Opinion Magazine
Number of visits: 9584428
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખિર ક્યા હો રહા હૈ …

રવીશકુમાર|Opinion - Opinion|20 June 2017

રોજ આમ આદમી સે જુડે સવાલ રાષ્ટ્રીય મીડિયા સે બાહર કર દિયે જાતે હૈ. એક વ્યક્તિ કો લેકર ઘંટોં ચર્ચા હોતી હૈ, લાખો કિસાનોં કો લેકર એક ઘંટા ભી બહસ નહીં હોતી હૈં. ઇસ લિયે આપકે લિયે જાનના જરૂરી હૈ કિ મીડિયા મેં ક્યા હો રહા હૈ.

ઈતના ભી ઘબરાને કી જરૂરત નહીં હૈ. બસ જાનને કી જરૂરત હૈ કિ ઇસ મીડિયા મેં ક્યા હો રહા હૈ, ફિર આપકો સમજ આ જાયેગા કિ આપકે સાથ ક્યા હોને જા રહા હૈ. ડરાને વાલે તાકતવર હોતે હૈં, યહ બાત સહી હૈ, પર ઉસકા ક્યા કરેંગે જિસકે પાસ તાકત નહીં હોતી મગર જો ડરતા નહીં હૈ. મૈં આપકો એક બાત બતાતા હૂં, ફિર આપ ઇસે અપને મન મેં રખ લેના. દિલ્લી જબ આઇયેગા તો પત્રકારોં સે મિલિયેગા. મિલકર જો અનુભવ હોગા, ઉસે ડાયરી મેં લિખિયેગા. મુજે પત્ર લિખિયેગા. આપકો દિલ્લી મેં દો તરહ કે પત્રકાર મિલેંગે. એક જો ડરે હુએ હૈં ઔર એક જિન્હેં ડરાયા જા રહા હૈં, જો ડરે હુએ હૈં ઉનમેં દો તરહ કે ડરપોક મિલેંગે. એક, જિન્હેં ડરને કી કાફી કીમત મિલ રહી હૈ, દૂસરે જિન્હે ડર કે બદલે સિર્ફ ડર હી મિલ રહા હૈ. દિલ્લી કે પત્રકારોં કી હાલત યે હૈ કિ કહ દિજિએ કી આપકા ફોન રિકૉર્ડ હો રહા હૈ તો બાતચીત હી બંદ કર દેગા. રિકોર્ડિંગ કી બાત સચ હૈ યા નહીં મગર કોઈ રિકૉર્ડ કર રહા હૈ, ઈસકા ડર તો સચ હૈ. રાજકમલ ઝા કી ઇસ બાત કો કિતની બાર દોહરાઉં, ફિર ભી એક બાર પઢ લિજીયે. ક્યા પતા અબ ઈસ તરહ કી બાત કરને વાલે લોગ હી ન રહેં.

રાજકમલ ઝા ને કહા થા, “It’s important, especially in age, and I turn 50 this year so I can say that, when we have a generation of journalists who are growing up in an age of retweets and likes. And they do not know that criticism from a government is a badge of honour.”

પૂરી દુનિયામેં મીડિયા સત્તા કી ગોદ મેં ખેલ રહા હૈ. યે મીડિયા ગોદી મીડિયા હૈં, અંગ્રેજી મેં ઈસે એમ્બેડેડ જર્નાલિઝમ કહતે હૈં. ટીવી કે જરીયે આપકી ધારણા કો નિયંત્રિત કિયા જા રહા હૈ. આખિર ક્યા બાત હૈ કિ દો ચાર મુદ્દોં કે આસ પાસ હી તમામ ચૈનલ સાલ ભર બહસ કરતે હૈં. દુનિયા ભર મેં ટીવી કો મૈનેજ કરના અબ સરકાર ઔર ચુનાવી રણનીતિ કા હિસ્સા હૈ, મેં બહુત દિનોં સે એક એનિમેશન પર કામ કર રહા થા. હમારે ગ્રાફિક્સ કલાકાર ઈશાન ને મન લાયક બના હી દીયા હૈ તો સોચ આજ બતા હી દેતા હૂં તાકિ આપકો પતા ચલે કી આપકે સાથ ક્યા હો રહા હૈં.

