Opinion Magazine
Number of visits: 9686303
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યુટિપ

પન્ના નાયક|Opinion - Short Stories|8 July 2018

શ્રેયા બાથરૂમમાં જવા ઊઠતી. મધરાતની આસપાસ એને જવું પડતું. એ લાઇટ કરતી નહીં. કામ પતાવી બાથરૂમની બારીમાંથી અચૂક બહાર જોતી. ક્યારેક પૂનમનો ચાંદ, ક્યારેક વરસતો સ્નો, ક્યારેક સૂસવતા પવનમાં ઊડતાં પાંદડાં, ક્યારેક બાજુના ઘરના ઢળેલા પડદા. એ ક્ષણેક ઊભી રહેતી.

શ્રેયાએ બારી બહાર જોયું. બાજુના ઘરમાં વિલિયમ ટીવી જોતો હતો. નાગો નાગો. બારી પાસે એકાદ ક્ષણ ઊભી રહેતી શ્રેયા એ રાતે ખાસ્સું ઊભી રહી.

એ અને સિદ્ધાર્થ આ ઘરમાં રહેવા આવ્યાં ત્યારનો વિલિયમ બાજુના ઘરમાં રહે છે. વિયેટનામ વૉર વેટરન છે. કેમિસ્ટ છે. પરણ્યો નથી. બાળકો એને ગમતાં નથી. એણે એના અને શ્રેયા-સિદ્ધાર્થના ઘરની વચ્ચે ઍલ્યુમિનિયમની જાળીવાળી વાડ નંખાવી દીધી છે. વિલિયમનાં મા દસેક વરસ પર ગુજરી ગયાં છે. છેલ્લાં પાંચ વરસથી એણે અરલી રિટાયરમેન્ટ લઈ લીધી છે. સવારે ચાર સુધી ટી.વી. પર લેઇટ શો જોઈને સૂએ છે અને બપોરે બાર વાગ્યે ઊઠે છે.

એ બપોરે વિલિયમ ઘાસ કાપતો હતો. પચાસની આસપાસની ઉંમરનો વિલિયમ, છ ફૂટ ઊંચો વિલિયમ, ગોરો ગોરો વિલિયમ, ભૂરી આંખોવાળો વિલિયમ, ભૂખરા વાળવાળો વિલિયમ, પૂરાં કપડાંમાં સજ્જ થયેલો વિલિયમ, હાથમાં લૉનમોવરવાળો વિલિયમ, રાતે જોયેલા નિરાવરણ વિલિયમ કરતાં સાવ જુદો લાગતો હતો. જાણે ઓળખાતો નહોતો.

‘હાય, શ્રેયા’ વિલિયમે કહ્યું.

‘હલ્લો, વિલિયમ.’

‘ઇઝન્ટ ઇટ અ નાઇસ ડે?’

‘સ્પ્લેન્ડીડ.’

‘હાઉ ઇઝ સીડ?’ વિલિયમ સિદ્ધાર્થને સીડ કહેતો.

‘ઓ. કે. બીઝી એઝ યુઝવલ.’

શ્રેયાને આખો દિવસ વિલિયમના વિચારો આવ્યા. એણે સિદ્ધાર્થ અને વિલિયમની સરખામણી કર્યા કરી. સિદ્ધાર્થ ઘઉંવર્ણો છે. શાર્પ ફીચર્સ છે. એનાં ચશ્માંના નંબર વધવા માંડ્યા છે. વાળનો રંગ મીઠુંમરી છાંટેલો થવા માંડ્યો છે. ફાંદ થોડી વધવા માંડી છે.

રોજની જેમ રાતે સિદ્ધાર્થે પ્રેમ કર્યો. હાથ લંબાવી લાઇટ કરવા ગયો અને પાણીનો ગ્લાસ છટક્યો.

‘રાતે પાણી પીને સૂવાનું ક્યારનું શરૂ કર્યું?’ સિદ્ધાર્થે પૂછ્યું.

‘રોજ આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ.’

શ્રેયા ઊઠી. ઢોળાયેલું પાણી લૂછી નાંખ્યું. બીજો ગ્લાસ પાણી લાવીને પીધું. કાનમાં ખંજવાળ આવતી હતી એટલે બાથરૂમમાંથી રૂ વીંટેલી લાકડાની સળીઓવાળા ‘ક્યુટિપ્સ’ લખેલા બૉક્સમાંથી એક ક્યુટિપ કાઢી કાન ખણ્યો. સિદ્ધાર્થ કપડાં પહેરીને પથારીમાં પડ્યો.

‘તું કપડાં પહેર્યા વિના સૂએ ખરો?’

‘કેમ, મારાં કપડાં કરડે છે તને?’

સિદ્ધાર્થ પડખું ફરીને સૂઈ ગયો. શ્રેયાએ નિસાસો નાંખી એનાં કપડાં પહેરી લીધાં. સીલિંગ સામે તાકતી પથારીમાં પડી. એને વીતેલાં વર્ષો યાદ આવ્યાં. સિદ્ધાર્થ એને પૂછતો ‘આજે ‘કાર્યક્રમ’ છે ને?’ એ ‘માથું દુ:ખે છે; ‘થાક લાગ્યો છે’, ‘શરદી જેવું છે’ જેવાં ‘બહાનાં’ કાઢતી. એનું કશું ચાલતું નહીં. પછી તો સિદ્ધાર્થે પૂછવાનું છોડી દીધું. રોજ રાતે સિદ્ધાર્થનો હાથ એની છાતી પર પડતો. સિદ્ધાર્થને બદલે વિલિયમ પ્રેમ કરતો હોત તો? કેવો હશે એનો સ્પર્શ? કેવાં ચુંબનો કરતો હશે? ભીનાં ભીનાં? ફોરપ્લે કરતો હશે? વિલિયમનું ઘર છોડીને ત્રીજા ઘરમાં હેધર રહે છે. એ સિંગલ છે. વિલિયમ અને હેધર ભેગાં કેમ નથી થતાં? શ્રેયા હેધરને કોઈ કોઈ વાર ગાડીમાં રાઇડ આપે છે.

મધરાતની આસપાસ શ્રેયાને ઊઠવું પડતું. બારીમાંથી વિલિયમની બારી પર અચૂક નજર કરતી. કેટલીક વાર વિલિયમ સોફા પર નિર્વસ્ત્ર પડ્યો હોય. કેટલીક વાર સોફા ખાલી હોય. સોફા ખાલી હોય ત્યારે વિલિયમ શું કરતો હશે? જમતો હશે? એનું ઘર કેવું હશે? વ્યવસ્થિત, અવ્યવસ્થિત? ટેલિફોન પર વાત કરતો હશે? કોની સાથે? કોણ હશે એના મિત્રો? વાત કરતાં હસતો હશે? સામેનાને હસાવતો હશે?

શ્રેયાના ઘરમાં નવો સોફા આવ્યો. ફર્નિચર કંપનીવાળાએ જૂનો સોફા ખસેડીને નીચેના ઓરડામાં ન મૂકી આપ્યો. નીચે મૂકવા માટે મદદની જરૂર હતી.

‘વિલિયમને બોલાવી લે ને.’ શ્રેયાએ કહ્યું.

‘ના. પ્રદીપ મદદ કરશે.’

