Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શૂન્ય અને અનંતને ગણિતનાં સૂત્રોથી જોડનાર શ્રીનિવાસ રામાનુજન્‌

સોનલ પરીખ|Opinion - Opinion|2 January 2025

·       એન ઈક્વેશન મિન્સ નથિંગ ટુ મી અનલેસ ઈટ એક્સપ્રેસિઝ થોટ ઑફ ગૉડ

·       દુનિયામાં ગણિત વગરનું કશું જ નથી. ગણિત વિના કશું થઈ શકે નહીં. તમારી આસપાસનું બધું ગણિત જ છે

—     શ્રીનિવાસ રામાનુજન્‌

શ્રીનિવાસ રામાનુજન્‌

આજના યુગને ટેકનોલૉજીના યુગ તરીકે ઓળખવામાં આવે છે અને આજની ટેકનોલૉજીનું સૌથી મહત્ત્વનું અંગ ગણાય છે કૉમ્પ્યુટર ! કૉમ્પ્યુટરનો મૂળભૂત પાયો કોઇ યંત્રવિજ્ઞાન ઉપર નહીં – માત્ર ગણિત ઉપર જ રચાયેલો છે. એટલે જ કૉમ્પ્યુટરને ‘સંગણક’ કહેવામાં આવે છે. એની મેમરી, ઈનપુટ-આઉટપુટ, અલ્ગૉરિધમ, કંટ્રોલ યુનિટ, મલ્ટિટાસ્કિંગ અને મલ્ટિપ્રોસેસિંગ કૅપેસિટી, નેટવર્કિંગ, ઈન્ટરનેટ – આ બધાની પાછળ ગણિત જ તો છે. ભારતના અદ્દભુત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન્‌ તો ત્યાં સુધી કહેતા કે ‘દુનિયામાં ગણિત વગરનું કશું જ નથી. ગણિત વિના કશું થઈ શકે નહીં. તમારી આસપાસનું બધું ગણિત જ છે.’ આ શ્રીનિવાસ રામાનુજન્‌નાં જીવન અને કાર્ય વિશે જાણવું એ એક રોમાંચક અનુભવ છે. 22 ડિસેમ્બરે એમનો જન્મદિન હતો, એ નિમિત્તે આજે આ અનુભવમાંથી પસાર થઈએ.

ગણિત એટલે શૂન્યથી નવ સુધીના અંક અને આ આંકડાઓના પરસ્પર સંબંધની અનંત ક્ષમતા. સાવ સરળ અને સામાન્ય લાગતું આંકડાઓનું આ તર્કશાસ્ત્ર ઊંડો વિચાર કરતાં એટલું જ આશ્ચર્યજનક અને રહસ્યભરપૂર પણ બની રહે છે. એટજ હેરતજનક છે આપણા મગજની ગણિતક્ષમતા. કોઈને ગણિત ન જ ફાવે લી અને કોઈને ગણિત સિવાયનું કશું જ ન ફાવે. આપણે બધા આ બે અંતિમોની વચ્ચે ક્યાંક આવીએ, પણ શ્રીનિવાસ રામાનુજન્‌ બાળપણથી જ બીજા પ્રકારમાં આવતા હતા.

શ્રીનિવાસ ઐયંગર રામાનુજન્‌નો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં અત્યારના તમિલનાડુ અને ત્યારના મદ્રાસના ઈરોડ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો. તેઓ ૨૦મી સદીના ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ ગણાય છે. રામાનુજન્‌ની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩,૯૦૦ જેટલાં નવાં સૂત્રો શોધનાર રામાનુજન ધાર્મિક પણ હતા. કહેતા, ‘એન ઈક્વેશન મિન્સ નથિંગ ટુ મી અનલેસ ઈટ એક્સપ્રેસિઝ થોટ ઑફ ગૉડ.’

બાળપણથી રામાનુજન્‌ ગંભીર હતા. પાંચ વર્ષની ઉંમરે નિશાળે મૂકવામાં આવ્યા ત્યારે શિક્ષકના અચંબાનો પાર ન રહ્યો – રામાનુજન્‌ને એકથી સો સુધીના આંક વગર શીખવ્યે જ લખતાં આવડી ગયા હતા. જો કે તેને બારાખડી લખતાં આવડતી ન હતી. ગણિત સિવાય અન્ય કોઇ વિષયમાં તેને કદી રસ ન પડ્યો. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે જુદા જુદા વિષયોની ચોપડીઓ લઇને ભણતા હોય ત્યારે રામાનુજન્‌ પાટી-પેન લઇને કેવળ આંકડાઓ જ માંડ્યા કરતા. આ ટેવ પછી પણ કાયમ રહી. મોડી રાત સુધી રામાનુજન્‌ પાટી-પેન લઈ લખ-ભૂંસ કર્યા જ કરતા. એના ટક-ટક અવાજથી સૌ પરેશાન થતા.

આખરે તેઓ હાઈસ્કૂલમાં પહોંચ્યા. માતાપિતા ઇચ્છતા કે દીકરો ભણીગણીને સારા પગારની નોકરી મેળવે. એમના ગાણિતિક કૌશલ્યને તેઓ એક પ્રકારની ઘેલછા માનવા લાગ્યા હતા. શિક્ષકો પણ કહેતા કે આ છોકરાને આંકડાઓનાં ચીતરામણ સિવાય બીજું કશું આવડતું નથી. પણ હાઈસ્કૂલમાં જવાથી રામાનુજન્‌ને એક ફાયદો થયો. તામિલ અને અંગ્રેજી – બેઉ ભાષાઓ પર તેની માસ્ટરી આવી ગઇ. ગણિતને લગતાં જે અઘરાં પુસ્તકો અંગ્રેજીમાં હતાં તે બધાં વાંચી નાખવાની તેને તક મળી, પણ અન્ય વિષયોમાં ‘ઢ’ હોવાથી મહામુસીબતે ૧૯૦૩માં તેઓ મૅટ્રિક પાસ થયા.

1908માં જાનકી સાથે લગ્ન થયાં. રામાનુજન્‌ નોકરીની શોધમાં મદ્રાસ આવ્યા. ત્યાંના ડૅપ્યુટી કલેક્ટર રામાસ્વામી અય્યર ગણિતના વિદ્વાન હતા. રામાનુજન્‌ની નૉટબુક જોઈ તેઓ તેમની પ્રતિભા જાણી ગયા. તેમણે જિલ્લાધિકારીને કહીને રામાનુજન્‌ને સ્કૉલરશીપ અપાવી અને રામાનુજને પોતાનો પહેલો શોધપત્ર પ્રગટ કર્યો. આ પત્ર ‘જર્નલ ઑફ ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટી’માં પ્રગટ થયો.

પછીના વર્ષે તેમણે મદ્રાસ પૉર્ટ ટ્રસ્ટમાં ક્લાર્કની નોકરી લીધી. આ નોકરીમાં એમને ગણિત પર ધ્યાન આપવાનો વખત પણ મળતો પણ હવે એમને કોઈ અંગ્રેજ ગણિત-વિશેષજ્ઞની મદદની જરૂર હતી. શુભચિંતક મિત્રોએ રામાનુજન્‌ના કામને લંડનના ગણિતજ્ઞો સુધી પહોંચાડ્યું. તેનાથી રામાનુજન્‌ને ખાસ મદદ મળી નહીં, પણ તેઓ થોડા જાણીતા થયા. પ્રો. શેષુ અય્યરે એમનાં સૂત્રો જોઈ લંડનના પ્રો. હાર્ડીનાં સંશોધનો વાંચવા આપ્યાં. પ્રો. હાર્ડી વિશ્વના ત્યારના મહાન ગણિતજ્ઞોમાંના એક હતા. એ વાંચીને રામાનુજને કહ્યું કે પ્રો. હાર્ડીના અનુત્તરિત પ્રશ્નોના જવાબ પોતાની પાસે છે.

આ પછી રામાનુજન્‌ અને પ્રો. હાર્ડી વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો. રામાનુજન્‌ના જીવનનો જાણે એક નવો યુગ શરૂ થયો. ઝવેરી રત્નને પારખી લે તેમ પ્રો. હાર્ડીએ રામાનુજન્‌ને ઓળખી લીધા. તેઓ આજીવન રામાનુજન્‌ના વ્યક્તિત્વ અને પ્રતિભાના પ્રશંસક બની રહ્યા. બન્ને એકબીજાના પૂરક બની રહ્યા.

પ્રો. હાર્ડીએ રામાનુજન્‌ને ઈંગ્લૅન્ડ આવી વધુ સંશોધન કરવાની પ્રેરણા આપી. અંગત કારણોસર રામાનુજન્‌ એમનો પ્રસ્તાવ સ્વીકારી ન શક્યા. ડૉ. હાર્ડીએ પ્રયત્નો ચાલુ રાખ્યા. થોડા સમય પછી રામાનુજન્‌ સહમત થયા. પ્રો. હાર્ડીએ એમને કૅમ્બ્રિજ આવવાના ખર્ચની સગવડ પણ કરી આપી અને 3,000થી વધારે સૂત્રો લખેલી નોટબુક સાથે રામાનુજને ઈંગ્લૅન્ડની ધરતી પર પગ મૂક્યો. તેઓ શાંત અને સંકોચશીલ હતા. એમની રહેણીકરણી સાદી અને સાત્ત્વિક પ્રકારની હતી. ઇંગ્લૅન્ડવાસ દરમ્યાન હંમેશાં પોતાનું ભોજન જાતે રાંધતા. પ્રો. હાર્ડી સાથે મળીને તેમણે અનેક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા.

પણ તેઓ શ્વેત ન હતા, એમની અસાધારણ પ્રતિભા કેટલાક ગોરા વિદ્વાનોને નડતી. વળી જે ઝડપથી તેમનું મગજ કામ કરતું એ ઝડપથી તેઓ પોતાને મળેલા ગાણિતિક સત્યો વિશે લખી ન શકતા. એમનું રહેઠાણ સારા વિસ્તારમાં ન હતું. લંડનની આબોહવા માફક ન આવતી. પ્રો. હાર્ડીએ એમની કૉમ્યુનિકેશન સ્કીલ અસરકારક બનાવવામાં મદદ કરી. એવામાં રામાનુજન્‌ બીમાર પડ્યા. નિદાન થયું, ટી.બી. – ભારતની પહેલી ડૉક્ટર આનંદી જોશીને પણ લગભગ આ અરસામાં વિદેશની ધરતી પર ટી.બી. થયો હતો. એ માત્ર 21 વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી.

એ સમયે ક્ષય રોગની દવા નહોતી. રામાનુજન્‌ સેનેટોરિયમમાં જઈને રહ્યા. ત્યાં પણ ગણિતનાં સૂત્રો બનાવ્યા કરતા. દરમિયાન તેમને રૉયલ સોસાયટીની ફેલોશીપ મળી. પહેલા વિશ્વયુદ્ધનાં એ વર્ષોમાં, અડધી દુનિયા પર અંગ્રેજોનું શાસન હતું અને રંગભેદનું પ્રભુત્વ હતું એવે વખતે એક ભારતીયને આ ફેલોશીપ મળવી એ બહુ મોટી ઘટના હતી. રૉયલ સોસાયટીના ઇતિહાસમાં રામાનુજન્‌ જેટલી નાની ઉંમરના કોઈ ફેલો ન હતા.

પણ બીમારીને લીધે એમને ભારત પાછા ફરવું પડ્યું. મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકની નોકરી લઈ તેઓ ફરી સંશોધનોમાં ડૂબી ગયા. ગંભીર સ્થિતિમાં પણ એમણે મૉક થીટા ફંકશન પર ઉચ્ચ સ્તરનું રિસર્ચ-પેપર લખ્યું. આ પેપરનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં કેન્સરને સમજવામાં પણ થાય છે. 1920ની 26મી એપ્રિલે માત્ર 33 વર્ષના અને ગણિતશાસ્ત્રી તરીકે આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી ચૂકેલા રામાનુજને અંતિમ શ્વાસ લીધા. દેશવિદેશના ગણિતજ્ઞો એમના મૃત્યુની ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા.

રામાનુજન્‌નું સંશોધન આજે પણ એક આશ્ચર્ય બની રહ્યું છે. 1976માં ટ્રિનિટી પુસ્તકાલયમાં એમની એક નોટબુક મળી આવી જેમાં 100 જેટલાં પાનાં ભરીને સૂત્રો લખેલાં હતાં જેને ઉકેલતાં ગણિતજ્ઞો હાંફી ગયા. મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂશન ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચએ એનું પ્રકાશન પણ કર્યું છે. રામાનુજને શૂન્ય અને અનંત વચ્ચેના આંતરસંબંધોને સમજાવવા માટે ગણિતનાં સૂત્રોનો આધાર લીધો હતો.

એમના જીવન પરથી તમિલ અને અંગ્રેજીમાં ‘રામાનુજન્‌’ ફિલ્મ બની અને 2014માં વિશ્વભરમાં રિલિઝ થઈ. એક બ્રિટિશ ફિલ્મ ‘ધ મેન હુ ન્યુ ઈન્ફિનિટી’ પણ 2015માં બની. તેમણે હાઇલી કોમ્પોઝિટ નંબર્સ પર શોધ નિબંધ લખ્યો હતો. તેમની ૧૨૫મી જન્મતિથિ પર ભારતીય ટપાલ વિભાગ દ્વારા રામાનુજનના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

આપણાં યુવાન માતાપિતાઓ બાળકોને આવી પ્રતિભાઓની વાર્તા કહી ઉછેરે તો કેવું સારું થાય !

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ડિસેમ્બર  2024

Loading

Hate transcending the boundaries: Whither dictates by Supreme Leaders

Ram Puniyani|English Bazaar Patrika - OPED|2 January 2025

Ram Puniyani

After RSS was formed it went on creating many organizations steeped in its ideology of Hindutva or Hindu Nationalism, a concept based on Aryan race, Brahminical values and the land from Sindhu to Seas. It has given birth to many organizations which are more than 100. Many other organizations have sprouted which may not be a formal part of Sangh Parivar, as known popularly, but are having the same ideology. These include many others like association of Sadhus and sants outside the VHP, the cow vigilantes and those out to initiate violence at the drop of hat in the name of Hinduism. It seems that by now many such aggressive organizations are spouting things which go much beyond what limits RSS wants to put on its followers.

For Cow vigilantes Modi had given a statement that murder in the name of cow is not acceptable, and just a few hours later a Muslim man was done to death on this issue. Apart from the phenomenon which is continuing. “Prime Minister Narendra Modi on Monday said that the significance of love, harmony, and brotherhood are central to the teachings of Lord Christ. He also urged people to strengthen these values.” Just a couple of days later the vigilante groups and even Bajrang Dal groups attacked a person in Ahmedabad who had dressed as Santa Clause and was distributing gifts. A video is going viral where two men dressed as Santa Claus being beaten up by hooligans at the Kankaria Carnival in Ahmedabad. This probably is the first year where people dressed as Santa Clause are being hauled up.

Already we had seen that Carol Singers were beaten up and since BJP came to power Carol singing has been stopped in Rashtrapati Bhavan. Bajrang Dal has also issued warnings to Hindus for their attending Christmas parties. How come these acts at the time of Christmas are seeing a new low currently?

Recently we also saw the claims on mosques that there was such a temple so it must be dug up a la Babri Masjid style. Seeing the spate of such made up claims, RSS chief Mohan Bhagwat himself said that we should not keep looking for Shivling under every mosque. It is amazing that the claim is made, and dispute created in Kashi where a fountain looking structure is claimed to be a Shivling and demand for converting the mosque into a temple boosted. After the Sambhal claims, the violence followed.

Probably shaken by this and the feeling that the Supreme Leader of the supra political outfit felt it will bring loss of face for ‘RSS Combine’ and so he gave a sane looking call, “The Ram Temple was about faith, and Hindus wanted it built. But raising disputes about new sites out of hate is unacceptable,” he said. “Some people think they can become leaders of Hindus by creating new controversies. How is this allowed?”

And lo and behold most of the fringe organizations of Hindutva politics are coming forward to oppose it. One knows that RSS is a strict disciplinarian organization, and its members do not violate the commands of its leader. So who are these Senas, Dharma Sansads springing up by a dozen and going against the appeal of Bhagwat?

To cap it all, RSS’s unofficial mouth piece Organizer itself came forward to articulate the fringe elements’ demands and wrote that “Temple restorations are a quest for our identity! (TOI Dec 27, 2024). It also claims that temple restorations are for our national identity and to seek civilizational justice.

How come the hate is so pervasive that it is crossing the limits set by its own leaders? Is it that the leaders like Prime Minister Modi want the actions leading to hate to continue, as it strengthens their politics? If not then why are the perpetrators of violence are enjoying impunity? Why does the whole system from spreaders of hate speech, to those responsible for maintaining law and order and even to some extent even the judiciary have a soft corner for these criminal elements.

Having enjoyed the impunity for destroying Babri Mosques and lynching in the name of cow/beef or on killings and torture on the charge of ‘love-jihad’, now they know they can get away with their illegal acts. They feel that law may be bent to ensure that they are exonerated.

The phenomenon of Organiser opposing Bhagwat arouses curiosity. Is there a split within RSS on the issue? Bhagawat trying to talk peace and harmony and the managers of Organiser feeling that the path of Hate and violence should be pursued to its fullest depth.

There is another aspect which needs to be understood. When such phenomenons are unleashed for political benefits, initially the leaders congratulate themselves for their success in the electoral arena. From top to bottom diverse elements spring up and as Mr. Bhagawat said some of them ape for higher political position and influence. They are the one’s continuing their earlier political roots of which were sown by their leaders. One recalls that previous top RSS leader K. Sudarshan, who later became RSS Chief, was on the stage when Babri mosque was being demolished. This has been a classical case of crime and no punishment.

All the guilty of this dastardly crime of babri demolition were finally given ‘not guilty’ chit and the judge who did this for the communal politics, got a plum job after his retirement.

As they say, ‘as you sow, so you reap’, the demolition of Babri process as a whole tells us that it was not just a spreading of fake narratives of temple destructions, and many myths against Muslims. The result is there for us to see, where even the Supreme authority of RSS is not being listened to. The anti Christian campaign is just a continuation of the decades old propaganda against Christians that they are converting by force, fraud and allurement.

The likes of Bhagwat and Modi are witnessing right in front of their eyes that the Genie can be unleashed from the bottle, but to put it back is a task, which is close to impossible.

Loading

प्रोफेसर की डायरी: દેશમાં પ્રવર્તમાન ઉચ્ચશિક્ષણની સમસ્યાઓ અંગે એક એડહોક અધ્યાપકના સ્વાનુભવ બયાન કરતું ૨૦૨૪ના વર્ષનું ગર્મજોશ પુસ્તક

ઈશાન ભાવસાર|Opinion - Opinion|1 January 2025

ઈશાન ભાવસાર

તાજેતરમાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ ૨૦૨૪ની મુલાકાત દરમ્યાન રાજકમલ પ્રકાશનનાં સ્ટોલ પર અનાયાસે એક પુસ્તક મારા હાથે ચડ્યું. એ પુસ્તકનું કવરપેજ બહુરંગી અને ઘણું આકર્ષક હતું. એ પુસ્તકનું નામ હતું : પ્રોફેસર કી ડાયરી. લેખક પૂછો તો डॉ. लक्ष्मण यादव (લેખકનું નામે ય સાવ અજાણ્યું. કવરપેજ ઉપર અત્યારની પુસ્તકવેચાણની માર્કેટિંગ શૈલી મુજબ ૧૫ દિવસમાં ૧૬,૦૦૦+ આવૃત્તિઓની ખપત થઇ ગઈ છે, એનું બેનર ફરકાવ્યું હતું. એ તો જાણે સમજ્યા, પણ હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હોવાને લીધે મને આ ટાઈટલ તરત સ્પર્શી ગયું. પ્રોફેસર-કી-ડાયરી. એકેક શબ્દ મેં જોખી જોયો. આમ તો ટેકનીકલી હું ‘લેકચરર’ છું પણ લલિત ખંભાયતા અને હર્ષ મેસ્વાણીયા જેવા મિત્રો ‘પ્રોફેસર’ તરીકે જ સંબોધે છે. અંગત જીવનમાં કે સમાજમાં ઘટેલી કોઈ મહત્ત્વની ઘટના કે પ્રવાસયાત્રા દરમ્યાન થોડુંઘણું ડાયરીલેખન પણ કરી જાણું. એટલે આ પુસ્તક જાણે કોઈક પ્રકારે મારી જ વાત કરતું હશે કે મને સ્પર્શતું હશે એવું પાનાં ફેરવ્યા વગર જ માની લીધું. (દિલ કો બહેલાને કે લિયે ખ્યાલ અચ્છા હે!) પછી એને પલટીને બેકકવર જોયું તો ત્યાં એ પુસ્તકની પ્રશસ્તિઓ બાંધી હતી. પણ એની નીચે બોલ્ડ જેટ-બ્લેક અક્ષરોમાં લખેલું વાક્ય મને જાણે સણસણતી બુલેટ આવીને છાતીમાં ચોંટી જાય, એમ ચોંટી ગયું : 

एक डरा हुआ शिक्षक अपनी कक्षाओं में रीढ़-विहीन विद्यार्थी तैयार करता है, जो समाज में जाकर मुर्दा नागरिक में तब्दील हो जाता है।

આ એક જ વાક્ય વાંચીને મેં પુસ્તક ખરીદવાનું મન બનાવી લીધું. ડૉ. લક્ષ્મણ યાદવ એક ઈન્ટરવ્યુમાં કહે છે કે મૂળ તો પુસ્તકનું શીર્ષક ‘ઠેકે પર પ્રોફેસર’ એવું રાખવું હતું પણ પ્રકાશકોએ એ ભડકાઉ શીર્ષક જોઇને જ વિવાદ થવાની બીકે છાપવાનો ઇન્કાર કરતા એની પ્રત પાછી મોકલી આપી હતી, અને છેવટે, શીર્ષકમાં બાંધછોડ કરીને પુસ્તકની રચનારીતિ ડાયરીનોંધોનાં સ્વરૂપની હોઈ એને અનુલક્ષીને ‘પ્રોફેસર કી ડાયરી’ એવું નામ પસંદ કર્યું હતું. પુસ્તકની અંદર આપેલો લેખકનો પરિચય આ મુજબ છે :

‘ડૉ લક્ષ્મણ યાદવ અધ્યાપક, જન બુદ્ધિજીવી, અને સામાજિક કાર્યકર છે. તેઓ ભારતીય સમાજની સંઘર્ષધર્મી જનપક્ષધર ધારાઓને એક મંચ પર લાવવાની કોશિશ કરતા રહે છે. એમનાં માટે સમાજવાદ, આંબેડકરવાદ, સ્ત્રીવાદ અને આદિવાસીઓના સંઘર્ષ સામાજિક ન્યાયની એક બૃહદ્દ લડાઈના અલગ-અલગ રંગ છે. એ અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી તુલસીદાસ વિષયક વિવેચન પર એમણે એમનું શોધકાર્ય કર્યું છે. દોઢ દાયકા જેટલા સમય સુધી તેમણે દિલ્હી યુનિવર્સિટીની ઝાકીર હુસેન કોલેજમાં અધ્યાપનકાર્ય કર્યું છે. તુલસીદાસ પર એમનું એક પુસ્તક પણ પ્રકાશિત થઇ ચુક્યું છે.’

આપણે ત્યાં એક પુસ્તકની એવરેજ ૫૦૦ નકલો છપાય અને બીજી નકલ છપાતાં પાંચ-દસ વર્ષ નીકળી જાય ત્યારે ‘પ્રોફેસર કી ડાયરી’ ફેબ્રુઆરી, ૨૦૨૪માં પ્રકાશિત થાય છે અને ફેબ્રુઆરી મહિનામાં જ પુસ્તકની ત્રીજી નકલ છાપવી પડે છે, એટલી તો ચપોચપ એની નકલો ખપી જાય છે. પુસ્તકનું અર્પણ ‘રોહિત વેમુલા અને એના જેવી અધૂરી રહી ગયેલી અગણિત સંભાવનાઓને નામ’ કરવામાં આવ્યું છે. ૧૬૦-પાનાના પુસ્તકમાં ચાર પાનાંની ભૂમિકા પછી પહેલી નોંધની શરૂઆત ઓગસ્ટ ૨૦૧૦થી થાય છે અને છ ડિસેમ્બર, ૨૦૨૩ના છેલ્લી ડાયરી નોંધ છે એ જોતા પુસ્તકમાં નિરુપિત ઘટનાઓનો સમયફલક ચૌદ વર્ષનો છે. 

‘પ્રોફેસર કી ડાયરી’ લખવાનો ઉદ્દેશ્ય સાફ છે. વિશ્વગુરુ બનવાના દાવાઓ વચ્ચે દેશની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની પડતીનું અહીં ચિત્રણ છે. આ ચિત્રણની પાછળ લેખકનો દોઢ દાયકાનો દેશની રાજધાનીના દિલ્હી વિશ્વવિદ્યાલયમાં એડહોક અધ્યાપક તરીકે નોકરી કરવાનો સ્વાનુભવ રહેલો છે. તેમણે પોતાના અધ્યાપકીય જીવનકાળ દરમ્યાન ઘટતા નાના-મોટા પ્રસંગોને તારીખવાર નોંધી રાખ્યા હતા. લેખક એક દલિત બહુજન વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને ઉચ્ચ શિક્ષણ પામનારા અને એવી સંસ્થામાં અધ્યાપન કરાવનારા પોતાના કુટુંબમાંથી પહેલાં છે. આમ તો લેખક અલાહાબાદ યુનિવર્સિટીમાંથી ભણીને અહીં દિલ્હી I.A.S. બનવા માટે આવેલા હતા કે સમાજમાં ‘આમૂલચૂલ પરિવર્તન’ કરીશું. પણ દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી કર્યું અને પ્રોફેસરની લાઈન પકડી જે એમના પિતાજીના કહેવા મુજબ આમૂલચૂલ પરિવર્તન માટે ‘કલેટ્ટર’ કરતા કંઈ ઓછી નહોતી કારણ કે પ્રોફેસર તો પેઢીઓને બદલે છે. પણ હિંદી સાહિત્યમાં JRF (Junior Research Fellowship) મેળવી ચુકેલા ડૉ. લક્ષ્મણને આંટીઘૂંટી ભરી સિસ્ટમને કારણે કાયમી પ્રોફેસર થવાની જગ્યાએ એડહોક (હંગામી) પ્રોફેસર બનવું પડે છે. 

આવો, તો પુસ્તકના કેટલાક અંશો જોઈએ :

1. આ એક એવો વ્યવસાય છે જેમાં શિક્ષકને છોડીને બધું જ કાયમી હોય છે. સિલેબસ, સ્ટૂડન્ટ, નોટ્સ, ચોક, ડસ્ટર, માર્કર, બિલ્ડીંગ, એક્ઝામ, ઈવેન્ટ્સ, ડ્યૂટીઝ આ બધું જ કાયમી; પણ એના પાયામાં ઊભેલો એક શિક્ષક ખુદ કાયમી નથી હોતો.

2. ઓછાવત્તા અંશે દેશની દરેક શૈક્ષણિક સંસ્થામાં અડધાથી વધારે શિક્ષકોના પદ ખાલી પડેલા છે. આમાંથી આરક્ષિત ક્વોટાના ૯૦%થી વધુ પદો પર કાયમી નિમણૂકો જ કરવામાં આવી નથી. તમે તમારા ગામની આસપાસની સરકારી સ્કૂલોની બદહાલી જોઈ શકો છો. વિશ્વવિદ્યાલયો અને ડિગ્રી કોલેજોની હાલત પણ આનાથી બહેતર નથી. કેટલાક કેન્દ્રિય વિશ્વવિદ્યાલયો અને ડિગ્રી કોલેજોને છોડીને ભારતની સરકારી શિક્ષણ સંસ્થાઓ પોતાના સૌથી ખરાબ સમયમાં છે. ઘણીખરી સંસ્થાઓ પાસે ન તો ઈમારત છે કે ન શિક્ષક. બધું સારું છે પણ માત્ર કાગળ પર કાગળ પર ઇમારતો, કાગળ પર શિક્ષક, કાગળ પર શિક્ષણ અને એ જ કાગળ પર વહેંચવામાં આવતી ડિગ્રીઓ. બી.એડ. અને ઈજનેરી કોલેજો ખુલવાની અને પછી પાટિયા પડી જવાની ત્રાસદીથી તો તમે પરિચિત હશો. આ વાંચતી વેળા તમારી આસપાસની સરકારી સ્કૂલ, ડિગ્રી કોલેજ, અને વિશ્વવિદ્યાલયોને યાદ કરજો.

3. મોટા ભાગના ઈન્ટરવ્યુમાં એની તારીખની પહેલા તો પરિણામ નક્કી કરી લેવામાં આવતું હોય છે. પ્રિન્સિપલ, ટીચર ઇન્ચાર્જ તો ક્યારેક સિનિયર મોસ્ટ એ નિર્ણય લઇ ચુક્યા હોય છે જે ફક્ત ઘોષિત કરવાનો બાકી છે. આ નિર્ણયમાં બાહ્ય તાકાતોની બહુ મોટી ભૂમિકા હોય છે. દરેક માસ્ટર પાસે એક દિલ હોય છે; જે પરિવાર, જાતિ, ભાષા, ક્ષેત્ર, પાર્ટી, કે વિચારધારા જોઇને ધડકે છે. મુશ્કેલીથી પાંચ-દસ ટકા કિસ્સાઓમાં જ ઈન્ટરવ્યુના આધારે ઉમેદવારનું ચયન થતું હોય છે. આપણે ત્યાં જાતિ પેરાસીટામોલ છે. પ્રધાનથી લઈને પ્રધાન મંત્રી સુધી રાજનીતિની આ દવાનો બહુ કુશળતાથી ઉપયોગ કરે છે.

4. હું મારી અંદર આમૂલચૂલ પરિવર્તન લાવવાવાળા પ્રોફેસર સાથે સમાધાન કરી ચૂક્યો હતો. નોકરીને લઈને આ સમજૂતી બહુ કારગર રણનીતિ સાબિત થતી હતી પણ કરોડરજ્જુને લઈને તો ઘણી ખતરનાક. કરોડરજ્જુનું હાડકું જો તંગ રહે તો ઝૂકતી વેળાએ દર્દ ઊઠે છે. કરોડરજ્જુ સખ્ત થઇ તો પોતાને અને લચીલી થઇ તો સિસ્ટમને ફાયદો થાય છે. કરોડરજ્જુ બહુ ખરાબ ચીજ છે, સફળ થવાની શરતો એને ઝુકાવી દે છે. પણ એ જ્યાં સુધી બચેલી રહે છે ત્યાં સુધી ધનુષની પ્રત્યંચાની માફક તંગ હાલતમાં રહે છે. લચકદાર થતા જ તમે ક્યાંય પણ ‘સેટ’ થઇ જાઓ છો.

5. વાસ્તવમાં કોઈ પણ કોલેજમાં કે યુનિવર્સિટીના સ્ટાફરૂમમાં ઘુસતા જ તમે ચપટી વગાડતાં જ  કહી શકશો કે આમાંથી કોણ-કોણ અસ્થાયી એડહોક છે અને કોણ-કોણ કાયમી પ્રોફેસર. હસાહસ, ખાણીપીણીની સુગંધ, રેસીપીની ગોસિપ, પહેરવેશની ચર્ચાઓથી લઈને ફ્લેટની ખરીદી, સરકાર બનાવવા કે ગબડાવવાની, મોબાઈલ અને ગાડીઓના નવા-નવા મોડલોના તુલનાત્મક અભ્યાસ કરવાના સંવાદો જે દિશામાંથી આવે તે સૌ કાયમી લોકો હશે.

ડૉ. લક્ષ્મણ યાદવ

‘પ્રોફેસર કી ડાયરી’માં કાયમી અને હંગામી (એડહોક) એમ બે પ્રકારના પ્રોફેસરોની પેચીદી સિસ્ટમ, દરેક એડહોક પ્રોફેસરે દર ચાર મહિનાને અંતે ફરીથી લેવા પડતા જોઈનીંગ લેટરના ‘રીચાર્જ’ની સિસ્ટમ, મહિલા એડહોકનાં ફેમિલી પ્લાનિંગ અને મેટરનીટીને લઈને પ્રશ્નો,  શોધાર્થીએ વગર પગારના વેઠિયાની જેમ કરવા પડતા ગાઈડના અનેક અંગત કામો, પ્રોફેસરોની નિયુક્તિઓ માટે થતા ઈન્ટરવ્યુના ‘ખેલ’, અને એ ખેલમાં વારંવારની હારથી હતાશ થઈને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકવાના ચૂરચૂર થઇ ગયેલા સપનાંઓ લઈને ‘ખોવાઈ’ જતા અનેક આશાસ્પદ અને ‘મેરીટ’ ધરાવતા નવયુવાનો, ફેલોશીપ મેળવવાની પળોજણ, પરિવારની મજબૂરીને કારણે નોકરી અને ભણતર વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કરતા વિદ્યાર્થી, અધ્યાપક મંડળો દ્વારા શિક્ષણક્ષેત્રે સરકારી નીતિઓ વિરુદ્ધ પ્રદર્શનો, પ્રાઈવેટ કોલેજોનાં ગોરખધંધાઓ, ચોક્કસ રાજકીય રંગ અને એજન્ડા સાથે વિશ્વવિદ્યાલયોમાં યોજાનારી ઇવેન્ટો, કાયમી પ્રોફેસરોના ખુદના બાળકોનો વિદેશમાં અભ્યાસ, રોસ્ટરનો પ્રશ્ન અને એના પગલે થયેલા વિરોધ પ્રદર્શનો, વગેરે પર પ્રકાશ પાડે છે. 

લેખકે પુસ્તકમાં મોટા ભાગની સંસ્થાઓ અને વ્યક્તિઓનાં નામ બદલી નાખ્યાં છે, જેથી વિવાદ કે સનસનાટીની જગ્યાએ મૂળ મુદ્દાઓ પર લોકોનું ધ્યાન જાય. આમ છતાં પુસ્તકમાં ગર્મજોશી પણ છે અને ગમગીનીયત પણ. કારણ કે ડૉ. લક્ષ્મણ યાદવને અંતે તો એમની ગર્મજોશી ભારે પડે છે. અધ્યાપકમંડળોના જાહેર વિરોધપ્રદર્શનોમાં એડહોક અધ્યાપક તરીકે નેતૃત્વ લેવાને કારણે અને સત્તાવિરોધી જાહેર ભાષણોને કારણે તેઓ સત્તાધારીઓના ‘બ્લેકલિસ્ટ’માં આવી જાય છે, અને એમને એક દિવસ એડહોક અધ્યાપક તરીકેની નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. ૧૪ વર્ષની અધ્યાપક તરીકેની સેવા પછી આ રીતે કોઈ અધ્યાપકને આ રીતે નોકરીમાંથી રુખસદ મળે – અને એ પણ જ્યારે એ અધ્યાપક ‘પરમેનન્ટ’ (કાયમી) થવાની આશમાં હોય –  ત્યારે એના પર આભ ન તૂટી પડે તો જ નવાઈ કારણ કે આપણા દેશમાં હજુ ય ઘણાં ઘરોમાં એક ‘પુરુષમાણસ’ કમાનાર હોય છે અને એની આવક પર પરિવારનાં બીજા સભ્યો નિર્ભર હોય છે. છતાં આ અણધારી આપદામાં પણ લડાયક મિજાજના ડૉ. યાદવ તૂટી ગયા નથી. એક ઈન્ટરવ્યુમાં એ કહે છે કે એક દિવસ મને ન્યાય મળશે, અને ફરીથી હું મારા વિદ્યાર્થીઓ વચ્ચે જઈને ભણાવી શકીશ કારણ કે ભણાવવું મારું ‘પેશન’ છે. એમના કહેવા પ્રમાણે આ પુસ્તક લખ્યા પછી તો એવું થવાના ચાન્સ એથી પણ ઓછા થઇ ગયા છે કારણ કે કોઇ પણ કોલેજ બળતું ઝાલવા તૈયાર નથી. હાલ તેઓ યુટ્યૂબ પર Dr.Laxman Yadav કરીને ચેનલ ચલાવે છે જેના આજની તારીખે 1.09M સબસ્ક્રાઇબર છે. આ ચેનલ પર તેઓ હિંદી બેલ્ટનાં સાંપ્રત રાજકારણની ઘટનાઓનું આંબેડકરવાદી દૃષ્ટિકોણથી વિશ્લેષણ રજૂ કરતા હોય છે. આશા કરીએ કે ડૉ. યાદવ ફરીથી સસન્માન વિદ્યાર્થીઓ સાથે રૂ-બ-રૂ થઇને એમને હિંદી સાહિત્ય ભણાવી શકે. 

આ પુસ્તકનો પરિચય કરાવવા સાથે વિદાય લેતા વર્ષના રામ-રામ અને સૌને ૨૦૨૫ના નવા વર્ષની શુભેચ્છાઓ !

01 જાન્યુઆરી 2025
સૌજન્ય : ઈશાનભાઈ ભાવસારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...302303304305...310320330...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved