'કડવી' તે લીમડાની ડાળ;
સાચ-સાચ બોલવાની જીદે મૂકી છે કડવીની જીભે જંજાળ,
'કડવી' તે લીમડાની ડાળ …
સીધા ઉતારીને લાવી છે ઝાડથી, તાજાં છે 'કડવી'નાં વેણ;
ના ચાખ્યા, ના જોખ્યા, ના બાંધ્યા, ના સાંધ્યા કે 'કડવી'ને આવડે ન રેણ.
ઊંડું હોય પાતર તો ઝીલી પણ લે, એક છીછોરાએ દઈ દીધી ગાળ,
'કડવી' તે લીમડાની ડાળ …
'કડવી'ના બોલને મોહરાં, મુખોટાં, ના પહેરાવ્યાં કોઇદી'યે વાઘા;
છતરાયા ચાલે છે પળકોરાં કડવીથી, ખીદમતિયાં આઘા ને આઘા.
'કડવી' તો સાવેય ઊઘાડો અરીસો કે શાણાંઓ રાખે સંભાળ,
'કડવી' તે લીમડાની ડાળ ..
ઠળયાવી ચોકલેટું વેચી-વેચીને,આજ તગડાં થયા છે કંદોઈ;
પડઘામાં પથરાં લઇ પાછી ફરી છે આ 'કડવી' છે કરમી કળોઈ.
'કડવી'ની કથનીનો આવે ના પાર, એની જીભે બેઠો છે વેતાળ,
'કડવી' તે લીમડાની ડાળ ..
e.mail radhikapatel1976@yahoo.com
![]()


માત્ર મોદી નહીં, નેહરુના દરેક અનુગામી વડા પ્રધાન નેહરુને રેફરન્સ પોઈન્ટ કે ગોલપોસ્ટ તરીકે માનતા આવ્યા છે. બી.જે.પી.ની સરકારના પહેલા વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તો લોકસભામાં ઓન રેકર્ડ કહ્યું પણ હતું કે ‘યહાં પંડિતજી બૈઠા કરતે થે ઔર વહાં (સામે છેડે વિરોધ પક્ષની બેઠક તરફ ઈશારો કરીને) સે યહાં તક પહુંચનેમેં પચાસ સાલ લગે.’ ફરક એ છે કે બીજા વડા પ્રધાનો નેહરુ જેવા બનવા માગતા હતા જ્યારે, નરેન્દ્ર મોદી નેહરુને મિટાવીને તેમની કલ્પનાના નવા નેહરુ બનવા માગે છે. અંગ્રેજીમાં કહીએ તો તેઓ નેહરુને રિપ્લેસ કરવા માગે છે. ઇતિહાસ આજે જે રીતે જવાહરલાલ નેહરુને યાદ કરે છે એ રીતે ઇતિહાસ નરેન્દ્ર મોદીને યાદ કરે.