Opinion Magazine
Number of visits: 9578738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિંદગીને ચાહો ને માણો

બકુલા ઘાસવાલા|Poetry|30 October 2018

મૂળ કાવ્ય ધીમા મૃત્યુની વાત કરે છે ત્યારે મેં અનુસર્જનમાં જીવંત જિંદગીની વાત કરી છે.

(ચીલીના સ્પેિનશભાષી કવિ પાબ્લો નેરુદાનાં કાવ્ય પ્રેરિત અનુસર્જન)

જિંદગીને ચાહો ને માણો :
જિંદગી જો સાહસિકતાસભર હોય,
તમારું મન આસપાસનો માહોલ  ઝીલી શકતું હોય,
જિંદગીના અર્થમર્મનો કર્ણધ્વનિ તમને સહજ હોય,
તમારી નિજી હયાતીને પ્રમાણી શકતા હો,
તો જિંદગી જીવંત બની રહેશે.

જ્યારે તમારા સ્વાભિમાનને ઝળહળતું  દેદિપ્યમાન રાખી શકતા હો,
સ્વનિર્ભરતા તમારો  જીવનમંત્ર હોય,
તમારી આદતો પર સર્વોપરી રહેતાં હો,
બુઝર્વા પરંપરાઓ પર વિજયી બની રહેતાં હો  અને
જિંદગીના મેઘધનુષી રંગોને માણી શકતાં હો
તો તમે સદાકાળ જીવંત રહેશો.

અજાણ્યાનો ભરોસો કરતાં હો ને
બે શબ્દ આપલે કરતાં હો,
ઉત્કટ ઈચ્છાઓ ને
મુખર સંવેદનાઓ
તમારા નૈણે વસતી હો ને
હ્યદયે ધબકતી હો ,
તો તમે જિંદગીને ચાહી શકશો.

તમે સલામતીના કોચલાને તોડી શકતા હો,
તમારાં સપનાંની ઉડાન આભને આંબતી હો,
ચીલો ચાતરવાની હામને  હૈયે રાખી
ખુદની બુલંદીએ જીવતા આવડતું હોય,
તો તમે તમારાં જ રહો છો.
આમ જિંદગીને ચાહો ને માણો.

•

(વિભૂતિ પટેલે મોકલેલું પાબ્લો નેરુદાનાં મૂળ સ્પેિનશ કાવ્યનો અંગ્રેજી અનુવાદ)

You start dying slowly         • Pablo Neruda


You start dying slowly
if you do not travel,
if you do not read,
If you do not listen to the sounds of life,
If you do not appreciate yourself.

You start dying slowly
When you kill your self-esteem;
When you do not let others help you.

You start dying slowly
If you become a slave of your habits,
Walking everyday on the same paths …
If you do not change your routine,
If you do not wear different colours
Or you do not speak to those you don’t know.

You start dying slowly
If you avoid to feel passion
And their turbulent emotions;
Those which make your eyes glisten
And your heart beat fast.

You start dying slowly
If you do not risk what is safe for the uncertain,
If you do not go after a dream,
If you do not allow yourself
At least once in your lifetime,
To run away from sensible advice …..

[Spanish poet; awarded a Nobel Prize for Literature in 1971]

Loading

એક જબ્બરું સાહસ … ભાષાને જીવતી રાખવાનું સારું કામ

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|30 October 2018

30 અૉક્ટોબર 2011. મૉસ્કો મુકામે, મિત્ર અતુલ સવાણીની આંખ મીંચાઈ, તેને હવે સાત વરસનું છેટું થયું. … તેમ છતાં, એમની યાદ સતત આવ્યા કરે છે, અને ક્યારેક તેમની ગેરહાજરી સતાવ્યા ય કરે છે.

બિરાદર અતુલ સવાણી જ્યાં હોય ત્યાં શાંતિ કદાચ અનુભવતા ય હોય; કેમ કે એમણે ગુજરાતી ભાષાને ન્યાલ કરવામાં પાછું વળીને જોયું જ નથી. મૉસ્કોમાં વસીને એમણે આપેલા રૂસી સાહિત્યના એકમેવ અનુવાદો આપણી ગુજરાતી સાહિત્યની અદકેરી વિરાસત છે. 16 નવેમ્બર 1925ના રાજકોટ પાસેના બાબરા ખાતે જન્મેલા અતુલ સવાણીએ તેમ જ સવાણી પરિવારના બીજાત્રીજા નબીરાઓએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે ફાળો આપ્યો છે, તેની પણ આદરભેર ગૌરવસહ નોંધ લેવી જ રહી.

‘ઓ રસિયા ! આ રશિયા !!’ નામે એક પ્રવાસલેખનની શ્રેણી એક સાથે “ઓપિનિયન” તેમ જ “નિરીક્ષક”માં પ્રગટ થયેલી. અતુલભાઈને સંભારીને એ શ્રેણીમાંથી 26 ફેબ્રુઆરી 2010ના પ્રગટ થયેલો આ લેખ અહીં સાદર કરું છું. ખાતરી જ છે, તમને ય ગમશે.

− વિપુલ કલ્યાણી

•••

એક જબ્બરું સાહસ … ભાષાને જીવતી રાખવાનું સારું કામ

અમદાવાદથી પ્રકાશિત “સંદેશ”ની, ૧૭ જાન્યુઅારી ૨૦૧૦ની અાવૃિત્તની ‘સંસ્કાર’ નામે પૂર્તિમાં, જાણીતા સાહિત્યકાર મહમ્મદ માંકડનો, ‘જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ નામનો એક લેખ પ્રગટ થયો હતો. વાંચતા પોરસ ચડે તેવી તેવી વિગતો તેમાં હતી. ૧૩ ફેબ્રુઅારીએ, ૮૨ વર્ષની અાવરદા હેમખેમ પાર કરતા, મહમ્મદભાઈ પોતાની અા સાપ્તાહિકી કટાર, ‘કેલિડોસ્કોપ’માં, લખતા હતા :

‘ગુજરાતી ભાષા વિશે લખવા માટે વિચાર કરું છું ત્યારે કવિ ‘ખબરદાર’ની ઉપર અાપી પંક્તિઓ યાદ આવે છે. મહાત્મા ગાંધીનો પોતાની માતૃભાષા ગુજરાતી ઉપરનો પ્રેમ યાદ આવે છે, અને પેલી અવાર માતાની વેદના યાદ આવે છે. જે સ્ત્રી પોતાના પુત્ર વિશે એવું બોલી શકે એનો પોતાની માતૃભાષા ઉપરનો પ્રેમ કેટલો ઉત્કટ હશે!

‘રશિયાની સામ્યવાદી સરકારે ઘણાં સારાં-નરસાં કામો કર્યાં હતાં. દરેક સરકારના ચોપડે એવાં કામો વધુ ઓછાં પ્રમાણમાં નોંધાયેલાં હોય જ છે, પરંતુ એક બહુ જ સારું, બહુ જ મોટું કામ સામ્યવાદી સરકારે, દરેક રાજ્યની, દરેક પ્રદેશની ભાષાને, લોકબોલીને જીવતી રાખવાનું કર્યું હતું. એટલું જ નહીં. એવી બોલીના ઉત્તમ સાહિત્યકારોનાં પુસ્તકોને માત્ર રશિયન ભાષામાં જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓમાં પ્રગટ કરવાનું કામ પણ કર્યું હતું.

‘એટલે જ મારા જેવા પુસ્તકપ્રેમીને રસૂલ હમઝાતોવનું ‘મારું દાધેસ્તાન’ પુસ્તક ગુજરાતી ભાષામાં વાંચવા વસાવવા મળ્યું હતું. એ પુસ્તકની અંગ્રેજી અને ગુજરાતી આવૃત્તિ પણ મારી પાસે છે. પરંતુ ગુજરાતી ભાષામાં પણ એ પ્રગટ કરવું એ તો એક સાહસ જ ગણાય. અને એવું જબરું સાહસ સામ્યવાદી સરકારોએ કર્યું હતું એની નોંધ લેવી જોઈએ. એને કારણે જ મહાન રશિયન સાહિત્યકારોઃ પુશ્કિન, તોલ્સ્તોય, દોસ્તોયેવસ્કી, તુર્ગનેવ, ચેખોવ વગેરેનાં અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો સાવ સસ્તી કિંમતે ઉપલબ્ધ થયાં હતાં. એક સમય એવો હતો જ્યારે બહુ મોંઘી કિંમતનાં પુસ્તકો પ્રગટ કરતાં પશ્ચિમના પ્રકાશકો સામ્યવાદના એ સાહિત્યિક અને સંસ્કારી પુસ્તકોનાં આક્રમણથી ગભરાઈ ગયા હતા.

‘સસ્તી કિંમતનાં એ પુસ્તકોમાં માત્ર સાહિત્યના જ નહીં પરંતુ અર્થશાસ્ત્ર અને ઇતિહાસનાં પુસ્તકો પણ હતાં. ‘પ્રગતિ પ્રકાશન મોસ્કો’ તરફથી પ્રગટ થયેલાં એવાં ગુજરાતી પુસ્તકોમાં કાર્લ માર્કર્સે લખેલ ભારતના ઇતિહાસ ઉપરનું પુસ્તક હતું, અને એમાં ૧૮૫૭ના જે વિદ્રોહને અંગ્રેજો ‘સિપાહીઓના બળવા’ તરીકે ઓળખાવતા હતા, એને મહાન પ્રજાકીય વિદ્રોહ તરીકે રજૂ કર્યો હતો. એ જ રીતે બીજા એક ભારતના ઇતિહાસના પુસ્તકમાં પણ એવી જ રીતે એની રજૂઆત થઈ હતી – એ વાત અંગ્રેજી, ફ્રેંચ કે જર્મન ભાષામાં લોકો વાંચે એ ત્યાંના શાસકોને કઈ રીતે પોસાય?

‘આ આડવાત એટલા માટે લખી છે કે જેને આપણી ગુજરાતી ભાષા માટે ખાસ કશું લાગતુંવળગતું નહોતું એ સામ્યવાદી શાસકોએ, ઇતિહાસ કે અર્થશાસ્ત્રનાં પુસ્તકો સામ્યવાદના ફેલાવા માટે પ્રગટ કર્યા હશે, એમ માનીએ તો પણ, તોલ્સ્તોય, તુર્ગનેવ કે ચેખોવનાં પુસ્તકો પાછળ એવો આશય હોય એમ લાગતું નથી. દોસ્તોયેવસ્કીને તો એ લોકો પ્રતિક્રાંતિવાદી ગણતા હતા, છતાં એક સાહિત્યકાર તરીકે એનું સન્માન કરતા હોય એમ લાગે છે. એમના આચરણ ઉપરથી એમ લાગે છે.’

અા સમગ્ર પ્રકલ્પમાં, કેન્દ્રસ્થાને એક જ નામ અાવે છે : અતુલ સવાણી. અા એક માણસનું તપ એટલે ગુજરાતી સાહિત્યને તરબતર કરતું થોકબંધ અનુવાદિત રૂસી સાહિત્ય. તાજેતરમાં જ રણજિતરામ સુવર્ણચંદ્રક’થી વિભૂષિત અાપણા વરિષ્ટ સાહિત્યકાર મહમ્મદ માંકડ જે પુસ્તકોની વાત અહીં ઉપર માંડી છે તે દરેકની પાછળ સ્વાભિવક અતુલ સવાણીનું તપ જોવા મળે છે. અારંભે ‘પ્રગતિ પ્રકાશન’ અને પાછળથી ‘રાદૂગા પ્રકાશન’ હેઠળ પ્રગટ થયેલાં, અાશરે દોઢસો જેવાં, અા પુસ્તકોની યાદી તપાસવા જેવી છે. રશિયાની વિધવિધ ભાષાઅોમાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલાં અા પુસ્તકોની, સપ્ટેમ્બર ૨૦૦૭ દરમિયાન ઉપલબ્ધ થયેલી, માહિતીઅોને અાધારે બનાવાયેલી સૂચિ, અાથીસ્તો, અહીં રજૂ કરીએ છીએ. જ્યારે પ્રાપ્ય મૂળ લેખકનું નામ કૌંશમાં અાપીએ છીએ.

(૧) લઘુનવલો અને નવલિકાઅો (તોલ્સ્તોય), (૨) શ્રેષ્ઠ વાર્તાઅો (ગોર્કી), (૩) બહેનો (અસ્કદ મુખ્તાર), (૪) ગરીબ બિચારાં ધવલ નિશાઅો (દોસ્તોયેવ્સ્કી), (૫) જનમના વેરી [નાટક] (ગોર્કી), (૬) લઘુ નવલો અને નવલિકાઅો (ચેખોવ), (૭) િસંદૂરિયા સઢ (અલેકસાન્દર ગ્રીન), (૮) િપતાઅો અને સંતાનો (તુર્ગેનેવ), (૯) મારું દાઘેસ્તાન (રસૂલ હમઝાતોવ), (૧૦) પહાડો અને વગડાઅોની વાતો (ચીંગીઝ અાઇત્માતોવ), (૧૧) જિપ્સી (અાનાતોલી કાલીનિન), (૧૨) બાળપણ (ગોર્કી), (૧૩) મારી તાલીમ (ગોર્કી), (૧૪) મારાં વિશ્વવિદ્યાલયો (ગોર્કી), (૧૫) મા (ગોર્કી), (૧૬) પોલાદી ઘડતર (નિકોલાઈ અોસ્ત્રોવ્સ્કી), (૧૭) વાર્તાઅો – બેલકિન (પૂશ્કિન), (૧૮) કેપ્ટનની દીકરી (પૂશ્કિન), (૧૯) પહાડોનાં સંતાનો (?), (૨૦) ઇન્સાનનું નસીબ (શોલોખોવ), (૨૧) અધૂરો પત્ર [ટૂંકી વાર્તાઅો] (?), (૨૨) જમીલા (ચીંગીઝ અાઇત્માતોવ), (૨૩) તિમુરની ટુકડી (અાર્કાદી ગૈદાર), (૨૪) લુકોમોર્યે [વાર્તાઅો] (?), (૨૫) એલીસ (યૂલિયા દૂનિના), (૨૬) અસ્તવ્યસ્ત ચકલો (કોન્સ્તાન્તિન પાઉસ્તોવ્સ્કી), (૨૭) માશાનો તકિયો (ગાલીના લેબેદેવા), (૨૮) લેનિનનો મલકાટ (નિકોલાઈ બોગ્દાનોવ), (૨૯) ચિત્રોમાં વાર્તાઅો (ગેર્નેત, દિલાક્તોસ્કાર્્યા, હામ્સર્), (૩૦) અજબ વહાણો (સ્વ્યાતોસ્લાવ સાખાર્નોવ), (૩૧) ભેટ (સુતેયેવ, વિનોકૂરોવ, નૈદેનોવા), (૩૨) પહેલો શિકાર (વિતાલી બિઅાન્કી), (૩૩) બાળવાર્તાઅો (તોલ્સ્તોય), (૩૪) ત્રણ રીંછ (તોલ્સ્તોય), (૩૫) સૂરજ કોનો ? (અાવેરેનકોવ), (૩૬) ગુગુત્સેનો ટોપો (સ્પિરિદોન વાનગેલી), (૩૭) સારું શું અને ખોટું શું (વ્લાદીમિર માયાકોવ્સ્કી), (૩૮) હાથી (અાલેક્સાન્દર કુપ્રીન), (૩૯) બહાદુર કીડી (તાત્યાના માકારોવા), (૪૦) મારું રીંછ (ઝિનાઇદા અાલેક્સાન્દ્રોવા), (૪૧) અાળસુ ‘અાવડે ના’ (યાકોવ અાકીમ), (૪૨) નીલો કટોરો (અાર્કાદી ગૈદાર), (૪૩) કોણે શું ચીતર્યું (વ્યાચેસ્લાવ લેગકોબીત), (૪૪) કૂકકડે કૂક − કલગી લાલ (અલેક્સેઈ તોલ્સ્તોય), (૪૫) બાળકો (ચેખોવ), (૪૬) ટેલિસ્કોપ શું કહે છે ? (?), (૪૭) માનવીનો ગગનવિહાર (કાર્લ અારોન), (૪૮) માનવે પૃથ્વીનો અાકાર કેવી રીતે શોધ્યો (અાનાતોલી તોમીલિન), (૪૯) હીરામાણેકનો પહાડ [લોકકથાઅો] (?), (૫૦) તાપણાં [લેનિનના જીવનની વાતો] (?), (૫૧) મિશાની થૂલી (?), (૫૨) ત્રણ જાડિયા (?), (૫૩) પ્રાણીજગત (?), (૫૪) જીવતો ટોપો (?), (૫૫) એક, બે, ત્રણ … (?), (૫૬) સફેદ હરણ (?), (૫૭) કાબરચીતરી મરઘી (?), (૫૮) કલાકારોનાં ચિત્રાંકનોમાં લેનિન (?), (૫૯) શિયાળ અને ઉંદર (?), (૬૦) સિંહ અને કૂતરો (?), (૬૧) માશા અને રીંછ (?), (૬૨) ટૃકની કામગીરી (?), (૬૩) તેર્યોચીકા અને ડાકણ (?), (૬૪) કૂકડાભાઈ (?), (૬૫) મલોખાંનો વાછરડો (?), (૬૬) જંગલના જીવ (?), (૬૭) ભરવાડની નજરે (?), (૬૮) વાઘનો ભત્રીજો (?), (૬૯) સૌથી જોરાવર કોણ ? (?), (૭૦) ચંદ્રકન્યા અને સૂર્યપુત્ર (?), (૭૧) સૂરજના વાયરા (?), (૭૨) મિત્રો (?), (૭૩) શિંગાળું ઘેટું (?), (૭૪) જવાહરલાલ નેહરુ [જીવનકથા] (અલેકસાન્દર ગોરેવ, વ્લાદીમિર ઝીમ્યાનીન), (૭૫) ભારતનો ઇતિહાસ [બે ભાગ] (?), (૭૬) દિલ મેં દીધું બાળકોને (વસીલી સુખોમ્લીન્સ્કી), (૭૭) મનુષ્ય વિરાટ કેમ કરી બન્યો (ઇલ્યીન, સેગાલ), (૭૮) દસ દિવસ [રૂસી ક્રાંતિ] (જોન રીડ), (૭૯) રશિયન ક્રાંતિ (અાલ્બર્ટ વિલિયમ્સ), (૮૦) દુનિયાની અાર્થિક અને રાજકીય ભૂગોળ (?), (૮૧) સોવિયેત સંઘનો સંક્ષિપ્ત ઇતિહાસ (?), (૮૨) અવકાશનો યુગ (યૂરી શ્કોલેન્કો), (૮૩) સોવિયેત – ભારત મિત્રતા (?), (૮૪) ભારતમાં ઉદ્યોગીકરણ (?), (૮૫) કેળવણી (ક્રુપ્સ્કાયા), (૮૬) જિંદગીને સલામી (?), (૮૭) ફ્રાંસમાં અાંતરવિગ્રહ (કાર્લ માર્ક્સ), (૮૮) ચૂંટેલી કૃતિઅો [ત્રણ ભાગ] (લેનિન), (૮૯) રાજકીય અર્થશાસ્ત્રની મીમાંસામાં ફાળો (કાર્લ માર્ક્સ), (૯૦) કામદારોને હસ્તક નિયંત્રણ અને ઉદ્યોગનું રાષ્ટૃીયકરણ (લેનિન), (૯૧) શું કરીએ ? (લેનિન), (૯૨) રાષ્ટૃીય નીતિ તથા સર્વહારા વર્ગીય અાંતરરાષ્ટૃવાદના સવાલો (લેનિન), (૯૩) લોકશાહીવાદી ક્રાંતિમાં સામાજિક – લોકશાહીવાદની બે કાર્યનીતિઅો (લેનિન), (૯૪) માર્ક્સવાદનાં ત્રણ ઉગમસ્થાનો અને ત્રણ ઘટકો (લેનિન), (૯૫) કહેવાતો બજારોનો સવાલ (લેનિન), (૯૬) માર્ક્સ – એંગેલ્સ – માર્ક્સવાદ (લેનિન), (૯૭) કાર્લ માર્ક્સ અને તેમના સિદ્ધાંતો (લેનિન), (૯૮) ગોથા કાર્યક્રમની મીમાંસા (કાર્લ માર્ક્સ), (૯૯) એક કદમ અાગળ, બે કદમ પાછળ (લેનિન), (૧૦૦) સમાજવાદ : તરંગી અને વૈજ્ઞાનિક (એંગેલ્સ), (૧૦૧) માર્ક્સની કૃતિ ‘મૂડી’ (એંગેલ્સ), (૧૦૨) કોમ્યુિનસ્ટ પાર્ટીનું જાહેરનામું (માર્ક્સ અને એંગેલ્સ), (૧૦૩) તોલ્સ્તોય વિશે લેખો (લેનિન), (૧૦૪) એશિયામાં જાગૃતિ (લેનિન), (૧૦૫) અોક્ટોબર ક્રાંતિની જયંતીના પ્રસંગોએ લેખો અને ભાષણો (લેનિન), (૧૦૬) સમાજવાદ : નિમ્ન – મૂડીવાદી અને સર્વહારા વર્ગીય (લેનિન), (૧૦૭) માર્ક્સવાદના ઐતિહાસિક વિકાસનાં અમુક લક્ષણો (લેનિન), (૧૦૮) માર્ક્સવાદ અને વિદ્રોહ (લેનિન), (૧૦૯) રાજ્ય અને ક્રાંતિ (લેનિન), (૧૧૦) મૂડીનો ઉદ્દભવ (કાર્લ માર્ક્સ), (૧૧૧) લુડવિગ ફાયરબાખ અને ક્લાસિકલ જર્મન તત્ત્વજ્ઞાનનો અંત (એંગેલ્સ), (૧૧૨) ચૂંટેલી કૃતિઅો [ચાર ભાગ] (માર્ક્સ – એંગેલ્સ), (૧૧૩) ક્રાંતિકારી પ્રલાપ (લેનિન), (૧૧૪) ઉગ્રવાદી સામ્યવાદ – બાલિશ બીમારી (લેનિન), (૧૧૫) મકાનનો સવાલ (એંગેલ્સ), (૧૧૬) રોજી, કિંમત અને નફો (કાર્લ માર્ક્સ), (૧૧૭) મજૂરી અને મૂડી (કાર્લ માર્ક્સ), (૧૧૮) પ્રથમ હિંદુસ્તાની સ્વાતંત્ર્ય સંગ્રામ (માર્ક્સ – એંગેલ્સ), (૧૧૯) ડુદરિંગ ખંડન (એંગેલ્સ), (૧૨૦) સહકારી પ્રવૃત્તિ (લેનિન), (૧૨૧) સોવિયેત સત્તા શું છે ? (લેનિન), (૧૨૨) બીજી ઇન્ટરનેશનલનું પતન (લેનિન), (૧૨૩) રાજ્ય (લેનિન), (૧૨૪) ગામડાંના ગરીબોને (લેનિન), (૧૨૫) એપ્રિલની થિસીસો (લેનિન), (૧૨૬) સંસ્કૃિત અને સાંસ્કૃિતક ક્રાંતિ (લેનિન), (૧૨૭) સાર્વજનિક શિક્ષણ (લેનિન), (૧૨૮) પૂર્વની પ્રજાઅોનાં કોમ્યુિનસ્ટ સંગઠનોની બીજી અખિલ રૂસી કૉંગ્રેસમાં પ્રવચન (લેનિન), (૧૨૯) સામ્રાજ્યવાદ : મૂડીવાદની સર્વોચ્ચ કક્ષા (લેનિન), (૧૩૦) પૂર્વમાં રાષ્ટૃીય મુક્તિ અાંદોલન (લેનિન), (૧૩૧) કોમ્યુિનસ્ટ પાર્ટીનું જાહેરનામું [સમીક્ષા] (?), (૧૩૨) પ્રવચનો અને લેખો (યૂરી અાંદ્રોપોવ), (૧૩૩) સોવિયેત યુનિયનની કોમ્યુિનસ્ટ પાર્ટીનો સંક્ષિપ્ત ઇતિહાસ (?), (૧૩૪) મૂડીવાદ એટલે શું ? (?), (૧૩૫) સામ્યવાદ એટલે શું ? (?), (૧૩૬) વૈજ્ઞાનિક સામ્યવાદ એટલે શું ? (?), (૧૩૭) તત્ત્વજ્ઞાન એટલે શું ? (?), (૧૩૮) સંક્ષિપ્ત રાજકીય અર્થશાસ્ત્ર (લેવ લેઅોન્ત્યેવ), (૧૩૯) તત્ત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો (વિક્તોર અાફાનાસ્યેવ), (૧૪૦) કાર્લ માર્ક્સ – સંક્ષિપ્ત જીવનકથા (યેવડોનિયા સ્તેપાનોવા), (૧૪૧) પીળો દાનવ (અાંદ્રેઇ અાની), (૧૪૨) રાજકીય અર્થશાસ્ત્ર એટલે શું ? (ઇલ્યીન, મોતીલ્યોવ), (૧૪૩) સમાજવાદની રૂપરેખા (?) અને (૧૪૪) વૈજ્ઞાનિક સામ્યવાદનાં મૂળતત્ત્વો (?).

હાશ … ! અા સમૂળી યાદી વાંચતાં વાંચતાં હાશકારો હવે લાગે તે સ્વાભાવિકપણે સમજાય. અા પ્રાપ્ય ૧૪૪ નામોમાંથી પસાર થતાં, બેપાંચ અગત્યના મુદ્દાઅો સામે તરી અાવે છે. મહમ્મદભાઈ માંકડ સાચું જ કહે છે : ‘જેને આપણી ગુજરાતી ભાષા માટે ખાસ કશું લાગતુંવળગતું નહોતું એ સામ્યવાદી શાસકોએ, ઇતિહાસ કે અર્થશાસ્ત્રનાં પુસ્તકો સામ્યવાદના ફેલાવા માટે પ્રગટ કર્યા હશે, એમ માનીએ તો પણ, તોલ્સ્તોય, તુર્ગનેવ કે ચેખોવનાં પુસ્તકો પાછળ એવો આશય હોય એમ લાગતું નથી. દોસ્તોયેવસ્કીને તો એ લોકો પ્રતિક્રાંતિવાદી ગણતા હતા, છતાં એક સાહિત્યકાર તરીકે એનું સન્માન કરતા હોય એમ લાગે છે.’ અાપણો બહોળો વર્ગ રૂસી ભાષા જાણતો, સમજતો નથી ત્યારે રૂસી સાહિત્યકારોનું વિધવિધ સાહિત્ય અાપણા સુધી પહોંચાડવાનો એક જબ્બર ઉપક્રમ અહીં થયો છે, તેમાં કોઈ બેમત હોઈ જ ન શકે.

અતુલ સવાણી અને સાથીમિત્રોએ અનુવાદનાં જે ઉમદા ધોરણો અપનાવ્યાં છે, તેને જોવાંતપાસવાં અાવશ્યક છે. એ સૌએ ગુણવત્તાની પીઠિકા બાંધી અાપી છે અને તેને તેઅો સતત અનુસરતા રહ્યાં છે. વળી, અા અનુવાદોમાં કેટકેટલા સરસ, તળપદા તેમ જ નકસીદાર ગુજરાતી શબ્દોનું ચલણ જોવા સાંપડે છે ! અાથી, અનુવાદશાસ્ત્રના, કોશતંત્રના તજ્જ્ઞો માટે અહીં ભંડાર ભર્યો પડ્યો છે. અાપણી યુનિવર્સિટીઅોના ગુજરાતી વિભાગોમાં તથા ભાષાશાસ્ત્ર વિભાગોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઅો માટે સંશોધનનું જબ્બર સાધન અા અનુવાદે અાપ્યું છે.

ગુજરાતમાં અાજકાલ ભાટાઈનો નવો ચાલ રમાઈ રહ્યો છે. કોઈક રાજકારણીને નરેન્દ્ર મોદીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરવાની કોઈ મરજાદ અને છોછ અડતાંનડતાં નથી. તો ડાંગના સમાહર્તા સાહેબને મન તે, વળી, હિન્દુઅો માટે રામ, મુસ્લિમો માટે રહીમ અને ઇસાઈઅો માટે ઇસુ વર્તાય છે ! જ્યારે ગુજરાતની એક વડી યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકને તેમના વિભાગની પરીક્ષાના કોઈ પણ એક પ્રશ્નપત્રમાં, કમ સે કમ પચાસ ટકા, નરેન્દ્ર મોદી અને તેમની વિચારસરણીના જ સવાલો પૂછવાને સારુ સૂજે છે ! શું કરીએ ?! … ભાઈ મારા ! અાજના ગુજરાતની અા બલિહારી છે. તેવે તેવે વખતે કેટલાકને અા લેખમાં ડાબેરી વિચારનું, ઝોકનું ડાકલું વાગતું દેખાતું ય હોય ! … કાર્લ માર્ક્સ, એંગેલ્સ અને લેનિનની જીવનકથા બાજુમાં રાખીએ, તો પણ અાજના વિશ્વને સમજવા માટે સામ્યવાદને ય સમજવો ભારે જરૂરી છે, તેટલું સ્વીકારવું જ રહેશે. અા લાંબીલચ્ચ યાદી પર અાવાં અાવાં સાહિત્યની ભરપેટ સામગ્રી છે. હા, તેનો સ્વીકાર ન કરવો હોય તો ન જ કરીએ, પણ તર્કની એરણે તે સાહિત્યને ચડાવવું જ જરૂરી છે. તેમાંથી પસાર થયા વિના પાકટ બનવું સહેલ નથી.

અાપણા એક વેળાના જાણીતા લેખક અને પત્રકાર દિવંગત બટુક દેસાઈએ ચીંગીઝ અાઇત્માતોવની નવલકથા ‘જમીલા’ અાપણને ગુજરાતીમાં ઉતારી અાપી છે. અા યાદી પરે તેનો બાવીસમો ક્રમાંક છે. રૂસી તેમ જ કિરગિઝ ભાષામાં લખતા અા લેખકનું કિરગિઝ સાહિત્યપ્રદેશમાં મોટું સ્થાનમાન છે. સન ૧૯૫૮માં પ્રકાશિત અા સુખ્યાત નવલકથા તો પહેલવહેલી કિરગિઝ જબાનમાં જ મળે છે અને પછી રૂસીમાં. કિરગિઝસ્તાનના સમાજનું તેમાં સુપેરે વર્ણન થયું છે. ચીંગીઝ અાઇત્માતોવને અા નવલકથાએ મોટી યારી અાપી છે. અનેક ભાષાઅોમાં તે તરતીફરતી રહી છે. અનેક માનઅકરામો ય અા સાહિત્યકારને મળ્યા છે. ક્યારેક થાય, અાપણા પન્નાલાલ પટેલે ‘માનવીની ભવાઈ’, ‘મળેલા જીવ’ જેવી સીમાવર્તી નવલકથાઅોનું સર્જન કર્યું છે. તેમ જોસેફ મેકવાને અાપણને ‘અાંગળિયાત’ અને ‘વ્યથાનાં વિતક’ જેવું ઉદ્દાત સાહિત્ય અાપ્યું છે. તેમ વિદેશમાં ય અનેક લેખકોનાં કામ બોલે છે. તેની અરસપરસ સરખામણી ક્યારેક કરવા જેવી છે. અભ્યાસુઅોએ અાવું કામ અાપવાનું વિચારવું જોઈએ. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નાં કાર્યક્ષેત્રનું જ અા કામ છે. … જો તેમને વસે તો !

વારુ ! અાઇત્માતોવની અા નવલકથામાં સ્ત્રીપુરુષ વચ્ચેની ભીષણ અસમાનતાઅોની સહજ વાત છેડવામાં અાવી છે. મધ્ય એશિયામાંના પરંપરાવાદી સમાજમાંની અા વાત અા એકવીસમી સદીમાં પણ ક્યારેક સામંતયુગમાં જીવતા અાપણા સમાજે જાણવા સમજવા જેવી છે. અા નવલકથામાં લેખકે મુલ્લાઅોનાં વલણની જેમ ભારે અાલોચના કરી છે, તેમ સ્ત્રીશિક્ષણના અભાવાની ટીકાઅો ય અહીં જોવા મળી અાવે છે. માણસ તરીકે ગણના કરવા કરતાં કોઈક પ્રકારની અમાનત તરીકે જ સ્ત્રીઅોની ગણના કરતા સમાજ વિશેનો ઊંડો રંજ અહીં જોવા મળે છે. વળી, એ દિવસોમાં અા વિસ્તરમાં ભારે પ્રચલિત અનેકપત્નીત્વવાદની ય વિષદ ટીકા લેખકે કરી છે. અા સઘળું ‘જમીલા’માં ય જોવા નીરખવાનું સાંપડે છે. જમીલા ગ્રામ્યવિસ્તરમાં જીવતી પરણેલી સ્ત્રીની કથા છે. તેનો ધણી તો જમીલાને પ્રેમનું પ્રતીક લેખવાને બદલે માત્ર તેનો માલિકીભાવ જ અનુભવે છે. તે સરહદ પરે જ્યારે સંત્રીની ફરજ પર હતો તેવાકમાં, જમીલા કોઈક પુરુષના પ્રેમમાં પડે છે. છેવટે, બંને પ્રેમી પંખીડાં પોતાનાં ગામ, પોતાની પારંપરિક વિરાસત છાંડીને નાસી જાય છે.  કિરગિઝસ્તાનના કેટલાક રાષ્ટૃીય, સામાજિક અને સૈદ્ધાંતિક સંઘર્ષોનાં તાણાંવાણાં અા કથામાં વણાયાં છે.

ઇરાજ બશીરી શા એક અભ્યાસીના મત અનુસાર, અામ જોવા જઈએ તો ‘જમીલા’ ઉમ્મરલાયક બનતી સ્ત્રીની કથા છે. સૈત નામના એક ઉદ્ગાતા વાટે અા કથાનો ઉઘાડ થાય છે. પોતાની સાળી, જમીલા તેમ જ તેના સાથી, બાજુના ગામનિવાસી, ડેનિયારનું ચિત્ર તે નિહાળતા ભળાય છે. અા બંને અરસપરસ પ્રેમમાં પડે છે અને પછી ગામ છોડીને નાસી જાય છે. ૧૯૪૩ના ઉનાળામાં અા કથા મંડાય છે. સૈત વાગોળતો રહ્યો છે અને બંને મિત્રોને ઝંખે છે, જે હવે અડખેપડખે નથી. એક તરફ તેને અામુલ પરિવર્તન દેખાય છે. જે જમીલા અા સઘળું છોડીને ગઈ છે. અને બીજી બાજુ તેને વાસ્તવિક્તા ય સમજાય છે. હકીકતમાં, અા વાસ્તવિક્તા ઉભયભાવશીલતાથી સભર સભર છે.

‘જમીલા’નું પહેલું ભાષાન્તર લૂઈ અારાગોને કરેલું છે. અને તે ૧૯૫૯માં ફ્ેન્ચ ભાષામાં હતું. અાથી તેની નામના જગતને ચોક ફરી વળી. તે પછી તેનું અંગ્રેજી ભાષાન્તર થયાનું કહેવાય છે. રુડિયાર્ડ કિપ્લીંગની ‘વર્લ્ડ્સ મૉસ્ટ બ્યુિટફુલ લવ સ્ટોરી’ કરતાં ક્યાં ય વિશેષ અા નવલકથાને દુનિયાની એક સર્વસુંદર પ્રેમકથા તરીકે લૂઈ અારાગોન ઠેરવે છે. ૧૯૬૧માં ‘જમીલા’ની કથાને એક અૉપેરામાં (સંગીત-નાટકમાં) વણી લેવામાં અાવી હતી. વળી, તેને અાધારે કેટલીક સરસ મજાની ફિલ્મો ય ઊતરી છે. ૧૯૬૩માં તેને સાહિત્યનું ‘લેનિન પારિતોષિક’ પણ એનાયત કરવામાં અાવેલું.

પાનબીડું :

સૈતનાં અાંતરમુખી પ્રબોધનનું પ્રતિબિંબ ‘જમીલા’ના પહેલા ફકરામાં જ જોવાનું મળે છે. ડેનિયારે જે કંઈ તેને અાપ્યું હતું, વળતાં, તેના કુરકુરેઉ નામક ગામને તે ધરવા ઈચ્છો હતો. ડેનિયારનાં માર્ગદર્શન તથા ફાળાની અસર તેથી વળી વિશેષ પાકી થાય છે. પહેલો ફકરો વાંચ્યા પછી, વાચકના મનમાં જે કંઈ સમસ્યા પેદા થાય છે તેનો ઉકેલ પણ તેમાંથી જડતો હોવાનું ભાસે છે. કેમ કે, ડેનિયારની િવધાયક અસર તળે જો સૈતનું જીવન અાહ્લાદક બન્યું હોય, તો નક્કી બીજી બાજુ જીવન સંતોષકારી અને અાનંદદાયી જ હોય.

સાદી ફ્રેમ વચ્ચેના નાનકડાં ચિત્રની સામે ફરી એક વાર હું મારી જાતને દેખતો થયો. અાવતીકાલે સવારે હું મારે ગામ જવા નીકળીશ. અને હું તલ્લીન બની અા ચિત્રને જોતો જ રહું છું. હવે પછીની મારી યાત્રાને સારુ રખેને મને તેમાંથી કોઈ પ્રકારનું માર્ગદર્શન જડી જાય.

[The opening paragraph of Jamila testifies to Seit’s inner enlightenment. His intention to give his village of Kurkureu what Daniyar had given him, further confirms the effectiveness of Daniyar’s contribution and guidance. It also resolves the enigma with which the reader is faced after reading the first paragraph. Because, if Seit is an example of Daniyar’s positive influence, then life on the other side of the tracks, too, must be rewarding and fulfilling :

[Once again I find myself in front of the small painting in a simple frame. Tomorrow morning I leave for the village, and I gaze long and intently at the canvas, as if it can give me a word of advice for the journey ahead.]

સૌજન્ય : ‘ઓ રસિયા ! આ રશિયા’, “ઓપિનિયન”, 26 ફેબ્રુઆરી 2010; પૃ. 11-13

Loading

More than clay

Gopalkrishna Gandhi


, GOPALKRISHNA GANDHI|Gandhiana|30 October 2018

He disliked statues of himself, yet they exist everywhere

Nancy Cox-McCormack, sculpted M.K. Gandhi while he went about his work while attending the Second Round Table Conference. She presented his son, Devadas Gandhi, (who was present there) a small photograph of her work in progress, with “unfinished” written across it

Image provided by Gopalkrishna Gandhi

Gandhi has gone wholly, energetically unheeded in one matter. Learning that a Gandhi statue was proposed to be put up on the grounds of an ensuing session of the Congress, he wrote in Harijan on February 11, 1939: “It will be a waste of good money to spend Rs 25,000 on erecting a clay or metallic statue of the figure of man who is himself made of clay…” He went on to say he disliked the very idea of statues and images of him being put up.

But he was to relent and let at least four sculptors work on their clay models, ‘live’.

Eight years before his 1939 statement Gandhi permitted two American sculptors, Jo Davidson (1883-1952) and Nancy Cox-McCormack (1885-1967), to sculpt him while he went about his work. This was in the October of 1931, in London, when he was attending the Second Round Table Conference. These two and the British sculptor, Clare Sheridan (1885-1970, a cousin of Churchill, admirer of Lenin and, briefly, a lover of Charlie Chaplin), had importuned him to let them sculpt him, ‘undisturbed’. Davidson bantered as he carved the clay. “I see,” quipped Gandhi, “you make heroes out of mud.” Davidson responded, “And sometimes vice versa.” Cox-McCormack worked rather more silently, giving Gandhi’s son, Devadas (who was present), a small photograph of her work in progress, with “unfinished” written across it. Clare Sheridan, who observed Gandhi not just in the setting but even beyond, records: “I was present at a reception at the Carlton Hotel in honour of the Round Table delegates. There were innumerable politicians, several ex-Viceroys and a galaxy of Maharajahs. Gandhi did not want to seem unfriendly by abstaining, but worldly parties were not in his line. As a friendly gesture however, he put in an appearance, that is to say he ventured as far as the doorway, and there he stood enframed and hesitating. Almost immediately there was a general movement of the crowd towards him. The Maharajah of Bikaner, magnificently tall and imposing, was one of the first who went forward to greet him. Lady Minto, widow of a Viceroy and an old friend of my family’s, said to me: ‘I must know him — you must introduce me —’ and the two remained for some time absorbed in conversation.”

To Clara Quien (1903-1987), a sculptor of Dutch extraction, also belongs the distinction of having sculpted Gandhi ‘live’. Quien was a student of the Florentine master, Andreotti. With her husband, she travelled through Russia and China during World War I and lived for a significant period in the 1940s in the Kashmir Valley. Travelling in India, Quien got the opportunity to meet and sculpt Gandhi, in Sevagram.

Two non-sculpting artists, the British wood-engraver, Clara Leighton (1898-1989), and the expressionist draughtsman, Feliks Topolski (1907-1989), were also to work on him from life, on their charcoal and pencil drawings.

The sculpting interest has outlived Gandhi.

Fredda Brilliant (1903-1999), a Polish sculptor of “gypsy creativity”, was an ardent socialist. She has sculpted Thomas Mann, Georgi Dimitrov, Chekhov, Mayakovsky and John F. Kennedy among others. Her best-known work is, however, of a furrowed, introspecting Gandhi seated bare-chested and cross-legged, knees jutting out of the pedestal, at the centre of Tavistock Square, London. Brilliant did not see Gandhi but pored over many photographs of him with her sharp and highly critical eyes, which led to the making, by her sharp, sensitive hands, of her Gandhi.

Gandhi never visited China or Japan and one would imagine he had little impact on artists there. Not so. Beijing has an unusual Gandhi statue by Yuan Xikun, showing him reading a book that is held up by him. He looks like he could be a friend of one of the three Chinese poets Vikram Seth has translated. Gandhi is reading the book with care and — worry. What is the book? One will never know but if Yuan’s passion for the physical environment is anything to go by, the book is one that was unwritten in Gandhi’s time — Martin Rees’s deeply troubling work on the future of humankind — Our Final Century.

Likewise, there is an ineffably gentle statue of the Mahatma in Tokyo’s leafy Tetsugakudo Park in Nakano-ku. He is very Japanese-looking in that, very Zen, a survivor of Hiroshima. His palms are joined in a namaste that challenges the world of violence to rescue itself from itself. Nándor Wagner, a sculptor of Hungarian descent, had long made Japan his home and created a garden of philosophy with eight figures, including the Buddha, Jesus, Lao Tse, and — Gandhi.

Gandhi had a deeply fulfilling, formative association with Tolstoy, conducted wholly through correspondence, after his transformative reading of Tolstoy’s The Kingdom of God is Within You. But that apart, one would not imagine Gandhi having a ‘presence’ in Russia’s imagination. And yet, the sculptor, Dmitry Ryabichev, and his son, Aleksander Ryabichev, have been inspired to do a most extraordinary statue of Gandhi, seated, arm upraised in a posture that is as indefinable as it is unforgettable. It reminds one at once of Rodin’s The Thinker. The original is in Delhi’s Rajghat complex, an edition in Moscow, in the garden of the Indian ambassador’s residence.

South African Tinka Christopher’s young, wind-blown advocate Gandhi in Johannesburg stands, literally, on a stunning footing of its own. V.P. Karmarkar’s bronze statue of Gandhi in Nairobi, unveiled by the then vice-president of India, Sarvepalli Radhakrishnan, in 1956, has been historically and artistically compelling.

Latin America and Gandhi have an ideational connect that defies empirical explaining. There are, in Brazil alone, three Gandhi statues: one in the Ibirapuera park in São Paulo, another statue by Gautam Pal in the city of Londrina (Province of Paraná) and the third in Cinelandia in downtown Rio de Janeiro by the veteran Sankho Chaudhuri. But there it is, personifying the inspiration that Gandhi was for Adolfo Pérez Esquivel. The doughty Argentinian sculptor and peace activist has made a bronze statue of Gandhi that stands in Barcelona with his joined palms glistening — a sculpting coup. Barcelona, incidentally, is a portrait sculptors’ paradise boasting of statues, among others, of Anne Frank, George Orwell and John Lennon.

The latest Gandhi statue outside India is that by the Scottish sculptor, Philip Jackson (born 1944), standing in the company of Lincoln, Smuts, Churchill and Mandela, in Parliament Square, London. Jackson’s work captures the strong silence, the extraordinarily powerful simplicity of the subject. And it exemplifies Jackson’s description of his art as “grow(ing) out of the ground, the texture resembles tree bark, rock, or lava flow”.

The most overarching statue of Gandhi, anywhere, has to be Debi Prasad Roy Chowdhury’s majestic bronze. That strident Gandhi is to be seen in editions of it beyond its original location in New Delhi. Ram Sutar’s meditative one, also in bronze, awes those who see it. Replicas of it have been sent across the world from India.

Gandhi statues in India and elsewhere have been subject to vandalism. Like those of the other greatly sculpted figure, B.R. Ambedkar, Gandhi statues have been disfigured and messed up by assailants, mainly from the Right. The radical Left has not spared them either. This is no surprise, given that he thought and lived challengingly.

But there is another sculpted Gandhi which survives, even thrives on, vandalism. This one is in no bronze or marble. It will be found in no art catalogue, no list of Gandhi-sculptures. It will not be considered ‘art’. In its frank depiction of the un-handsome looks of its subject it can have no peer. It shows him just as he was, only more un-prepossessing. It has been sculpted by what may be called the sculpting genius of our people. I refer to the ‘very ordinary’ cement-plaster bust of Gandhi that stands on dusty pedestals in the cities, towns and villages of India. This bust, for all its rusticity, says something vastly simpler but so much rarer than do the great bronzes and rock-cuts. It says, simply, ‘This man told no lies, was honest, bore no hatred towards anyone.’

This ubiquitous ‘common’ bust is, in a sense, like Cox-McCormack’s work, “unfinished”. Why so? Because Gandhi’s work among the people amid whom his bust stands is unfinished. And will so remain as long as fear rules freedom, corruption dominates governance and suspicion fans hatred between our communities.

courtesy : “The Telegraph”, 21 October 2018

Loading

...102030...2,9532,9542,9552,956...2,9602,9702,980...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved