Opinion Magazine
Number of visits: 9572330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પડખાં ફેરવતી રાત અને ચિત્કાર પાડતા દિવસો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 April 2021

ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો હાથ ધરેલી સુનાવણી દરમિયાન સરકાર તરફથી ‘બધું બરાબર છે’ અગર તો ‘ગોઠવાઈ ગયું છે’ તરેહની રજૂઆત સામે આવી પડેલી ટિપ્પણી એ હતી કે આ રાજમાં બધું ‘ભગવાન ભરોસે’ છે. ખરું જોતાં, કેમ કે આ ભા.જ.પ.ની સરકાર છે અને એનો ખાસ ઇતિહાસ છે, ‘રામભરોસે’ જેવો સચોટ પ્રયોગ સંબંધિત સૌએ કદાચ કશાક મલાજાવશ ટાળ્યો છે.

આ અગ્રનોંધ લખાઈ રહી છે ત્યારે (૧૩મી એપ્રિલના સવારનાં છાપાં પ્રમાણે) છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૬,૦૨૧ નવા કેસ નોંધાયા છે અને સાજા થવાનો દર (રિકવરી રેટ) એક તબક્કે સો ટકા નજીકનો હતો તે નેવું ટકાની નીચે ઊતરતો માલૂમ પડ્યો છે. આનો અર્થ સાફ છે, રાજ્ય સરકાર નવી લહેરના આગોતરા અંદાજ મુજબનું આયોજન કરવાની કલ્પકતા દાખવી શકી નથી.

એક વરસ કરતાં વધુ સમયથી આપણે જે અનુભવમાંથી પસાર થઈ રહ્યા છીએ તે કેવો છે? મોહન પરમારની ‘કાલપાશ’ એ નવલકથાનો ઉપાડ ટાંકીને કહું તો “રાત પડખાં ફરી રહી છે ને દિવસ ચિત્કાર પાડી રહ્યો છે. મારી અમદાવાદ નગરીનાં રૂપરંગ અદલબદલ થયાં કરે છે. કૂતરું મોટેથી ભસીને પછી ટૂંટિયું વાળી બેસી જાય તેમ અમદાવાદ શહેરનો ભભકો હોલવાઈ રહ્યો છે. અનેક મહામારી અને હાડમારીઓએ એની કેડ ભાંગી નાંખી છે, છતાં વારંવાર એ બેઠું થયું છે. પણ આવી બેહૂદી હાલત તો અમદાવાદની ક્યારે ય થઈ નહોતી.” પડખાં ફેરવતી રાત અને ચિત્કાર પાડતા દિવસોનું આ ચિત્ર અમદાવાદનું જ નહીં ગુજરાત અને દેશસમસ્તનું છે, દુનિયાભરનું છે. માત્ર, આપણે આપણી ચર્ચા ગુજરાત અને અંશતઃ ભારત પૂરતી સીમિત રાખીને ચાલીશું. રાજ્ય અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર છે અને નેતૃત્વ પાછું ઠેઠ ગુજરાતી છે, માટે.

સુઓ મોટો સુનાવણી દરમિયાન રાજ્યના એડ્‌વોકેટ જનરલે બીજાં રાજ્યોનો હવાલો આપી ગુજરાતના કાર્યદેખાવને ઉજાસમાં ઉપસાવવાની કોશિશ કરી ત્યારે હાઈકોર્ટે વાજબી રીતે જ દરમિયાન થતાં ઠીક ટિપ્પણી કરી કે આપણે ગુજરાતમાં છીએ. ગુજરાતની વાત કરો. વાત પણ સાચી કે રાજ્ય સરકાર અને સંબંધિત એજન્સીએ સત્તાવાર રીતે હાથ ઊંચા કરી દીધાં ત્યારે સુરતથી પક્ષપ્રમુખ સી.આર. પટેલે હુંકારઓડકાર ખાધો હતો કે મારી પાસે ખાસાં પાંચ હજાર નંગ છે. પોતાની સરકાર પરત્વે પક્ષપ્રમુખની આ તુંથી-હું-ચડિયાતા-શાઈ (અપમેનશિપ) મુદ્રા વિશે શું કહેવું. એમના સ્રોત વિશે મીડિયાએ ગાંધીનગરને પૃચ્છા કરી તો મુખ્ય મંત્રી પાસે શો ઉત્તર હોય, સિવાય કે પૂછો પાટીલને.

શું પૂછવું પાટીલસાહેબને, એ પ્રદેશ પ્રમુખ નિયુક્ત થયા ત્યારે એમના સામૈયા ને ઉછામણીનો – સૉરી જનસંપર્કનો – જે દોર ચાલ્યો એની અને ‘દો ગજ કી દૂરી, માસ્ક જરૂરી’ એ સૂત્ર વચ્ચે છત્રીસનો સંબંધ હતો. હમણે પશ્ચિમ બંગાળમાં જે સામસામા રેલી દાખડા ચાલે છે એ જેમ બીજી સઘળી આચારસંહિતાને તેમ કોરોના કારિકાને કોરાણે મેલીને જ ચાલી રહ્યા છે ને.

ગમે તેમ પણ, ગુજરાતના સંદર્ભમાં તો કોરોનાની તવારીખ ‘નમસ્તે ટ્રમ્પ’થી શરૂ કરી હમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેલાયેલ મેચ જેવા સીમાસ્થંભે સોહે છે. મરકઝ, મરકઝના મહાધ્વનિ વચ્ચે ‘નમસ્તે ટ્રમ્પ’ લોકનજરેથી ઓઝલ થઈ ગયેલી ઘટના હતી. જો કે, પછીના અદાલતી ચુકાદાઓએ કોરોના-પ્રસારમાં મરકઝની અગ્રભૂમિકાના આક્ષેપ તળેથી પાયો ખેસવી લીધો હતો પણ પ્રચાર તો જે થઈ ગયો તે થઈ ગયો. ગયે વરસે મરકઝ દિવસોમાં અર્ણબ ગોસ્વામી જે બધું બોલતા હતા એ જ આ દિવસોમાં કોઈકે હરદ્વારની કુંભ-ભીડના વીડિયોમાં એમના જ અવાજમાં વહેતું મૂક્યું છે. અલબત્ત, અર્ણબના ધન્યોદ્‌ગારો મરકઝ બાબતે હતા, કુંભ-ભીડ બાબતે નથી.

વાત કરતે કરતે ગુજરાત બહાર ચાલ્યા જ ગયા છીએ તો દિલ્હી હાઈકોર્ટની એક તરોતાજા ટિપ્પણી પણ સંભારી લઈએ. નિઝામુદ્દીન મરકઝમાં ઈબાદત બાબતે સંખ્યાબંધી ફરમાવવાની માગણી કરતી એક લોકહિતની અરજી ફગાવતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે જો અન્ય ધર્મમથકોએ આવી કોઈ બંધી ન ફરમાવાતી હોય તો માત્ર નિઝામુદ્દીન મરકઝ માટે જ તે કેમ હોય? જો કે, હાઈકોર્ટની આ ટિપ્પણી સંબંધિત સરકારોનાં બેવડાં ધોરણોને ઉજાગર કરી આપે છે એટલા પૂરતો એનો ઉલ્લેખ કર્યા પછી અને છતાં સ્પષ્ટ શબ્દોમાં એ એક વાત કહેવી અને વારંવાર દોહરાવવી રહે છે કે રાજકીય કે ધાર્મિક કોઈ પણ ભીડ અંગે, કોઈપણ ધર્મસંપ્રદાય કે પક્ષના ભેદભાવ વગર, સરકારે સરકારપણું દાખવી નિયમન મૂકવું અને વળાવવું રહે છે.

વાત સીધી સાદી એ છે કે સરકાર થયા તો સરકારપણું દાખવી જાણો. પાટીલ-રૂપાણી ઉદ્‌ગારો સરકારના સરકારપણા વિશે સવાલો પેદા કરે છે. રાજ્ય પોતાનું રાજ્ય તરીકેનું કર્તવ્યપાલન ન કરે અને પોતાને અંગેનાં ટીકાવચનોમાં તરત ‘રાજદ્રોહ’નું લાલ લૂગડું જુએ! અંગ્રેજ સરકારનું આ લક્ષણ, સ્વાતંત્ર્યોત્તરમાં તેમ હાલની સરકારો પણ જોવા મળે છે.

મહામારીના ગાળામાં વ્યક્તિગત ને પ્રજાકીય સ્તરે અપેક્ષિત શિસ્ત બાબતે બેમત નથી. માત્ર, એવું પાલન ઈચ્છતી સરકાર પાસે ધારાધોરણ અને વિવેકની અપેક્ષા છે તે છે. પંદરમી એપ્રિલે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરી પોતાની કાર્યભૂમિકા સ્પષ્ટ કરશે ત્યારે એમાં આવાં દર્શન થયા હશે?

એપ્રિલ ૧૩, ૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 01-02

Loading

બોલી દે!

રિયાઝ લાંગડા|Poetry|14 April 2021

માણસ જેવો માણસ થઈ, હોલા માફક ફફડે,
મોઢે કંઇ બોલે નહિ ને મનમાં મનમાં બબડે.

ઊઠ, ઊભો થા કઈં નહીં, દર્પણ સામે તો બોલ,
મળશે રસ્તો એમાંથી પણ, મનમાં કાં સબડે!

થઇ ને છેવટ થાયે શું ? એ તો કહે મારા મન,
ડર જે છે ને! એ જ તો! વારે વારે કરડે.
 
એં એં એં એં, ગેં ગેં ફેં ફેં શું કરે છે ભઇલા!
છો સાચો? તો મોઢે કે' શાને મનમાં સબડે.

ચિંતા મૂકી, દિલથી કહી દે! જે કહેવું હો તે,
સત્યનો સિક્કો તો સાચા સોના માફક ચમકે.

(મહુવા)

e.mail : mriyazlangda@gmail.com

Loading

दो लघु कविताएं ।

मनीष शियाल|Poetry|14 April 2021

१ दो कोड़ी के दाम ।

यह अवाम
अब बीक रही हैं;
दो कोड़ी के दाम।
वे ‘कठपुतलियांसी’ नाच रही है ।
उसकी न अब कोई दरकार।
क्योंकि
खरीदार है; सरकार।

 ***

२ हम लोगों को ।

मैंने कई बार
सत्य का गला घोंटते देखा है;
‘हमारी ही गलियों मोहल्ले में;
स्त्री, दलितों, और नोकरो को पीट ते हुऐं’
और
हम लोगों को
आदत सी हो गई है,
आंखों पर पर्दा डालकर
झूठ चुनने की ।

48 Chamudanagar Main Road, UNCHA KOTDA Ta : Mahuva, Dist: Bhavnagar, Gujarat

Loading

...102030...1,9351,9361,9371,938...1,9501,9601,970...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved