આનંદોત્સવ
મીઠીવીરડી-જસપરાના ગ્રામજનો
તારીખ ૯/૧૦ સપ્ટેમ્બર ’૧૭ના રોજ મીઠીવીરડી મુકામે, સૂચિત અણુ વીજ મથક સામેના વિજયનો ‘આનંદોત્સવ’ અનોખી રીતે ઉજવાયો. કાર્યક્રમમાં ઠેક ઠેકાણેથી જન સંગઠનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા.
તા. ૧૮/૦૫/૨૦૧૭ના રોજ નૅશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ કેસની સુનાવણી દરમ્યાન કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયે અંતે એ વાતનો સ્વીકાર કરવો પડ્યો હતો કે મીઠી વીરડી-જસપરા ખાતે સૂચિત ન્યુિક્લયર પાવર પ્લાન્ટ પડતો મુકવો. આમ, લોકોની આ સૂચિત ન્યુિક્લયર પાવર પ્લાન્ટ સામેની લડતનો ભવ્ય વિજય થયો. લોકોએ ૧૦ વર્ષના અધિકારની લડત પછી રાહતનો શ્વાસ લીધો છે. આ પ્રસંગ ગ્રામજનો માટે આનંદનો પ્રસંગ હોઈ સૌ ટેકેદારો સાથે મળીને અનોખી રીતે ઉજવ્યો.
પ્રથમ દિવસે મીઠીવીરડી ખાતે પ્રાથમિક શાળાના મેદાનમાં મીઠીવીરડી અને જસપરા બન્ને ગામના પ્રતિનિધિઓ, ગામની શાળા અને હાઇ સ્કૂલનાં બાળકો સહિત ગામ સફાઈ કરી સ્વચ્છતા સંદેશ આપ્યો. શાળાનાં બાળકો સાથે તેમના ભવિષ્યની કારકિર્દી તથા સામાજિક રીતરીવાજ જરૂરી ફેરફાર અંગે ચર્ચા સહિયરના કાર્યકરો દ્વારા રમતો, ગીતો તથા ફિ્લપચાર્ટ દ્વારા કરાઈ. ભૂમિપ્રસાદ રૂપે બન્ને ગામના દરેક નાનામાં નાના ઘર સહિત અનાજરૂપી પ્રસાદ ઉઘરાવીને યોગદાન લીધું.
દરેકે ધર્મ/જાતિ/જ્ઞાતિના બંધનો બાજુ પર મુકીને બન્ને ગામની ૩૫૦ જેટલી ગામની બહેનોએ સામૂહિક રીતે વૃક્ષરોપણ અને ભૂમિપૂજન કરીને પેઢીઓથી માનવીને પોષનાર ધરતી માતા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો સંદેશ પણ આપ્યો. સાથે પોતાના ગામમાં સ્ત્રીઓના દૃષ્ટિકોણથી સ્ત્રીઓને આગળ લાવવા માટે જે બદલાવની જરૂર છે તે અંગે સૂચનો પણ કર્યાં. સંઘર્ષની આ પ્રક્રિયામાં નારીવાદી દૃષ્ટિકોણ વણાયેલો રહે તે માટે ‘સહિયર’(સ્ત્રી સંગઠન) દ્વારા વારંવાર બંને ગામની સ્ત્રીઓ સાથે વિચાર વિમર્શ ચાલુ જ રહ્યા છે. રૂઢિઓની સાંકળ તોડવા માટે આ બહેનોએ નારી સાંકળ વચ્ચે હાથમાં હાથ પકડી એકતાને દૃઢ કરી. પછી સૌ કુદરતના ખોળે દરિયા કિનારે એકઠા થયાં. કેટલીક બહેનો વર્ષોથી અહીં રહેતી હોવા છતાં, આ ઉત્સવને કારણે પહેલી જ વખત ગામના દરિયાકિનારે આવી. કાર્યક્રમમાં પત્રકાર ગૌરી લંકેશને ક્રાંતિકારી સલામી અપાઈ. પિતૃસત્તાક માળખાની ઘરેડને (પરંપરા) તોડી તેમાંથી નારીમુક્તિના પગલાં પાડવાની શરૂઆત પ્રતીકાત્મક રીતે બહેનોએ ક્રિકેટ રમીને કરી. સામાન્ય રીતે ઘૂંઘટમાં રહેતી બહેનો આ દિવસે ઘૂંઘટ વગર બહાર નીકળી, બહેનોએ જીવનમાં પહેલી જ વખત ક્રિકેટનું સાચું બેટ હાથમાં લઇ, દરિયાની લહેરો સાથે મુક્ત મને ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. બહેનોની આ લોકસંઘર્ષ આગેવાની અને ભાગીદારીને ઇતિહાસ ભૂલી ન જાય તે આજે વર્તમાનની જવાબદારી છે તે અંગે પણ વાત કરી. સામાજિક બંધનમાંથી મુક્ત થઇ દરિયાકિનારે વિવિધ રમતો રમીને આનંદ એકબીજા સાથે વહેંચ્યો. પોતાના વિચાર પ્રગટ કરતા બુલંદ અવાજે જસપરાની યુવતી આરતીએ છોકરીઓ માટે ધોરણ ૧૧ અને ૧૨ની માંગણી કરતા જણાવ્યું કે જો આ સગવડતા મળશે તો જ સ્ત્રીઓમાં ઉચ્ચ શિક્ષણ ચાલુ રહેશે.
ગ્રામીણ સમુદાયના, છેવાડાના તથા શોષિત-પીડિત વર્ગના અવાજને અને તેમને થતા અન્યાયને લોકબોલીથી વાચા આપવા માટે દેશભરમાં જાણીતાં એવા ચારુલ-વિનય બેલડીએ આ કાર્યક્રમમાં ઉત્સાહનો પ્રાણ પૂર્યો. “મારી વાડીને મારે ઝેર નથી આપવું” ગવડાવીને ગદગદિત કરી દીધાં. નજીકના પાંચ ગામના લોકો અને બહારગામથી પધારેલા આમંત્રિતો સહિત ૩૦૦૦ જેટલા લોકો આનંદ વિભોર થયાં.
બીજા દિવસે આ વિસ્તારનાં ૩૫ જેટલાં ગામો તથા બહાર ગામનાં મહેમાનો સહિત ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિવાળા આ કાર્યક્રમનું સંચાલન ગામની જ બહેન રીનાબહેન દિહોરા દ્વારા કરવામાં આવ્યું. ગામની બહેનો પણ આવા કામોમાં સક્ષમ છે તે પુરવાર કરી બતાવ્યું. શિક્ષિકાએ તેમના વક્તવ્યમાં કહ્યું કે હવે જ ખરી લડત ચાલુ થાય છે. સામાજિક બંધનો, અંધશ્રદ્ધા, કુટેવો, વગેરે દૂર કરવા માટે લડત કરવા આહ્વાન કર્યું. સરકાર સામે ગામના વિકાસના, બહેનોના આરોગ્ય અને શિક્ષણના, ગ્રામીણ વંચિતો/બહેનોના હિતમાં જરૂરી કાયદામાં બદલાવ, જેવા મુદ્દાઓ માટે લડતમાં જોડાઈ જવા કાર્યક્રમમાં ઉપસ્થિત વિસ્તારના લોકોને સૂચન કર્યું. આજ ગામના અરજણ ભાઈ ડાભીએ વિસ્તારની જીવસૃષ્ટિ સાથેના પ્રાકૃતિક સંબંધોનું મહત્ત્વ બતાવીને ભૂમિ સહિતના સજીવોને બચાવવાનો પ્રકૃતિ ધર્મ બતાવ્યો. અને ખેતીમાં વપરાતા બેફામ રસાયણો ઉપયોગ બંધ કરીને પ્રકૃતિ પરના અત્યાચારને બંધ કરવા અને માનવ સહિત સજીવોને જીવલેણ રોગોથી બચવા જૈવિક ખેતી અપનાવવા તાતી જરૂરિયાત પર ભાર મુક્યો હતો. જસપરા ગામના પૂર્વ સરપંચ અને લડતના આગેવાન શક્તિસિંહ ગોહિલે પોતાના વક્તવ્યમાં આ ૧૦ વર્ષની સફરની ટૂંકી વિગતો આપી. પ્લાન્ટમાં જતી સૂચિત જમીન બચાવવા જમીન ફરતે રક્ષાબંધનથી માંડીને રાષ્ટ્રીય/આંતર રાષ્ટ્રીય કક્ષાના અધિકાર આંદોલનમાં ભાગીદારી સુધીના આપવામાં આવેલા કાર્યક્રમોની યાદી બતાવીને “અણુ મથક અહીંયા નહીં, દેશ અને દુનિયામાં ક્યાં ય નહીં”ની દૃઢતાને દોહરાવી હતી. કાર્યક્રમને વધુ અસરકારક અને સહભાગી બનાવવા માટે શાળાનાં ૪૦૦થી વધુ બાળકોને પર્યાવરણ સાચવવા અને અધિકારની લડત વિશેના તેમના વિચારો ચિત્ર રૂપે દોરાવીને પ્રદર્શિત કરવામાં આવ્યા. નિરોગી રહેવા માટે આયુર્વેદિક ઉકાળાની વ્યવસ્થાનો બધાએ લાભ લીધો.
લોક લડતના વિજયને દસ વર્ષની આ લડતના ટેકામાં ઊભા રહેલા (વિસ્તારના અને વિસ્તાર સિવાયના) લોકોનું “ધરતી(માટી)તિલક” તથા “પ્રેમસૂત્ર” (ગામની બહેનો દ્વારા સૂતરમાંથી બનાવવામાં આવેલ) હાથે બાંધીને અભિવાદન કરવામાં આવ્યું. આ આનંદ ઉત્સવ દિવસની યાદમાં લડતના પીઢ કાર્યકરો અને બહેનો તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરીને નવી પેઢીને લડતના વિજયને પર્યાવરણના રક્ષણની જીતની યાદ અપાવતું પ્રતીક ઊભું કરવામાં આવ્યું. જાહેરમાં ન દેખાતા અને જેમ ઝાડનાં મૂળ વૃક્ષને પોષે છે તેમ પોતાના પ્રાણ અને પૈસાની પરવા કર્યા વગર આ સફળ લડતમાં પ્રાણ પૂરનારા એવા ગામના જ ભાઈઓ/બહેનોને કાર્યકમના સ્ટેજ સ્થાને બેસાડીને પ્રોત્સાહિત કરવાની દૃષ્ટિનો નવો ખ્યાલ અહીં ઊભો કરવામાં આવ્યો.
ભવિષ્યમાં કોઈપણ લડતમાં આસપાસના બધા જ ગામોનો સહકાર રહેશે તેવા નિશ્ચય સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
[સૌજન્ય : સંજય શ્રીપાદ ભાવે]
સૌજન્ય : “નિરીક્ષક”, 24 સપ્ટેમ્બર 2017; પૃ. 16 અને 15
![]()




ગાવોં મેં હમ દેખતે થે કિ બહુત સારે લોગ હોતે થે. વો છોટી સી લાલ રંગ કી પતલી સી કિતાબ રખતે થે. ઉસ મેં લિખતે થે કિ બબલુ કો ઢાઈ રૂપિયા, છોટું કો પજામેં કે નાડે કે ડેઢ રૂપિયા, બાલ કટાને કે સવા રૂપિયે … તો વો શામ કો આ કે જરૂર અપના હિસાબ લિખતે થે. તો મૈં કહતા થા કિ ચાચા કાહે ઇતના સારા લિખતે રહતે હૈ. ઇસકા ક્યા ફાયદા હૈ. આપકે પાસ સો રૂપિયે હૈ. આપને ખર્ચ કિયે. જો બચ ગયે, વો આપકે હૈ. ઇતના અલગ-અલગ ક્યોં યાદ કરતે હૈ. તો વો સબ આધાર સે જુડ જાયેગા. તો આપ લોગોં કા કામ બચ જાયેગા, ખાતા લિખને કા. ક્યોંકી યે સબ સરકાર જાનેગી કી આપ પજામા કી નાડે કે પીછે ઇતના પૈસા ખર્ચ કર રહે હૈ. કહાં જહાજ સે જા રહે હૈ. કહાં બાથરૂમ મેં જા રહે હૈ. કહાં બેડરૂમ મેં જા રહે હૈ. યે સબ સરકાર જાન જાયેગી. જાનને કે બાદ સરકાર ક્યા કરેગી યે મુઝે માલૂમ નહીં હૈ. તો યે સારી ચીજે ચલ રહી હૈ ઔર જન્મ પ્રમાણપત્ર તો ઠીક થા, મૃત્યુ પ્રમાણપત્ર મેં ભી આપને આધાર કો જોડ દીયા. બતાઈએ હમારે મરને કે બાદ ભી આધાર અમર રહેગા, ઔર યે લડાઈ ઈસી બાત પે હોનેવાલી હૈ કી બતાઓ આત્મા અમર હૈ કિ આધાર અમર હૈ. તો કોઈ ગીતા કો કોટ કરેગા તો કોઈ મુઝે કોટ કરેગા કિ નહીં નહીં આધાર અમર હૈ. આત્મા અમર નહીં હૈ ક્યોંકી આત્મા કે પ્રમાણ નહીં હૈ, આધાર કે પ્રમાણ હૈ. વો ‘યુ.આઈ.ડી.એ.આઈ.’ કે પાસ જમા હૈ, આપ કે દુનિયા કે જાને બાદ ભી આપ કા આધાર હૈ. તો યે હાલત કી સ્થિતિ મેં હૈ. નિયંત્રણ કી સ્થિતિ મેં હૈ. સારી સમસ્યાઓ કી જડ આધાર હૈ. ઔર વો ગવાહ હૈ, કિ કોઈ ખાંસી, સર્દી, વિટામીન કી દવા કે રૂપ મેં પેશ કી જા રહી હૈ. તો ઇનસે એક આધાર મિલ ગયા હૈ હમારી સરકારોં કો. વો આધાર ઇસલિયે મિલા હૈ કિ હમ સબ અબ જનતા તો રહે નહીં. ઔર હમ સબ જનતા ન રહે, ઇસકી તૈયારી હો રહી હૈ. જો હૂકુમત હૈ, અબ વો બદલ ગઈ હૈ, વો આપકી હુકૂમત નહીં હૈ. વો હમારી ભી હુકૂમત નહીં હૈ. વો ચંદ લોગોં કે ખ્વાબ કી હુકૂમત હૈ, વો વહાં પર હંમેશા હંમેશા કે લિએ રહેના ચાહતે હૈ. ઔર ઇસલિએ વો ઇસ નંબર કે જરીએ સારા ખેલ કરના ચાહતે હૈ. અબ યે બાત હમ સિર્ફ યહી તક સમજ રહે હૈ, કે શાયદ દો રુપિયે કિલો કા ચાવલ સબકો સહી સહી પહોંચે. ઇસલિએ આધાર હૈ. લેકિન યે ઉસકે આગે કી ચીજ હૈ. ઇસ કે ખતરે પર ન તો પૂરી તરહ સે હમારી નજર હૈ, ન હમ ઉસકો સમજ પાતે હૈ.
યુપી મેં સુપ્રિમ કોર્ટ કે આદેશ કે બાદ કરીબન એક લાખ પચહતર હજાર શિક્ષાકર્મી વિસ્થાપિત કર દીયે ગયે. આદેશ કે કારન, તહત જો ભી હો, લેકિન સરકાર કી યે જિમ્મેદારી થી, કિ વો ઇસ પર સંવેદનશીલતા દીખાએં, કિ પૌને દો લાખ શિક્ષકોં કા પરિવાર સડક પર આ ગયા હૈ, તો ઉસકા ક્યા કિયા જાના ચાહીયે. લેકિન વો ભટકતે રહે, ટેલીવિઝન ચેનલોં કે લોગ નહીં આયે, ક્યોંકી વો જબ સત્તા કી ગોદ મેં બેઠ રહે થે, તો સુરતવાલે ભી તાલી બજા રહે થે, ઔર શિક્ષામિત્ર ભી તાલી બજા રહે થે. ઔર જબ હમ સવાલ કર રહે થે તો યે દોનોં હી હમકો ગાલી દેને લગતે થે.
ઐસા ક્યા હો ગયા હૈ ઇસ દેશ મેં. ક્યા ઇસ દેશ કી જનતા દેશ કે ખિલાફ હો ગઈ હૈ? ઐસા તો નહીં હુઆ હૈ ના! નહીં ઇસકે કોઈ પ્રમાણ મિલતે હૈ. તો યે આપ ટેલિવિઝન ચેનલો સે સતર્ક હો જાઈએ. મેરી એક થિયરી હૈ માને તો, કેબલ કનેક્શન કટવા દિજીયે, ઔર જો તીનસો રૂપિયે મહિને કે બચેં, ઉન્હેં પ્રધાનમંત્રી રાહત કોષ મેં દાન દે આઈએ. કમસે કમ ગરીબોં કા વિપત્તીઓ મેં ભલા તો હોગા. આપ બીમાર તો નહીં હોંગે. બીપી કે મરિઝ હો જાયેંગે રોજ રાત કો વો ચાર રિટાયર્ડ લોગોં કો દેખતે, ક્યા બકવાસ કર રહે હોતે હૈ વો. રોજ ચલે આતે હૈ, રોજ સીમા પે સમસ્યા હૈ, રોજ રાષ્ટ્રવાદ કી સમસ્યા હૈ ભાઈ! ઐસે કૈસે હો સકતા હૈ ઇસ દેશ મેં? ક્યા હમને ગરીબી કી સમસ્યા સે ઇજાદ પા લિયા હૈ. તો આપ લોગોં કો યે સમજના પડેગા કિ યે રોજ યે અલ્પસંખ્યક બનાયે જા રહે હૈ. જનતા કી લગાઈ બડી મુશ્કેલ હો ગઈ હૈ. વો ઇસ પોલરાઈઝેશન સે ઇતની આસાની સે નહીં નીકલ સકતી. ફંસ ગઈ જનતા ઇસ દેશ કી. અબ વો ફંસ ગઈ હૈ. તભી વો ડરી હુઈ હૈ. તભી વો કહેતી હૈ, આપ ઊઠા લિજિયે હમ સે નહીં હોગા. હમ નહીં બોલ પાયેંગે. જૈસે આપ ડરે હો ઇસ તરહ સે સ્વીકાર કરને લગેંગે, ઉસ દિન આપ ઇસ દેશ કે ઇતિહાસ કે સાથે બહોત બડા ધોકા કરેંગે. મત કિજિયેગા. ક્યોંકી જો ઐસે ઐસે લોગ દેશ કે લિયે લડ ગયે હૈ. ક્યોંકી ઉન્હે ન કભી સ્કૂલ મિલા ન કૉલેજ મિલા. ન ઉન્હોંને ઇસ આઝાદ હિન્દુસ્તાન મેં અચ્છે દિન દેખે. ઉન્હોને હમારે લિયે ઇતની લડાઈયાં લડી. ઇસલિયે રાજનીતિ દલ કો વોટ દેના અલગ બાત હૈ, દેતે રહીયે, ઉસ મેં કોઈ સમસ્યા નહીં હૈ. વોટ દેને કે બાદ પ્લીઝ, વાપસ લૌટ કર આઈયે ઔર જનતા બન જાઈએ. કમ સે કમ પત્રકાર કો ગાલી દેને મેં યે મત કિજિયે. યે મીડિયા ખરાબ હૈ યે જરૂર ક્વેશ્ચન કિજિયે. યે ક્યા સવાલ હૈ કિ આપ ઍન્ટી હૈ, ઉનસે પૂછીએ ના, યે ક્રોધ ક્યો હૈ? કુછ મિલા હૈ, કિતના મિલા હૈ? પૂછીએ યે સવાલ. હમસે ક્યોં પૂછતે હો કી મૈં ઍન્ટી ક્યોં હુ. મૈંને ક્યા કિયા? મૈંને આપસે કહા હૈ કિ ક્યા આપ કિસી કો વોટ ન દે. મેને તો યહી કહા, કિ જો ગટર મેં જા રહા હૈ, ઉસકે પાસ તીન હજાર રૂપિયે કા માસ્ક ક્યોં નહીં હૈ. આધાર નંબર તો ઉસકા હો ગયા, માસ્ક હી નહીં આયા. ઓક્સિજન કી કમી સે બચ્ચે મર ગયે, આધાર નંબર હૈ. તો તર્ક, બાત, બહસ, વિચાર કહીં તો હોગી ના! હર તર્ક કા યે જવાબ નહીં હો સકતા, ચુનાવી જીત. અગર બહુમત સે ચુનાવી જીત સે સારે સવાલ સમાપ્ત હો જાતે, તો ચુનાવ ખત્મ હોને કે બાદ દેશ કી સભી સંસ્થાઓ કો બંદ કર દેના ચાહીએ. ફિર ચુનાવ કે છ મહિને પહેલે ટીવી ભી ખુલેગા ઔર અખબાર ભી છપેગા.