*****

શ્રેયા શાવર લઈને બહાર નીકળી. ટુવાલ શરીર પર વીંટાળ્યો. જમણા હાથની આંગળી ગાલ પર ટેકવી. એને એકલા હોવાનો આનંદ થયો. એને એના સિવાય કોઈ જ જોતું નહોતું. એણે અરીસા સાથે મસલત કરી. સાપ કાંચળી ઉતારે એમ એણે પહેરવાનાં તમામ કપડાં બારણા બહાર ફગાવી દીધાં. ટુવાલને શરીર પરથી સેરવી દીધો. બાંધેલા વાળ છોડી નાંખ્યા. ખુલ્લાવાળ ડોક પર પથરાઈ ગયા. એણે એનાં સ્તનો અરીસામાં જોયાં. પછી એનાં પર હાથ ફેરવ્યો. એમાં એને પુરાયેલાં પંખીઓનો કલબલાટ સંભળાયો. ક્યાં ય સુધી એણે એના નિર્વસ્ત્ર શરીરને જોયું. એણે ક્યુટિપની ડબ્બીમાંથી એક ક્યુટિપ ખેંચી. કાનના ભીના ગોખલામાં નાંખી. ચુસાયેલી ક્યુટિપને હાથમાં રમાડી. પછી એને વેસ્ટપેપર બાસ્કેટમાં ફેંકવાને બદલે બાથરૂમની બારી ખોલી વિલિયમની બારી તરફ એનો ઘા કર્યો. હજી સવાર હતી. વિલિયમ સૂતો હશે. બિચારી ક્યુટિપનું શું ગજું કે બારણે ટકોરા દે? શ્રેયાને તીવ્ર ઇચ્છા થઈ આવી કે એની નિરાવરણ કાયાને માત્ર બાથરોબથી ઢાંકી એ વિલિયમ કને દોડી જાય. એ એમ કરી શકી નહીં. સિદ્ધાર્થના મહાભિનિષ્ક્રમણની જાણે એને પ્રતીક્ષા કરવી રહી.

******

અચાનક સિદ્ધાર્થની મિત્રપત્ની અવસાન પામી. મિત્રને દિલાસો આપવા સિદ્ધાર્થને બહારગામ જવું પડ્યું.

મધરાતે નિર્વસ્ત્ર વિલિયમ ટીવી જોતો હતો ત્યારે શ્રેયાએ એને ફોન કર્યો.

‘વિલિયમ, ધીસ ઇઝ શ્રેયા. આઈ એમ સ્કેરડ.’

‘વોટ હેપન્ડ?’

‘સીડ હેઝ ગોન આઉટ ઑફ ટાઉન ઍન્ડ સમવન ઇઝ ડાઉનસ્ટેર્સ. મે બી અ રૉબર. પ્લીઝ કમ. હેલ્પ મી પ્લીઝ.’

‘આઈ હેવ ટુ ગેટ ડ્રેસ્ડ. ગીવ મી ટુ મિનિટ્સ.’

‘નો, નો, કમ એઝ યુ આર.’

‘હેધર, લેટ અસ બોથ ગો. શ્રેયા નીડ્સ હેલ્પ …’

Posted on જુલાઇ 1, 2018 by P. K. Davda

https://davdanuangnu.wordpress.com/2018/07/01/પન્ના-નાયકની-વાર્તા-૫-ક્/

Loading

કોઈ એની સાથે રમત રમે છે

પન્ના નાયક|Opinion - Short Stories|8 July 2018

કામાક્ષીએ અધખુલ્લી આંખમાંથી સીલિંગ પર ચાલતો કરોળિયો જોયો. એક વાર એણે ટેલિવિઝન નીચે નાનકડો ઉંદર જોયેલો. ઉંદર ટેલિવિઝનની સ્વિચ ઑન/ઑફ કરતો હશે? પછી ઝેરી રસાયણથી એને મારી નાંખેલો. દિવસો સુધી એ સૂઈ નહોતી શકી. કરોળિયો ચાલતો ચાલતો ટેબલલૅમ્પ સુધી આવી ગયો.

કામાક્ષી ઊઠી. ક્લોઝેટ અધખુલ્લું હતું. ક્લોઝેટમાં એક બાજુ એનાં ડ્રેસ, સ્કર્ટ બ્લાઉઝ, કુર્તાં લટકતાં હતાં અને બીજી બાજુ ભરતનાં શર્ટ અને સૂટ. ભરત કામ માટે બહારગામ ગયો છે.

કામાક્ષીએ ક્લોઝેટનું બારણું ઘરેડી પર સરકાવી દીધું. બાથરૂમમાં ટૂથપેસ્ટ અધખુલ્લી હતી. મેડિકલ કૅબિનેટનું બારણું અધખુલ્લું હતું. શાવર-કર્ટન અધવચ્ચે હતો. રસોડું નીચે હતું. રસોડાની બારી અધખુલ્લી હતી. ચાનું પાણી અને કોર્નિંગની કીટલીમાં ઉકાળતી કીટલી પર ઢાંકણું અધખુલ્લું હતું. ચામાં ખાંડ નાંખતાં જોયું કે ખાંડ પરનું ઢાંકણું અધખુલ્લું હતું. કામાક્ષી એક કામ શરૂ કરે અને એ પૂરું થાય. એ પહેલાં જ બીજું શરૂ કરે. ફ્રીજ અધખુલ્લું હતું. અંદર દૂધનું કાર્ટન અધખુલ્લું હતું.

કામાક્ષી ઑફિસ જવા નીકળી ત્યારે ઘરનું બારણું અધખુલ્લું હતું. આગલી સાંજે એ ઘેર આવી ત્યારે બારણું અંદરથી લૉક કરીને ચાવી પર્સમાં મૂકી હતી. પર્સ અધખુલ્લી હતી. ગાડીમાં ડ્રાઇવરસાઇડનું બારણું અધખુલ્લું હતું. ગાડી સ્ટાર્ટ જ ન થાય. ‘ટ્રીપલ એ’ વાળાને બોલાવ્યા. એમણે ગાડી સ્ટાર્ટ કરી આપી. કામાક્ષીએ ગાડી સ્ટાર્ટ ન થવાનું કારણ પૂછ્યું તો કહેલું કે બારણું ખુલ્લું રહે તો ગાડીની લાઇટ ચાલુ રહે અને લાઇટ ચાલુ રહે તો ગાડીની બૅટરી ડ્રેઇન થઈ જાય. બૅટરી રિચાર્જ કરવી પડે. કદાચ સીટ નીચેથી કાંઈ કાઢ્યું હશે અને બારણાને ધક્કો મારવાનો રહી ગયો હશે.

કામાક્ષીએ ગરાજમાંથી ગાડી કાઢી એ જ વખતે પાડોશી બૉબ કાનમાં ઇયરફોન્સ પહેરી, હોઠ ફફડાવતો, અમેરિકન ફ્લૅગની છાપવાળાં કપડાંમાંથી બનાવેલા આઉટફિટ પહેરાવેલા એના કૂતરા સની પાછળ ઊંધો દોડી જોગિંગ કરતો હતો. એણે કામાક્ષીને જોઈ હાથ ઊંચો કરી ‘હાય’ કહ્યું પણ થોભ્યો નહીં. કામાક્ષીએ ગાડીનો કાચ ચડાવી દીધો. ઍરકન્ડિશનર હાઈ પર મૂક્યું. ટેઇપ શરૂ કરી. ટ્રાફિક લાઇટો આવતી હતી. લાલ લાઇટ પાસે એના પગ બ્રેક મારતા હતા. ગાડી ઊભી રહી જતી હતી. એક લાઇટ લીલી થયા પછી પણ ગાડી ઊભી હતી. પાછલી ગાડીમાંથી હૉર્ન વાગ્યું. પાછળવાળાએ લીલી લાઇટ તરફ આંગળી ચીંધી. કામાક્ષીએ ઑફિસના પાર્કિંગ લૉટમાં ગાડી પાર્ક કરી.

ઑફિસ ખૂલે પહેલાં એ પહોંચતી એટલે પાછલે બારણે દાખલ થતી. બારણાની બહાર રાખેલા બાંકડા પર ઑફિસના બે જેનિટરો બેઠા બેઠા સિગરેટ પીતા હતા. બેમાંના ધોળા જેનિટર સાથે કામાક્ષીને બોલાચાલી થયેલી.

કામાક્ષી સીધી લેડીઝરૂમમાં જતી. એના લૉકરમાં પર્સ મૂકતી. એક દિવસ એ લેડીઝરૂમમાં ગઈ ત્યારે એ ધોળો જેનિટર સિન્ક સાફ કરતો હતો. કામાક્ષીએ એને કહ્યું કે એ સફાઈ કરતો હોય ત્યારે બારણા બહાર સાઇન મૂકવી જોઈએ અથવા ખુરશી મૂકી બાથરૂમનું બારણું અધખુલ્લું રાખવું જોઈએ.

બીજા કાળા જેનિટર માટે એણે ફરિયાદ કરેલી. આ ફરિયાદ કર્યા પછી કામાક્ષી જ્યારે સલવાર-કુર્તું પહેરીને જતી ત્યારે એ કાળો જેનિટર બીજા જેનિટરોને કહેતો કે કામાક્ષી નાઇટસૂટ પહેરીને ઑફિસમાં આવે છે.

કામાક્ષી જેનિટરોને જોયા ન જોયા કરી અંદર આવી. લેડીઝરૂમનું બારણું અધખુલ્લું હતું. અંદર કોઈ નહોતું. એના લૉકરનું બારણું અધખુલ્લું હતું. લૉકરમાં રાખેલાં એક જોડી ચંપલ, શૂઝ, મેકઅપની સામગ્રી, સ્વેટર, છત્રી બધું એમ ને એમ હતું. એણે લૉકરનો નકૂચો ફેરવી જોયો. તૂટેલો નહોતો. લૉકરમાં પર્સ મૂકી એ લેડીઝરૂમની બહાર નીકળી. બારણા પાસે એની સાથે કામ કરતી છોકરી જીન મળી. બધાં એને ‘મીન જીન’ કહેતાં. ઑફિસમાં કોઈ આપસમાં કે ફોન પર લાંબી વાત કરે તો તરત જઈ સુપરવાઇઝરને ફરિયાદ કરતી. કામાક્ષીએ એની સામે જોઈ ‘હલો’ કહ્યું.

કામાક્ષી એના ડેસ્ક પાસેની ખુરશી પર બેઠી. જોયું તો ડેસ્કનું ખાનું અધખુલ્લું હતું. એણે આખું ખાનું ખેંચ્યું. સ્ટેશનરી, ક્લીનેક્સનો ડબ્બો, પર્ફ્યુમની શીશી, આગલી સાંજે તૈયાર કરેલા કાગળ બધું એની જગ્યાએ હતું. એણે ખાનું બંધ કર્યું. કમ્પ્યુટર ‘ઑન’ કર્યું. એને થયું કે બિલ્ડિંગ-સુપરવાઇઝરને ખબર આપવી જોઈએ. એ ટેલિફોન-ડિરેક્ટરી લેવા ઊઠી.

ઑફિસની વચ્ચેના ટેબલ પર ટેલિફોન-ડિરેક્ટરીઓ રહેતી. શહેરના વ્હાઇટ અને યલો પેજીસ પર બિલ્ડિંગસ્ટાફની ડિરેક્ટરી અધખુલ્લી પડી હતી. કામાક્ષીને એક-બે પાનાં જ ફેરવવાં પડ્યાં. ફોન જોડ્યો. ઘંટડી વાગી. બે ઘંટડી પછી ખાલી જગ્યા અને પછી ‘ક્લીક’ અવાજ. એણે ફરી ફોન જોડ્યો. બે ઘંટડી, ખાલી જગ્યા, ‘ક્લીક’.

કામાક્ષીએ કામ શરૂ કર્યું. ધીરે ધીરે ઑફિસનો સ્ટાફ આવ્યો. આછો ગણગણાટ, કમ્પ્યુટરો ટાઇપ થવાનો અવાજ, વચ્ચે વચ્ચે ફોનની ઘંટડીઓ. એક ફોન એની સેક્રેટરીનો હતો. કામ માટેના પ્રશ્નો હતા. કામાક્ષી સેક્રેટરીને મળવા ગઈ. પાછી આવી ત્યારે ડેસ્ક ઉપર સવારની ટપાલ હતી. ત્રણ પરબીડિયાં હતાં, અધખુલ્લાં. એક પરબીડિયું જમણા ખૂણાની સ્ટૅમ્પ પાસેથી મચડીને ખોલાયેલું હતું. બીજું ડાબે ખૂણેથી રિટર્ન એડ્રેસ પાસેથી. ત્રીજું, બંધ કરેલા પરબીડિયા પર ખાલી રહેલી જગ્યામાં આંગળી નાંખી ખોલાયેલું. ત્રણે કાગળો ઑફિસના જ કામના હતા. ભારતથી આવતા કાગળો ક્યારેક ફાટેલા મળ્યા છે. ક્યારેક કાગળો વિનાનાં માત્ર પરબીડિયાં જ. આ બધા અમેરિકામાંથી પોસ્ટ થયા હતા.

કામાક્ષીનું માથું ફરતું હતું. ઍરકન્ડિશન્ડ ઑફિસમાં એને ગરમી લાગતી હતી. પસીનો છૂટતો હતો. ગરમી હતી તો ય ચા પીવાની ઇચ્છા થઈ. સ્ટાફરૂમમાં એ ચા બનાવવા ગઈ. સ્ટાફરૂમમાં એનું ફૂડલૉકર છે. એમાં એ ખાંડ, મસાલો, ટી-બૅગ્સ, કપ, નેપકિન વગેરે રાખે છે. ફૂડલૉકર અધખુલ્લું હતું. સ્ટવ પર પાણી ઊકળતું હતું. એણે ચા બનાવી. લૉકર બંધ કર્યું. ચા સ્ટવ પાસે મૂકી લેડીઝરૂમમાં ગઈ. પાણી વહી જવાનો અવાજ આવતો હતો. સિન્કનો ગરમ પાણીનો નળ અધખુલ્લો હતો. ગરમ પાણી વહેતું હતું. એમાંથી વરાળ નીકળતી હતી. કામાક્ષીએ નળ ટાઇટ બંધ કર્યો. પડેલા નેપ્કિનથી હાથ લૂછ્યો. અરીસામાં મોં જોયું. અરીસા પર બાફ જામી ગયો હતો. હાથમાં હાથ લૂછેલો નેપ્કિન હતો. અરીસો લૂછ્યો. મોં જોયું. એની આંખો અધખુલ્લી હતી. હોઠ અધખુલ્લા હતા. બ્લાઉઝ અધખુલ્લું હતું. સ્કર્ટની ઝીપર અધખુલ્લી હતી. આંખો સિવાય બધું ચપોચપ ભીંસી દીધું. દોડીને લેડીઝરૂમની બહાર નીકળી. સ્ટાફરૂમમાં ગઈ. એની ચાનો કપ અધખુલ્લો હતો. અડધા ભાગ પર નેપ્કિન હતો.

કોઈક એની સાથે રમત રમે છે. પણ કોણ? એક હાથમાં ચાનો કપ લઈ એ ડેસ્ક પાસે આવી. ખુરશી પર કોઈ પુરુષ બેઠો હતો. કામાક્ષીનું ધ્યાન પુરુષે પહેરેલા શર્ટ પર ગયું. એણે પાછળ બટનવાળું શર્ટ પહેર્યું હતું. શર્ટ અર્ધખુલ્લું હતું. એમાંથી વાંસો દેખાતો હતો. વાંસો સફેદ હતો. વાંસા પર વાળ નહોતા. કામાક્ષી વધુ નજીક આવી. ડેસ્ક પર અધખુલ્લી પેન પડી હતી. ચા ડેસ્ક પર મૂકી. ડેસ્ક પાસેથી સ્વીવલ ચૅર ડેસ્કના અધખુલ્લા ખાનાને અડકીને ખાલી પડી હતી. ડેસ્કના અધખુલ્લા ખાનાને અડકીને પડેલી સ્વીવલ ચૅરમાં કામાક્ષી બેસી પડી.

Posted on જુલાઇ 1, 2018 by P. K. Davda

https://davdanuangnu.wordpress.com/2018/07/01/પન્ના-નાયકની-વાર્તા-૫-ક્/

Loading

શ્રીખંડ !

Mahendrabhai Shah|Opinion - Cartoon|8 July 2018

e.mail : mahendraaruna1@gmail.com

Loading

...102030...3,1023,1033,1043,105...3,1103,1203,130...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved