જાણું નહિ હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,
એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.
જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું,
એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.
આજે તમે સૌ મિત્રો એક વધુ જન્મદિવસ ઊજવો છો,
તમારા સ્નેહ અને સૌહાર્દથી મને મીઠું મીઠું મૂંઝવો છો.
હવે જે કૈં વર્ષો રહ્યાં એમાં દેહ – મનથી સ્વસ્થ રહું,
જાત અને જગતની આંધીઓ વચ્ચે આત્મસ્થ રહું.
આજે તમે સૌ મિત્રો આટલું વરદાન મને આપો,
‘શિવાસ્તે પન્થાન: સન્તુ’ કહી માથે હાથ થાપો.
તો આ જીવ એની શેષ યાત્રામાં કદીયે ન થાકી જશે,
પછી ક્યારેક જાણે એક ફળની જેમ વિશ્વની ડાળ થકી ખરી જશે.
જે ધરતીની ધૂળમાંથી એ જન્મ્યું એ ધરતીમાં એ સરી જશે,
પણ એ તો ક્યારે ? ત્યારે કે જ્યારે એ પૂરેપૂરું પાકી જશે.
![]()


The women’s movement, the environmental cause, the struggle for justice has lost a voice that never flinched from standing up for victims of exploitation, injustice and violence. Trupti Shah (54) left us on May 26, 2016 in Vadodara after a valiant battle against lung cancer.
થોડા મહિના અગાઉ જૂનાગઢ જવાનું થયું ત્યારે નક્કી જ હતું કે દિવાળીબહેન ભીલને મળવાનું જ છે. જૂનાગઢ પહોંચ્યાને બીજે જ દિવસે પત્રકારમિત્રને ફોન જોડ્યો કે દિવાળીબહેન ક્યાં રહે છે? જવાબ મળ્યો, “ગાંધીગ્રામ વિસ્તારમાં જઈને પૂછશો એટલે કોઈ પણ વ્યક્તિ તેમનું ઘર બતાવી દેશે.” આથમતે ટાણે સાંજે તેમના ઘરે પહોંચ્યો તો આંગણું દિવાળીબહેનથી ઝળહળતું હતું. તેઓ આંગણાંમાં જ બેઠાં હતાં. વાતોનો દૌર શરુ થયો.
તમે ક્યા ક્યા દેશમાં જઈ આવ્યાં? એ સવાલનો જવાબ આપતાં દિવાળીબહેન કહે છે કે “હું અમેરિકા ચાર-પાંચ વખત ગઈ છું. એ ઉપરાંત એવા એવા દેશોમાં જઈ આવી છું કે એનાં નામ પણ મને નથી આવડતાં. મને તો ક્યારેક એવું લાગે છે કે સંગીતને બહાને મેં બ્રહ્માંડ ફરી લીધું.”