ટીવી કે સામને બૈઠે દર્શક કે બારે મેં કહા ગયા કિ યહ શક્તિશાલી હૈં, અપને રિમોટ સે તય કરતા હૈ કિ કૌન સા ચૈનલ દેખેગા ઔર ક્યા દેખેગા. ઇસલિયે ચૈનલોં કી દુનિયા મેં હોડ હોતી થી, અલગ અલગ ખબરોં કો લાને કી. ધીરે-ધીરે હોડ બંધ હો ગઈ. કભી તાલીબાન તો કભી ૨૦૧૨ મેં દુનિયા ખત્મ હોને કે કાર્યક્રમ જાને લગે. એક રિપોર્ટર તો સ્વર્ગ કી સીઢી તક પહુંચ ગયા થા. સારે ચૈનલ ધીરે-ધીરે એક હોને લગે. આપ એક દર્શક કે રૂપ મેં લાચાર. ચેનલ બદલના ન બદલના એક હી બાત હો ગયા. ચારોં તરફ વહી મુદ્દે, વહી દલીલે. એક બાર એજંડા તય હો ગયા ફિર સારે ચેનલ ચલ પડે. ક્યા યહ સિર્ફ સંયોગ હોગા કિ કઈ ચેનલ દો ચાર મુદ્દોં કે આસ-પાસ હી દિનરાત બહસ કરતે રહતે હો. ટીવી એક ઈંટ બનતા ગયા. ટીવી કે ઉપર ટીવી. ચૈનલ કે ઉપર ચૈનલ. દર્શક કે આસ-પાસ એક કુઆં બન ગયા. કુએં કી દીવાર ઊંચી હોતી ચલી ગઈ. વો ધારણા કે ઈસ અંધેરે કુએં મેં બંધ હોને લગા. કુઆં અબ સુરંગ હોને લગા હૈ. આપકી સોચ ઉસ સ્ક્રીન કા વિસ્તાર બન જાતી હૈ જો આપ દેખ રહે હોતે હૈં. જહાં બૈઠે બૈઠે દર્શક કો અબ દો ચાર બાતેં હી માલૂમ હૈ, યા વહી માલૂમ હૈ  જિસે બતાયે જાને કા ફૈસલા હુઆ હૈ. ઉસ કુએં મેં બંધ દર્શક હોને કા અસ્તિત્વ મિટ જાતા હૈ. આપ દર્શક નહીં રહ જાતે હૈં, મૌત કા કુઆં આપને દેખા હોગા મેલે મેં, યે જો આપ દેખ રહે હૈં લોકતંત્ર મેં, જનમત કી મૌત કા કુઆં હૈં.

મીડિયા કંટ્રોલ કે દૌર મેં રિમોટ કંટ્રોલ કા કોઈ મતલબ નહીં રહ જાતા હૈં. પોલૈંડ મૈં કભી નહીં ગયા, લગતા ભી નહીં જા પાઉંગા. હાનિયા એમ ફેદરોવિચ કા લિખા એક પેપર હૈં જિસકા ટાઈટલ હૈ THE WAR FOR INFORMATION: THE POLISH RESPONSE TO MARTIAL LAW. ૧૨ દિસંબર ૧૯૮૧ કી આધી રાત પોલેંડ મેં માર્શલ લૉ લગા થા. મતબલ આપાત્‌કાલ. કમ્યુિનસ્ટોં કા યહ આપાત્‌કાલ થા. ઇસ રિસર્ચ કે જરિયે વહ દેખને કા પ્રયાસ કિયા ગયા કિ જબ સૂચનાઓં પર સરકાર કા નિયંત્રણ હો જાતા હૈ તબ સમાજ કે ભીતર કૈસી પ્રતિક્રિયા હોતી હૈં. ક્યા દર્શકોં કા એક બાત સુનતે સુનતે દિમાગ પક જાતા હૈ ઔર અગર પક જાતા હૈ તો વે ક્યા કરતે હૈં.

પોલૈંડ મેં જબ ટીવી પર એક બાત આને લગી, સરકાર કી બાત, સરકાર કી જી હુજૂરી – તો લોગોં ને નાયાબ તરીકા નિકાલા. Swidnik ઔર Lublin નામ કે શહર મેં શામ કે વક્ત લોગ અપને ટીવી સેટ કો ખિડકી કી તરફ મોડ દેતે થે, ઔર બાહર ઘૂમને નિકલ જાતે થે, હજારોં લોગોં ને એસા હી કરના શુરુ કર દિયા. ટીવી તો ચલ રહા હોતા થા મગર લોગ બાહર ટહલ રહે હોતે થે. ૩૬-૩૭ સાલ પહલે કી જનતા ઇતની રચનાત્મક થી. દર્શકોં કો યહી બતાના થા કિ કોઈ નહીં દેખ રહા હૈં. ગુસ્સે મેં પ્રશાસન ને બદલા લેના શુરુ કર દિયા. શામ કે વક્ત બિજલી ઔર પાની કે કનેક્શન કાટ દિયે. જબ ઈસસે બાત નહીં બની તો સરકાર ને યહાં તક નિયમ બના દિયે કિ શામ કે વક્ત કિતને લોગ ગલિયોં મેં ઘૂમને કે લિએ નિકલેંગે. તાકિ કુછ લોગ ઘર બૈઠ કર ટીવી પર પ્રોપૈગૈંડા દેખ સકેં. નતીજા યહ હુઆ કિ ઔર ભી બડી સંખ્યા મેં લોગ સડકોં પર ટહલને કે લિએ નિકલને લગે.

હિન્દી કા પત્રકાર ઇતના ગ્લોબલ હો જાએ, ચલતા હૈ. પટના કે એપિસોડ મેં પોલૈંડ કા ઉદાહરણ, પર દેખિયે એક સમાજ કૈસે સરકાર કી ખુશામદ કરને વાલી મીડિયા સે લડતા હૈ. લોગ તબ ભી મીડિયા ઔર સરકાર કા ગેમ સમઝ રહે થે, અબ ભી સમજ હી રહે હોંગે. પોલૈંડ મેં લોગ અપીલ કરને લગે કિ અખબાર ન પઢેં. ઉસ સમય એક નારા ચલા કિ “Let the piles of unsold newspapers at the news stands demonstrate our opposition to military rule.” મતલબ ન્યૂઝ સ્ટૈંડ પર અખબારોં કો બિના બિકે પડે રહને દિજિએ તાકિ ઉન્હેં સમજ આ જાએ કિ હમ મિલિટ્રી રુલ કા વિરોધ કરતે હૈ. ઇસકા અસર હુઆ. સેના કે નિયંત્રણ મેં છપને વાલે અખબાર કો લોગોં ને ખરીદના હી બંધ કર દિયા. પોલૈંડ કી જનતા કો આજ તક અપના વો અતીત યાદ હૈં.

૨૦૧૬મેં પોલૈંડ કી સરકાર ને પ્રેસ કી આઝાદી કો સીમિત કરને કે લિએ કુછ નિયમ બનાએ. સરકાર ચાહતી થી કિ ચાર પાંચ ટીવી ચૈનલોં કે રિપોર્ટર હી સંસદ કવર કરેં. વિપક્ષ ને કહા કિ યે સબ સૂચના રોકને કે તરીકે હૈં તાકિ નાગરિકોં કો પતા હી નહીં ચલે કિ સંસદ મેં ક્યા હુઆ. વિપક્ષ કી યહ બાત જનતા સમજ ગઈ ઔર ૧૩ દિસંબર ૨૦૧૬ કો સંસદ કો ઘેર લિયા. ઉસ દિન પોલૈંડ મેં માર્શલ લૉ લગને કી ૩૬વીં બરસી થી.

સોમવાર [૫-૬-૨૦૧૭] સુબહ ખબર આઈ કી એન.ડી.ટી.વી. કે પ્રમોટર ડૉ. પ્રણય રૉય ઔર રાધિકા રૉય કે ઘર પર સી.બી.આઈ. કે છાપે પડે હૈ. સી.બી.આઈ. ને ભી પ્રેસ રિલીઝ જારી કર બતાયા કી એફ.આઈ.આર. કી ગઈ હૈ. ગોદી મીડિયા કે કુછ હિસ્સે બિના તથ્યોં કી જાંચ કિએ ઉતાવલે હો ગયે. વ્હાટ્‌સએપ યુનિવર્સિટી કે જરિયે તરહ તરહ કી અફવાહ ફૈલાઈ જાને લગી. આપ જાનતે હૈં કિ સોશલ મીડિયા પર એન.ડી.ટી.વી. કે બારે મેં નિરંતર અફવાહ ફૈલાઈ જાતી રહતી હૈ, સુબહ હી એન.ડી.ટી.વી. ને બયાન જારી કર દિયા થા કિ હમ ડરને વાલે નહીં હૈ. ફર્જી મામલોં સે નહીં ડરેંગે. શામ કો એક વિસ્તૃત બયાન આયા જિસે આપ યહાં ક્લિક કર પઢ સકતૈ હૈં. https://khabar.ndtv.com/news/communication/ndtvs-updated-statement-on-cbi-raids-1708186

નેતા ચાહે હમ પર જિતના ભી હમલા કરેં, હમ ભારત મેં મીડિયા કી આઝાદી કી લડાઈ સે પીછે નહીં હટેંગે. યે અંતિમ વાક્ય હૈ ઇસ બયાન કા. ઇસમેં એક વાક્ય અપની તરફ સે જોડ રહા હૂં. પોલૈંડ કી જનતા કી તરહ લડાઈ કા કુછ ફર્જ આપ ભી અદા કીજિયે. આપ મેં બહુત લોગોં ને ઇસે મીડિયા કી આઝાદી પર હમલા માના હૈ. આવાજ ઉઠાઈ હૈ. બહુત સે પત્રકારોં ને ઇસકા વિરોધ કિયા હૈ.

બહુત સે લોગોં ને વ્હાટ્‌સએપ કર બતાયા હૈ કિ વે સમજ રહે હૈં કિ ઇસ ખેલ કે જરિયે કિસે ડરાયા જા રહા હૈ, યોગેન્દ્ર યાદવ, સિદ્ધાર્થ ભાટિયા, હરતોષસિંહ બાલ, એમ.કે. વેણુ, રાજદીપ સરદેસાઈ, શોએબ દાનિયાલ, પ્રવીણ સ્વામી, ઓમ થાનવી, રામચંદ્ર ગુહા, અજય શુક્લા … યે વો લોગ હૈં જો તમામ મસલોં પર પબ્લિક સ્પેસ મેં લિખતે રહૈ હૈં, બોલતે રહૈ હૈં, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઔર મુખ્યમંત્રી મમતા બેનર્જી ને ભી ઇસ છાપેમારી કો ડરાને કી કારવાઈ બતાયા હૈ. દેશભર સે આમ દર્શકોં ને ભી ટ્‌વીટ કિયા હૈ. વેંકૈયા નાયડૂ ને કહા હૈ કિ અગર કોઈ મીડિયા મેં હૈ, ગલત કામ કરતા હૈ, તો ઇસકા મતલબ યહ નહીં કિ સરકાર ચુપ બૈઠેગી, અધિકારી અપના કામ કર રહે થે ઔર ઉસમેં કોઈ રાજનીતિક હસ્તક્ષેપ નહીં હૈં.

એન.ડી.ટી.વી.ને અપના જવાબ દે દિયા હૈ. જિસ વ્યક્તિ કિ શિકાયત પર દેશ કી અદાલતોં ને સંજ્ઞાન નહીં લિયા, ઉસ વ્યક્તિ કિ શિકાયત પર સી.બી.આઈ. છાપે મારને ચલી આઈ જબ કી એન.ડી.ટી.વી. કે પ્રમોટર ને સાફ કહા હૈ કિ જિસ લોન કી બાત થી, વો લોન ચુકા દિયા ગયા હૈ, વૈસે કાનૂન કો યાદ દિલાના ચાહિએ કિ છહ લાખ કરોડ કા જો નૉન પરફાર્મિંગ એસેટ હૈ બૈંકો કા, ઉસકે લિએ ભી કુછ કામ કરને કી જરૂરત હૈ. બહરહાલ યે જો હમલા હૈ વો દરઅસલ આપ પર હૈ. આજ યહ હમલા નહીં હોતા તો મૈં વો કરતા જિસકે બારે મેં શનિવાર સે સોચ રહા થા.

આપ જાનતે હૈં કિ ભારત કે દો બડે રાજ્ય મધ્ય પ્રદેશ ઔર મહારાષ્ટ્ર કે કિસાન આંદોલન કર રહે હૈં. પૂરે મહારાષ્ટ્ર મેં સોમવાર [૫-૬-૨૦૧૭] કે દિન કિસાન સ્ટ્રાઇક થી. ઇસકે તહત કિસાનોં કી માંગ વહી હૈ જિસસે સરકાર બચ રહી હૈં. કિસાન ચાહતે હૈ કિ જિતની લાગત હૈં ઉસમેં પચાસ ટકા મુનાફા જોડ કર દામ દેને કી ગારંટી દે સરકાર. બી.જે.પી.ને અપને ઘોષણાપત્ર મેં યહી વાદા કિયા થા. યહી નહીં, કિસાનો કે સારે કર્જે માફ હો. એક મહિના પહલે અહમદનગર કે ગાંવ કુંતાંબા કી ગ્રામસભા મેં યે પ્રસ્તાવ પાસ કિયા થા. ધીરે ધીરે મહારાષ્ટ્ર કે કઈ ગાંવો કી ગ્રામ સભાઓં મેં પ્રસ્તાવ પાસ હોને લગે ઔર એક જૂન સે મહારાષ્ટ્ર મેં ભયંકર કિસાન સ્ટ્રાઇક હુઈ. ઉસકે તરહ કિસાનોં ને શહરોં કો ફલ, દૂધ ઔર સબ્જી કી સપ્લાઈ રોક દી. બીચ મેં ખબર આઈ કી હડતાલ ટૂટ ગઈ હૈં મગર ઇસ સ્ટ્રાઈક કે કોઑર્ડિનેશન કમેટી કે ડૉક્ટર અજિત નવલે ને કહા કિ સ્ટ્રાઇક ચાલૂ હૈં. મધ્યપ્રદેશ મેં ભી કિસાનોં ને ઇસી તરહ કિ સ્ટ્રાઇક કી હૈ, વહાં હડતાલ કે સમાપ્ત હોને કી ખબર હૈ. વહાં ભી કિસાન પૂછ રહે હૈ કિ મંડી મેં હમે એક રૂપયે કિલો પ્યાજ કા દામ મિલતા હૈ ઉસી કો હમ બાજાર સે બીસ રૂપયે કિલો ખરીદતે હૈં. ઐસા ક્યોં હો રહા હૈ, દાવે કે સાથ તો નહીં કહ સકતે મગર શાયદ હી કોઈ ચૈનલ કિસાનોં કે પક્ષ મેં ખડા હુઆ હોગા, સરકાર સે પૂછા હોગા કિ તીન સાલ હો ગયે, આપને વાદા કિયા થા કિ ઉત્પાદન લાગત મેં પચાસ ફીસદી મુનાફા જોડ કર દામ દેંગે, વો દામ કબ દેંગે, જબ ભી ઐસી આવાજ આતી હૈ, નૅશનલ મીડિયા કે સામને, દૂસરે મસલે ખડે કર દિયે જાતે હૈં. સેના કે મસલે પર ચર્ચા હોને સે આપ શક ભી નહીં કરેંગે કિ કિસાનોં કે મસલે પર ચર્ચા રોકી ગઈ હૈ. આપ ક્યા હમ ભી ચાહેંગે કિ સેના કે મસલે પર હી ચર્ચા હો મગર ઈસી તરહ રોજ આમ આદમી સે જુડે સવાલ રાષ્ટ્રીય મીડિયા સે બાહર કર દિયે જાતે હૈ. એક વ્યક્તિ કો લેકર ઘંટોં ચર્ચા હોતી હૈ. લાખોં કિસાનોં કો લેકર એક ઘંટા ભી બહસ નહીં હોતી હૈ. ઇસલિએ આપકે લિએ જાનના જરૂરી હૈ કી મીડિયા મેં ક્યા હો રહા હૈ.                                     

[સૌજન્ય : प्राईम टाईम, khabar.ndtv]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2017; પૃ. 01-02 & 19

મૂળ પાઠ : https://khabar.ndtv.com/news/blogs/prime-time-intro-whats-going-on-in-this-media-1708234

દરમિયાન, ‘સદ્દભાવના પર્વ’માં, મહુવા ખાતે, જૂન 2017ના આરંભના દિવસોમાં, રવીશકુમારનું જે પ્રવચન હતું તે અહીં, આ લિંક પરેથી સાંભળી શકાશે :

https://www.youtube.com/watch?v=9dYqPmF0Efk

Loading

ખેડૂતોનું આંદોલન બિલકુલ રાજકીય નથી

મણિલાલ એમ. પટેલ|Opinion - Opinion|20 June 2017

તાજેતરમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતોની લડતે આખા દેશનું ધ્યાન ખેંચ્યું. લડત થોડી હિંસક પણ બની. થોડા સમય અગાઉ દિલ્હીમાં એકાદ માસ સુધી ધરણાં-પ્રદર્શન કરી રહેલા તામિલનાડુના ખેડૂતોના આંદોલને પણ દેશભરમાં ચર્ચા જગવી હતી. બીજાં બધાં આંદોલનો યા લડતો ક્યાંક રાજકીય બળો પ્રેરિત હોય છે, પણ ખેડૂતોનાં આંદોલનો તેમના વાજબી પ્રશ્નનો માટે જ હોય છે. દરેક રાજકીય પક્ષની કિસાન પાંખ છે અને દરેક રાજકીય પક્ષ સમયાંતરે એક યા બીજી રીતે કેન્દ્ર કે રાજ્યોની સરકારોમાં સત્તારૂઢ થયા છે, છતાં ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો આઝાદીનાં આટલાં બધાં વર્ષો પછી પણ ઠેરના ઠેર છે. ખેડૂતો એક મોટી વોટ બૅન્ક હોવા છતાં અન્ય શ્રમિક સંગઠનોની જેમ સંગઠિત નહીં હોવાથી તેમના પ્રશ્નનો પ્રત્યે પણ પૂરતું ધ્યાન અપાયું નથી. ખેતરના શેઢાની પણ ખબર ન હોય તેવા લોકો આપણા દુર્ભાગ્યે દેશની કૃષિનીતિ નક્કી કરે છે. આવડા મોટા વર્ગ માટે અલાયદું બજેટ હોવું જોઈએ. તે અંગે પણ કોઈ વિચારતું નથી. ખેડૂતો પાસે રાષ્ટ્રીય કક્ષાના બિનરાજકીય નેતાઓ પણ નથી. ચૂંટણીઓ આવે ત્યારે ઢગલાબંધ વચનો અપાય છે પછી બધું ભૂલી જવાય છે. જે સરકારી યોજનાઓ ખેડૂતો માટે બને છે તે અધિકારીઓ દ્વારા એવી અટપટી બની હોય છે કે ખેડૂતોમાં ભાગ્યે જ તેનો સુચારુ અમલ થાય છે અને તેનો લાભ લઈ શકે છે. પરિણામે કિસાનોની કઠણાઈ ઘટવાને બદલે વધતી જાય છે. કિસાનોની લડતને સરકારી કર્મચારીઓ, બૅન્કો જેવા સંગઠિત વર્ગોની લડતની જેમ ન જોવી જોઈએ.

ખેડૂત પોતાનું મહામૂલું દૂધ, ટામેટાં, બટાટાં, રીંગણાં, શેરડી કે મરચાં મહામહેનતે પકવે છે તે તેને રસ્તા પર ફેંકી દેવાનું હરગીજ ગમે નહીં પણ કમને – અનિચ્છાએ તેને પોતાની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન દોરવા કરવું પડે છે. એક બાજુ શહેરીજનોને દૂધ, શાક, તેલ કે ખાંડના વધતા ભાવો પોષાતા નથી. તો બીજી બાજુ ખેડૂતને પૂરતા ભાવ મળતા નથી. એક બાજુ સરકાર જી.ડી.પી.નો દર વધતાં કૃષિક્ષેત્રના હિસ્સાને બિરદાવે છે, તો બીજી બાજુ ખેડૂતોની મહત્ત્વની માંગ પોષણક્ષમ ભાવોની છે. પૂરતા ભાવો મળશે, તો ખેડૂતો લોન ભરી શકશે અને દેવાંનાબૂદીની માગણી નહીં આવે તથા ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ પણ ઘટશે, ખેડૂત સંગઠિત નથી અને ધીરજવાન પણ છે. નાના-નાના પ્રશ્નોનો અંગે તે કદી રસ્તાઓ પર આવતો નથી. વળી, હવે પહેલાં જેવો અભણ ગામડિયો ખેડૂત નથી. તે ધોતિયું-ઝભ્ભો કે પાઘડીવાળો નથી રહ્યો. તેનામાં શિક્ષણ વધ્યું છે અને તેના પ્રશ્નો પ્રત્યે વધુ ને વધુ જાગૃત બનતો જાય છે. ઉત્તમ ખેતી હવે ખોટનો ધંધો બની રહી છે. એટલે તે હવે જમીનો વેચીને શહેરો ભણી વળ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યાઓ કરી હોવા છતાં તે ચૂપ છે, ત્યારે સરકારે તાકીદે ઉદાસીનતા ખંખેરીને સંવેદનશીલ બનવાની જરૂર છે. ઉત્તરપ્રદેશમાં દેવાંનાબૂદીનો નિર્ણય થયો પણ હજુ અમલ થયો નથી, તો મહારાષ્ટ્રમાં ખેડૂતોએ દેવાંનાબૂદીની માગણીને બુલંદ બનાવી છે. (આ લખાણ પ્રેસમાં જઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે વિધાયક સંકેત આપ્યો છે.) આજે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો દૂર રહી, પણ જે છે તે પણ જળવાઈ રહે તે માટેનાં પગલાં લેવાની ખાસ જરૂર છે. કેટલાંક રાજ્યોમાં ખેડૂતોની માસિક આવક રૂપિયા બે હજાર જેટલી છે. દેશભરના ખેડૂતો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. વેપારીઓ કે દલાલોને કોઈ નફો ઓછો કરવાનું કહેતું નથી. કર્મચારીઓને કોઈ પગાર વધારાની માગણી ન કરવાનું કહેતું નથી, તો બીજી બાજુ ખેડૂતોને ઉત્પાદન વધારવાની રોજ સલાહ આપવામાં આવે છે, પણ કઠોળ, કપાસ, શેરડી, ડુંગળી, બટાટાં, મરચાં કે શાકભાજીના વધેલા ઉત્પાદનને કારણે પૂરતા ભાવો ન મળતાં તેને ફેંકી દેવાં પડે તે અંગે કોઈ વિચારતું નથી. એક બાજુ ઘઉં, ડુંગળી કે કઠોળનું ઉત્પાદન વધે છતાં બીજી બાજુ આયાત કરવાનું ચાલુ હોય તે કેવી કૃષિનીતિ છે?

કૉર્પોરેટગૃહો લોન લઈને લોન ભરે નહીં, તેને કોઈ પૂછતું નથી. ઉપરથી તેમને બોલાવીને બૅન્કો લોન આપે છે, જ્યારે ખેડૂત લોન ન ભરે તો બૅન્કો પુનઃ આપતી નથી. પરિણામે ખેડૂતે ખાનગી શરાફો પાસે જવું પડે છે અને બોજો સહન ન થતાં જીવન ટૂંકાવવું પડે છે.

એક જમાનામાં ખેડૂત હળ-બળદથી ખેડતો. બળદને ગાય તથા ભેંસને કારણે ખાતર મફત મળતું. બિયારણ જાતે બનાવતો. સિંચાઈ માટે બળદ, કૂવો ને કોશ હતાં. આમ, ખેતી બિનખર્ચાળ હતી. આજે ખેતી ખર્ચાળ બની છે. જમીનના ટુકડા થયા છે. બિયારણો મોંઘાં થયાં છે અને બનાવટી પણ મળે છે, જેથી પાક નિષ્ફળ જાય છે. ખાતરોના ભાવો વધ્યા છે. ખાતર સબસિડીનો લાભ સીધો ખેડૂતને બદલે કંપનીને મળે છે. સિંચાઈની વ્યવસ્થા જે ઝડપે વધવી જોઈએ, તે ઝડપે વધતી નથી. નર્મદા જેવી ત્રણ રાજ્યોને સ્પર્શતી યોજના આઝાદીનાં આટલાં બધાં વર્ષો પછી પણ પૂર્ણ થઈ નથી. અનેક રાજ્યોમાં નદી જળવિતરણના પ્રશ્નો વણઉકલ્યા છે. આધુનિક વિમાનઘરો પણ બન્યાં. ખેતપેદાશોના સંગ્રહની ગોદામોની પૂરતી વ્યવસ્થા નથી અને ખેતી માટે મૂડીની અપૂરતી વ્યવસ્થા છે. છતાં ખેડૂત ખેતી કરે છે, કેમ કે જેને ખેતી સિવાય બીજી કોઈ આવક નથી, તેના માટે ખેતી આવશ્યક છે. કોઈ પણ સરકાર આવે, પણ તેણે ખેડૂતોના પ્રશ્નોને રાજકારણ પ્રેરિત ગણી તેની અવગણના કરવાના બદલે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પાક વીમાયોજના શરૂ કરી છે. પણ ૨૦૧૭માં ૮૩ ટકા ખેડૂતોનાં વીમાના દાવા કંપનીઓએ મંજૂર કર્યા નથી. માંડ ૧૭ ટકા દાવા જ મંજૂર થયા છે. આવી યોજનાઓનો અર્થ શું? ખેડૂત બજારમાં માલ વેચી દે પછી મોડી ટેકાના ભાવે ખરીદી શરૂ થાય છે. ગયા વર્ષે કપાસની ખરીદીમાં આવું થયું હતું. આ વર્ષે તુવેરની ખરીદી વહેલી બંધ કરી દેવાઈ, જેની પાછળથી મુદત વધારવી પડી. ટેકાના ભાવ પણ ઉત્પાદનખર્ચ પર આધારિત નથી. બજારમાં બીજી ચીજોની કિંમત ઉત્પાદકો ઉત્પાદનખર્ચ ઉપરાંત નફો ઉમેરીને નક્કી કરીને વેચે છે જ્યારે દૂધ અને ખેતપેદાશોના ભાવો વેપારીઓ નક્કી કરે છે તે ઉત્પાદનખર્ચ પર આધારિત નથી. જે વર્ષે જે પેદાશના ભાવ સારા હોય, તેનું બીજા વર્ષે ખેડૂત વાવેતર કરે છે, તો બીજા વર્ષે તેનું ઉત્પાદન વધતાં ભાવો ગગડી જાય છે. વળી, ખેડૂત માલ વેચવા આવે, ત્યારે ભાવો ઘટે છે અને ખેડૂતનો માલ વેચાઈ ગયા પછી ભાવો એકદમ વધી જાય છે. ખેતપેદાશોના ભાવો ઓછા હોય છે, પણ તેને આધારિત ઉત્પાદિત ચીજ-વસ્તુઓના ભાવો અનેકગણાં હોય છે. ખેતીના પ્રશ્નો જમીન, પાક, સિંચાઈની વ્યવસ્થા વગેરે જિલ્લે-જિલ્લે જુદા હોય છે. એટલે એક જ નીતિ આખા દેશમાં ઉપયોગી નીવડતી નથી. કૃષિખાતાનું નામ બદલીને કૃષિકલ્યાણ મંત્રાલય કરવાથી ખેડૂતોના પ્રશ્નનો ઉકલી જતા નથી. સૉઇલ હેલ્થકાર્ડ આપવાથી ખેડૂત સમૃદ્ધ બની જતો નથી. હેલ્થકાર્ડ તો જમીનની ખામીઓ સૂચવે છે. પછી તે દૂર કરવા ખેડૂતને જે પ્રકારની સગવડો જોઈએ, તે પૂરી પાડવી જોઈએ.

ચીન અને ભારત બંને દુનિયાના સૌથી વધુ વસતિ ધરાવતા દેશો છે. તેમને ખેતી વિના ચાલવાનું નથી. અનાજ અને દૂધ કારખાનામાં બનાવી શકાતાં નથી. એની આયાત મોટા પાયે કરવી પડે, તો હૂંડિયામણની મોટી રકમ ખર્ચાઈ જતાં વિકાસકાર્યોને વિપરીત અસર થાય.

લાખો ખેડૂતોની આત્મહત્યા છતાં તે નિવારવાની સરકારની દિશા ખોટી છે યા તે અંગે નક્કર નીતિ નક્કી કરવી જોઈએ, તેવું તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું. આપણા દેશમાં આગ લાગે, ત્યારે જ કૂવો ખોદવાની બેહૂદી પ્રથા છે. દેવાનાબૂદી શ્રેષ્ઠ વિકલ્પ નથી. તે તો ધૂળ પર લીંપણ જેવો વિકલ્પ છે. પોષણક્ષમ ભાવો મળે, તો ખેડૂતોએ લોન ન જ લેવી પડે, દેવું જ ન કરવું પડે, તેવી સ્થિતિ સર્જાય અને દેવાંનાબૂદીનો પ્રશ્ન જ પેદા ન થાય.                 

Email : manilalpatelgramgarjana@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2017; પૃ. 04-05 

Loading

લખન મુસાફિરની ધરપકડ અંગે ખેડૂત સમાજ

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|20 June 2017

લખન મુસાફિર આપણને મળતાં મળે એવા હાડોહાડ કર્મશીલ છે. મૂળે તળપદા જ્ઞાન અને વૈકલ્પિક જીવનશૈલીના માણસ છે. તેઓ નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકાના ગોરા પહાડોનાં ચાળીસેક ગામોમાં લોકસંપર્ક, જાગૃતિ અને સેવાનાં કામ કરતા હોય છે. તેઓ કંઈ કેટલી ય ચળવળો સાથે પૂરી ઊર્જા અને અભ્યાસ સાથે અણદીઠ રહીને જોડાયેલા રહ્યા છે. મીઠી વીરડી અણુવિદ્યુતમથકની યોજના સામેનું તાજેતરમાં સફળ થયેલું આંદોલન, સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને ગરુડેશ્વર વિઅરને કારણે થનારા વિસ્થાપનનો વિરોધ,ખેડૂતોના પ્રશ્નો માટે ધરણાં, યુવાનો માટેની શિબિર, જળ-જંગલ-જમીનને લગતાં આંદોલનો એમ આગળ વધીએ, તો  લખનભાઈની વિરલ સામેલગીરીની યાદી લાંબી થાય. તાજેતરમાં લખનભાઈની ગુજરાત પોલીસે ગેરકાયદે ધરપકડ કરી હતી. તે અંગે ગુજરાત ખેડૂત સમાજે રાષ્ટ્રપતિને નવમી જૂને લખેલો પત્ર અહીં ગુજરાતીમાં મૂક્યો છે.

‘ગુજરાતનું રાજ્યતંત્ર લોકોના અને ખુદ લોકશાહીના અવાજને રૂંધવા માટે પોલીસતાકાતનો બેફામ ઉપયોગ કરી રહ્યું છે. આ બાબત અમે આ પત્રમાં સહી કરનાર સહુ બહુ આક્રોશ અને વેદના સાથે આપના ધ્યાન પર લાવવા મજબૂર બન્યા છીએ. સરકારના આ વલણનો સહુથી તાજેતરનો દાખલો અમારા સાથી લખન મુસાફિરનો છે. ગયા કેટલાક દાયકાથી લોકસંઘર્ષના ભાગીદાર રહેલા લખનભાઈ પર ગુજરાત પોલીસ ત્રાસ ગુજારી રહી છે. ખરેખર તો લખનભાઈ ઓછામાં ઓછાં પાંચ વર્ષથી આ ત્રાસ વેઠી રહ્યા છે. એ જે વિસ્તારમાં રહીને લોકો વચ્ચે કામ કરે છે, ત્યાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો પણ લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’નો ભોગ બનવું પડે છે અને આવું વારંવાર બને છે.

“પોલીસ દ્વારા લખનભાઈની કનડગતનો બિલકુલ હમણાંનો બનાવ છઠ્ઠી જૂને બન્યો. રાત્રે નવેક વાગ્યે લખનભાઈ તેમના મિત્રના ઘરે જમી રહ્યા હતા. તે વખતે પોલીસવાળાએ આવીને ‘અધિકારીને તમારી સાથે વાત કરવી છે’, એમ કહીને લખનભાઈને પોતાની સાથે પોલીસ સ્ટેશનમાં આવવા જણાવ્યું. લખનભાઈ પોલીસ સાથે રાજપીપળાના જીતનગર પોલીસ  સ્ટેશને ગયા. ત્યાં બીજી છ વ્યક્તિઓ પણ હતી. બીજે દિવસે એટલે કે સાતમી જૂને સવારે દસેક વાગ્યે એ બધાને કેવડિયા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા, પણ તેમને મૅજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં ન આવ્યા (અટકાયત પછી ચોવીસ કલાકમાં આમ કરવું કાનૂની રીતે ફરજિયાત છે). આઠમી જૂને બપોરે સાડા બારે તેમને રાજપીપળા સબ-જેલમાં લઈ જવામાં આવ્યા. પોલીસે ખુદના બચાવ માટે ખોટો ઍરેસ્ટ-મેમો બનાવ્યો હતો કે જેમાં અટકાયત/ધરપકડની તારીખ છઠ્ઠીને બદલે સાતમી લખી હતી. આજ તારીખ સુધીમાં લખનભાઈ રાજપીપળા સબ-જેલમાં છે. એમને આવતી કાલની દસમી જૂને, એટલે કે અટકાયતના ચોથા દિવસે ન્યાયાધીશની સામે હાજર કરવામાં આવશે. અત્યારે તે પોલીસની ગેરકાનૂની અને બિનસત્તાવાર હિરાસતમાં છે.

“ગુજરાત પોલીસે આ સંપૂર્ણ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને ગુનાઇત કૃત્ય ખુલ્લેઆમ કર્યું છે. ગુજરાત પોલીસ તેમના રાજકીય આકાઓના મૌખિક હુકમોને પાળવા માટે કેટલી નીચી પાયરીએ જઈ શકે છે, તેનો નજીકના ભૂતકાળનો દાખલો બનાવટી ઍન્કાઉન્ટર્સના છે. અમે લોકશાહીની આ ગેરકાનૂની, ગુનાઇત અને બેધડક હત્યાની સામે અત્યંત કડક શબ્દોમાં વિરોધ નોંધાવી રહ્યા છીએ.

‘અમે એ પણ ધ્યાનમાં લાવવા માગીએ છીએ કે આ એક છૂટોછવાયો બનાવ નથી અને આ રીતે ત્રાસ વેઠનારામાં લખનભાઈ એકલા નથી. સાણંદ પોલીસે એક ગામના સ્થાનિક ખેડૂતોની સભા એટલા માટે અટકાવી કે આયોજકોએ મંજૂરી લીધી ન હતી. પોલીસ મંજૂરીનો ઇન્કાર કરે એ તો રાબેતો જ બની ગયો છે. અનેક દાખલા આપી શકાય. હમણાં આઠમી જૂને અડસઠ ગામોના ‘ઔડા’માં સમાવેશના પ્રસ્તાવ સામે યોજવામાં આવેલી ખેડૂતોની વાહનયાત્રાને મંજૂરી આપવામાં આવી ન હતી. માર્ચ ૨૦૧૫માં દક્ષિણ ગુજરાતમાં ખેડૂત ચેતનાયાત્રાને મંજૂરી મળી ન હતી. ધોલેરા સ્પેિશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન(ડીસર)માં ખેડૂતોની પદયાત્રાની અરજી નામંજૂર કરવામાં આવી હતી. ફીવધારાનો વિરોધ કરનારા વાલીઓની સભાને મંજૂરી મળતી નથી. બૅન્ક-કર્મચારીઓનાં સંગઠનો અને ટાટા મોટર્સના કર્મચારીઓને રેલી/દેખાવો માટે મંજૂરી મળી ન હતી. દલિત કાર્યકરોને અને પોતાની માગણીઓ જાહેર કરવા માટે આશા વર્કર્સ તેમ જ બાંધ્યા પગારદાર કર્મચારીઓના દેખાવો માટે મંજૂરી મળતી નથી. ૧૪૪મી કલમ હંમેશાં લાગુ હોય છે. લોકલ ઇન્ફર્મેશન બ્યૂરો અને ઇન્ટેિલજન્સ બ્યૂરો દ્વારા પૂછપરછ અને ફોનટેપિંગે માઝા મૂકી છે. કર્મશીલોની અટકાયતો જાણે ક્રમ બની ગયો છે. લખન મુસાફિર, સાગર રબારી, જયેશ પટેલ, જિજ્ઞેશ પટેલ, રોમેલ સુતરિયા અને અન્ય કર્મશીલોની અટકાયતો થતી રહી છે. ગુજરાત કલહ કે સંઘર્ષથી મુક્ત રાજ્ય છે, એમ કહેવું એ જુઠાણું છે. ગુજરાતમાં પોલીસરાજ છે અને સંઘર્ષને કેવળ કઠોર બળપ્રયોગથી કચડી નાખવામાં આવે છે.”

૧૧ જૂન, ૨૦૧૭

Email : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2017; પૃ. 05

Loading

...102030...3,3543,3553,3563,357...3,3603,3703,380...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved