Opinion Magazine
Number of visits: 9680655
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીઢ નારીવાદીના નારીવાદો સાથેના પોતીકા સંબંધો: (નારીવાદ એક નથી અનેક છે એટલે નારીવાદો ….)

કમલા ભસીન : હિંદી • બકુલા ઘાસવાલા : ગુજરાતી|Opinion - Opinion|13 November 2020

નારીવાદ તૃણમૂળ કાર્ય છે, વિચાર છે, ઝનૂન છે
એ અમારી પૂર્વજ માતામહીઓની ભેટ છે
નારીવાદ સમાનતા અને અધિકાર છે
એ આઝાદી અને અસ્મિતાનો પોકાર છે 
એ પિતૃસત્તા સામે જોશીલો લલકાર છે 
એ સદીઓથી પરંપરાગત ચાલી આવેલો હાહાકાર છે 

નારીવાદ જીવનશૈલી છે 
બરાબરી, ઈન્સાફ, આઝાદી મેળવીને પ્રસરાવવાં માટેની રીત છે 
નારીવાદીઓ સાથે મળીને વિચારવિમર્શ કરવો 
ચાલવું, જીવવું એ જ તો મારા નારીવાદ છે 
હું નારીવાદી ઉદ્ગાર, વાચા અને અવાજ છું 
અને નારીવાદ મારો ઉદ્ગાર, વાચા અને અવાજ છે 
એ મારી તરફડતી સ્થિતિનો રખેવાળ છે
નારીવાદ મારી જિંદગીનો સાજ છે 
એ મારી ઓળખ અને મારાં સ્ત્રીત્વમાં ઝળહળતું અગ્નિતત્ત્વ છે. 

ક્યારેક નારીવાદ હોય છે ખેડૂતો અને શ્રમજીવીઓના પ્રસ્વેદમાં
તો ક્યારેક કવિ-કલાકારોનાં સીનામાં … 
એના તો કંઈકેટલાં પ્રકાર ને રૂપસ્વરૂપ છે 
દર ચોરેચૌટે ને નારીવાદની ગુંજ ને દરકાર છે 

જ્યાં જ્યાં પિતૃસત્તા છે ત્યાં ત્યાં નારીવાદ હોવા જ જોઈએ 
પછી તે ઘરપરિવાર હોય, બજાર હોય, 
શાળામહાશાળા કે કચેરીઓ કેમ ન હોય! 
મંદિર,મસ્જિદ,દેવળ કે ગુરુદ્વારા 
અત્રતત્રસર્વત્ર બઘે જ એની જરૂર છે 

એ તો કરે છે જડબેસલાક સવાલ 
પહેલાં તો એ મને જ કઠેરામાં ઊભી રાખીને કરે છે ઊલટતપાસ 
પછી કુટુંબ હોય કે સમાજ, ધર્મ હોય કે સંપ્રદાય કોઈને છોડે નહીં 
એ દરેકની રગરગ જાણે છે

મારા નારીવાદ તો લટકમટક મચકાય પણ છે અને બદલાય પણ છે 
જિંદગીને પગલે પગલે સાથે ને સાથે ચાલતા રહે છે 
ક્યારેક એમાં ઊભરાય તો ક્યારેક એ શાંત પણ પડી જાય છે 
અમને તો એ ગમે છે પણ ઘણાંને એ ખૂંચે છે 

ક્યારેક એ સીધીસાદી વાત છે તો ક્યારેક જાણે ટોણો 
ક્યારેક યાત્રા તો ક્યારેક અચલ ને અડગ
 
હા,નારીવાદ લડાઈ છે તો પ્રેમ પણ છે 
ક્યારેક શીતળ તો ક્યારેક તેજતર્રાર
ક્યારેક શાંત સમુદ્ર તો ક્યારેક જુવાળ 
ક્યારેક નર છે પણ મોટાભાગે છે નાર 

નારીવાદી વાતો કોઈ નવી તો કોઈ છે પુરાણી 
ક્યારેક હોય છે વાસ્તવ તો ક્યારેક કલ્પના 
ક્યારેક શાશ્વત તો ક્યારેક આવનજાવન તો ક્યારેક ફાની 
એમાં લાભ અને ગેરલાભ બન્ને છે 
એમાં મોજમસ્તીની સાથે નાની યાદ કરાવી દે એવો તરખાટે છે

ક્યારેક એ રાબિયા તો એ હોય છે કદીક મીરા 
એ સાવિત્રી અને ફાતિમા હમશીરારૂપે પણ હોય 
બૌદ્ધ ભિખ્ખુણીયે હોય તો વળી મેરી વર્ડ નન પણ હોય 
શિક્ષિકા, વૈજ્ઞાનિક, દાર્શનિક કે મારાં-તમારાં જેવી સ્ત્રીઓ પણ હોય.

કોણ જાણે કેટલા નારીવાદોની ઝપટમાં હું આવી જાઉં છું
જો કે પડું છું ત્યારે એ જ મને ઉઠાડે છે 
નિસ્વાર્થ પ્રેમથી મને સંભાળે છે, પંપાળે છે 
સમજાવી પટાવીને મને આગળ લઈ જાઈ છે 

વાતઘડિયો (વાતગડિયો) બનીને નારીવાદ સંબંધો બાંધવામાં સહાય કરે છે
એક સરખા વિચારવાળા લોકો મેળવી આપે છે 
એમને દોસ્ત કે હમસફર બનાવે છે 
નારીવાદી સંગઠનો આમ વિસ્તરે છે 
જે ખાસમખાસ બહેનપણીઓ કે દોસ્તો આપણને મળ્યાં છે 
એ નારીવાદના દરવાજેથી જ પ્રવેશ્યાં છે 

હવે જેવા છે તેવા નારીવાદ મારા છે 
હવે તો રાતદિન બધું એને નામે છે 
હવે તો જીવનપર્યંત એના સંગ જ જીવીશું 
તમે મને એની સાથે ને સાથે જ જોશો 

મારો નારીવાદ મારી શક્તિ અને ભક્તિ છે 
એ જ મારું ઝનૂન અને તાકાત છે 
ક્યારેક એ મારી વિરુદ્ધ તો ક્યારેક મારી સાથે સહમત હોય છે
પણ એને કારણે જ મને હિંમત મળે છે 

નારીવાદ વિચાર છે અને આચાર પણ 
દરેક મુદ્દાનું એ ગહન પ્રતિબિંબ છે 
એ સ્વ અને સમસ્ત પણ છે 
એ સ્થાનિકથી વૈશ્વિક છે 
શરૂઆતથી જ મારા નારીવાદ આંતરવિભાગીય છે 

નારીવાદ મંઝિલ અને માર્ગ છે 
દરેક માણસ અને દરેક વાત સાથે એનો સંબંધ છે 
ક્યારેક નારીવાદ હાર અને ક્યારેક જીત હોય છે 
તો ક્યારેક એ આંસુ અને નાભિનાદની ગુંજ હોય છે 
ક્યારેક એ નિર્ભય તો ક્યારેક ભયભીત હોય છે 
એ મારી આસ્થા,મારી સમતા અને મારી રીત છે  

ક્યારેક મૌન તો ક્યારેક જોશીલું ગીત છે નારીવાદ 
ક્યારેક એ સમજાય છે તો ક્યારેક કઠિન સવાલોથી સતાવે પણ છે
ક્યારેક એ અંદાજ તોફાની તો ક્યારેક તદ્દન શાંત થઈ જવાનો છે
કદી એ બુલંદ નારાબાજી તો કદી એ ફક્ત બહાનું છે. 
તો આ છે મારા નારીવાદ ………

—

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

એમની દિવાળી ક્યારે ?

કમલેશ ઓઝા|Opinion - Opinion|12 November 2020

ઓગળતાં અંધકારમાંથી
ઝળહળતો પ્રકાશ
પ્રગટતા દીવડામાં દીપાવલીનો
અનેરો આનંદ અને ઉત્સવ
અહીં તહીં
આ તરફ ચોતરફ
રોશનીની ઝાકમઝાળ
રંગબેરંગી ફૂલોની શોભામાં શોભતું આખું નગર
ઘેર ઘેર આતિથ્યનાં ઓવારણા-
નગર આખામાં ઘેર ઘેર
દીવડા ઝળહળ ઝળહળે,
અનેરા ઉત્સવમાં ડૂબતું આખું નગર
ફૂટે ફટાકડા ફટાફટ અને તેમાં
કિલ્લોલ કરતું બાળપણ-
ઉત્સાહના અનેરા આ ઉત્સવમાં
નગર આખું જાણે આનંદમાં ગરકાવ
રંગબેરંગી રોશનીથી છલકાતી સમૃદ્ધિ
અને રંગીન દાસ્તાન
પણ સામે છેડે
દૂરવાસમાં રહેતો પેલો રામલો –
ઓગળતા હાડમાં,
ચિત્કારની વેદનામાં
નગર આખાની મહાલતી દીવાળી
દૂરથી માણે
ફૂટેલા ફટાકડા વીણી વીણી
બાળગોપાળ સૌ કોઇ તેના-
દિવાળી મનાવે –
રામલો પૂછે પોતાની જાતને કે
ક્યારે આવશે દીવાળી
બાપ, અમ જેવા માણહની જે લોક
માણહ તરીકેની વ્યાખ્યામાં
આજસુધી કદી આવ્યા નથી!

તા. 1-12-2011

e.mail : koza7024@gmail.com

Loading

તારી જીવન ગાડી ચાલી રે પ્રાણી કિયે રે મુકામે…

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|12 November 2020

હૈયાને દરબાર

અય મેરે વતન કે લોગોં જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની જેવી અમર રચનાના સુવિખ્યાત કવિ પ્રદીપજીના નામથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ એમનાં ધર્મપત્ની ભદ્રા પ્રદીપ, જે હંમેશાં એમનો જીવનાધાર અને પ્રેરણાસ્રોત રહ્યાં છે, એમના વિશે આપણને ઓછી જાણકારી છે. પાંચમી નવેમ્બરે એમનું શતાબ્દી વર્ષ શરૂ થયું એ નિમિત્તે પ્રદીપ દંપતીનાં કલાકાર અને કલાશિક્ષક પુત્રી મિતુલ પ્રદીપ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પ્રદીપજીએ એક સુંદર ગુજરાતી ગીત ગાયું છે. ૧૯૬૩માં રજૂ થયેલી ફિલ્મ ‘જીવણો જુગારી’માં આ ગીત લેવાયું હતું જેના શબ્દો હતા ; તારી જીવન ગાડી ચાલી રે, પ્રાણી કિયે રે મુકામે…! આ ગીતના ગીતકાર-સંગીતકાર હતા નિનુ મઝુમદાર. નિનુભાઈનો જન્મદિવસ નવમી નવેમ્બરે જ ગયો. એમાં પ્રદીપજીએ ગાયેલું આ ગીત મળ્યું એટલે વિચાર આવ્યો કે ‘હૈયાને દરબાર’માં આ ગીતની નોંધ લેવાવી જ જોઈએ. ગૂગલ સર્ચ કરીને ગીત સાંભળ્યું તો પ્રદીપજીનો એ જ મધુર અવાજ સાંભળવા મળ્યો જે આપણે આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી, ‘પિંજરે કે પંછી રે, દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ…’ જેવાં અમર ગીતોમાં સાંભળ્યો હતો.

પ્રદીપજી સાચા અર્થમાં કવિ હતા. શુદ્ધ હિન્દી ભાષામાં કવિતાઓ આપણને પંડિત ભરત વ્યાસ અને પ્રદીપજી પાસેથી જ મળી છે. પરંતુ, પ્રદીપજીને સ્વરચિત ગીતો પોતે જ સ્વરબદ્ધ કરવાની આદત હતી. ગીત લખે સાથે ધૂન પણ બનાવે. હવે ગીત તૈયાર ધૂન સાથે મળે તો આપણું કામ ઓછું એમ માનીને મોટા ભાગના સંગીતકારો તેમના આ શોખનો વિરોધ નહોતા કરતા, એટલું જ નહીં આખું સ્વરાંકન લગભગ યથાવત્ રાખતા. રામચંદ્ર દ્વિવેદી તરીકે એમનો જન્મ અને ઉછેર ભલે મધ્ય પ્રદેશમાં થયો, પણ તેમના પૂવર્જો ગુજરાતી હતા. લગ્ન પણ ગુજરાતી યુવતી ભદ્રાબહેન સાથે થયાં.

હિમાંશુ રોયના સૂચનથી તેઓ મુંબઈ આવ્યા અને બોમ્બે ટોકીઝમાં જોડાયા. તે સમયે બોમ્બે ટોકીઝ ‘કંગન’ નામની ફ્લ્મિ બનાવી રહી હતી. અશોકકુમાર હીરો અને લીલા ચિટનીસ હિરોઈન. આ ફ્લ્મિ માટે કવિ પ્રદીપે ચાર ગીતો લખ્યાં અને દર્શકોએ વધાવી લીધાં.

ભક્તિપ્રધાન અને દેશભક્તિનાં ગીતો લખનાર કવિ પ્રદીપે લખેલા ‘દૂર હટો એ દુનિયાવાલોં’ ગીતે તે જમાનામાં સમગ્ર દેશમાં એવી રાષ્ટ્રભાવના જગાડી હતી કે એક તબક્કે અંગ્રેજ સરકારે આ ગીત પર પ્રતિબંધ મૂકવાનું વિચાર્યું હતું. ગાંધીજીએ આ ગીતને ઉપનિષદના શ્લોક સાથે સરખાવ્યું હતું.

૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીએ દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં વિરાટ જનમેદની સામે લતા મંગેશકરે અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું એ સાંભળીને જવાહરલાલ નહેરુનાં આંખોમાં આંસુ આવી ગયાં તે જાણીતી વાત છે. જેમની રગ રગમાં રાષ્ટ્રપ્રેમ છલકતો હતો એ પ્રદીપજીને ૧૯૯૭માં દાદાસાહેબ ફાળકે એવૉર્ડ મળ્યો હતો.

આવા આ કવિએ ગુજરાતી ગીત કેવી રીતે ગાયું એની સરસ વાત મિતુલ પ્રદીપે કરી.

"મારા બાપુ પ્રદીપજી અને નિનુ મઝુમદાર બન્ને બહુ સારા મિત્રો હતા. બન્ને પાર્લામાં રહે, બન્ને સાહિત્ય-સંગીતના શોખીન. મારાં મમ્મી ભદ્રાબહેન અને નાનીમાનો સંબંધ પણ નિનુભાઈના કુટુંબ સાથે હતો. નિનુભાઈના ભાઈ અને મારાં મમ્મી બનારસમાં સાથે ભણેલાં. એટલો જૂનો સંબંધ. એટલે એક વાર નિનુભાઈએ બાપુને વિનંતી કરી કે તમે મારું એક ગીત ગાઓ. કારણ કે તમારા જેવો અવાજ મને બીજો નહીં મળે. બાપુને તો ગમે જ ગુજરાતી ગીત ગાવું. પણ એમણે કહ્યું કે મને ગુજરાતી ઉચ્ચારો બરાબર શિખવવા પડશે. અને, બાપુએ ખરેખર એવું ગાયું કે કોઈને ખ્યાલ ન આવે કે આ ગીત કોઈ હિન્દીભાષીએ ગાયું છે. બાપુના અવાજનું મારું સૌથી પ્રિય ગીત એ જ છે.

ગીતના શબ્દો, સ્વરાંકન અને ગાયકી આ ત્રણેય રીતે મને એ અણમોલ લાગે છે. સંગીતચાહકોએ એ સાંભળવું જોઈએ. એમનું લખેલું એક ગીત, કાન્હા બજાએ બંસરી ઔર ગ્વાલે બજાએ … એમણે મેંદી તે વાવી માળવે…ની ધૂન પરથી બનાવ્યું હતું. ગુજરાતી ધૂનો એમને પસંદ હતી તથા અવિનાશ વ્યાસ, નિનુભાઈ જેવા સંગીતકારો સાથે સંબંધ પણ સારો એટલે એ એમનું ગુજરાતી કનેક્શન. પોતે પોતાના ટ્યુન પર ગાતા હોવાથી એમનું ગીત હાર્દ-ભાવ બરાબર પકડી શકતું અને શ્રોતાઓને આકર્ષી શકતું હતું. તારી જીવન ગાડી ગીતનો છેલ્લો અંતરા તો ખૂબ સરસ છે. આખું ગીત જાણે તત્ત્વચિંતનથી ભરેલું છે.

બંગાળના બાઉલ સંગીતની અસર ધરાવતા આ ગીતની દરેક પંક્તિમાં જીવનદર્શન વ્યક્ત થયું છે. કવિ કહે છે કે લલાટે લખેલા લેખ મિથ્યા કદી ન થાય. ભવિષ્ય હંમેશાં કુતૂહલનો વિષય રહ્યું છે. કાલની કોઈને ખબર નથી. કાલ ફૂલ લઈને આવે. કાલ કાંટો લઈને પણ આવે. એવું પણ બને કે કાલ કંઈ લઈને ન આવે, કાલ આજ જેવી જ હોય. છતાં, જીવન ગાડી આ જ રીતે ચાલ્યા કરે.

જીવનની યાત્રાને ગાડી સાથે સરખાવવામાં આવે છે કારણકે ટ્રેનની જેમ જ જીવનના પાટા બદલાય, ક્રોસ કનેક્શન થાય, ક્યારેક આશ્ચર્યો જોવા મળે તો ક્યારેક નાના-મોટા અકસ્માત થાય. તો ય ગાડી તો ચાલતી જ રહે છે!

જિંદગીમાં ઘણીવાર એવું થાય જે તમે વિચાર્યું જ ન હોય. જિંદગી ગમે ત્યારે કરવટ બદલતી હોય છે. જિંદગીમાં જે કંઈ ઘટનાઓ બને છે એનો કોઈ મર્મ હોય છે. એમને એમ કંઈ જ નથી થતું. કંઈક એવું હોય છે જે તમને અમુક દિશામાં દોરી જાય છે. ઘણી વખત તો આપણી ઇચ્છા ન હોય તો પણ આપણે ખેંચાઈને ક્યાંક જવું પડે છે. આને તમારે નસીબ કહેવું હોય તો કહી શકો, પણ દરેક સમયે, દરેક સંજોગોમાં અને દરેક ક્ષણે આપણે જાતને સાબિત કરવી પડતી હોય છે. અજાણે પંથે સાથ છૂટે, કોઈ સાથી-સંગી ન હોય, ગેરમાર્ગે દોરવાઈ જવાય, જિંદગીની રફતારમાં ઠેકઠેકાણે ભૂલા પડાય તો ય જિંદગીની ગાડી કંઈ અટકવાની નથી. ગમે એટલી તકલીફો આવે છતાં ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઊભાં થતાં આવડે તો જ જીવન ગાડી આગળ ચાલે, નહીં તો અટકી જાય.

પૈસાને જ સર્વસ્વ માનનારો વિશે કેવી સરસ પંક્તિ છે;

ગણેલી રકમ લઈને આવ્યો રે બજારમાં,
ને જિંદગી ગુમાવી એક દાવે …

આ પંક્તિમાં તો કવિ કેટલી મોટી વાત કહી દે છે! નામ-દામ, શોહરત-કીર્તિ બધું એક દાવે ગુમાવી દેવાના સંજોગ પણ મનુષ્ય જીવનમાં આવે છે. બસ, રામ નામે જીવન નૈયા હંકારવાની છે. અત્યારના સંજોગોમાં ય આ વાત પ્રસ્તુત લાગે. વૈશ્વિક મહામારીના સંજોગોમાં રામ રાખે એમ રહીએ … એવી જ સ્થિતિ છે. બસ, આપણે આપણો ધર્મ સંભાળવો.

ધર્મ એટલે રિલિજિયન નહીં, કર્તવ્ય. સદ્કર્મો કરવાં, સ્વાસ્થ્ય જાળવવું, જીવદયા, પ્રેમ, કરુણા જાળવી રાખવાં, કુદરતે બનાવેલાં ઝાડ-પાન, નદી-નાળાં, પર્વત-પર્યાવરણને સ્વચ્છ રાખવાં. તો જીવન ગાડી સરસ રીતે ચાલતી રહેશે એની ગેરંટી. વીતેલાં વર્ષની વિટંબણાઓથી મુક્ત રહી નવાં વર્ષને સ્વસ્થ તન-મન સાથે આવકારવાની તૈયારીમાં લાગી જઈએ. ‘મુંબઈ સમાચાર’ના વહાલા વાચકોને શુભ દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 નવેમબર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=659304

Loading

...102030...2,1242,1252,1262,127...2,1302,1402,150...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved