બ્રોમ્ટનમાં (કેનેડા) રહેતી લીંચને ફોન ઉપર પોલીસનો સંદેશો મળે છે : ‘૧૯૮૭માં તમારો ૨૧ મહિનાનો ખુંચવાયેલ દીકરો જર્મીન, આજે કનેક્ટીકટમાંથી જીવતો મળ્યો છે. અને તમારા છોકરાને ખુંચવનાર તેનો બાપ એલનનું જુઠાણું પકડાયું છે. લો વાત કરો જર્મીન સાથે.’
લીંચ તો સ્તબ્ધ જ થઈ ગઈ.
જર્મીન ફોન પર બોલ્યો, “મોમ !”
લીંચની આંખો ભરાઈ ગઈ..
તે બોલી, “મારા ભગવાન! તેં મારી લાજ રાખી.”
જર્મીન ફરી બોલ્યો, “મોમ સાચું કહું, એલેને મને નાનપણથી એમ જ કહ્યું હતું કે તું ૨૧ મહિને મરી ગઈ છે, પણ હું માનતો નહોતો અને સમજણો થયો ત્યારથી મોમ તમને ખોળતો હતો.” તેના પુખ્ત અવાજમાં નાનું બાળક બોલતું હતું.
લિંચ ગદગદ હતી. "મને ટિકિટ અડધા કલાક પછીની મળી છે, હું બે ફ્લાઈટ બદલી ને દોઢ કલાકે કનેક્ટીકટ પહોંચું છું. ૬૬ વર્ષની વયે, આજે જાણ્યા પછી મારામાં તને મળવાની આતુરતા ઘણી વધી ગઈ છે.”
“મોમ, મારી પણ એ જ દશા છે. હું એરપોર્ટ ઉપર ઘણી આતુરતાથી તારી રાહ જોઇશ,” જર્મીનના અવાજમાં કંપનો અનુભવાતા હતા.
વાત જાણે એમ બની હતી કે જર્મીનના જન્મ પછી, મળેલા છૂટાછેડામાં, એલન ઝનૂને ભરાયો હતો. અને તે ગોઝારા દિવસે વિઝિટેશન વખતે, તક મળતાં જ, પાણી માર્ગે ટોરંટોથી તે તળાવ ક્રોસ કરી અમેરિકા પહોંચી ગયો. તેને આ ચોરી કરવામાં સહાય કરી એંજેલાએ. અને પાસ્પોર્ટ ઉપર નામ બદલવાની સહાય કરી એજેંલાના પતિ પીટરે. નવા પાસ્પોર્ટના સહારે, અમેરિકામાં દાખલ થયેલા એલને પહેલું કામ કર્યું જૂનો પાસ્પોર્ટ અને જૂના નામ એલને નેસ્તનાબૂદ કર્યાં અને નવો અવતાર મેક્ષ કોનાર્કનાં નામે શરૂ કર્યો. જર્મીનને મેક્ષ જુનિયરના નામે ભણવા મુક્યો અને એકલ પંડે કનેક્ટીકટમાં કોફી શોપ ખોલી.
આ બાજુ રડી રડીને લીંચનાં હાલ બૂરા હતા. તેણે જર્મીનની યાદોને સહારે જીવવાનું હતું. પોલીસ પાસે કોઇ જ માહીતિ નહોતી .. છ મહિને કેસ ફાઈલ થઈ ગયો .. પણ લીંચને ધરપત નહોતી. દર રવિવારે ચર્ચમાં જતી અને પ્રભુને પ્રાર્થના કરતી કે તેના જર્મીનને લાંબું આયુષ્ય આપે અને સર્વ રીતે સહાય કરે. અને પ્રભુને પ્રાર્થના કરતી કે એક દિવસ એના દીકરા સાથે તેની મુલાકાત કરાવે …
પાંચ વર્ષ વીતી ગયાં પછી, કેનેડિયન પોલીસે ફાઇલ બંધ કરી પણ લીંચ પાસે એવી ક્યાં કોઇ શક્યતા હતી? તેની તપશ્ચર્યા તો જ્યાં સુધી જર્મીન ન મળે ત્યાં સુધી હતી. તે દ્ર્ઢ પણે માનતી કે પ્રભુએ વિખૂટો પાડ્યો છે અને તે જ ભેગા કરશે.
એલન અને જર્મીન સમય સાથે આગળ વધતા જતા હતા. ક્યારે ય વાતો કરતા ત્યારે દરેક વાતનો અંત મમ્મી ઉપર આવી જતો. પુખ્ત જર્મીન પપ્પાનાં જૂઠ પકડવામાં માહીર થઈ ગયો હતો. ખાસ્તો દારુ પીધા પછીના બડબડાતમાં સત્ય આપોઆપ ખૂલી જતું. લીંચનો સંદર્ભ લીસા તરીકે થતો એ એક ગુંચવનારી વાત હતી. તે જાણતો કે તેની મા જીવે છે અને તે કેનેડામાં છે.
આ બાબતે ઝઘડા પણ થતા. બાપ કહેતો, “તારી માએ જન્મ આપ્યો અને મેં તને પાળી પોષીને મોટો કર્યો તેનું કંઈ નહીં?”
જ્રર્મીન બોલતો “તમે ગુનેગાર છો મને મારી માથી છૂટો પાડ્યો છે.”
પોલીસને ક્યાંક્થી બાતમી મળી મિસ્ટર મેક્ષ માર્કનાં ડોક્યુમેંટ નકલી છે. ડિટેક્ટિવ પાછળ લાગ્યો .. ૩૧ વર્ષ જૂનો કેસ ખુલ્યો. પ્રૂફ ભેગા થયા, લોહીનું પરીક્ષણ થયું. મેક્ષ જ એલન છે તેમ સાબિત થયું; અને પોલીસે ફોન કર્યો .. ‘૧૯૮૭માં તારો ૨૧ મહિનાનો તારો ખૂંચવાયેલ દીકરો જર્મીન આજે કનેક્ટી કટમાં થી જીવતો મળ્યો છે. અને તારા છોકરાને ખુંચવનાર તેનો બાપ એલનનું જૂઠાણું પકડાયું છે. લો વાત કરો, જર્મીન સાથે.’
ફલાઈટમાં લીંચ કનેક્ટીકટ પહોંચી, ત્યારે જર્મીન માને માટે મોટો ફૂલોનો ગજરો લઈને ઊભો હતો. … અને ૩૧ વર્ષનો દુઃખનો ગાળો આંસુઓમાં પીગળી ગયો.
તેને ચર્ચનાં પાદરીનાં શબ્દો સંભળાતા હતા : “ધીરજ અને હકારાત્મક અભિગમ ચમત્કારિક પરિણામ લાવે છે."
(સત્ય ઘટના ના આધારે)
વર્તમાન પત્રે જડેલી વાર્તાની શ્રેણી, "વૃત્ત અને વૃતાંત અનેક"માં તાજી અને અનોખી વાર્તા .. ધ્યાન રહે વાર્તા તત્ત્વ વચ્ચે મુકાયુ છે, જે તદ્દન કાલ્પનિક છે
e.mail : vijaydshah09@gmail.com
![]()


Nothing can be farther from truth than this statement of his. One knows that Ambedkar was made the minister in the first Cabinet of India; he was also given the task of being the Chairman of drafting committee of Indian constitution and was asked to draft the Hindu code bill. Sardar Patel was the Deputy Prime Minster, looking after the Home ministry. The compilation of Sardar Patel’s letters has been edited by Durga Das, ‘Sardar Patel Correspondence’. As per this book it becomes clear that Nehru and Patel were very close and till Patel was alive most of the decisions which taken were with his consent or due to his initiative. Patel regarded Nehru as his younger brother and his leader; both. Earlier Modi tried to propagate that Nehru ignored Sardar Patel and did not attend his funeral in Bombay. Moraji Desai’s biography describes that Nehru did attend the funeral; this was also reported in the news papers that time.
ગુજરાતમાં સ્થળાંતરિત મજદૂરોનું જીવનપાયન હું છેલ્લાં ૩૫ વર્ષથી જોઈ રહ્યો છું. સાંગઠનિક કામે વારંવાર સુરત, મુંબઈ જવાનું થાય. સુરતમાં પાવરલૂમ-હીરા ઉદ્યોગમાં તેમની સંખ્યા વધુ. ગુજરાતમાં હીરાઉદ્યોગના કારણે જે આંતરિક સ્થળાંતર થયું, તેના લીધે સૌરાષ્ટ્રમાં જે પરિવર્તનો આવ્યાં તેનો પણ હું સાક્ષી છું. આ સ્થળાંતરિત મજદૂરોની અમાનવીય પરિસ્થિતિની વાતો ક્યારેક છાપામાં આવે. બાકી તો આપણે અજાણ જ રહીએ.