Opinion Magazine
Number of visits: 9664533
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિંદૂર વિતરણમાં સીઝફાયર ! 

રમેશ સવાણી|Opinion - Opinion|31 May 2025

‘ઓપરેશન સિંદૂર’માં અચાનક સીઝફાયર થતાં લોકો ચોંકી ગયા હતા. હજુ પહેલગામમાં આતંકીઓ પકડાયા ન હતા, ત્યાં સીઝફાયરના નિર્ણયથી મોદીજીની ઈમેજ ધૂળમાં મળી ગઈ હતી. ડેમેજ કંટ્રોલ માટે ‘ઓપરેશન સિંદૂર’ને આગળ કરી ઠેરઠેર અતિ ખર્ચાળ રેલીઓ શરૂ કરી. સિંદૂર વિતરણની જાહેરાતો કરી. 28 મે 2025ના રોજ સિંદૂર વિતરણનો આખો કાર્યક્રમ છાપ્યો. ‘ન્યૂઝ 24 ડિઝિટલે’ પણ સિંદૂર વિતરણની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીએ કહ્યું કે સરકાર લગ્ન પ્રસંગે સિંદૂર ભેટ આપશે ! સત્તા ટકાવી રાખવા બદમાશો કોઈ પણ હદે જાય છે ! 9 જૂન 2025થી દેશ આખામાં ભા.જ.પ.ના નેતાઓ / કાર્યકરો સિંદૂર લઈને ઘેર ઘેર જવાની ઝૂંબેશ શરૂ કરવાના હતા અને એક મહિના સુધી આ ઝૂંબેશ ચાલવાની હતી.

સોશિયલ મીડિયામાં સિંદૂર વિતરણ સામે જબરજસ્ત વિરોધ થયો. લોકોએ વડા પ્રધાનનાં પત્ની જશોદાબહેનને યાદ કરીને મજાક શરૂ કરી. કોઈએ કહ્યું કે ભા.જ.પ.ના કાર્યકરો સિંદૂર આપવા ઘેર આવે તો રિટર્ન ગિફ્ટમાં બંગડીઓ ભેટમાં આપજો ! કાઁગ્રેસ / આમ આદમી પાસ / મમતા બેનરજીએ ઊહાપોહ કર્યો. લોકોએ સવાલો પૂછવાનું શરૂ કર્યું કે નોટબંધી દરમિયાન પોતાના પૈસા કાઢવા જતા 200 લોકો શહીદ થઈ ગયા હતા, એમની વિધવાઓના સેંથાનું શું? કોવિડ દરમિયાન, 24 કલાક સુધી સ્મશાનમાં મૃતદેહો સળગાવવામાં આવતા હતા, ગંગા ઘાટ મૃતદેહોથી ભરેલા હતા, 40 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા ! તે વિધવાઓના સેંથાનું શું? ત્રણ કાળા કૃષિ કાયદાઓ સામેના આંદોલનમાં શહીદ થયેલા 700 ખેડૂતોની પત્નીઓના સેંથાનું શું? દરરોજ ઘણા ખેડૂતો અને મજૂરો આત્મહત્યા કરી રહ્યા છે, તેમની પત્નીઓના સેંથાનું શું? આર્થિક સંકટ અને બેરોજગારીથી પરેશાન, દેશમાં દર વર્ષે 12,000 લોકો આત્મહત્યા કરે છે, તેમની પત્નીઓના સેંથાનું શું? આ મોંઘવારીમાં, જે મહિલાઓ પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂકીને બે ટંકના રોટલાનો મેળ કરી રહી છે, શું તેમના ઘરે પણ સિંદૂર લઈ જાત? કદાચ આવા પ્રશ્નોનો જવાબ મોદીજી પાસે ન હતો એટલે જ સિંદૂર વિતરણમાં સીઝફાયર !

છતાં મોદીજીએ પોતાની તંગડી ઊંચી રાખી છે. તેમના વતી જૂઠાણાંની ફેક્ટરી ચલાવનાર અમિત માલવિયાએ 30 મે 2025ના રોજ સવારે 6.00 વાગ્યે ‘X’ (ટ્વિટર) પર ઘોષણા કરી કે ‘દૈનિક ભાસ્કર’માં પ્રસિદ્ધ થયેલ સમાચાર ‘ફેઈક ન્યૂઝ‘ છે ! ‘દૈનિક ભાસ્કરે’ સમાચારમાં ભાજપના વરિષ્ઠ નેતાનો હવાલો આપ્યો છે. માની લઈએ કે ‘દૈનિક ભાસ્કરે’ ખોટા સમાચાર આપ્યા પણ શું ‘ન્યૂઝ 24 ડિઝિટલ’ પણ ખોટું? 

ચાલો શાંતિ થઈ. સિંદૂર વિતરણ કરતાં તેની જાહેરાતમાં કરોડો-કરોડો રૂપિયાનો ધૂમાડો થતો બચ્યો ! ચરિત્રહીન / બળાત્કારી નેતાઓ-કાર્યકરો સિંદૂર લઈ ઘેર આવે તે કોઈ સંસ્કારી માણસ સહન કરી શકે નહીં. વડા પ્રધાનને ભલે ‘ઓપરેશન સિંદૂર’ આટોપી લેવામાં ઉતાવળ કરી પણ ‘સિંદૂર વિતરણ કાર્યક્રમ‘ સીઝફાયર કરી મહિલાઓની મોટી સેવા કરી છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાશ્મીર : ખરા ખલનાયક હિંદુ રાજા હરિસિંહ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|31 May 2025

રાજા હરિસિંહ

કાશ્મીર સમસ્યાના ખરા ગુનેગાર તો હિન્દુ રાજા હરિસિંહ છે. તેમને તો આઝાદ કાશ્મીર જોઈતું હતું. તેમને નહોતું ભારતમાં જોડાવું કે નહોતું પાકિસ્તાનમાં. પછી પાકિસ્તાને આક્રમણ કર્યું. તેનો સામનો કરવાની પોતાની તાકાત નહોતી, એટલે ભારત સરકારને પોતાને બચાવવા વિનંતી કરી. એટલે નેહરુ સરકારે શરત મૂકી કે, ભારતમાં જોડાવ તો બચાવીએ. પછી હરિસિંહની સાન ઠેકાણે આવી. 

આ તવારીખ જુઓ:

(૧) એપ્રિલ-૧૯૪૭થી ઓગસ્ટ-૧૯૪૭ દરમ્યાન અનેક દેશી રજવાડાં ભારતમાં ભળી ગયેલાં. 

(૨) દેશ આઝાદ થયો ૧૫-૦૮-૧૯૪૭.

(૩) પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું: તા.૨૨-૧૦-૧૯૪૭.

(૪) હરિસિંહે તેમનું રાજ્ય ભારતમાં ભેળવવા માટેના પત્ર પર સહી કરી: તા.૨૬-૧૦-૧૯૪૭.

હરિસિંહ સહી કરે અને ભારતમાં કાશ્મીર ભળે ત્યાં સુધીમાં તો પાકિસ્તાને એ ઘણું કબજે કરી લીધેલું. એટલે એ પાછું લેવા માટેની જવાબદારી આવી ભારત સરકાર પર. હરિસિંહે તો સહી કરીને હાથ ખંખેરી નાખ્યા. ખરો ઝઘડો ત્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે શરૂ થયો. 

આમ, ઘણું ગુમાવેલું કાશ્મીર હરિસિંહે ભારતને આપ્યું. બળતું ઘર કૃષ્ણાર્પણ. 

જો હરિસિંહે પહેલેથી જ ભારતમાં ભળી જવાનું અન્ય રાજાઓની જેમ સ્વીકાર્યું હોત તો, પાકિસ્તાન હુમલો કરવાની હિંમત જ ન કરત કદાચ. કારણ કે પાકિસ્તાને ત્યારે ભારત પર હુમલો કરવાનો થાત, કાશ્મીર પર નહિ; અને એની એવી હિંમત ન થાત. 

એટલે, પાકિસ્તાને જે આક્રમણ ૧૯૪૭-૪૮માં કરેલું એ ત્યારના ભારત પર નહોતું કરેલું, ત્યારના કાશ્મીર પર કરેલું કે જે ભારતનો ભાગ થયું જ નહોતું. 

હરિસિંહે ભારતમાં ભળવા માટેના પત્ર પર સહી કરી, પછી ભારતે જેટલું લડીને પાછું મેળવ્યું કાશ્મીર એટલું મેળવ્યું, બાકી રહ્યું તે PoK. 

અને માની લો કે, પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું જ ન હોત તો? તો કદાચ કાશ્મીર એક અલગ દેશ હોત, કારણ કે હરિસિંહને તો ભારતમાં આવવું જ નહોતું. એટલે એમ કહેવાય ખરું કે, જેટલું કાશ્મીર ભારત પાસે છે તેટલું છે કારણ કે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું અને હરિસિંહને તેથી ભારતમાં ભળવાની ફરજ પડી? 

હવે, આ વાતને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે, એક સોસાયટીમાં ૫૦ ઘર છે. બધા એક બિલ્ડરને આખી સોસાયટી વેચવા તૈયાર છે. પણ એક જણ ના પાડે છે. બાકીના બધા આખી સોસાયટી પેલા બિલ્ડરને વેચી મારે છે. હવે બિલ્ડરને માથે આવ્યું કે પેલા એક જણને કેવી રીતે એનું ઘર ખાલી કરાવવું. 

જો કે, PoK કોઈ ખાલીખમ પ્રદેશ નથી. એમાં હાલ બાવન લાખ લોકો રહે છે. 

હિંદુ રાજા હરિસિંહે બહુ મોડું કર્યું એ પણ એક ખરો, ખરખરો કરવા જેવો, ઇતિહાસ છે. 

૩૦-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિદ્રોહનાં લેખિકા બાનુ મુશ્તાકને આંતરરાષ્ટ્રીય બુકર્સ પારિતોષ

નેહા શાહ|Opinion - Opinion|31 May 2025

નેહા શાહ

બાનુ મુશ્તાક અને એમની વાર્તાના અનુવાદક દીપા ભાસતીને ૨૦૨૫નું આંતરરાષ્ટ્રીય બુકર્સ પ્રાઈઝ મળ્યું. ભારત માટે આ ગૌરવની ઘડી છે. આ સાથે પહેલીવાર ટૂંકી વાર્તાના સંગ્રહને બુકર્સ ઇનામ મળ્યું અને પહેલીવાર ભારતની પ્રાંતીય ભાષામાં (કન્નડ) લખાયેલા સાહિત્યને આ સન્માન મળ્યું. ૭૭ વર્ષનાં બાનુ બુકર્સ જીતનારાં સૌથી વયસ્ક લેખિકા છે.

બાનુ જ્યારે આઠ વર્ષના હતાં ત્યારે તેમના પિતાજી તેમને મિશનરી સ્કૂલમાં દાખલ કરાવવા લઇ ગયા. ઘરમાં ઉર્દૂનો પ્રયોગ થતો હોઈ, તેઓ સરખું કન્નડ બોલી શકતાં ન હતાં. સ્કૂલ પ્રશાસને શરૂઆતમાં તો પ્રવેશ આપવાની ના પાડી, પણ ખૂબ આજીજી કર્યા પછી તેમને એ શરતે પ્રવેશ મળ્યો કે છ મહિનામાં એમણે કન્નડ લખતા અને વાંચતા શીખી જવું પડશે, નહીંતર તેમનો પ્રવેશ રદ્દ થશે. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે બાનુએ થોડા દિવસમાં જ કન્નડ વાંચતા લખતા શીખી લીધું. બાળપણમાં શિક્ષણનાં બીજ તેમના પિતાએ રોપ્યા અને તેમની લખવાની વૃત્તિને પ્રોત્સાહન આપ્યું. લગ્ન પછી પતિએ પૂરો સાથ નિભાવ્યો. અને આજે તેઓ એ મુકામ પર છે જ્યાં કન્નડ સાહિત્યના તેમના યોગદાન માટે વિશ્વ કક્ષાએ તેમની નોંધ લેવાઈ છે!

બાનુ મુશ્તાક

બાનુ મુશ્તાકના ઘડતરની શરૂઆત થઇ હતી ૧૯૭૦ અને ૧૦૮૦ના દાયકાથી જ્યારે કન્નડ સાહિત્યમાં ‘બન્દાયા’ એટલે કે વિરોધનું સાહિત્યની ચળવળ શરૂ થઇ. બાનુ એની સાથે જોડાયાં. આશરે બે દાયકા જેટલી ચાલેલી આ ચળવળ ખૂબ રસપ્રદ છે. ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં કન્નડ સાહિત્ય પર ઉચ્ચ જ્ઞાતિ અને પુરુષોના વર્ચસ્વને પડકારી વૈકલ્પિક સાહિત્યની રચના શરૂ થઇ. સામાજિક પ્રશ્નો સાથે નિસ્બત ધરાવતા સાહિત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું. અન્યાયની સામે અવાજ ઉઠાવવા કવિતાનો એક સાધન બનાવ્યું. તેમનું મુખ્ય સૂત્ર હતું કે જો તમે લેખક છો તો તમે એક યોદ્ધા છો. આ ચળવળમાં સર્જાયેલું સાહિત્ય રાજ્ય અને સમાજના શક્તિશાળી વર્ગો પર સવાલ ઉઠાવતું રહ્યું અને જન-સામાન્યમાં લોકશાહીની આકાંક્ષા જગાવતું રહ્યું. ઘણાં મહિલા, દલિત તેમ જ લઘુમતી સમુદાયના લેખકો માટે આ થકી નવી દિશા ખૂલી. આ ચળવળ કર્ણાટકી સમાજમાં ઘણા સામાજિક સુધારા માટે નિમિત્ત બની હોવાનું કહેવાય છે.

બાનુ મુશ્તાકે આ જ સમય દરમ્યાન લખવાનું શરૂ કર્યું. બન્દાયા વર્તુળોમાં તેઓ ઘણાં સક્રિય હતાં, જ્યાં તેમની લેખન શૈલી ઘડાઈ. આ સાથે તેઓ રાજ્ય રૈથા સંઘ, દલિત સંઘર્ષ સમિતિ, પ્રગતિશીલ નાટ્ય પ્રવૃત્તિ અને ફેમીનીસ્ટ મુવમેન્ટ સાથે પણ સંકળાયેલા રહ્યાં અને ધર્મ, જ્ઞાતિ, વર્ગ કે લિંગના આધારે વિભાજીત કરતા પરિબળોનો વિરોધ કરતાં રહ્યાં. પહેલા પત્રકાર અને પછી વકીલ તરીકેના વ્યવસાયને કારણે લોકોનાં પ્રશ્નો અને પીડા તેમણે પ્રત્યક્ષ જોયાં. બન્દાયાની સક્રિયતા અને વ્યાવસાયિક અનુભવોને કારણે પ્રશ્નોની સમજમાં ઉંડાણ ઉમેરાયું. તેમની વાર્તાઓના કેન્દ્રમાં વંચિત સમાજની બહેનોની રોજીંદા જીવનના સંઘર્ષ છે, જે કર્ણાટકના મુસ્લિમ પરિવારો, તેમની ધાર્મિકતા, પિતૃસત્તાક વ્યવસ્થા, એમાંથી જન્મતા લીન્ગ ભેદ અને હિંસાના વિષય પર વણાયેલી છે. સામાન્ય મહિલાઓની સામાન્ય જિંદગીને સંવેદના સાથે આલેખવી એ એમની વાર્તાઓની ખાસ વાત ગણાય છે. બુકર્સ પારિતોષ જીતનાર પુસ્તક ‘હાર્ટ લેમ્પ’ અગિયાર ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. આ વાર્તાઓ ૧૯૯૦થી ૨૦૨૩ દરમ્યાન લખાઈ છે, જે એમના છ વાર્તા સંગ્રહમાંથી પસંદ કરાઈ છે. વિવેચકોનું કહેવું છે કે આ વાર્તા માત્ર ભારતના જ નહિ પણ દુનિયાના દરેક ખૂણામાં પ્રવર્તતી પિતૃસત્તાક સંદર્ભે પણ એટલી જ પ્રસ્તુત છે. બુકર્સ જજની પેનલે ટિપ્પણી પ્રમાણે બોલચાલની જીવંત ભાષામાં લખાયેલાં એમના લખાણમાં વ્યંગ, ભાવુકતા અને તીવ્રતાનું અનોખું સંયોજન છે.

બાનુ કહેતાં હોય છે કે વ્યંગનો પ્રયોગ એ વિચારપૂર્વક પસંદ કરેલી શૈલી છે કારણ કે એ રીતે પિતૃસત્તા, ધર્મ અને રાજકારણથી ઊભા થતાં સત્તાના ઢાંચાને પડકારી શકે છે, જો ગંભીર શબ્દોમાં આ જ વાત કરવી હોય તો એના પ્રત્યાઘાત માટે તૈયાર રહેવું પડે. વર્ષ ૨૦૦૦માં તેઓ ફતવાનો સામનો કરી ચુક્યાં છે. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ માટે મસ્જીદમાં પ્રવેશ કરવાનો ઇસ્લામમાં નિષેધ નથી. આ પિતૃસત્તાક પ્રથા ગેરકાનૂની છે. તેમના આવા વિધાનથી ધર્મગુરુઓ નારાજ થયા અને તેમની પર સામાજિક પ્રતિબંધ મુકવામાં આવ્યા. એ કાળ એમને માટે કપરો હતો. પણ બાનુ અને અન્ય પ્રગતિશીલ લોકોએ ઉઠાવેલા પરિણામો આજે ઘણી મહિલાઓને મસ્જીદ પ્રવેશની મંજૂરી આપે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાર્તા પરિવર્તનનું સાધન બની શકે છે. વાર્તા થકી લોકોને તેમના અધિકાર અંગે જાણ થાય, એ પ્રત્યે સભાનતા ઊભી થાય, લોકો ચુપ્પી તોડીને બોલવાનું શરૂ કરે અને હક માટે સંઘર્ષનો રસ્તો અપનાવી શકે. આ ધીમું પરિવર્તન વાર્તા કે કોઈ પણ કળા દ્વારા આવી શકે છે.

એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે કહ્યું કે આ મારું વ્યક્તિગત સન્માન નથી, પણ એ બધા વંચિતોના અવાજનું સન્માન છે જે મારી વાર્તા થકી બોલે છે. એમણે એવોર્ડ પોતાના મુલ્ક – ભારતને તેમ જ દેશમાં શાંતિ અને અમન સ્થપાય એ ઉદ્દેશ્યને સમર્પિત કર્યો છે. ધરાતલના લોકોના સંઘર્ષની પ્રગતિશીલ કલમે લખાયેલું સાહિત્ય બુકર્સ સુધી પહોંચ્યું એ વાત એ ઘણી મોટી વાત છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...266267268269...280290300...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved