાત્મક અસરો થવા પામી હતી, જયારે ૨૦૦૬-૦૯ના ગાળામાં આ સ્થિતિ પલટાઈ હતી અને સેવાની કાર્યક્ષમતા ઓછી થઈ જણાતી હતી. ૨૦૦૯-૧૧ના ગાળામાં સેવાની કાર્યક્ષમતા સુધરવા પર જણાઈ હતી. પણ ઝડપી ર્આિથક વૃદ્ધિ પામતાં રાજયો કે દેશોમાં રાજય દ્વારા અપાતી આરોગ્ય સેવાઓ કાર્યક્ષમ જ રહેશે તેની ખાતરી થતી નથી. સર્વવિદિત છે કે નવી ર્આિથક નીતિના અમલ બાદ જાહેર આરોગ્ય સેવાઓ વધુ કથળી છે અને સરકારો સેવાઓ ઓછી કરી રહી છે. લોકોમાં પણ એવી છાપ છે કે ખાનગી સેવાઓ જ વધુ કાર્યક્ષમ છે અને ત્યાં જ સારું થાય છે. પણ ખાનગી આરોગ્ય સેવાઓનો ભારે ખર્ચ ઉઠાવવો પડે છે. આ દેશમાં હવે ગરીબે બિમાર પડવું એ ગુનો બની રહ્યું છે, ગુજરાતમાં સવિશેષ. સાથે હરીફાઈમાં વિદેશી ‘ગરીબો’ પણ મેડીકલ ટૂરિઝમમાં અહીં શાતા અનુભવે છે.

શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતની પરિસ્થિતિ સારી જણાતી નથી. ખાનગીકરણનો અર્થ મહ્દ અંશે અને માત્ર નફા માટે ચાલે તેવું જ કરવામાં આવ્યું છે. ગામડાંની સરકારી અને શહેરોની સુધરાઈની શાળાઓમાં શિક્ષણ સિવાય બધું જ થાય છે. મોટા પગાર લેવાવાળા મોટાભાગના શિક્ષકો શીખવા અને શીખવાડવા પ્રત્યે પ્રયત્નપૂર્વક ઉદાસીન છે. તેઓ નોકરી ઉપરાંત બીજા ધંધાઓ અને સ્થાનિક રાજનીતિમાં સક્રિય છે. ઓછા પગાર સાથે કામ કરતા રાજનીતિમાં સક્રિય છે. ઓછા પગારે સાથે કામ કરતા તરેહવારના શિક્ષક-સહાયકો બધા પ્રકારના ભાર વેંઢારે છે. મકાનો ચણી દેવાથી, માથા મૂકી દેવાથી, અને કમ્પ્યૂટર લેબ બનાવી દેવાથી શિક્ષણ આપોઆપ વિદ્યાર્થીઓના ભેજામાં ઊતરી જવાનું નથી. અંતરિયાળ વિસ્તારોમાં આવેલાં ગામોમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકો અત્યંત નબળા પણ છે અને ભણાવતા પણ નથી. ગરીબ અને ગામવાસીઓ અને વિશેષમાં આદિવાસીઓ અને નબળા વર્ગો નવેસરથી વંચિત બની રહ્યા છે. ઇજનેરી અને તબીબી કાૅલેજોમાં બેઠકોની સંખ્યા તો વધી છે, પણ તે બધી પેમેન્ટવાળી છે. ખાનગી કાૅલેજોની ફી ગરીબોને પોસાય એવી છે જ નહીં અને તેનાથી યોગ્ય ગરીબ વિદ્યાર્થીઓનું અંતર વધી રહ્યું છે. ગરીબો માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ, ખર્ચ અને ગુણવત્તાના ગંભીર પ્રશ્નો છે. આમ, આરોગ્ય હોય કે શિક્ષણ, ગામડાંઓમાં લગભગ બધી જાહેર સેવાઓ નબળી પડી રહી છે. એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે કે લોકો ગામડાં છોડીને શહેરોમાં ભાગી આવે, જયાં તેઓ ગુમનામ જીવન વ્યતીત કરતા થઈ જાય છે.

મૂળ પ્રશ્ન એ નથી કે ગુજરાતમાં ૨૦૦૦ની સાલ પછી થયેલ ર્આિથક વૃદ્ધિ અને વિકાસ તેની પહેલા થયેલા વિકાસની સરખામણીમાં વધુ ઝડપી છે કે નહીં. એ મુદ્દો એટલે ચર્ચ્યો છે કારણ કે એવી હવા ઊભી કરવામાં આવી છે કે ગુજરાતમાં જે ર્આિથક વિકાસ અને વૃદ્ધિ થવા પામી છે તે બધી છેલ્લાં દસ-બાર વર્ષમાં જ થઈ છે. મૂળ મુદ્દો તો એ છે કે ર્આિથક વૃદ્ધિનું માૅડેલ ગુજરાતનું હોય કે કેન્દ્ર સરકારનું, બંનેમાં માનવીય વિકાસ થવાની સંભાવના ખૂબ ઓછી છે. ગુજરાત સરકાર કે તેના નેતા ગુજરાતના હાલના ર્આિથક વૃદ્ધિના માૅડેલને બિરદાવતા હોય અને તેને અનુસરણયોગ્ય ગણતા હોય તો તે ભયજનક છે. આપણે જોયું કે આ માૅડેલ ગુણવત્તાસભર માનવવિકાસ માટેની સરખી તકો પૂરી પાડવામાં અયોગ્ય સાબિત થઈ રહ્યું છે. ખરીદશક્તિ એટલે રોકડ નાણાંની શક્તિ તે હોય તો આ સમાજમાં ટકી શકાય છે.

આ માૅડેલની બીજી એક ગંભીર મર્યાદા છે જે ધીમે ધીમે બહાર આવી રહી છે. ગુજરાત આ ર્આિથક સમૃદ્ધિની ઝાકઝમાળથી એટલું અંજાઈ ગયું છે કે આપણને ચારેકોર થઈ રહેલો પર્યાવરણ અને પરિસ્થિતિકીનો નાશ દેખાતો નથી. ઉદ્યોગો સ્થાપવાના ઉત્સાહમાં પર્યાવરણના પ્રશ્નોની ઉઘાડી ઉપેક્ષા કરવામાં આવે છે. સરકાર પ્રદૂષણ અંકુશ માટે સ્વતંત્ર નિગમ રાખે છે, નવીનતામાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ પણ ખોલ્યો છે, પણ ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ કુખ્યાત પ્રદૂષિત સ્થાનો છે જેને આપણે પણ વાપી-અંકલેશ્વર ઉદ્યોગ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં દુનિયામાંથી નિષ્કાસિત થયેલા પર્યાવરણ માટે જોખમી એવી આગબોટોને તોડવાનું કામ ચાલે છે. ત્યાં મજબૂર ગરીબ મજૂરો દેશના જુદા જુદા ભાગોમાંથી રોટીની શોધમાં આવી માંદા પડીને મરવાની તૈયારી સાથે પાછા જાય છે. ૧૬૦૦ કિમીના સાગરકાંઠા માટે ગૌરવ લેવાવાળું ગુજરાત, તે તમામ વિસ્તારને ઉદ્યોગાચ્છાદિત કરી ઝેરીલો બનાવી દેવા માગે છે. ગુજરાતનાં જમીન, પાણી અને હવા ઝેરીલાં બન્યાં છે અને તેના તરફ સરકારોએ દુર્લક્ષ જ સેવ્યું છે. સંકટ એ છે કે પર્યાવરણ સંબંધી કેટલાંક નુકસાન નાફેર છે. આપણે તે સંપદા કે પર્યાવરણીય આરોગ્ય કાયમ માટે ગુમાવ્યાં છે. પર્યાવરણીય જોખમ ઊભા કરનારા ઉદ્યોગોની મર્યાદા એ છે કે તેઓ ઉદ્યોગ વસાવે છે પણ નજીકના ક્ષેત્રમાં વસતા લોકોને પ્રદૂષણના લીધે બેરોજગાર અને બેઘર કરે છે. આ પ્રક્રિયાને લીધે એવા લોકોની જમાત ઊભી થઈ રહી છે જે સરકાર અને સમાજની નજરે અદૃશ્ય બને છે.

સાગરકાંઠાથી અડીને ગુજરાતનો સૂકો અને અછતગ્રસ્ત વિસ્તાર છે. સદીઓથી અહીં ખેતી સ્વાવલંબન માટે હતી અને કેટલાક વિસ્તારમાં દેશી કપાસ અને મગફળી પકવવામાં આવતાં. મોટા ભાગના વિસ્તાર ગોચર અને અન્ય જાનવરો માટે ચરિયાણ હતા. ગાય, બળદ, ભેંસ, તથા ઘેટા-બકરા સાથે તેના ઉછેર માટે માલધારીઓની મોટી વસતી હતી. કેટલાક વિસ્તારોમાં મીઠું પકવનારા અગરિયાઓ પણ ખરા જ. અને આ તમામ સાથે જીવનારા અને જુદા જુદા પ્રકારની સેવા આપનારા વિચરતી જાતિના લોકો અને નટ-બજાણિયાઓ પણ હતા. ઉદ્યોગો આવવાને લીધે જમીનો પર દબાણ વધ્યું છે અને સરકાર બમણા ઉત્સાહથી પોતે જ માલિક હોય તેમ જમીનોની લહાણી કરે છે. અર્થશાસ્ત્રીઓ અને આધુનિક બુદ્ધિમાનોની દૃષ્ટિ ટૂંકી છે, તેઓ જોઈ નથી શકતા કે જમીનનો માલિક દેખીતી રીતે ઓળખાય તેવો એક જ હોય છે. પરંતુ તેના પર નભનારા ઘણા છે. એટલે માત્ર જમીનમાલિકને વળતર આપી દેવાથી તે જમીન પર નભનારા તમામની આજીવિકાને વળતર ચૂકવી શકાતું નથી. આ બધા ગુજરાતના નવા અદૃશ્ય લોકોની જમાતમાં ભળે છે.

ઉદ્યોગો તથા શહેરીકરણ હેઠળ આવી જતી જમીનોના લીધે અદૃશ્યોની જમાત વધે છે તેનો એક અન્ય દાખલો પણ છે. વર્તમાન સરકારનો એવો દાવો છે કે દેશ આખામાં તેણે જમીન માટે આદર્શ વળતર વ્યવસ્થાનો દાખલો બેસાડ્યો છે. જેની પાસેથી સરકાર જમીન લે છે તેને વળતર સ્વરૂપે બજારભાવ આપે છે. એ હકીકત છે કે ગુજરાતમાં જમીનોના ભાવ આસમાને ગયા છે અને જમીન પર નભતા નાના અને સીમાંત ખેડૂતોને પણ વળતર સ્વરૂપે લાખો રૂપિયા મળ્યા છે. પરંતુ, જમીન જેવી નક્કર ભૌતિક અસ્કામતને નાણાકીય મૂડીમાં ફેરવ્યા પછી તેમાંથી મળતા વ્યાજ દ્વારા જ જીવનનિર્વાહ કરવાનું ડહાપણ અને પરિસ્થિતિ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. જો આ નાણાકીય મૂડી વપરાઈ જાય તો આ જમીનવિહોણો નવો સમુદાય પણ ગુજરાતના અદૃશ્ય લોકોની જમાતમાં જોડાશે તે ધ્યાનમાં લેવા જેવું છે. નિકટના ભૂતકાળમાં જ ટાટાને એસએમએસ પર જમીન આપવાનો જે ‘દિલેર’ કાર્યક્રમ મુખ્યમંત્રીએ સરકાર દ્વારા કરાવ્યો તે બહુર્ચિચત ‘નૅનો’ પ્રોજેક્ટમાં ઘણા નાના-મોટા ખેડૂતોની જમીન પર બજારભાવે લેવાઈ. એવું કહેવાય છે કે મોટા ભાગના લોકોએ જમીનોને વેચ્યા પછી મળેલા રૂપિયામાંથી મોટા બંગલા ખરીદ્યા (જેના જમીનના ભાવોનો લાભ દલાલોને જ મળેલો!), મોંઘી ગાડીઓ (જેમાં ‘ઔડી’ નામ બોલતાં ન આવડે એટલે તેના આગળના ભાગમાં ચાર ધાતુનાં નાનાં વર્તુળ હોય છે તે પરથી એનું નામ ‘ચાર બંગડીવાળીઓવાળી’ એમ બોલાય) લીધી, લગ્નોમાં ધૂમ ખર્ચા કર્યા અને હજી પણ દારૂની મહેફિલો જમાવી મસ્ત છે. પોતાને મળતાં નાણાં વાપરવાની વ્યક્તિગત સ્વતંત્રતા ચોક્કસ હોઈ શકે પણ તેમાં સમાજનું ભલું થતું નથી તે નિશ્ચિત છે. જમીનો પ્રદૂષિત થાય છે. પર્યાવરણીય ખતરો તો છે જ પણ સામાજિક કિંમત પણ સમાજે ચૂકવવાની થશે તેની અવગણના ન થઈ શકે.

પર્યાવરણની ચર્ચાના સંદર્ભે જંગલો અને ખાણોની ચર્ચા પણ જરૂરી બને છે. દેશમાં એવો કાયદો બન્યો છે કે જંગલોમાં રહીને વર્ષોથી આદિવાસી પ્રજા જો ખેતી માટે જંગલોની જમીન ખેડતી હોય તો તેને તેવી જમીનો તેના નામે કરી આપવી. ગુજરાતમાં આ કાયદાનો અમલ અત્યંત નિષ્કાળજીપૂર્વક થયો છે. આના માટે તાલુકા કક્ષાએ બનેલી સમિતિએ શરૂ કરી રાજય કક્ષા સુધીનું તંત્ર જવાબદાર છે. બીજી તરફ જંગલોમાંથી વાંસ અને લાકડા કાગળની ફેક્ટરીઓ અને શહેરોના ઉપયોગ માટે નિયમમાં અને નિયમ બહાર મોકલી દેવાય છે. ખાણનો પ્રશ્ન બિહાર, ઓરિસ્સા જેટલો વિશાળ ભલે ન હોય, પણ પ્રદૂષણ અને નિયમનના પ્રશ્ને એટલો જ ગંભીર છે. ગુજરાતના જે આદિવાસીઓ શિક્ષણ મેળવી પાર નથી તરી ગયા, એટલે સરકારી નોકરો નથી થઈ ગયા તેઓ નવેસરથી હાંસિયે ધકેલાઈ રહ્યા છે અને સરવાળે ગુજરાતની અદૃશ્ય જનતામાં ભળી જવાના છે.

કહેવાતા ‘ગુજરાત માૅડેલ’માં જે પામી ગયા છે તેઓ રાજી થઈ નેતાની પાછળ ડીમડીમ વગાડી રહ્યા છે. તેઓ આવનારા દાયકાઓમાં હજી જોરશોરથી પ્રકૃતિનું શોષણ કરવાના છે અને નાણાં અને ટેકનોલોજીના જોરે પોતાના આવાસો, પાડોશ અને સીમિત વિસ્તારોને પ્રદૂષણમુક્ત કરીને મહાલશે. પરંતુ જે રહી ગયા તે હજુ વધારે અદૃશ્ય થવાના છે. ગાંધીજીએ જે તિલિસ્મ આપેલું તેમાં તો દરેક મૂંઝવણ વખતે છેલ્લામાં છેલ્લા માણસને યાદ કરીને તેના ભલા માટે કંઈક થતું હોય તેવું કરવા માર્ગદર્શર્ન હતું. આજે એવો પ્રશ્ન થાય કે શું આજે આપણી વચ્ચે ગાંધી છે ખરા?

કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

(સદ્દભાવ : "નિરીક્ષક", 01.01.2013)

Loading

It will happen again

Chetan Shah|English Bazaar Patrika - Features|27 December 2012

HP’s Autonomy acquisition has spawned dozens of media reports investigating possible technical, financial and managerial reasons for the deal’s debacle ever since HP announced last month that it was treating $8.8 billion as money lost, out of the original price of $11 billion it paid.

Leading investor blogs, tech experts and financial papers in the US and the UK, where the acquirer and the target respectively belong, have discussed quite insightfully the micro issues of the deal.

But surprisingly no one seems to question what I call the soft issues of this deal – the people and the culture responsible for this loss. Who are the company executives empowered with such decision making? What drives them to decide in one way or the other while dealing with billions of dollars of people’s money? What about the globally awed financial institutions who bring these deals to the executives, advise whether to buy and how much to pay, and often lend their money to make things happen? How do accountants deal with tricky situations where they are expected to know the subject and report the truth?

My big ticket M&A experience is that when such deals are cooking, everyone involved loves the deal to go through and share in the glory and the excitement. Of course there are always a few boring old Board members and executives who question the price and/or the rationale of large acquisitions i.e. before the deals are closed. May be they are too conservative or they lack vision or they have nothing to gain from the deal. Or simply they are wise as seen in hindsight!

Since shareholders and decision makers are unwilling or too deeply conflicted to debate the uncomfortable fundamental issues such as (1) the cult of ‘wealth creation’ sans cash flows i.e. through enhancement of market capitalization, (2) compulsion for constant profit growth and (3) personal heroics targeted at job continuity and bonuses as a reward for the former two, I believe that American corporations will continue to lose billions of dollars on such deals.

Let’s look at some of these basic issues for the Autonomy acquisition.

Selling shares worth more than selling wares!

When HP acquired Autonomy for cash, the latter had a market value of $6.7 billion or just 61% of the price paid. Six months before the deal, its market value was approx. 50% of the deal value. In other words HP was paying almost double of what the stock market was valuing Autonomy before the beginning of the deal discussions with probable buyers such as HP and Oracle. By the way only a year ago Oracle described a price tag of $6 billion as outrageous as it walked off a possible purchase.

Path breaking moves require unusual means, so we will not delve in to the reasonability of Autonomy’s price tag, which was supported – as in any closed deal – by both the buyer and the seller and advisors on both the sides. We know that tech companies and other new age businesses are often acquired for several times their revenue or asset size and may be hundreds of times their cash flows or profit.

Few leading tech companies start in a garage like HP did in 1939. HP started as a remarkable instrumentation maker, which business, still solid, was spun off to create Agilent in 1999. On the way to its now shadowed greatness, HP did create billions of dollars in actual cash flow, leading to tangible wealth. Microsoft and Oracle continue to do so, even if they may not have retained a leading edge at all times.

But not every tech company, Autonomy included needs to generate actual cash to be worth billions. These latter companies create wealth by promising future growth to innovation-starved behemoths like HP and Microsoft, which constantly seek quick-fix solutions to keep their technology and market share sharp. These potential acquisition targets are valued on the stock market as well as in the buy-out market often on the hope that someone would eventually turn up to buy these at prices much higher than their visible cash over next 15-20 years!

This way Autonomy created its, in my view, ‘terminal’ wealth of $11 billion for its shareholder by selling out to HP. However, the wealth it could create by selling its wares was but a minute fraction of this amount that it created by selling shares.  Sadly, Autonomy itself achieved its over 50% compounded revenue growth from acquisitions rather than organic growth. To put it differently, the 1996 born Autonomy did not create any substantial cash box wealth…neither in its original avatar nor in the hands of its foster father HP!

Of course, we must exclude Autonomy’s co-founder Mike Lynch from this discussion of phoney wealth creation, as he pocketed a real $800 million from the sale.

The growth compulsion leading to loss of real wealth

Bill Hewlett and Dave Packard’s HP was a different animal than what it has been in the hands of Carly Fiorina, CEO 1999-2005 and creator of HP-Compaq combination in 2001, and her successors.

Recognized by Wired magazine as the world’s first producer of mass produced PC, HP was the maker of the first hand held scientific calculator and the first inkjet and laser printers. However, these firsts stopped happening in the 1990s and that logically started the age of lacklustre growth desired to be remedied by numerous acquisitions. This was different from how Bill Hewlett explained the HP Way, “…the company exists to make technical contributions for the advancement and welfare of humanity.”

In recent years HP has received the punishment for being a part of the tech world where high growth companies even with cash flow-untested business models are valued several times more than staid old companies with large but low growth cash flows.

HP reacted by being a serial acquirer chasing the growth of its more glorious peers. Interestingly, between 2002 and 2007, it made over 40 acquisitions (its lifetime score exceeds 110!) moving it away from hardware and imaging devices and more towards software and applications, but only a couple of these were multi-billion dollar deals. However since 2008, HP’s strategy changed visibly, pushing it to over 20 acquisitions, but with six deals worth a billion dollars or more, such as EDS, Palm, 3Com and Autonomy. 

With big acquisitions, came big write offs. While it received fame for writing down $8.8 billion on Autonomy acquisition, prior to doing so, in 2012 itself it wrote down $8 billion (i.e. 57% of the value) on its 2008 acquisition of Electronic Data System (EDS) for which it paid $13.9 billion! In 2010, it wrote off the 100% value of Palm, the PDA maker, which it bought in 2008 for $1.2 billion. 

Its lacklustre organic growth spiked by acquisitions has designed its share price chart in to a zigzag, oscillating from $20 in 2002 to a high of $54 in 2007, back to $25 in 2009, going up to $54 in 2010, finally succumbing to $12 post Autonomy.

In summary, every time HP bought a company worth over $10 billion, it lost more in market capitalization than the price of its target! Sadly the same high growth targets that created wealth for their selling shareholders could not repeat the act for HP.

By the way, Bill Hewlett also said, “We did not want to run a hire and fire operation…” Its CEO just announced that 27,000 or over 7% of its employees would be fired in 2012.

Analysts – top ranked, but not good enough

Over 20 tech analysts, including some top ranked, covered Autonomy, a listed company prior to its acquisition. However, the analyst community by and large could not or did not see that Autonomy’s revenue growth was to an extent supported by hardware sales, misrepresented as software sales. They did not see that much of such sales were not cash flow generating, but creative accounting made it look profitable by taking some direct expenses below the operating profit line. Further, billings to resellers were treated as revenue even if resellers could not push the products down to end customers literally requiring revenue reversal. Analysts did not spot that or the fact that invoices on long term contracts were treated as revenue while these should have been recorded as revenue deferred over the several year life of the contracts.

Only a couple of analysts ever recommended ‘sell’ or raised questions on Autonomy’s financials or business model. Daud Khan of JPMorgan Cazenove was one and he was reported to have been banned by Autonomy from analyst meetings for almost a year. On rare occasions, it was Mike Lynch, CEO, and not as usual company’s CFO, who emailed responses to accounting queries.

It would be quite a revelation to know the true answer to the question as to why over 90% of the analysts following the stock did not question or suspect Autonomy’s reported performance. There could be several answers, but pessimists might say that institutional investing and stock broking community makes money from stocks doing well, not by making stocks go bust!

Brittleness of the big institutions

HP management has accused Autonomy’s founder Mike Lynch of wrong doings. In the wake of this, Lynch’s opinion last month of his bankers and accountants to whom he must have paid millions of dollars in fees, and of HP management, who made him a billionaire as a result of the buy-out, was telling.

He said, “HP did due diligence on the same with hundreds of people involved and then ran the business for a year. You’d have to be pretty incompetent not to spot something like this for a year.”

Consider who he is talking about. On the face of it he is talking about KPMG, HP’s financial due diligence adviser, but indirectly he is also damning Perella Weinberg and Barclays – HP’s investment bankers, who blessed the deal at a value which relied seemingly unquestioningly on KPMG’s due diligence report.

On the other hand Meg Whitman has reported the case for a fraud investigation with SEC and the UK’s Serious Fraud Office, thereby blaming not only Autonomy’s management headed by Lynch, but also its auditor Deloitte and Frank Quattrone, the leading technology deal maker who presented Autonomy to be worth the price, as well as her own ex-CEO Apotheker. It will be silly for the five bulge bracket banks, which joined the party on Autonomy’s side, namely Goldman Sachs, UBS, Citibank, JPMorgan and Bank of America, to believe that they would remain untouched of the muck.

HP has now appointed PwC as forensic auditor to get to the root of the matter and report on the details of Autonomy’s misrepresentations.

This will not be the last time someone would question the validity of the practice of paying the deal makers largely for closed deals rather than for good advice irrespective of whether the deal closed. This will also not be the last time people would wonder what makes accountants fail to detect or become party to the most gigantic financial misrepresentations.

Perfect resumes, flawed wisdom

And finally the people, who are at the forefront of Autonomy deal. The brief biographies here are just by way of relevant examples, while the capitalism of quarterly financials and YOY stock values is certain to feature dozens of such resumes!

Autonomy’s founder Mike Lynch OBE, graduated from Christ’s College, Cambridge in natural sciences and electrical sciences. Later he completed PhD in signal processing and communications research at the University of Cambridge and followed it up with a research fellowship in adaptive pattern recognition. The bright 1965 born engineer went on to design Lynex, the first ever sampler for the Atari ST, followed by the ADAS sampler for Atari and Mac. His innovations spanned audio products, computer based finger print recognition and IDOL, which enabled conceptual harnessing of unstructured data such as emails, images, audio and video data. In 2000, Time magazine called him one of the 25 most influential technology people in Europe.

An aging HP leadership team with 1953 born Leo Apotheker at the helm, in theory, could not have asked for a better resume to acquire and retain when buying out Autonomy.

Yet, in its last month’s announcement, HP squarely blamed Lynch and his management for financial misstatements concerning revenue growth and profitability as well as misrepresentation of the business mix, leading to $8.8 billion written off Autonomy’s value. He continues to be advisor to the British Prime Minister in the area of science policy.

Apotheker himself had a prominent 22 year career at SAP, rising to the position of its co-CEO before joining HP in 2010. A fluent speaker of five languages, his lifetime work at enterprise solutions made him the most qualified evaluator of Autonomy, dubbed ‘a global leader in infrastructure software for the enterprise’ in HP’s deal announcement of August 2011.

Yet, he failed to see through the holes in Autonomy’s business model and as a result lost his job to Meg Whitman (b. 1957). Whitman, a billionaire and among the richest women in the US, also sports top class academics –  BA in economics from Princeton University and MBA, Harvard Business School.

She is associated with big numbers – in 2007, she donated $30 million to Princeton University, spent $144 million of her own money in 2010 to unsuccessfully run for governor of California and bought Skype for $4.1 billion in 2005 for eBay, eventually to be sold at $2.75 billion in 2009 to the firm of Marc Andreessen (see below), a year after her departure from eBay.

However, her biggest achievement is leading eBay a $4 million revenue company in 1998 when she took over as CEO, to the revenues of $8 billion and over 15,000 employees in 10 years. With earlier stints at P&G and Hasbro’s Playschool division, she understood the marketing side of both brick and mortar and tech businesses.

Yet, as HP’s board member, she did vote in favour of buying Autonomy.

Marc Andreessen (b. 1971) is fittingly a star member of the board of HP, a company recognized as the symbolic founder of Silicon Valley. Just like Mike Lynch, he sold his software company Opsware to HP in 2007 for $1.6 billion (but no hiccups here) before joining the HP board.

Andreessen has a degree in computer science from the University of Illinois at Urbana Champaign. While at the university, he co-authored Mosaic, the first widely used web browser, which led to his co-founding Netscape Communications Corp.

He also co-founded Andreessen Horowitz, a tech venture capital firm. Among his hugely successful investments are Facebook and eBay, where he is also a board member and Twitter, Groupon, LinkedIn and Zynga. He is a master at the game of innovating and spotting big time innovations that would later grow into real businesses worth billions of dollars in the IPO or the buy-out market. In 1999, MIT Technology Review named him one of the world’s top 100 innovators under the age of 35.

At age 24, his creation Netscape had a successful IPO and at 28 i.e. in 1999, he sold Netscape to AOL for $4.2 billion. In 2009, his firm acquired a majority stake in Skype for $2.75 billion and in less than two years Microsoft bought Skype for $8.5 billion.

Yet when it came to one of the biggest investments in HP’s history, as director, Andreessen voted in favour of what would be called tech world’s biggest reported fraud, now investigated by the UK’s Serious Fraud Office.

Finally, HP’s CFO Catherine Lesjak, holder of a degree in biology from Stanford University and MBA, University of California, Berkeley. One of the most powerful women executives in the US, she has been with HP for over 17 years and is in charge of HP’s finance, treasury, tax, controls and real estate. In the past she directly managed HP’s finances of enterprise solutions and software business units.

Yet when it came to advising her CEO and board on Autonomy’s finances, the storied CFO did not seem to have raised some obvious and pertinent questions.

What explains this galaxy of bright stars playing blind when it comes to investing shareholders’ money? Mind you – today’s stringent accounting standards requires write downs on almost every buyout, but Autonomy is hardly a case of underperforming business, a routine and acceptable phenomenon. It is a case of misrepresentation and fraud supposedly perpetrated by a brilliant techie Mike Lynch over a collection of even brighter stars consisting of a financial wizard, one of the world’s most successful innovators and investors and several grey haired corporate and financial services titans.

Well then, let’s wait until the next headline. But in the meantime, feel free to invest in high risk high reward takeover targets until things change, which seems unlikely in foreseeable future.

 

December 2012

Loading

...102030...4,1224,1234,1244,125...4,1304,1404,150...

Search by

Opinion

  • ટ્રમ્પ, ગુલામીનો ઇતિહાસ, ભેરપ્પા અને ‘આવરણ’ 
  • બાવલાનાં પરાક્રમો 
  • સ્ફુલ્લિન્ગ (1) (2) અને (3)
  • ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ – ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:
  • નરેન્દ્ર દેવ: ભારતીય સમાજવાદના સિદ્ધાંતકોવિદ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved