હવે મને બીક નથી લાગતી જિંદગીની,
હું આ લોકોને જોઉં છું.
માણસ માણસની રમત શીખું છું.
બગીચાની બહારની ફૂટપાથે,
સપનાંનાં ડોકાં મરડી રાત સૂઈ જાય છે
પછી આળસ ખાતો ખાતો દિવસ ઊગે છે.
ધૂંધળું અજવાળું ભડ ભડ બળતાં
ચૂલાની તાવડીમાં શેકાવા લાગે છે.
ફૂટપાથે વહેલાં સૂઈ ગયેલાં મજૂરો
દિવાલોના ખૂણે અડધી ડોલ પાણી વડે
અડધાં નગ્ન થઇ ઠંડાં ખંખોળિયા ખાય છે.
લાજ ઉધાડી થાય છે.
તાપણાંની આજુબાજુ નાગાં બેઠેલાં
આંખો ચોળતાં બાળકો જિંદગીનાં હાલરડાં ગાય છે.
ટપ ટપ મકાઇનાં રોટલા શેકતી બાયું અને
ધાર વગરનાં ચપ્પુથી શાકભાજી કાપતાં આદમીના હાથોમાં કામે જવાની ઉતાવળ દેખાય છે.
ઉભડક બેસી ફાફડા જેવા રોટલા ઉપર શાક પાથરી ખૂણેથી બટકાં કાપી કુટુંબ લબાલબ ખાય છે.
માયા મૂડી પ્લાસ્ટિકના લબાચામાં ગોઠવી,
ધોયેલી સાડી લપેટી,
દાતાં તૂટેલા દાંતિયા વડે
જટા જેવાં વાળ ઓળી બાયું
કાચનાં ટૂકડામાં ચહેરો જોઈને તૈયાર થાય છે.
જવાન છોકરાં, છોકરીઓ વધારે ટાપટીપ થાય છે.
બગીચામાં ફીટ રહેવા, દોડવા ને ચાલવા
સ્ત્રી પુરુષો નાઇટ ડ્રેસમાં આવતા જાય છે
ને બગીચાની ફૂટપાથે મજૂરોનું કાર્યાલય બંધ થાય છે..
(અલબત્ત કાખમાં છોકરાં ને માથે ભાથું બાંધી મજૂર નજીકના કડિયા નાકે જાય છે.)
તનતોડ મહેનત કરી, સાંજે ઇંટ રેતીમાં આળોટતા બાળકોને પાણી વડે સમા નમા કરી ઘર ભણી (ફૂટપાથ) પ્રયાણ થાય છે.
પૈસા સાચવીને પોતડી અંદર પહેરેલી ચડ્ડીનાં ચોર ખીસ્સામાં મૂકી દે છે.
અંધારું લેલૂબ જામે છે, ફૂટપાથ વાળે છે. ફરી પાછાં કામ પરથી લાવેલા લાકડાં ફાડી ચૂલો સળગાવે છે … સવારના ભાંખોડિયા અજવાળાં જેવું સાંજનું અંધારું ચૂલાની તાવડીમાં શેકાવા લાગે છે ..
ક્યાંક મોબાઈલ પણ ઘૂણે છે .. ખબરઅંતર પૂછાય છે, પથારીમાં થાકેલાં તન પછી ભેગા ભેગાં સૂઇ જાય છે ..
માણસ માણસની રમત ચાલ્યા કરે છે…
૩/૧૨/૨૦૨૦
e.mail : naranmakwana20@gmail.com
![]()


ખાસ કરીને જ્યારે રાજ્યમાં દિવાળી પછી કોરોનાએ તેનો રાક્ષસી પંજો ફેલાવ્યો છે ને સરકાર તથા તંત્રો તેને અટકાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે, ત્યારે આપણા રાજકારણીઓ માણસાઈ બાજુ પર મૂકીને જે બેશરમીથી વર્તી રહ્યા છે તે ઘોર નિંદાને પાત્ર છે. એક તરફ હોસ્પિટલો છલકાઈ રહી છે, ઘણાં વેન્ટિલેટર પર જિંદગી માટે તરફડી રહ્યાં છે ને રોજના પંદર સત્તર લોકો મરી રહ્યાં છે, તો બીજી તરફ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની સંપત્તિનું વરવું ને નિર્લજ્જ પ્રદર્શન કરી રહ્યાં છે તે કોઈ પણ રીતે માનવતાને છાજે એવું નથી. આ આછકલાઈ છે ને સત્તાના મદનું, અહંકારનું છીછરું પ્રદર્શન છે ને તે ઘૃણાને પાત્ર છે.
ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ, કવિ-ગીતકાર, સંચાલક યુવા વ્યક્તિત્વ એટલે ચિંતન નાયક. કવિતા અને સંગીતના સંસ્કાર સંગીતકાર માતા-પિતા માલિની અને પરેશ નાયક પાસેથી ગળથૂથીમાં જ મેળવ્યા અને ૧૪ વર્ષની નાની વયે કેટલાંક સુંદર ગીતો અને અછાંદસ કવિતાઓ લખવાની શરૂઆત કરી. તેમણે વિવિધ કવિ સંમેલનો અને મુશાયરાઓમાં પોતાની કવિતાઓની રજૂઆત કરી છે અને કાવ્ય સંગીતના અનેક જલસાઓમાં સંચાલન કર્યું છે. તેમણે ગુજરાતી ફિલ્મો ‘શુભારંભ’, ‘આઈ એમ અ ગુજ્જુ’ અને ‘આપણે તો છીએ બિન્દાસ’માં ગીતો લખ્યાં છે. ‘ગીત ગુલાબી’ માટે તેમણે GIFA એવોર્ડ માટે નોમિનેશન મેળવ્યું હતું. તેમણે લખેલાં સાંપ્રત ગીતો ‘ક્લિક કર’ નામે આલબમ સ્વરૂપે રજૂ થયાં અને આ ગીતો આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગાયકો જાવેદ અલી, નાતાલી લુસીઓ, શ્વેતા સુબ્રમણ્યમ વગેરેએ ગાયાં છે. ચિંતને ફિલ્મ નિર્માતા રાકેશ રોશનના નિર્દેશનમાં રજૂ થયેલી એનિમેશન ફિલ્મ સિરીઝ ‘કિડ ક્રિશ’નાં ગીતો લખ્યાં છે. તાજેતરમાં તેમણે લખેલા ‘અખંડ ગરબો’ને એક લાખથી વધુ યુટ્યુબ વ્યૂઝ મળ્યા હતા.
રાગ દરબારીનો સ્પર્શ ધરાવતી આ ગઝલ આધુનિક અરેન્જમેન્ટ સાથે સ્વરબદ્ધ થઈ હોવાથી યુવાનોને પણ ગમે એવી છે. પ્રહર વોરા આ ગઝલની સર્જન પ્રક્રિયા વિશે કહે છે કે, ‘સામાન્ય રીતે મારાં કમ્પોઝિશન્સ પંદર-વીસ મિનિટમાં થઈ જાય, પરંતુ આ ગઝલ પ્રસવકાળ જેટલી લાંબી ચાલી હતી. એ કમ્પોઝ કરતાં મને નવ મહિના લાગ્યા હતા. ૨૦૧૨માં ચિંતને મને આ ગઝલ મોકલી ત્યારે એના શબ્દોથી હું પ્રભાવિત થયો હતો અને મેં એને સ્વરબદ્ધ કરવાની શરૂઆત કરી.
