Opinion Magazine
Number of visits: 9527134
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રિવરવૉક અને બંધ બારી

સુરેશ જાની|Opinion - Opinion|28 June 2013

ઓસ્ટિનના સરસ મજાના રિવરવૉકની બાજુમાં આવેલા લોખંડના એક બાંકડા ઉપર હું બેઠો છું; અને મારી સામેની બધી ચહલ પહલ નિહાળી રહ્યો છું.

સામે, નદીની પેલે પાર, ડાઉન ટાઉનની ગગનચુંબી ઇમારતો ખડી  છે – કોઈક વીસ માળની, તો કો’ક ચાળીસ માળની, તો કો’ક પચાસ માળની. સૌથી ઊંચી ઇમારત પર સ્વાભાવિક રીતે બધાંની નજર પડે; તેમ મારી નજર પણ ખેંચાય છે. એની આડી અને ઊભી, બધી બારીઓ બંધ છે – સાવ નિષ્ક્રિય અને કોઈ ચેતન વિનાની. હું એ બારીઓની પેલે પાર શું ચાલી રહ્યું છે; તે જોઈ શકતો નથી. કદાચ ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય કમ્પનીનો કરોડો ડોલરનો કારોબાર ચાલી રહ્યો હશે. કો’ક કુશાંદે ચેમ્બરમાં એક માંધાતા અતિ વૈભવશાળી ખુરશીમાં બેસી મ્હાલી રહ્યો હશે; અને તેની ઘણે નીચે આવેલા પરિસરમાં સળવળતાં માનવ જંતુઓને જોઈ મૂછમાં મલકી રહ્યો હશે.

એની આગળ નદી વહી રહી છે. એનાં પાણી હજારો વર્ષોથી આમ જ સતત વહેતાં રહ્યાં છે. એમાં જાત જાતની અને ભાત ભાતની હોડીઓ આવન જાવન કરી રહી છે.

નદીની મારી તરફ રિવરવૉક છે. એની ઉપર જાતજાતનાં અને ભાતભાતનાં લોકો – પુરુષો, સ્ત્રીઓ, બાળકો – ચાલી, દોડી રહ્યાં છે. કોઈક ધસમસતા સાઈકલ ચલાવીને જઈ રહ્યા છે. કોઈકની સાથે જાતજાતના અને ભાતભાતનાં કૂતરાં પણ છે.

લોખંડનો એ બાંકડો સાવ નિર્જીવ છે. એમાં કોઈ જ ચહલપહલ નથી. એ તો એમનો એમ જ, સાવ જડ અવસ્થામાં પડેલો રહેવાનો છે. એમાં કોઈ પરિવર્તનને અવકાશ નથી. હા ! હું મારી કલ્પના અને વિજ્ઞાનના થોડાક જ્ઞાનને સહારે, એના અણુ અને પરમાણુમાં સતત ચાલી રહેલી ગતિ વિશે વિચારી શકું છું. પણ બાંકડો એ જાણે છે ખરો ?

મારી નજર હવે એ બાંકડાની બાજુએ આવેલ ઝાડ પર પડે છે. એની ડાળીઓ મને શીતળ છાયા આપી રહી છે. એનાં પાંદડાં પવનમાં ફરફરી રહ્યાં છે. એનાં લીલાં પાન તડકામાં તપતાં શ્વસી રહ્યાં છે; વૃક્ષનો જીવન રસ સતત બનાવી રહ્યાં છે. સૂકી ભઠ્ઠ લાગતી એની ડાળીમાં ક્યાંક નવાંકુર ફુટું ફુટું કરી રહ્યો છે. થોડાક દિવસોમાં એમાંથી કુંપળ ફૂટશે અને નવી ડાળીનો કે કદાચ એક ફૂલની કળીનો નવો નક્કોર જન્મ થશે. પણ એ ઝાડ જોઈ શકતું નથી. સાંભળી શકતું નથી. સ્પર્શી શકતું નથી. એને કોઈ વિચાર પણ નથી આવતા. એ કશેય એક તસુ પણ ખસી શકતું નથી. એની ચેતના બાંકડાના લોખંડની ચેતનાથી થોડેક આગળ આવીને અટકી ગયેલી છે.

એટલામાં ગળે માલિકના પટાથી બંધાયેલો એક કૂતરો દોડતો દોડતો, અને મોંમાંથી જીભ બહાર લબડાવતો, આવી પહોંચે છે. સ્વભાવવશ, કશીક મનગમતી ચીજને ગોતતો, સુંઘતો, અને આમતેમ આથડતો, તે મારા પગને પણ સુંઘી લે છે. પણ માલિકના ઈશારાથી મને અવગણીને વિદાય લે છે.

કૂતરાની ચેતના ઝાડની ચેતના કરતાં ઘણી જટિલ છે. તે જોઈ શકે છે; સાંભળી શકે છે; સુંઘી શકે છે; ચાખી શકે છે. કરડી અને ભસી શકે છે. તે ચાલી, દોડી, કૂદી પણ શકે છે. પણ તેની વિચાર શક્તિ સીમિત છે.

આ બધું નિહાળતો હું કૂતરા કરતાં ઘણું વધારે કરી શકું તેમ છું. મારી પાસે માણસને મળેલી મહાન દોલત – માનવ મન છે. હું ધારું તો એ બાંકડાને તોડી ફોડી, ગરમ કરી તેના પુરજાઓના અવનવા ઘાટ ઘડી શકું છું; તેને ભઠ્ઠીમાં ઓગાળી, તેના રસને બીબાંમાં ઢાળી, સુંદર મૂર્તિ બનાવી શકું છું. હું એ ઝાડને કુહાડી વડે કાપી, તેના લાકડામાંથી આગ પેદા કરી શકું છું; અથવા એના બીજ બીજે વાવી, એવાં અનેક ઝાડ ઘણે દૂર, નવા જ કોઈ બગીચામાં ઉગાડી શકું છું. હું તે કૂતરાને અથવા એના જેવા અનેક કૂતરા કે બીજા પ્રાણીઓને પાળી, મારો માલિકીભાવ સંતોષી શકું છું.

મારી ચેતના કૂતરાની ચેતના કરતાં અનેક ગણી ચઢિયાતી છે; તેવો ગર્વ મારા મનમાં આકાર લેવા માંડે છે.

પણ …… એમ ન હોય કે, મારાથી અનેકગણું ચઢિયાતું કોઈક હોવાપણું એવી અપ્રતિમ ચેતના ધરાવતું હોય; જેના થકી એને કોઈ દેખીતા રંગ, રૂપ, આકાર કે હોવાપણાંની જરૂર જ ન હોય? જેને માનવ મનની કે અસ્તિત્વ અથવા અનસ્તિત્વની મર્યાદાઓ નડતી ન હોય? જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય? જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે વિના કારણ, ધસમસતાં અને પ્રગટ અસ્તિત્વવાળાં કરી દેતું હોય?

પચાસ માળ ઊંચે આવેલી 
બંધ બારીની પેલે પાર બેઠેલા, 
પણ મારી આંખે ન દેખાતા
માંધાતાની જેમ ?

e.mail : sbjani2006@gmail.com

Loading

પાકીટચોર ભાઈ

અલકા મજમુદાર|Opinion - Opinion|28 June 2013

… ‘મને એક જોરદાર આઘાત લાગ્યો, જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો, અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે .. .. !!'

‘- પાકીટમાં શું હતું .. .. ??’

‘- કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર .. .. !! … એ પત્ર, જે મેં મારી મા માટે લખ્યો હતો. અને એમાં લખ્યું હતું કે : ‘મારી નોકરી છૂટી ગઈ છે, એટલે હવે હું તમને પૈસા નહિ મોકલી શકું .. ’

ત્રણ દિવસથી તે પોસ્ટકાર્ડ મારા ખિસ્સામાં જ પડયો હતો .. !!

પોસ્ટ કરવાનું મન જ નહોતું થઈ રહ્યું .. .. !!

એમ પણ ૧૫૦ રૂપિયા કઈ મોટી રકમ તો નથી હોતી.

પણ જેની નોકરી છૂટી ગઈ હોય ને, એના માટે તો ૧૫૦ રૂપિયા પણ ૧૫૦૦થી ઓછા નથી હોતા .. .. !

આ વાતને અમુક દિવસ વીતી ગયા.

માનો પત્ર મળ્યો. હું સહેમી ગયો .. .. જરૂરમાં એ પૈસા મોકલાવવા માટે લખ્યું હશે .. !!

પણ પત્ર વાંચીને હું શોક થઈ ગયો .. .. !!

માએ લખ્યું હતું : ‘બેટા, તારો ૫૦૦ રૂપિયાનો મોકલેલો મનીઓર્ડર મને મળી ગયો છે. તું કેટલો સારો છે, પૈસા મોકલવામાં ક્યારે ય લાપરવાહી નથી કરતો !’

હું વિચારમાં પડી ગયો કે આ મનીઓર્ડર કોણે મોકલાવ્યો હશે .. .. ?

એના અમુક દિવસ પછી, એક બીજો પત્ર મળ્યો .. !!

એકદમ ગડબડિયા અક્ષરોમાં લખાયેલો, માંડ-માંડ હું એને વાચી શક્યો.

એમાં લખ્યું હતું કે : ‘ભાઈ, ૧૫૦ રૂપિયા તારી તરફથી, અને ૩૫૦ રૂપિયા મારી તરફથી મેળવીને, મેં તારી માને ૫૦૦ રૂપિયાનો મનીઓર્ડર મોકલી દીધો છે !

ફિકર નહિ કરતો દોસ્ત, માતો બધાયની એક જેવી જ હોય છે ને .. .. ? એ કેમ દુ:ખી રહે .. .. ?’

—– તારો અજાણ્યો મિત્ર, પાકીટચોર ભાઈ .. .. !!’

*******

માણસ ચાહે કેટલો પણ બૂરો કેમ ના હોય પણ 'મા’ માટેની ભાવના બધાની એક જેવી જ હોય છે. સાચું કે નહિ .. .. ???

https://www.facebook.com/alka.majmudar.5?ref=ts&fref=ts

Loading

પાકી ખજૂરની પેશી જેવું

વિજય શાહ|Opinion - Short Stories|27 June 2013

 ચેટીંગ ઉપર ચૈતાલી લખતી હતી, ‘પ્રમોદા બ્લડ કેન્સરનાં અંતિમ તબક્કામાં છે. હું ભારત જાઉં છું. .. ‘

સહિયર નીકીતા જોઈ શકતી હતી કે આટલો સંદેશો લખતાં પણ ચૈતુનાં આંસુ છલકતાં હતાં ..

નીકીએ પૂછ્યું, ‘ચૈતાલી .. કહે તો ખરી, શું થયું?’

‘ગઈ કાલે વિવેકને ફોન કર્યો હતો અને પ્રમોદાની ખબર પૂછતાં તો તે રડી પડ્યો. રડતાં રડતાં તે બોલ્યો. ‘બહેન, એના રિપોર્ટ હજી હમણાં આવ્યા છે. તે બ્લડ કેન્સરનાં અંતિમ તબક્કામાં છે. તેની પાસે ભાગ્યે જ ૧૫ દિવસ હશે.’

‘પછી?’ નીકીતાએ પૂછ્યું.

‘તને તો ખબર છે ને કે પ્રમોદા કેટલી સંવેદનશીલ છે ?  વિવેક કહે, ચૈતુબહેન તમે આવો પછી જ તેને સમાચાર આપીશું.’

‘મારો ય જીવ બળી ગયો.’

‘હા .. જેમને જાણ થતી જાય છે, તે સૌ દિલાસોજી સંદેશ પાઠવે છે, અને તેમ કરીને મને હૈયાધારણ બંધાવે છે. કહે છે કેન્સર એટલે કેન્સલ જ …’

‘હા પણ ત્યાં તું રડતી જઈશ એટલે તેને ખબર તો પડી જ જશે ને?’

‘ના હમણાં તો એવું નક્કી કર્યુ છે કે વિવેક્ને ત્યાં અત્યારે મારા સિવાય બધાં ભાઈબહેન પ્રમોદા સાથે છે. તેનું બ્લડ દર ચોથે દિવસે બદલાય છે અને તેને એટલી જ ખબર છે કે વિવેક તેના વજન ઘટવાની બિમારીનો ઇલાજ કરાવે છે.’

‘પણ તેને અંધારામાં રાખીને વિવેક શું કરવા માંગે છે?’

‘એ જ જે મોટોભાઈ નાની બહેનને થોડા દિવસ આનંદમાં રાખી શકે.’

ચેટ ચાલતી હતી, પણ નીકીતાને આ વાત જચતી નહોતી. તેથી તેણે કહ્યું, ‘પ્રમોદાના વિવેક્ભાઈ ઉપરના વિશ્વાસનો દુરુપયોગ થાય છે. વિવેક્ભાઈએ તેની સાથે તેના રોગની જે પરિસ્થિતિ હોય તે કહી દેવી જોઇએ..

‘નીકી, એટલે તો હું તાબડતોબ જાઉં છું. પ્રમોદાને આ સમાચાર આપવા સહજ નથી, અને બધાં ભાઈબહેનોની હાજરીમાં કહીશું.’

‘મને પ્રવીણમાસાની વાત યાદ આવે છે … જેમાં એમના કુટુંબીજનોએ તેમની સાથે રાજી રહેવાની રમત આદરી હતી. જો કે તેમને તો જાણ થયેલી હતી કે તે હવે બે મહિનાના મહેમાન હતા. પણ તેમના તબીબ ઇચ્છતા હતા કે તેમનો અંતિમ સમય શ્રેષ્ઠ જાય.’

‘પછી ?’

‘તેઓ માનતા કે દર્દીને રોગની ગંભીરતા સમજાયા પછી, આજુબાજુનાં સગાંવહાલાંઓ તેને તે દિવસ એક યા બીજી રીતે યાદ કરાવી, સમયથી વહેલાં મારી નખતા હોય છે.’

‘એ કેવી રીતે ?’

‘તેમને મળવા આવનારા માણસો રોકકળ કરી, તેમને ભૂલવા જ ન દે કે તેમનું મૃત્યુ નજીક છે. તારી જગ્યાએ હું હોંઉ તો તેની પાસે રોકકળને ફરક્વા જ ન દઉં.’

‘હં .. શક્ય છે ..’

‘કેન્સર એટલે કેન્સલવાળી વાત, આજના જમાનામાં ખોટી છે. કેટલા ય ઉપાયો છે, કેટલી યે રસીઓ નીકળે છે, જે જીવન વધારે છે. અથવા મૃત્યુને પાછું ઠેલે છે.’

‘પણ એમ કહી, ઠાલું આશ્વાસન જ આપવાનું ને ?’

‘ના. એમ કહી, તેમના આયુષ્યની દોરને યોગ્ય સમય આપીએ છીએ …’

‘પ્રવીણમાસાની વાત કર ને ? એ રમતને અંતે શું થયુ ?’

‘ડોક્ટરના આશ્ચર્ય વચ્ચે, તેઓ બે મહિનાને બદલે અઢી વર્ષ જીવ્યા … ડોક્ટર જે કંઈ કહે છે, તે તેમના પાછલા અનુભવો પરથી કહે છે .. પણ તે અનુભવ દરેક વ્યક્તિ દીઠ અલગ હોય છે. અને તે શક્યતઃ એક અંદાજો હોય છે. જાણે અજાણ્યે વિવેક્ભાઈ તે અનુભવો કહે છે. પ્રયત્ન થાય તો પ્રવીણમાસાની જેમ તેનું આયુષ્ય વધી પણ શકે. અને તે સમય દરમ્યાન, તેની માવજતના અતિ આધુનિક ઉપચારો પણ શક્ય બને.’

ચૈતુ ચેટીંગ તો કરી રહી હતી, પણ તેનું મન નીકીની દરેક વાત માનવા ચાહતું હતું. પણ વિવેક બોલ્યો એટલે તે બ્રહ્મ વાક્યવાળી જડ માન્યતા તેને ઉદ્વેગ પ્રેરતી હતી. નીકીની વાતોએ તેનામા દ્વિધા જન્માવી.

‘ભલે, તારી વાતો માટે આભાર ..’ કહી ચેટ પૂરી કરી.

ડલાસથી ઓહાયો ડોક્ટર દીકરા પ્રતીકને ફોન જોડીને ચૈતુએ પૂછ્યું, ‘પ્રતીક, પ્રમોદામાસીની જિંદગી િવેવેકમામા કહે છે તેવા તેનાં ચિન્હો પ્રમાણેથી વધારે હોઈ શકે ?’

પ્રતીક કહે, ‘મમ્મી ! અમે તે વિષયમાં ભણ્યા એટલે અંદાજ આવી શકે .. પણ અમે ભગવાન નથી, કે નથી જ્યોતિષ કે તારીખ અને ચોઘડિયું જોઇને ભાખી શકીએ !’

‘હા, હું એ જ વિચારતી હતી કે મૃત્યુ વિશે આવું સચોટ ભાખી કેવી રીતે શકાય ?’

‘મમ્મી, મને ખબર છે કે તમે જરૂર કંઈક હકારાત્મક વિચારતા હશો .. જે વિચારો છો તેને અમલમાં મુકતા અચકાશો નહીં .. ઘણી વખત દવા કરતાં દુઆ વધુ અસર કરે છે ..’

‘ના હું તો તેની જિજીવિષાને બળ દેવાની છું. … અને મને ખબર છે અણી ચુક્યો સો વરસ જીવે.’

‘હા મોમ, તમે સાચા છો. પેશંટનો હકારાત્મક અભિગમ ડોક્ટરને વધુ સફળ અને અસરકર્તા બનાવતા હોય છે.’

પ્રમોદાને મૃત્યુ નજીક હોવાની જાણ કરવાનો મતલબ છે કેન્સરગ્રસ્તને નિરાશાનાં જંગલમાં ધકેલવાની. ચૈતાલીને પોલી આનાની વાર્તા યાદ આવી .. હા. દરેક નકારાત્મક ઘટનામાંથી હકારાત્મક બાજુઓને શોધી, દુનિયાને ખુશ કરતી પોલી આના પોતાની નકારાત્મક ઘડી આવી, ત્યારે નિરાશ થઈ. પણ સૌ મિત્રોએ એને કહ્યું કે રાજી થવાની રમત તેઓ શીખ્યા, તેથી તેઓ આજે રાજી છે … આ રમત પ્રમોદાને કેવી રીતે શીખવીશ ?

ચૈતાલીની આંખો પ્રમોદા સાથે વિતાવેલા દિવસોને યાદ કરી કરી આંસુઓ સાથે ખરતી હતી.

અને અંતે તે કસોટીનો દિવસ આવી ગયો .. જ્યારે ૨૪ કલાકનાં ઉડ્ડાન પછી ચૈતાલી પ્રમોદાની સામે હતી …

ખૂબ પ્રસન્નતા સાથે પ્રમોદાને ચૈતાલી ભેટી … પ્રમોદા તો ખુશ ખુશાલ. ‘બેના ! તું આવી ગઈ ?’

… સૌથી નાની બહેન શ્રુતિ અને વિવેક સાથે એરપોર્ટથી ઘરે આવતાં અપાઈ ગયેલા સંદેશા મુજબ, શક્ય સૌ રાજી હોવાની રમતો રમતા હતા. પણ સૌની આંખોમાં શક્ય આવનારાં દુઃખની કલ્પના કાળા ડીબાંગ વાદળોની જેમ ઝળુંબતી રહેતી.

પ્રમોદાનું નાનું પપી, જીમી પ્રમોદા પાસે આવીને, હંમેશાં આકાશમાં જોઈને ઝીણું ઝીણું રડતું .. તે જ સૌથી પહેલાં ફરિયાદ ચૈતુબહેનને કરી, ‘જો ને આ જીમી મારી પાસે આવતાં જ રડે છે, કોણ જાણે કેમ હું મરી જવાની ના હોઉં ..’

ચૈતાલીએ હિંમત કરીને કહ્યું, ‘જિંદગી કેટલી જીવ્યાં તેના કરતાં જરૂરી છે જિંદગી કેવી જીવ્યાં.’

અપલક રીતે તેની સામે જોતી, પ્રમોદાને ચૈતાલી આવો જવાબ આપશે તેની કલ્પના નહોતી .. ‘બોલ પ્રમોદા ! તું અત્યાર સુધી જીવી તે કેવું જીવી ?’

‘તને તો બધી જ ખબર છે, ચૈતુ, કે હું તો હંમેશાં સ્ટ્રગલર રહી છું,’

‘અને તે બધી સ્ટ્રગલોને અંતે વીનર પણ રહી છું ને ?’

‘હા. એમ તો કહેવાય જ ને .. ‘

‘તો પછી જલસા કર ને ! .. આ શું પમી, રડે છે ને .. મોતની વાતો કરે છે ?’

‘હા બેના, તું અમેરિકાથી આવી એટલે મારે હવે જલસા જ ને …’

‘તું એકલી નહીં, આપણે સૌએ જલસા જ કરવા છે.’

‘વા…ઉ ! ચૈતુબે’ન તું આવે છે ને આ આખા ઘરનું વાતાવરણ ખીલી જાય છે.’

‘તને ખબર છે, પપ્પા કહેતા, જીવવું તો પવનના ઝોકા જેવું અને મરવું તો પાકી ખજૂરની પેશી જેવું … ઝાડને ખબર પણ ના પડે અને સૂકાયેલું દીટું પવન સાથે ક્યારે ખજૂરીનો સાથ છોડી દે .. ખજૂરીને ખબર પણ ના પડે.’

વાહ વાહ કરતી, પ્રમોદા ઝુમી રહી …

થોડાક સમયનાં મૌન પછી પ્રમોદા બોલી, ‘મને બધી જ ખબર છે .. ગુગલ ઉપર મારા રોગનાં લક્ષણોથી ખબર પડી હતી કે હું પ્લાસ્ટીક એનીમિયાનાં અંતિમ તબક્કામાં છું. અને તમે સૌ મને અંતિમ વિદાય દેવા આવ્યાં છો. મને તમારા સૌના પ્રયત્નો સમજાય છે. અને તમે સૌ મારા શુભેચ્છકો છો … નવ કરશો કોઈ શોક .. જેવું કેવી રીતે કહેવું, તે સમજાતું નહોતું તે ચૈતુબે’ને સમજાવી દીધું. અને તેથી હું પાકી ગયેલા ખજૂરની પેશીની જેમ પ્રભાવશાળી પ્રસ્થાન (ગ્રેસફુલ એક્સિટ) કરીશ ..’

બધી ઉદાસ આંખો સામે કડક નજરે જોતાં ચૈતાલી બોલી .. ‘જ્યાં સુધી મોત આવતું નથી, તે પહેલાં મોતને સ્વીકારી લેવું તે યોગ્ય નથી. કંઈ કેટલી ય કેન્સર કહાણી જોઈ છે, જેમાં દર્દીનાં મક્કમ મનોબળે ચમત્કારો કર્યા છે. આપણે આપણાં બાળપણના સુખી દિવસો યાદ કરીએ અને જીવન હોવાનો ઉત્સવ મનાવીએ …

કહેવાની જરૂર ખરી કે વિવેકના આશ્ચર્ય વચ્ચે, પ્રમોદાએ અત્યંત શાંતિમાં, છ મહિને દેહ છોડ્યો.ત્યારે કેસેટ ઉપર શ્લોક સંભળાતો હતો.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम।

उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माअमृतात॥

13727 Eldridge Springs Way, Houston TX 77083 U.S.A.

Loading

...102030...4,0404,0414,0424,043...4,0504,0604,070...

Search by

Opinion

  • મેજ પર મોબાઇલ : બાળકોનું સ્ક્રીન-એક્સપોઝર માનસિક વિકાસ માટે જોખમી 
  • અફઘાન સ્ત્રીઓ આ દુનિયામાં જીવે છે !  
  • રાહુલ ગાંધી ચૂંટણી કેમ હારી જાય છે? 
  • AI ઇમિગ્રન્ટ્સ : AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી 
  • આપણને સોક્રેટિસ જોઈએ છે કે સોફિસ્ટ? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved