Opinion Magazine
Number of visits: 9965478
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકાની ચૂંટણીમાં ભારતની દખલગીરી

બાબુ સુથાર|Opinion - Opinion|20 October 2020

મને લાગે છે કે ભારત સમજ્યા વગર અમેરિકાના રાજકારણમાં પરોક્ષ રીતે દખલ કરી રહ્યું છે. હમણાં હમણાં રોજ મારા પર બેચાર ઇ-મેઇલ આવતા હોય છે અને એમાં ટ્રમ્પ કેવા ભારતતરફી છે એની વાત કરવામાં આવતી હોય છે. અહીં 'ભારત' શબ્દનો અર્થ હોય છેઃ ‘મોદીતરફી’ / ‘ભા.જ.પ.તરફી' / 'હિન્દુત્વતરફી' / 'મુસ્લિમવિરોધી' / 'પાકિસ્તાનવિરોધી' / 'કાશ્મીરતરફી'. આ સંદેશાઓમાં અમને અર્થાત્ અમેરિકામાં વસતા ભારતીયોને કહેવામાં આવતું હોય છે કે તમે ટ્ર્રમ્પને જીતાડજો. કેમ કે ડૅમોક્રેટો ભારતવિરોધી છે!

હું બાવીસેક વરસથી અમેરિકામાં છું. હજુ મેં અમેરિકાનું નાગરિકત્વ લીધું નથી, પણ, હું અમેરિકાના રાજકારણમાં ખૂબ ઊંડાણથી રસ લઉં છું. કેમ કે અમેરિકાના રાજકારણમાં જે કંઈ બને, તેનો પ્રભાવ મારા રોજબરોજના જીવન પર પડતો હોય છે.

હું એક ઇમિગ્રન્ટ છું. એથી મને બે પ્રશ્નો થાય : ડૅમોક્રેટ ઉમેદવાર હોય કે રિપબ્લિકન. ઈમિગ્રન્ટને કોણ કઈ રીતે કેવો ટેકો આપે છે? ટ્રમ્પે ઇમિગ્રન્ટની સામે લીધેલાં પગલાં બતાવે છે કે ટ્રમ્પ ઇમિગ્રન્ટ તરફી નથી. દા.ત.

(૧) ટ્રમ્પે એચ-૧ વીઝા પર કડક નિયંત્રણો મૂક્યાં છે,

(૨) ટ્રમ્પે એચ-૪ વીઝાધારકોને કામ કરવાની પરવાનગી રદ્દ કરવાનું અવારનવાર કહ્યું છે,

(૩) ટ્રમ્પશાસને જે લોકો એચ-૧ પર કામ કરતા હતા અને જેમની કોરોનાકાળ દરમિયાન નોકરી જતી રહી, તેમને નોકરી નથી એટલે પાછા મોકલવાની વાત કરી છે. એ દરમિયાન જે લોકો ભારતમાં હતા, તેમને પાછા અમેરિકામાં પ્રવેશ કરવા દેવાની ના પાડી છે,

(૪) ટ્રમ્પના સમયગાળામાં જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટોને ઘણા હેરાન કરવામાં આવ્યા છે અને એમ કરતી વખતે માનવઅધિકારોનો છડેચોક ભંગ થયો છે. દા.ત. બાળકોને માબાપથી અલગ કરવામાં આવ્યાં છે અને કેટલીક સ્ત્રીઓનું એમની જાણબહાર પરિવારનિયોજન કરી નાખવામાં આવ્યું છે. તેમાં એક ભારતીય દાક્તર (ગુજરાતી) સામેલ હતાં. હું સમજું છું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ અસ્વીકાર્ય છે, પણ એમની સાથેનો વ્યવહાર આવો ન હોઈ શકે. અમેરિકા હંમેશાં માનવતાને મહત્ત્વ આપતું આવ્યું છે. ટ્રમ્પના આવ્યા પછી એમાં તિરાડ પડી છે.

(૫) કોરોનાના પાપે જો કોઈ યુનિવર્સિટી ડિસ્ટન્ટ એજ્યુકેશન (distant education) આપે તો વીઝા પર આવેલા વિદ્યાર્થીઓના વીઝા આપમેળે જ રદ્દ થાય, એવી વ્યવસ્થા કરવામાં આવી છે,

(૬) ઈમિગ્રન્ટ સિટિઝન્સ પર એમનાં કુટુંબીઓને બોલાવવા અંગે આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. એમાંના એક પ્રતિબંધ પ્રમાણે, જો ઇમિગ્રન્ટ માબાપને અહીં બોલાવે અને જો એ માબાપ સિનિયર સિટિઝન હોય, તો એમની મેડીકેઈડ સેવાની એટલે કે આરોગ્યની સેવાની જવાબદારી બોલાવનાર ઇમિગ્રન્ટની. એનો અર્થ એ થયો કે ઇમિગ્રન્ટનાં માબાપ નાગરિક બન્યાં પછી પણ અમેરિકામાં જન્મને આધારે નાગરિકતા ધરાવતા લોકો કરતાં ઓછા લાભ મેળવે!

(૭) ટ્રમ્પે ઓબામા કેર (સરકારી વીમાયોજના) રદ્દ કરવાના ઘણા પ્રયાસો કર્યા છે. જ્યારે મારી નોકરી ગયેલી ત્યારે મેં આખા કુટુંબનો ઓબામા કેર મહિને પાંત્રીસ ડૉલરમાં લીધેલો. જો કે, એ જ વરસે પાછળથી મને સારી નોકરી મળી, ત્યારે મારે આખા વરસનું વધારે પ્રિમિયમ ભરવું પડેલું. પણ, એ જુદી વાત છે. ઓબામા કેર આવક પ્રમાણે પ્રિમિયમ નક્કી કરે છે. ઓબામા કેરમાં ઘણી મુશ્કેલીઓ છે, પણ એ મુશ્કેલીઓ દૂર કરવાને બદલે ટ્રમ્પ ઓબામા કેર જ દૂર કરવાની વાત કરે છે. કોરોનાકાળમાં નોકરી જતાં વીમો પણ ગયો. એ બધાંને કોબ્રા વીમો મળે. પણ એનું પ્રિમિયમ ખૂબ હોય.

(૮) ટ્રમ્પને ધોળા લોકોની સર્વોપરિતામાં માનતાં – વ્હાઇટ સુપ્રિમસિસ્ટ જૂથો માટે સહાનુભૂતિ છે. એનો અર્થ એ થયો કે જો ભારતીય પ્રજા, મોદીસાહેબની ટ્રમ્પ સાથેની મૈત્રીની તરફેણમાં, ટ્રમ્પને મત આપે તો એ લોકો વ્હાઇટ સુપ્રિમસિસ્ટ ફિલસૂફીની તરફેણ કરી રહ્યા છે. હું એવું ન કરું. કેમ કે વ્હાઇટ સુપ્રિમસિસ્ટ જૂથો માને છે કે કેવળ શ્વેત પ્રજા જ બુદ્ધિશાળી છે, કેવળ શ્વેત પ્રજા જ રાજ્ય કરી શકે, અમેરિકા કેવળ શ્વેત પ્રજાનું જ છે, બીજા બધાને અમેરિકાના કોઈ લાભ ન મળવા જોઈએ. આવાં જૂથો ગલીઓમાં આવી જાય તો એ લોકો ભારતીયોને મારતી વખતે એમ નથી પૂછવાના કે તમે મોદીતરફી છો કે નહીં? એ લોકો પણ ટ્રમ્પની જેમ એવું માને છે કે અમારી નોકરીઓ વિદેશીઓએ લઈ લીધી છે.

(૯) એ હકીકત છે કે ટ્રમ્પના શાસનકાળ દરમિયાન બેરોજગારી ઘટી ગયેલી, અર્થતંત્ર પણ ઊંચું આવેલું. પણ, હું માનું છું કે ટ્રમ્પને બદલે બીજું કોઈક અમેરિકાનું પ્રમુખ હોત તો પણ આમ જ થતું. કેમ કે અમેરિકાનું અર્થતંત્ર કદી પણ બહુ લાંબા ગાળા સુધી નબળું રહેતું નથી.

(૧૦) અમેરિકામાં વસતા ભારતીયો અમેરિકન પ્રજા કરતાં પૈસેટકે વધારે સુખી છે. એ લોકો સરેરાશ વરસે એક લાખ ડૉલર કમાય છે. એની સામે શ્વેત અમેરિકનો લગભગ ૬૫,૦૦૦ ડૉલર કમાય છે. જેમ ભારતમાં મધ્યમ વર્ગ એમ માને છે કે એ લોકો મોદીના કારણે શ્રીમંત બન્યા છે, એમ અમેરિકામાં વસતો ભારતીય મધ્યમ વર્ગ પણ એમ માને છે કે જો ટ્રમ્પ ન હોત તો તે આટલો શ્રીમંત ન બન્યા હોત. રામ જાણે કેમ, બન્નેમાંથી એકેયને પોતાની આવડત પર કેમ ભરોસો નહીં હોય?

(૧૧) પહેલાં ભણેલાગણેલા ભારતીયો અમેરિકા આવતા હતા. પછી એમનાં કુટુંબીઓને પણ અમેરિકા બોલાવવાની વ્યવસ્થા શરૂ થઈ. એ સાથે અનેક ભારતીયોનાં કુટુંબો અમેરિકા આવ્યાં. એમાંનાં મોટા ભાગનાં વ્યવસાયમાં ગયાં. એથી અમેરિકાને ફાયદો થયો એમાં બે મત નથી. પછી આઇ.ટી.ના કારણે અનેક ભારતીઓ અમેરિકા આવ્યા. એમનાં કુટુંબો પણ અમેરિકા આવવા લાગ્યાં. એ આઇ.ટી.વાળાઓમાંના મોટા ભાગના મધ્યમ વર્ગના હતા. સમગ્ર જગતમાં એવું બનતું આવ્યું છે: મધ્યમ વર્ગ મોટા ભાગે સંસ્કૃતિની અને રાષ્ટ્રની તરફેણ કરે. અમેરિકામાં વસતા, ખાસ કરીને આઇ.ટી. ક્રાંતિ પછી અમેરિકા આવેલા મોટા ભાગના ભારતીયો ભલે અમેરિકામાં રહેતા હોય, એમને દહીંમાં ને દૂધમાં બન્નેમાં પગ રાખવો છે. મધ્યમ વર્ગની આ મનોદશા છે. શાસકો આ મનોદશાનો લાભ લેવા માગે છે.

(૧૨) જો કોઈ રાષ્ટ્ર ભારતના નાગરિકોને એમ કહે કે તમે મોદીને કે ભા.જ.પ.ને મત ન આપતા, તો આપણે એ રાષ્ટ્રને કહી દેતા : ‘અમારી આંતરિક બાબતોમાં દખલ ન કરો.’ મને લાગે છે કે ભારતે પરિપક્વ લોકશાહી દેશ તરીકે બહાર આવવું હશે તો એણે પણ અમેરિકામાં કે બીજા દેશોમાં અપરોક્ષ દખલગીરી કરવાનું બંધ કરી દેવું જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 13-14

Loading

ટી.આર.પી. : ઇસ ફ્રૉડકે સભી લાભાર્થી હૈં

રવીશ કુમાર|Opinion - Opinion|20 October 2020

યે સિસ્ટમ હી ફ્રૉડ હૈ. ઔર ઈસ ફ્રૉડકે સભી લાભાર્થી રહે હૈ. રેટિંગ ફ્રોડ સિર્ફ એક તરીકે સે નહીં કિયા જાતા હૈ. યહ કામ સિર્ફ અકેલે ચૈનલ નહીં કરતા હૈ. બલ્કિ ઈસ ખેલમેં સત્તા ભી મદદ કરતી હૈ. મુંબઈ પુલીસકી કારવાઈસે મુઝે કુછ નયા જાનનેકો નહીં મિલા. યહ સારી બાતેં હમ કાનોસુની જાનતે હૈ. અર્ણબ ગોસ્વામીકા નામ આતે હી બાકી ગોદી મીડિયા ઐસે એકજૂટ હો ગયા, જૈસે ઉનકે યહાં પત્રકારિતા હોતી હો. અર્ણબકે ચૈનલ પર એફ.આઇ.આર. સે ઉછનલેવાલે ચૈનલ ભી કમ ગોદી મીડિયા ઔર ગંધ નહીં હૈ. આજકી તારીખમેં જ્યાદાતર ચૈનલ રિપબ્લિક હો ચુકે હૈ ઔર ભી રિપબ્લિક હોના ચાહતે હૈં. આપ જરા સા યાદ કરેં કિ ઉન ચૈનલો પર ક્યા દિખાયા જાતા રહા હૈ. તો સમજનેમેં દેર નહીં લગેગી. ઈન ગંધ ચૈનલોંકો એક મહાગંધ ચૈનલોને માત દે દી હૈ. ઈસ લિયે વે અર્ણબ પર ટૂટ પડે હૈ, જબ કિ હૈ સબ એક ગોદી મીડિયા. આપ ઈસ ખેલ મેં મજા લેને સે બચીએ.

ટી.આર.પી.કા ફ્રૉડ કઈ તરીકેસે હોતા હૈ. આપને જાના કિ જિન ઘરોંમેં ટી.આર.પી.કા મીટર લગા થા વહાં પૈસે દિએ જાતે થે, તાકિ વે કથિત રુપસે રિપબ્લિક ચૈનલ ચલતા હુઆ છોડ દેં — દેખેં યા ન દેખેં. યહાં પર મુંબઈ પુલીસ ઔર ‘બાર્ક’કો બતાના ચાહિએ કિ અર્ણબ કે ચૈનલકી રેટિંગ મુંબઈસે કિતની મિલતી હૈ? ક્યા એસા દૂસરે શહરોંમેં ભી હોતા થા? અકેલે મુંબઈકી રેટિંગકો માઇનસ કર દેનેસે ઉન શહરોંમેં ક્યા અર્ણબકી રેટિંગ કમ હુઆ કરતી થી? ટી.આર.પી.કી દુકાન ચલાનેવાલી સંસ્થા ‘બાર્ક’કો કુછ ઔર તથ્ય સામને રખને ચાહિયે.

ટી.આર.પી.કા એક ફ્રોડ યહ ભી હોતા હૈ કિ આપ મીટર કિન ઘરોં યા ઈલાકેમેં લગાતે હૈ. માન લેં આપ કિસી કટ્ટર સમર્થકકે ઘર મીટર લગા દેં. આપ ઉસે પૈસા દેં યા ન દેં, વો દેખેગા વહીં ચૈનલ જિન પર સાંપ્રદાયિક પ્રસારણ હોતા હૈ. આજકલ કિસી વ્યક્તિકી સામાજિક પ્રોફાઇલ જાનનેમેં દો મિનિટ લગતા હૈ. ક્યા યહ મીટર દલિત, આદિવાસી ઔર મુસ્લિમ ઘરોંમેં લગે હૈં? ક્યા યે સિર્ફ ભા.જ.પા. સમર્થકોંકે ઘર લગે હૈં? હમ કૈસે માન લેં કિ ટી.આર.પી.કા મીટર સિર્ફ એક સામાન્ય દર્શકકે ઘર મેં લગા હૈ સવાલ યે કીજિએ.

રેટિંગકા ફ્રોડ કેબલસે હોતા હૈ. માન લીજિએ મુંબઈકી ધારાવીમેં ૨૦૦ મીટર લગે હૈં. વહાંકા કેબલવાલા ‘પ્રાઇમ ટાઇમ’ નહીં દિખાએગા, તો શો કી રેટિંગ કમ હોગી. યૂ.પી.કે સબસે બડે કેબલવાલેસે કહા જાએગા કિ એન.ડી. ટી.વી. નૌ બજે બંધ કર દો. તો ચૈનલકી રેટિંગ ઝીરો હો જાએગી. ઈસ ખેલ મેં પ્રશાસન ભી શામિલ હોતા હૈ ઔર કેબલવાલે ભી. હર ઘરમેં મીટર નહીં હોતા હૈ. જિન ઘરોંમેં મીટર નહીં હોતા હૈ ઉન ઘરોંમેં દર્શક દિનભર એન.ડી. ટી.વી. ઈન્ડિયા દેખે તો ભી રેટિંગ નહીં આએગી. શાયદ પૂરે દેશમેં પચાસ હજાર સે ભી કમ મીટર હૈ. બાર્ક’ સે આપ સહી સંખ્યા પૂછ સકતે હૈ. યહ ભી એક ફ્રોડ હૈ.

રાતોંરાત ચૈનલકો કિસી દૂસરે નંબર પર શિફ્ટ કર દિયા જાતા હૈ. આપકો પતા નહીં ચલેગા કિ ચૈનલ કહાં ગયા. કભી વીડિયો, તો કભી આવાજ નહીં આએગી. મેરે કેસમેં ઈસ રાજનીતિક દબાવકા નામ તકનિકી ખરાબી હૈ. બિઝનેસકા લોચા હૈ ! સમઝેં. જબ આપ કેબલ ઓન કરેંગે તો તીસ સેકંડ તક રિપબ્લિક હી દિખેગા યા ઈસ તરહકા કોઈ ઔર ચૈનલ. હોટલોમેં ભી કિસી ચૈનલકો ફિક્સ કિયા જાતા હૈ.

ઈસ ખેલમેં કઈ ચૈનલ હોતે હૈ. ઈસ લિએ અર્ણબ પર સબ હમલા કર રહે હૈ, તાકિ ઉનકા ખેલ ચલતા રહે. નયા ખિલાડી ચલા જાએ. ટી.આર.પી. મીટરકા સિસ્ટમ આજ ખરાબ નહીં હુઆ. ઈસ મસલેકો હડબડમેં ન સમઝે. એસા ન હો કિ ટી.આર.પી. કરાનેવાલી સંસ્થા ’બાર્ક” અપની સાખ બઢા લે કિ ઉસીને ચોરી પકડી ઔર પુલિસને કારવાઈ કી. ઈસ સિસ્ટમ મેં બહુત કમિયાં હૈ. ઈસ ભ્રમમેં ન રહેં કિ મીડિયામેં સબ ટી.આર.પી. કે અનાવશ્યક બોઝકે કારણ હૌતા હૈ, કુછ આવશ્યક દબાવ કે કારણ ભી હોતા હૈ.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 09

Loading

નરેન્દ્ર મોદી લાલબહાદુર શાસ્ત્રી પાસેથી શું શીખી શકે?

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|20 October 2020

બીજી ઓકટોબર નિમિત્તે મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મજયંતી અને તેમના એક જીવનચરિત્ર લેખક તરીકે હું કંઈક તો લખું જ, પણ મારે એ જ તારીખે જન્મેલા બીજા એક નોંધપાત્ર ભારતીય – લાલબહાદુર શાસ્ત્રી વિશે લખવું છે. કારણ અલગ છે. ગાંધીજીનો વારસો સમયાતીત છે અને વૈશ્વિક છે, પણ લાલબહાદુર શાસ્ત્રીનો વારસો ખાસ કરીને ૨૦૨૦ના ભારત માટે પ્રસ્તુત છે. લાલબહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષ માટે ભારતના વડાપ્રધાન રહ્યા, પણ તેમણે કેટલીક કામગીરી એવી કરી, જેને આજના વડાપ્રધાને ધ્યાનમાં લેવી જોઇએ.

તા. ૨ ઓકટોબર, ૧૯૦૨ના રોજ જન્મેલા લાલબહાદુર શાસ્ત્રી નાની વયે જ સ્વતંત્રતા સંગ્રામમાં આવી ગયા અને ઘણાં વર્ષ જેલમાં પસાર કર્યાં. તે શાંત હિંમત અને પોલાદી પ્રામાણિકતા માટે જાણીતા હતા. શાસ્ત્રીજી નેહરુના પ્રધાનમંડળમાં રેલવેપ્રધાન હતા ત્યારે એક રેલવે અકસ્માત થયો હતો. તેમણે આ અકસ્માત બદલ નૈતિક જવાબદારી સ્વીકારીને રેલવેપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું હતું. આવું ત્યારે પણ ભાગ્યે જ બનતું અને આજે તો વિચારી પણ નહીં શકાય. પછી શાસ્ત્રીજીને ફરી કૅબિનેટમાં લેવામાં આવ્યા અને નેહરુ તેમના પર ઉત્તરોત્તર વધુ ભરોસો મૂકવા લાગ્યા – તેમને પોતાના વારસદાર તરીકે જોવાનું ચાલુ રાખ્યું.

જૂન ૧૯૬૪માં વડા પ્રધાનપદના શપથ લીધાના થોડા વખત પછી શાસ્ત્રીજીએ ‘માન્ચેસ્ટર ગાડિર્યન’ના નવી દિલ્હીના પત્રકારને એક મુલાકાત આપી હતી અને આ પત્રકારે આ મુલાકાતનું શીર્ષક આપ્યું હતું. ‘ચકલીનો ફૈડકો’. તેમાં લખ્યું હતું કે શાસ્ત્રી ટૂંકાં પણ ધારદાર વાકયો બોલતા હતા. તે કોઈ પણ શબ્દ વેડફતા ન હતા. ૧૯૬૪ના ઑક્ટોબરમાં જ કૈરોની એક ટૂંકી મુલાકાત બાદ પાછા ફરતાં શાસ્ત્રીજી કરાંચી રોકાયા હતા. પાકિસ્તાની પ્રમુખ ફિલ્ડમાર્શલ અય્યુબખાન કદાવર નેહરુની સરખામણીમાં વામનજી કહી શકાય તેવા શાસ્ત્રીજીને જોઇને મૂછમાં હસ્યા અને કહ્યું : આ નેહરુના અનુગામી? નેહરુના નિધન સમયે ભારત-પાકિસ્તાન કાશ્મીરનો વિવાદ ઉકેલવાના ઉંબરે હતા, પણ નેહરુના નિધન પછી ઐય્યુબખાન આડા ફાટયા હતા અને કાશ્મીર બળજબરીથી પડાવવાની કોશિશ કરી. ૧૯૬૫ના ઑગસ્ટમાં પાકિસ્તાને કાશ્મીરની ખીણમાં ઘુસણખોરોને મોકલ્યા અને સપ્ટેમ્બરમાં પાકિસ્તાન સૈન્યે છામ્બ સૅક્ટરમાં હુમલો કર્યો, પણ બન્યું એવું કે ઐય્યુબખાન આ વામનજીના વિરાટ સ્વરૂપને પારખવામાં નિષ્ફળ નીવડયા હતા. શાસ્ત્રીજીએ તરત જ પંજાબમાં નવો મોરચો ખોલ્યો. ભારતીય સૈન્યે લાહોર કૂચ કરી. ત્રણ સપ્તાહ ભીષણ યુદ્ધ ચાલ્યું અને પછી સંયુકત રાષ્ટ્રસંઘની મધ્યસ્થીથી તા. ૨૨મી સપ્ટેમ્બરે યુદ્ધવિરામ થયો.

પાકિસ્તાન તરફથી જેહાદની ભૂમિકાએ હિંદુ કાફિરો સામે યુદ્ધ લડાતું હતું. ભારત તરફથી બીજી જ ભૂમિકાએ યુદ્ધ લડાતું. ભારતમાં પરમ વીરચક્રવિજેતા બહાદુર સૈનિક હતા ઉત્તર પ્રદેશના અબ્દુલ હમીદ. ભારતીય સૈનિકોએ રાજસ્થાનમાંથી કબજે કરેલી કમ સે કમ બે પાકિસ્તાની ટેંકનાં નામ હતાઃ ઐય્યુબ ખાન.

પાકિસ્તાન પોતાને મુસ્લિમ ગણાવતું હતું, જયારે શાસ્ત્રીજીની આગેવાની હેઠળ ભારત પોતાને હિંદુ નહોતું ગણાવતું. રામલીલા મેદાનની જાહેર સભામાં શાસ્ત્રીજીએ હિંદીમાં કહ્યું હતું કે આ સભાના પ્રમુખપદે એક મુસ્લિમ છે. હમણાં જ તમને સંબોધન કરનાર એન્ટની ખ્રિસ્તી છે. અહીં શીખો પણ છે અને પારસીઓ પણ છે. અહીં સર્વ ધર્મના લોકો વસે છે. અહીં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ અને દેવળ છે, પણ આપણે આમાંથી કોઈને રાજકારણમાં લાવતા નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આ તફાવત છે. પાકિસ્તાન પોતાને ઇસ્લામી રાજય જાહેર કરે છે અને ધર્મનો રાજકીય પરિબળ તરીકે ઉપયોગ કરે છે, જ્યારે ભારતમાં કોઇને પણ પોતાની પસંદગીનો ધર્મ પાળવાનો અને તે રીતે પૂજા કરવાનો અધિકાર છે. રાજકારણને સંબંધ છે ત્યાં સુધી આપણે સૌ ભારતીય છીએ.

નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદની બીજી મુદ્દતમાં બહુમતીવાદ પર જોર આપીને પોતાની પ્રતિષ્ઠા અને દેશને પોતાને દાવ પર લગાવ્યાં છે. શાસ્ત્રીજી મોદી કરતાં એ રીતે જુદા પડતા કે તે પોતાના કેબિનેટ પ્રધાનોને સત્તા આપતા. તેમનું ‘જય જવાન, જય કિસાન’ સૂત્ર જાણીતું હતું અને તેમણે પોતાના આ સૂત્રને ચરિતાર્થ કરવા ખેતીવાડી અને સંરક્ષણ મજબૂત પ્રધાનોને સોંપ્યાં હતાં. વાય.બી. ચવાણે સંરક્ષણપ્રધાન તરીકે સશસ્ત્ર દળોનું લાંબા સમયથી બાકી રહેલું આધુનિકીકરણ કર્યું હતું અને સી. સુબ્રમણ્યમે શાસ્ત્રીજીના કૃષિપ્રધાન તરીકે હરિયાળી ક્રાંતિનાં મંડાણ કર્યાં હતાં. આ ઉપરાંત એમ.સી. આગલા (શિક્ષણ), એસ.કે. ડે (સમુદ્રવિકાસ) સુશીલા નાયર (આરોગ્ય) જેવા ધુરંધર પ્રધાનોને પસંદ કર્યાં હતાં.

લાલબહાદુર મોદી કરતાં વધુ એક રીતે જુદા પડતા હતા. પોતે કોઈ ભૂલ કરી હોય તો તે સ્વીકારતા, ૧૯૬૫ની ૨૬મી જાન્યુઆરીએ તેમણે દક્ષિણનાં રાજયોની અને દક્ષિણના નેતાઓની ચેતવણી અવગણીને સરકારી ઉપયોગમાંથી દૂર કરી હિંદીને ‘સત્તાવાર’ ભાષા બનાવી હતી. ખાસ કરીને તામિલનાડુમાં એટલાં પ્રચંડ તોફાન ફાટી નીકળ્યાં કે વડાપ્રધાને સ્વીકાર્યું કે હિંદીને લાદવાનું મારું કૃત્ય એક ભૂલ હતી. ‘આકાશવાણી’ પર તા. ૧૧ મી ફેબ્રુઆરી ૧૯૬૫ના રોજ તેમણે અંગ્રેજીમાં પ્રવચન કર્યું હતું અને ચાર બાંહેધરી આપી હતી.

(૧) દરેક રાજ્યને પોતાની પ્રાદેશિક ભાષા કે અંગ્રેજીમાં કામ કરવાની સ્વતંત્રતા રહેશે.

(૨) રાજ્યો તરફથી પરસ્પર સંદેશાવ્યવહાર અંગ્રેજીમાં હશે કે અધિકૃત અંગ્રેજી ભાષાંતરમાં હશે.

(૩) બિનહિંદી રાજ્યો કેન્દ્ર સાથે અંગ્રેજી સંદેશવ્યવહાર કરશે અને બિનહિંદી રાજયોની રજા વગર કોઈ ફેરફાર નહીં થાય.

(૪) કેન્દ્ર સ્તરે કામકાજમાં અંગ્રેજી વાપરવાનું ચાલુ રહેશે.

નરેન્દ્ર મોદીએ શાસ્ત્રીજીની ભૂલો કરતાં ભયંકર ભૂલો કરી હતી. તેમાંથી નોટબંધી અને આડેધડ લૉક ડાઉને દેશના અર્થતંત્રને ખાડે નાંખી સામાજિક તાણાવાણાને વેરવિખેર કરી નાખ્યા. છતાં તેની નાનકડી દિલસોજી પણ બતાવી નથી.

નરેન્દ્ર મોદીની બીજી મુદ્દત પૂરી થવાને હજી સાડા ત્રણ વર્ષ બાકી છે. તેમણે શાસ્ત્રીજી જેવા પોતાના એક મહાન પુરોગામી પાસેથી ઘણું શીખવાનું છે. તેમણે શાસ્ત્રીની બિનસાંપ્રદાયિકતા, કેબિનેટના પ્રધાનોમાં સશક્તિતકરણ અને ખાસ તો પોતાની ભૂલ સ્વીકારવાની અને સુધારવાની તૈયારી શીખવાનાં છે. નરેન્દ્ર મોદી આવું શીખવા સક્ષમ છે કે નહીં તે બીજી બાબત છે.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 10-11

Loading

...102030...2,2402,2412,2422,243...2,2502,2602,270...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved