પાંપણ પરના આંસુ ઝાકળ બની ગયા,
ઊકળતા એ અરમાન વાદળ બની ગયા.
સાથે ચાલનારા તો અનેક મળ્યા સફરમાં,
દિલને સ્પર્શી ગયા તે બાલમ બની ગયા.
ફૂલ સમજીને ચૂંટી લીધાં ઉપવનમાંથી
કેટલાંક તો કાંટાળા બાવળ બની ગયા.
પ્રણય કેરા અંકુર વાવવાનો પ્રયાસ હતો માત્ર,
વાંચી ન શક્યા તો કોરા કાગળ બની ગયા.
થોડા ને જાણ્યા તો થોડા ને સમજી લીધા,
ન સમજાયા તે સહુ અટકળ બની ગયા.
વિખરાયેલને સમેટવા સાવ અઘરું તો નહોતું,
‘મૂકેશ’ તો દિલો ને જોડતી સાંકળ બની ગયા.
e.mail : mparikh@usa.com
![]()


એક પરિચિતની દીકરી વિદેશમાં નોકરી શોધી ત્યાં જ સ્થાયી થવા વિચારે છે. વિદેશ જવાનું કારણ શું, તો કે અહીં લાયકાત પ્રમાણે નોકરી મળે એમ નથી ને મળે તો ખાનગીમાં પગાર ઓછો ને મજૂરી વધારે છે. આ ઉપરાંત ઓળખાણ ન હોય તો ઈન્ટરવ્યૂ આપીને અહીં જ આધેડ થઈ જવાય એવી સ્થિતિ છે. ઘણા યુવાનો આ રીતે વિચારે છે ને વર્તે પણ છે. એવા દિવસો આવી રહ્યા છે કે યુવાધન, અહીં ભણીને વિદેશમાં સ્થાયી થઈ જાય. વસતિના પ્રમાણમાં, વિશ્વમાં સૌથી વધુ યુવાનો અત્યારે ભારતમાં છે, એ સાચું હોય તો આ યુવાધનને સાચવવાની તૈયારી સરકારોની જણાતી નથી.