Opinion Magazine
Number of visits: 9685623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉન્ગ્રેસ નામનું ટકી રહેલું ઘાસ કામનું છે; ગેર-ભા.જ.પ.વાદ માટે આનો ખપ છે. એ ઘાસ ગમે ત્યારે પાછું કોળાઈ શકે છે; ગેર-ભા.જ.પ.વાદ માટે બાધારૂપ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 November 2018

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ વિરોધ પક્ષો એકતા સાધવાના કામે લાગી ગયા છે. ભારતીય રાજકારણનું આ સ્થાયી તત્ત્વ છે. જ્યારે દેશમાં કૉન્ગ્રેસનું એકચક્રી શાસન હતું ત્યારે આની શરૂઆત થઈ હતી. ૧૯૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં પરાજય પછી તરત જ સમાજવાદી પક્ષ અને આચાર્ય કૃપાલાનીના કિસાન મજદૂર પ્રજા પાર્ટીનું વિલીનીકરણ થયું હતું અને પ્રજા સમાજવાદી પક્ષ અસ્તિત્વમાં આવ્યો હતો. સ્વભાવત: સમાજવાદીઓ સાથે રહી ન શકે એટલે એમાં વિભાજન થયું અને સમવિચારી પક્ષોનું વિલીનીકરણ કે એકતાનો અંત આવી ગયો.

એની વચ્ચે ૧૯૫૭ અને ૧૯૬૨માં કૉન્ગ્રેસનો ભવ્ય વિજય થયો અથવા વિરોધ પક્ષોનો કારમો પરાજય થયો એ પછી તો વિરોધ પક્ષોની, ખાસ કરીને સમાજવાદીઓની હતાશાની કોઈ સીમા રહી નહોતી. સમવિચારી જ શા માટે? વિષમવિચારી પક્ષો વચ્ચે પણ કેમ ચૂંટણીજોડાણ ન થાય? ડૉ. રામ મનોહર લોહિયાએ આ થિયરી રાખી હતી જેને ગેર-કૉન્ગ્રેસવાદ તરીકે ઓળખાવવામાં આવતો હતો. વિષમવિચારી પક્ષો વચ્ચે જોડાણ કરવું હોય અને તેમાં પણ ફાસિસ્ટ વિચારધારામાં માનતા ભારતીય જનસંઘને સાથે લેવો હોય તો દેખીતી રીતે કૉન્ગ્રેસનું સત્તામાં હોવું એ ફાસિવાદના હોવા કરતાં વધારે ખતરનાક છે, એમ બતાવવું પડે. ડૉક્ટરસાહેબે એ જવાબદારી ઉઠાવી લીધી હતી. સિદ્ધાંતવિહોણા સમાધાનકારી રાજકારણ અને ખાસ પ્રકારની વિચારધારા આધારિત રાજકારણમાં જમીન-આસમાનનો ફેર છે, એ ત્યારે કૉન્ગ્રેસ સામેના પ્રચંડ રોષના કારણે ધ્યાનમાં આવ્યું નહોતું. આ લખનારને પણ ધ્યાનમાં આવ્યું નહોતું એની આજ કબૂલાત કરવી જોઈએ.

સમાજવાદીઓએ અને પ્રગતિશીલ ઉદારમતવાદી સેકયુલરિસ્ટોએ હોંશેહોંશે ફસિવાદીઓની પાલખી ઉઠાવી હતી. કૉન્ગ્રેસ સામેનો રોષ હતો અને રોષ હોવા માટેનાં વાજબી કારણ પણ હતાં. કૉન્ગ્રેસીઓની ચરબીના થર કાંઈ ઓછા નહોતા. પરિણામે સમાજવાદીઓ અને બીજા સેક્યુલર પક્ષોની સાથે અને તેમની કંપનીમાં ધીરે-ધીરે ફાસિસ્ટ તત્ત્વોને અને તેમના રાજકીય પક્ષ ભારતીય જન સંઘને (એ પછી બી.જે.પી.ને) સમાજમાં આદર મળવા લાગ્યો અને રાજકીય કદ પણ વધવા લાગ્યું. જેને કોઈ ચીપિયાથી પણ અડતું નહોતું, એવા અછૂત મનાતા જન સંઘના નેતાઓ વિપક્ષી રેલીઓમાં રામલીલા મેદાનમાં અને અન્યત્ર દિગ્ગજ વિપક્ષી નેતાઓ સાથે નજરે પડવા લાગ્યા.

આજે કૉન્ગ્રેસ ફેંકાઈ ગઈ છે, અને કૉન્ગ્રેસની જગ્યા બી.જે.પી.એ લઈ લીધી છે. જેમણે બી.જે.પી.ને સિંહાસન સુધી પહોંચાડી. એ સમાજવાદી કૂળના તેમ જ કૉન્ગ્રેસના અસંતુષ્ટ નેતાઓ અને તેમના રાજકીય પક્ષો હવે બી.જે.પી.ને સિંહાસન પરથી ઉતારવાના કામે લાગ્યા છે. ત્યારે ગેર-કૉન્ગ્રેસવાદ હતો તો આજે ગેર-ભા.જ.પ.વાદ છે. ગેર-કૉન્ગ્રેસવાદ વખતે જન સંઘનું શું કરવું, એ પ્રશ્ન હતો તો આજે ગેર-ભા.જ.પ.વાદમાં કૉન્ગ્રેસનું શું કરવું એ પ્રશ્ન છે. ત્રણ ફરક છે; ત્યારે ગેર-કૉન્ગ્રેસવાદ માટેની ઠીકઠીક પ્રમાણમાં ગળે ઊતરે એવી એક થિસીસ ડૉ. લોહિયાએ વિકસાવી હતી, જે અત્યારે ગેર-ભા.જ.પ.વાદ માટે હજુ તૈયાર થઈ નથી. બીજો અને મોટો ફરક એ છે કે ત્યારે જન સંઘ તેની વિચારધારાને કારણે અછૂત હતો, જ્યારે કૉન્ગ્રેસ તેની વિચારધારાના કારણે અછૂત નથી. ત્રીજો મોટો ફરક એ છે કે ત્યારે વિરોધ પક્ષો હજુ અજમાવાયેલા નહોતા, એટલે બધા પવિત્ર ગાય જેવા હતા. કૉન્ગ્રેસીઓ ઠગ અને વિપક્ષી નેતા દેશભક્ત મૂલ્યનિષ્ઠ. આજે ભારતમાં કોઈ પણ નેતા આવી આબરૂ ધરાવતો નથી. તેમનો ભ્રષ્ટાચાર અને પરિવારવાદ લોકોની સામે છે.

ફાસિવાદ કરતાં કૉન્ગ્રેસ દેશ માટે વધારે મોટું દૂષણ છે, એ સાબિત કરવા માટે ડૉ. લોહિયાએ શીર્ષાસન કરવું પડ્યું હતું. દેખીતા ઉત્તરને ગળે ઊતરે એ રીતે ઉલટાવવો અને જે દેખીતો ઉત્તર ન હોય એને સ્થાપવો એ અઘરું કામ છે. એ તો ડૉ. લોહિયા મેધાવી માણસ હતા અને કૉન્ગ્રેસ માટે ઠાંસીઠાંસીને નફરત ભરી હતી એટલે કરી શક્યા હતા. પણ એ ન ભૂલવું જોઈએ કે ડૉ. લોહિયાની ગેર-કૉન્ગ્રેસવાદની કાચી અને અનેક છિદ્રોવાળી થિસીસને માન્યતા મળી એનું કારણ તેઓ સત્તાની બહાર હતા અને અજમાવાયેલા નહોતા એ હતું. સમાજવાદીઓનું નામ પડે અને લોકોના મનમાં આદર પેદા થતો (પછી ભલે મત ન આપે) અને જનસંઘીઓ માર્ગ ભૂલેલા પણ દેશભક્તો લાગતા હતા.

આદરણીય સમાજવાદીઓએ અને અસંતુષ્ટ કૉન્ગ્રેસીઓએ મળીને માર્ગ ભૂલેલા દેશપ્રેમીઓને સત્તા સુધી પહોંચાડી દીધા. નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછી જેમના મનમાં રહી સહી શંકા હતી, તેમને પણ ખાતરી થઈ ગઈ કે આ માર્ગ ભૂલેલા નથી, પરંતુ પોતાના માર્ગને વરેલા ફાસિવાદીઓ છે. એવું નથી કે આ બ્રહ્મજ્ઞાન પહેલી વખત થયું છે. જવાહરલાલ નેહરુ, વિનોબા ભાવે અને બીજા અનેક લોકોએ આવું કહ્યું હતું અને ચેતવણી આપી હતી. એટલે તો વિનોબા ભાવેએ જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં થયેલા બિહાર અંદોલનનો વિરોધ કર્યો હતો. જે લોકોની રાષ્ટ્રની કલ્પના જ આપણી સહિયારા રાષ્ટ્રની સહિયારી કલ્પના કરતાં સાવ જુદી હોય, એ હમસફર કઈ રીતે બની શકે? જવાહરલાલ નેહરુએ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને પૂછ્યું હતું.

તો વાત એમ છે કે વિરોધ પક્ષોની ત્યારે આબરુ અકબંધ હતી એટલે ડૉ. લોહિયા અઘરી થિસીસ આસાનીથી તૈયાર કરી શક્યા હતા અને અત્યારે આબરુ રહી નથી એટલે ગેર-ભા.જ.પ.વાદની સાવ સરળ થિસીસ અઘરી પડી રહી છે. આની વચ્ચે કૉન્ગ્રેસ છે; હારેલી, થાકેલી, કરેલાં પાપોનો બોજ ઢસડનારી અને ૨૦૧૪માં ફેંકાઈ ગયેલી. આમ છતાં એ કૉન્ગ્રેસ છે. આસેતુ હિમાલય ભલે ઘાસરૂપે, પણ અસ્તિત્વ ધરાવનારી. ભારતમાં એવી એક ઇંચ ભૂમિ નથી જ્યાં કૉન્ગ્રેસ જમીનને બાધેલા અને ટકી રહેલા ઘાસ સ્વરૂપે અસ્તિત્વ ન ધરાવતી હોય. એ ઘાસ કામનું છે. ગેર-ભા.જ.પ.વાદ માટે આનો ખપ છે. એ ઘાસ ગમે ત્યારે પાછું કોળાઈ શકે છે. ગેર-ભા.જ.પ.વાદ માટે બાધારૂપ છે. પાંચ દાયકા પહેલા< જનસંઘનો ડર નહોતો; કારણ કે દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સિવાય બીજા કોઈ રાજ્યમાં જનસંઘનું કોઈ અસ્તિત્વ જ નહોતું. ડૉ. લોહિયા આને કારણે અઘરી થિસીસ તૈયાર કરી શક્યા હતા. આની સામે કૉન્ગ્રેસનો ડર છે, કારણ કે કૉન્ગ્રેસ છેવટે ભાંગ્યું તો ય ભરૂચ છે. આને કારણે આસાન થિસીસ અઘરી પડી રહી છે.

કર્ણાટકની પેટા-ચૂંટણીનાં પરિણામો પણ આવી ગયાં છે એની વચ્ચે વિપક્ષી એકતાની વધુ વાત આવતીકાલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 નવેમ્બર 2018

Loading

અજાણ્યા પ્રદેશમાં

નવ્યાદર્શ|Opinion - Short Stories|7 November 2018

અમી, મારી ફ્રેન્ડ, મિત્ર, હમદર્દ, સહેલી, સખી જે કહો તે.

જ્યારે મળે એટલે અમે, રસ્તા વચ્ચે બેસતાં પણ શરમાતાં નહિ અને પાગલની જેમ આળોટતાં. લોકો અમને પાગલ જ સમજતાં, પણ અમે તો અમારી મસ્તીમાં ગળાડૂબ થઈ જતાં.

હોસ્ટેલની એ જિંદગી જ્યારે યાદ આવે છે, ત્યારે અમી આપોઆપ મારા ચહેરા પર સ્મિત બનીને ઝૂલી રહે છે.

એનામાં શું હતું? બસ નિખાલસતા. એ મને માનતી હતી, મારી સાથે હું જેમ કહું એમ કરતી હતી અને મને જાણે સહિયારીથી થોડું ઊંચું સ્થાન આપતી હતી. વાતો તો ખૂટતી જ નહીં અમારી, નહીં મારી. એ તો સાંભળતી જ હતી માત્ર. પણ ઘણીવાર એ બોલવાનું ચાલું કરે અને મને સંભાળવું ન ગમે એટલે હું ‘હમમ હમમમ હમમમ ….’ કર્યે જતી. એ સમજી જતી અને મારી પર ચડી બેસતી.

કહેતી : ‘ક્યારેક અમને પણ સાંભળી લેવાય.’

પણ હું શું કરું? બોલવાની ટેવ તો મને જ ને, એ સંભાળે, ક્યારેક બોલે તો હું સાંભળી સાંભળીને થાકી જાઉં.

જેમ કે, અમે ત્રણ સહેલી, સખી. પણ અત્યારે અમે બે જ છીએ. એક અમારાથી જ નહીં બધાથી દૂર ચાલી ગઈ છે.

અમારી એ મિત્ર એટલે રિદ્ધિ જેને ક્યારે ય સિદ્ધિ મળી જ નહીં. એમને એક મિત્ર અને સમય જતાં એ મિત્રને રિદ્ધિ પાગલની જેમ ચાહવા લાગી. જેમ જેમ તે તેના પ્રેમમાં ડૂબતી ગઈ તેમ તેમ અમારાથી પણ બહુ દૂર ચાલી ગઈ.

પણ તેનો મિત્ર બહુ ચાલાક હતો, તેની નજર રિદ્ધિના દેહ પર હતી, લાગણીઓ તો તેના દેહ સુધી જવાનું માધ્યમ હતી.

એ જ્યારે મળતો ત્યારે તેને પાગલ કરી જતો.

તે અમને કહેતી, ‘વિકાસ તો વિકાસ છે, બસ મારો જ છે તે. જો આજે તે મારા માટે શું લાવ્યો?’

હસતી હસતી તે પોતાની ગિફ્ટ અમને બતાવતી હતી. પર્સ, કપડાં, ચોકલેટ, ચૂડીઓ, ઘડિયાળ, ફૂલો વગરે …. અમે પણ ક્યાં દુનિયા જોઈ હતી જે ખબર પડે કે ગિફ્ટ પણ માધ્યમ હોય દેહ સુધી જવા માટે.

એક દિવસ રિદ્ધિ અમીને અને મને મળીને ઢીંગલી માફક તૈયાર થઈને હસતી હસતી ચાલી ગઈ હતી. વિકાસ અને તે બંને આજે ખાસ મળવાના હતાં. એ કહેતી હતી કે વિકાસનો આજે બર્થડે છે.

બાગ-બગીચા ખૂંદતાં તેઓ જઈ ચડ્યાં દૂર રસ્તાઓ પર. એક વિરાન જગ્યા પર બંને એકબીજાંની બાહોમાં બાહો નાખી બેઠાં હતાં, આંખોનું તારામૈત્રક રચાયું હતું. વિકાસનો હાથ ધીરે ધીરે રિદ્ધિના શરીર પર આગળ વધવા લાગ્યો. રિદ્ધિને થોડું અજીબ અને અજુગતું લાગ્યું. તેણે તેનો હાથ પકડી, તેને ચૂમી અને કહ્યું, ‘બસ આટલું? એથી વધુની જરૂર છે?’

વિકાસ સૂન્ન બની જોઈ જ રહ્યો. એણે આગળ વધવાની ઘણી કોશિશ કરી પણ તે આજે સફળ ન થયો. આખરે તેણે છેલ્લું હથિયાર પણ અજમાવી લીધું.

‘આજે મારો બર્થડે છે તો આજે મારું જ ચાલે ને? બસ હું જે માંગુ તે આપી દે.’

રિદ્ધિ વિચારમાં પડી, તેણે કહ્યું, ‘બધું જ તો તારું છે, આજે નહીં તો કાલે, તો આજ જ શા માટે?’

અને તે ઊભી થઈને ચાલતી થઈ ગઈ. આખરે વિકાસને પણ ઊભું થવું પડ્યું.

આ પછી રિદ્ધિ અને તેમની વચ્ચે ઝગડાઓ ચાલુ થઈ ગયા હતા. રિદ્ધિની આંખો જ્યારે સાંજ ઢળતાં ભીની થઈ જતી. એને ક્યાં ખબર હતી કે પ્રેમ પણ દેહ દ્વારા વેચાય છે.

એક દિવસ તે ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ, સુંદર પણ લાગતી હતી, જાણે પરી ન હોય. પણ તેના ચહેરા પર ચમક ન હતી. તેના ચહેરા પર આજે જે સ્મિત હતું તે જાણે અમને કંઈ કહેવાં પૂરતું જ હતું.

એ દિવસે જ્યારે તે સાંજે આવી ત્યારે તેના પરીઓવાળાં કપડાં વીંખાઈ ગયેલાં હતાં. તેનું તેજ  સાંજ પછીના અંધકાર જેવું હતું.

થોડા દિવસો પછી અમે બહાર ફરવા નીકળ્યાં, એ દિવસે અમે બાગ બગીચાઓમાં ગયાં અને પાર્ટી કરી. તેણે પણ ખૂબ સહકાર આપ્યો. અમને હતું કે અમારી રિદ્ધિ અમારી પાસે પાછી ફરી.

અમીએ પોતાની વાત કરતાં કહ્યું, ‘તને ખબર છે, અમારી ભેંસ ખોવાઈ ગઈ હતી.’

જ્યારે અમીની ભેંસ ખોવાઈ હતી ત્યારે વાટ્સએપ પર સ્ટેટ્સ મૂકીને કહ્યું હતું,  ‘અમારી ભેંસ ખીવાઈ છે, કોઈને મળે તો કહેજો.’

કોઈએ કહ્યું તો નહીં. પણ થોડા સમય પછી ભેંસ પાછી ઘરે આવી ગઈ હતી.

એ ભેંસને એવી ટેવ હતી કે, મન થાય એટલે નીકળી પડે, નદી-નાળામાં નાહીને ખેતરોમાં ફરીને બે-પાંચ દિવસમાં પાછી ઘરે આવી જાય.

અમીની ભેંસ તો અમીની ભેંસ. અમે બધા હસવા લાગ્યાં, રિદ્ધિ પણ.

હું જેમ કે કોઈ કવયિત્રી તો હતી નહીં, પણ જેવું લાગે એવું લખી જાણું. આમ પણ મિત્રોમાં એવું ન હતું કે તેમને ગમે એવું જ લખવું.

મેં કહ્યું, ‘મેં પણ કશુક લખ્યું છે.’ અમી અને રિદ્ધિ તો સાંભળવા તૈયાર જ હોય. એટલે મેં ફરી કહ્યું, ‘સાંભળો ….

સમય સમયની વાત છે
જ્યારે મારો સમય હતો ત્યારે તેનો સમય નહોતો
આમ છતાં મેં તેને મારો સમય આપી દીધો.
દુનિયા સામે લાયક બનાવ્યો
પણ તેને લાયક બનાવતા બનાવતા
ક્યાં ખબર હતી કે,
તે મને જ એક દિવસ લાયક નહીં ગણે!
તેમના પ્રેમનો સ્વીકાર એ જ મારી ભૂલ બની ગયો
એને તો એક પછી એક મળતી રહી
હું બસ તેની પ્રતીક્ષામાં રાધા બનતી રહી.
જ્યારે તપાસ્યો તેને નખશીખ
ત્યારે ખબર પડી તે દુનિયા માટે તો લાયક બની ગયો
મારા માટે પથ્થર બની ગયો.
પથ્થરને હૃદય નથી હોતા એટલે
એમને નહીં સમજાય મારી વેદના
પત્ર લખ્યો એક દિવસે મેં એને
ખબર હતી એ સરનામું ભૂલી જશે.
આ તો સમય સમયની વાત છે.

બધાં થોડીવાર મૌન થઈ ગયાં, રિદ્ધિ પણ. તે મને ભેટી પડી તેની આંખોમાં આંસુ હતાં. અમીએ કહ્યું, ‘ચાલો, હવે અહીંથી નહીં તો મારી ભેંસ પાછી ચાલી જશે.’

અને અમે હસતાં હસતાં એકબીજાંના હાથ થામી ચાલવા લાગ્યાં. રિદ્ધિની આંખોમાં ભાવનાઓનાં વાદળ હજુ ઘેરાયેલાં હતાં, તેમનો હાથ મારા હાથમાં હતો પણ તેનું મન કોઈ અજાણ્યા પ્રદેશમાં એકલું અટૂલું આંટા મારતું હતું. અમી પોતાની મસ્તીમાં ગાતી હતી, હું બંને વચ્ચે મૌન તેમને દોરી જતી હતી.

એક દિવસ અમીનો ફોન આવ્યો.

‘તને ખબર છે?’

‘શું?’

‘સાચે જ તને કંઈ ખબર નથી?’

‘શું છે કે’ને?’

‘રિદ્ધિએ આત્મહત્યા કરી છે. તને ખબર ન પડી?’

મારા શબ્દો મારા ગાળામાં જ અટકી ગયા હતા.

વિકાસનો કોઈ પત્તો નહોતો એવું નહોતું. તે સલામત હતો, તેની સગાઈ થઈ ગઈ હતી. તેણે રિદ્ધિને કહ્યું હતું, ‘તારી જેવી તો કેટલી ય છે, તો શું બધીને ઘરમાં રાખું?’

રિદ્ધિ ભાંગી પડી હતી. તેણે અમીને ફોન કર્યો હતો પણ અંત સમયે તે બધું જ ભૂલી ગઈ હતી. માત્ર તેને વિકાસ જ યાદ હતો. વિકાસને કશું જ યાદ નહોતું. રિદ્ધિ નામનું પાનું એણે પોતાની જિંદગીમાંથી એવી રીતે ફાડ્યું કે, રિદ્ધિનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું.

એમ જરૂર થયું, કદાચ રિદ્ધિએ મારી સાથે વાત કરી લીધી હોત તો કદાચ તે બચી જાત. અમારી નાદાનીમાં અમે શું સમજીએ? આજે પણ અમે સમજી ન શક્યાં. બસ રિદ્ધિ નથી એની ખોટ ચાલે છે.

રિદ્ધિ અમારી વચ્ચે પરીની માફક આવીને ચાલી ગઈ હતી, પોતાને દેશ, પણ અમારે માટે અજાણ્યા પ્રદેશમાં.

Email : navyadarsh67@gmail.com

Loading

દર્દભીનો સાદ

દીપક બારડોલીકર|Poetry|7 November 2018

હતો એક ઝાડના જેવો, હવે એ ડગમગેલો છે
ન પૂછો, કેમ છો ‘દીપક’ ?! એ બિસ્તરમાં પડેલો છે

વસંતોનો એ રસિયો, રંગ-ખુશ્બૂનો હતો ભેરુ
હસી મોસમ તો હસ્યો, હંમેશાં મઘમઘેલો છે

પછી શું કામ ના ફરકે એ સોનેરી ધજા એની
ઘણાંયે ઘન વનો વીંધી એ પર્વત પર ચડેલો છે

કહીં લેટી ગયો ‘તો એ કોઈની ઝુલ્ફછાયામાં
કોઈને શોધવા માટે હવે એ નીકળેલો છે

હવે એ કોઈનો રોક્યો ન રોકાઈ શકે ‘દીપક’
કોઈનો દર્દભીનો સાદ, એણે સાંભળેલો છે

Loading

...102030...2,9802,9812,9822,983...2,9903,0003,010...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved