Opinion Magazine
Number of visits: 9674825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ થવા મળતું હોય ત્યારે માણસાઈ છોડવી શા માટે જોઈએ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|8 August 2021

ખરા તો એકચી ધર્મ જગાલા પ્રેમ અર્પાવે

જગી જે હીન અતિપતિત,
જગી જે દીન પદદલિત
ત્યા જાઊન ઉઠવાવે, જગાલા પ્રેમ અર્પાવે

જયાંના ના કોણી જગતી,
સદા તે અંતરી રડતી
ત્યા જાઊન સુખવાવે, જગાલા પ્રેમ અર્પાવે

સમસ્તાં ધીર તો દ્યાવા,
સુખાચા શબ્દ બોલાવા
અનાથા સાહ્ય તે દ્યાવે, જગાલા પ્રેમ અર્પાવે

સદા જે આર્ત અતિવિકલ,
જ્યાંના ગાંજતી સકલ
તયા જાઊન હસવાવે, જગાલા પ્રેમ અર્પાવે

કુણા ના વ્યર્થ શિણવાવે,
કુણા ના વ્યર્થ હિણવાવે
સમસ્તાં બંધુ માનાવે, જગાલા પ્રેમ અર્પાવે

પ્રભૂચી લેકરે સારી
તયાલા સર્વહી પ્યારી
કુણાના તુચ્છ લેખાવે, જગાલા પ્રેમ અર્પાવે

અસે જે આપણાપાશી,
અસે જે વિત્ત વા વિદ્યા
સદા તે દેતચી જાવે, જગાલા પ્રેમ અર્પાવે

ભરાવા મોદ વિશ્વાત
અસાવે સૌખ્ય જગતાત
સદા હે ધ્યેય પૂજાવે, જગાલા પ્રેમ અર્પાવે

અસે હે સાર ધર્માચે
અસે હે સાર સત્યાચે
પરાર્થી પ્રાણહી દ્યાવે, જગાલા પ્રેમ અર્પાવે

જયાલા ધર્મ તો પ્યારા,
જયાલા દેવ તો પ્યારા
ત્યાને પ્રેમમય વ્હાવે, જગાલા પ્રેમ અર્પાવે

(સાચો ધર્મ એ છે જે આખા જગતને પ્રેમ કરતા શીખવાડે. સાચો ધાર્મિક એ છે જે આખા જગતને પ્રેમ કરે. સાચો ધર્મ એ છે જે પદદલિતનાં આંગણે જઈને તેનાં આંસુ લૂછતાં શીખવાડે. સાચો ધર્મ એ છે જે સહ્રદયી બનતા શીખવાડે. સાચો ધર્મ એ છે જે હારેલાને કે નાસીપાસ થયેલાને ધીરજ ધરતા શીખવાડે. સાચો ધર્મ એ છે જે દુઃખીને સાંત્વન આપે. સાચો ધર્મ ક્યારે ય કોઈને સતાવવાની કે હેરાન કરવાની શિખામણ ન આપે. સાચો ધર્મ એમ શીખવાડશે કે આપણે બધાં પ્રભુનાં સંતાન છીએ, પ્રભુને એકસરખાં વહાલાં છીએ અને કોઈ તુચ્છ નથી. જગતના દરેક ધર્મોનો જો કોઈ સાર છે તો એ આ જ સાર છે, માટે જેને ધર્મ વહાલો હોય અને ઈશ્ચર વહાલો હોય તેણે પ્રેમમય બનવું જોઈએ અને જગતને પ્રેમ કરવો જોઈએ.)

https://www.youtube.com/watch?v=bpQuFycSCvk

આ કવિતા સાને ગુરુજીની છે જે મહારાષ્ટ્ર માટે કવિતા નથી રહી, પ્રાર્થના બની ગઈ છે. તેમ એમ પણ કહી શકો કે ‘જન ગણ મન …’ની જેમ મહારાષ્ટ્રનું આ રાષ્ટ્રગીત છે. તમને ભાગ્યે જ કોઈ મરાઠી માણસ મળશે જેને આ પ્રાર્થના કંઠસ્થ ન હોય. સાને ગુરુજીએ મહારાષ્ટ્રને પ્રેમ કરતાં શીખવાડ્યું. સાને ગુરુજીએ મહારાષ્ટ્રને માતૃહ્રદયનું મુલ્ય સમજાવ્યું. 

‘શ્યામચી આઈ’ તેમની જાણીતી કૃતિ છે જેનું ગુજરાતીમાં ભાષાન્તર પણ થયું છે. આચાર્ય અત્રેએ એના પર એ જ નામે મરાઠી ફિલ્મ પણ બનાવી છે. સાને ગુરુજીએ ‘ભારતીય સન્સ્કૃતિ’ નામનું પુસ્તક પણ લખ્યું છે જે ભારતને પ્રેમ કરનારા સાચા દેશપ્રેમીએ વાંચવું જોઈએ. 

હજુ આજે પણ મહારાષ્ટ્રમાં અનેક લોકોના ઘરમાં ગાંધીજી કે તિલકના ફોટો જોવા નહીં મળે, પણ સાને ગુરુજીનો ફોટો જોવા મળશે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ નામની સિરિયલમાં આત્મારામ સીતારામ ભીડેના ઘરમાં પણ એક સમયે સાને ગુરુજીનો ફોટો જોવા મળતો હતો. ગુરુજીની તસ્વીર વિના ભલા મરાઠીનું ઘર અધૂરું લાગતું. પણ હવે સાને ગુરુજીને હટાવીને વિનાયક દામોદર સાવરકરનો ફોટો લટકાવવામાં આવ્યો છે. સિરિયલના નિર્માતાને લાગ્યું હશે કે હવે જ્યારે હિંદુઓ પ્રેમી મટીને દ્વેષી બની રહ્યા છે તો પ્રેમના આઇકનને હટાવીને દ્વેષના આઇકનનો ઉપયોગ કરો.

આમ કેમ બન્યું? શા માટે જે માણસ પ્રેમ કરતો હતો, અથવા કમ સે કમ પ્રેમ કરતાં શીખવું જોઈએ એવું માનતો હતો એ આજે ગર્વથી કહે છે કે અમે દ્વેષી છીએ? એને હવે બીજાની પીડા સ્પર્શતી નથી અને વિધર્મીની તો જરા ય સ્પર્શતી નથી, ઊલટું વિધર્મીનું દુઃખ જોઇને અને કેટલીક વાર દુઃખી કરીને આનંદ અનુભવે છે. આવું કેમ બન્યું? એક સમયે કોઈ મરાઠી યુવક સાને ગુરુજીની ઉક્ત પ્રાર્થના ગાતો કે સાંભળતો ત્યારે તેના મનમાં સવાલ નહોતો થતો કે ઇસ્લામ કે ઈસાઈ ધર્મ આમ કહે છે? મુસલમાનો અને ખ્રિસ્તીઓ આવા બોધમાં માને છે અને કોઈ બોધ આપે તો ગ્રહણ કરશે? આજે તેના મનમાં આવો સવાલ જાગે છે. ટૂંકમાં સાને ગુરુજીથી સાવરકર સુધીની ૧૮૦ ડિગ્રીની અવળી દિશાની યાત્રા કેમ શક્ય બની?

આને માટે હિન્દુત્વવાદીઓએ ખૂબ જહેમત ઉઠાવી છે. તેમના દુશ્મનોએ પણ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ. ધીરેધીરે હિંમત હાર્યા વિના હિંદુઓના ચિત્તમાં રહેલાં માનવીય ઐક્ય અને પ્રેમનાં તત્ત્વો તેઓ ભૂંસતા ગયા છે. તેઓ હિંદુઓને કહે છે કે, આંખ ખોલીને જુઓ ‘બીજા’ કેટલા નીચ છે અને ‘આપણે’ કેટલા ભોળા છીએ. આપણે રાંક છીએ, નમાલા છીએ, પરાજીત છીએ; કારણ કે આપણે અસંગઠિત છીએ. આપણે આપણા હિંદુ ધર્મનો ઉપયોગ પરલોક સુધારવા માટે અને પુણ્ય કમાવાના ઉદ્દેશ સાથે બને એટલા પરમાર્થ માટે કરીએ છીએ, પણ આલોકમાં આપણા પોતીકા સ્વાર્થ માટે કરતા નથી. ધર્મનો આલોકમાં પોતીકા સ્વાર્થ માટે ઉપયોગ કરતા શીખવું જોઈએ જેમ બીજા કરે છે. આ શક્ય છે જો ધર્મનો રાજકીય ઉપયોગ કરવામાં આવે. ધર્મનો ઓળખ માટે ઉપયોગ કરો. ધર્મનો ‘આપણે’ અને ‘બીજા’ એમ એક જ દેશની એક જ ભાષા બોલતી એક જ પ્રજાને નોખા તારવવા માટે ઉપયોગ કરો. આપણા ધર્મનો ઉપયોગ આપણને ઊંચા દેખાડવા માટે અને બીજાના ધર્મનો ઉપયોગ બીજાને નીચા દેખાડવા માટે કરો.

પણ આયખું એક જ છે અને તે પાછું મૂલ્યવાન છે ત્યારે તેનો ઉપયોગ ધર્મના મર્મની આંગળી પકડીને જીવનને ઉજાળવા માટે કરવાનું કે પછી કોઈના ઘરમાં આવાં ડોકિયાં કરવા પાછળ  ખર્ચવાનું? દરેક માણસના મનમાં આ સવાલ થતો હશે અથવા સ્વાભાવિક ક્રમે થવો જોઈએ. શા માટે આવાં ભૂંડા કામ આપણે કરીએ જ્યારે પ્રેમ અને પરમાર્થ દ્વારા મોક્ષનો માર્ગ હાથવગો છે? માણસ થવા મળતું હોય ત્યારે માણસાઈ છોડવી શા માટે જોઈએ?

આવા સવાલ થવા સ્વાભાવિક છે. આ જગતમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી એમ પ્રત્યેક ધર્મની પ્રત્યેક વ્યક્તિના મનમાં આ સવાલ પેદા થતો જ હશે કે જ્યારે એક જ આયુષ છે અને એમાં જ્યારે ઉત્તમ માણસ તરીકે જીવવા મળતું હોય અને જ્યારે આપણો ધર્મ અને ધર્મપુરુષો પણ આ જ તો શીખવાડીને ગયા છે તો પછી આવા જિંદગી બગાડવાના ધંધામાં શું કામ પડવું? માત્ર હિન્દુત્વવાદીઓને નહીં, દરેક ધર્મના કોમવાદીઓને આ સવાલનો સામનો કરવો પડતો હશે. દ્વેષના ધંધામાં કોઈ જિંદગી શા માટે દાવ પર લગાડે?

આને માટે નક્કર કારણ આપવાં જોઈએ અને તે વિકસાવવામાં આવ્યાં છે. એ સાચાં છે કે ખોટાં એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે તમારી મૂલ્યવાન જિંદગી વિશેનો નિર્ણય તમારે પોતાને લેવાનો છે. તમારે એ પણ વિચારવું પડશે કે તમારી મૂલ્યવાન જિંદગી વિશેનો નિર્ણય તમે પોતે લેશો કે તમારી જગ્યાએ કોઈ બીજા લે અથવા ટોળાં લે અથવા ટોળાંકીય માનસિકતા લે. છેવટે આ નિર્ણય પણ તો તમારે જ લેવાનો છે. જ્યૉં પોલ સાર્ત્ર નામના ફ્રેંચ ફિલસૂફ કહેતા એમ નિર્ણય લેવાથી તો તમે બચી શકવાના જ નથી. તેનાં પરિણામથી પણ તમે બચી શકવાના નથી. એનાં સારાં કે માઠાં જે પરિણામ આવશે એ તમારે અને તમારાં સંતાનોએ ભોગવવાના છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ઑગસ્ટ 2021

Loading

ઑલિમ્પિક્સનું ઇકોનોમિક્સઃ મૅડલ મેળવ્યા પછીની ખેલાડીઓની જિંદગી હંમેશાં આસાન નથી હોતી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 August 2021

ભારતમાં ક્રિકેટ સિવાયના ખેલકૂદમાં વધુ આર્થિક રોકાણ થવું જરૂરી છે જેથી એક સમયના ઑલિમ્પિક વિનરને વર્ષો પછી શાક માર્કેટમાં રોટલી રળવા ન ઊભા રહેવું પડે

એક આખું વર્ષ ટોક્યો ઑલિમ્પિક્સ પાછી ઠેલાઇ. વાઇરસે ટાઇમ ટેબલના આઇડિયાને ફગાવી દીધો છે એટલે ભલે એક વર્ષ મોડેથી પણ ટોક્યોમાં ખેલાઇ રહેલી ઑલિમ્પિક્સને લીધે લોકોમાં ઉત્સાહ ચોક્કસ વર્તાઇ રહ્યો છે. વળી ભારતીય ખેલાડીઓનો દેખાવ પણ પ્રભાવી રહ્યો છે એટલે ‘આપણને’ પાશેર લોહી ચઢ્યું છે. ભારતીય ખેલાડી હારી જાય ત્યારે ‘એ લોકો’ અને જીતે ત્યારે ‘આપણે’-વાળું ગણિત બધાં જાણે જ છે.  પણ આજે આપણે ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓ અને તેમની પાછળ સરકારના આર્થિક ટેકા સહિત ભારતમાં ક્રિકેટર સિવાયના ખેલાડી હોવું એટલે શું તે અંગે વાત કરીશું. ઑલિમ્પિક્સ આ વર્ષે રમાશે એવી જાહેરાત થઇ તે પહેલાં આપણે કેન્દ્રિય ખેલકૂદ મંત્રી કિરેન રિજ્જુએ દેશવાસીઓને અપીલ કરી હતી કે ક્રિકેટને જેટલો આવકાર-ટેકો અને પ્રોસ્તાહન અપાય છે તેટલો જ ઉત્સાહ-બૅકિંગ ઑલિમ્પિકના એથલેટ્સને પણ આપજો. 

૨૦૨૦-૨૧ના વાર્ષિક બજેટમાં ભારત સરકારે ૨,૮૨૬.૯૨ કરોડ ખેલકૂદ માટે ફાળવ્યા અને આ રકમમાં ગયા ફાઇનાન્શિયલ વર્ષ ૨૦૧૯-૨૦થી ૫૦ કરોડ રૂપિયા વધારે છે. મોદી સરકારના ખેલો ઇન્ડિયા પ્રોગ્રેમના ભંડોળમાં પણ રૂ.૩૨૧.૪૨ કરોડનો વધારો કરાયો એટલે તેનું પૂરું બજેટ રૂ.૮૯૦.૪૨ કરોડ જેટલું થયું. બીજી તરફ નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડના ટોટલ બજેટમાં ૫૦ કરોડ રૂપિયાનો ઘટાડો કરાયો, જે અત્યાર સુધીમાં કરાયેલો સૌથી મોટો ઘટાડો છે. મેરિટ ધરાવતા ખેલાડીઓ માટેનું બજેટ પણ ચાળીસ ટકા ઘટાડાયું. વળી જ્યારે આ બજેટ ૨૦૨૦માં જાહેર કરાયું ત્યારે માથે તોળાતા રોગચાળાથી બધાં અજાણ હતા. આ ભંડોળ ભારતના ખેલાડીઓ માટે હોય છે પણ ટોપ્સ એટલે કે ટાર્ગેટ ઑલિમ્પિક પોડિયમ સ્કીમ હેઠળ ઑલિમ્પિકના મૅડલ વિજેતાઓને આર્થિક મદદ પૂરી પડાતી હોય છે. ટોપ્સ એ ભારતના ખેલ મંત્રાલયનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતીય એથલેટ્સના પરફોર્મન્સને ગણતરીમાં લીધા બાદ તેમને કોચ, અન્ય સ્ટાફની ફીઝ, સ્પર્ધામાં ભાગ લેવા જવાનું ભથ્થું, ખિસ્સા ખર્ચ અને ખેલ માટે જરૂરી સંસાધનો લેવાની આર્થિક સહાય કરાય છે.

૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સમાં ટોપ્સ હેઠળ ભારત સરકારે ૩૬.૮૫ કરોડનો ખર્ચ કર્યો જેમાં સૌથી વધુ ખર્ચ શૂટિંગના ખેલ પર થયો હતો કારણ કે  છેલ્લી ત્રણ ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનો સૌથી વધુ સારો દેખાવ શૂટિંગના ખેલમાં હતો. શૂટિંગ આમ પણ એક ખર્ચાળ ખેલ છે પણ તેમાં આપણને કોઇ મૅડલ પ્રાપ્ત ન થયો. ગત ઑલિમ્પિકમાં ટૉપ્સ હેઠળ જે ખર્ચો કરાયો તેમાંથી ૧.૬૬ ટકા જે લેખે લાગ્યો – એટલે કે પી.વી. સિંધુએ બેડમિંટનમાં અને સાક્ષી મલિકે રેસલિંગમાં મૅડલ મેળવ્યા, બાકી બધો ખર્ચો એળે ગયો.

બીજા દેશો સાથે સરખામણી કરીએ તો યુ.કે.એ સ્પોર્ટ્સના માળખા, તાલીમ અને વાર્ષિક સ્પોર્ટ્સ બજેટ ૯,૦૦૦ કરોડ જેટલું હોય છે. ૨૦૧૬ પહેલાં ભારતમાં યુ.કે.ના કુલ બજેટના માત્ર એક તૃતિયાંશ જેટલો ખર્ચ એટલે કે ૩,૨૦૦ કરોડ જેટલી રકમ યૂથ અફેર્સ અને સ્પોર્ટ્સ માટે કરાતો. ૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સમાં ભારતના બે મૅડલ હતા તો યુ.કે.ના નામે જીતના ૬૭ મેડલ્સ હતા. આ વખતે શૂટર અભિનવ બિંદ્રાએ સોશ્યલ મીડિયા પર કોમેન્ટ કરી હતી કે યુ.કે.ને એક મૅડલ ૫.૫ મિલિયન પાઉન્ડનો પડ્યો અને ભારતમાં પણ જો આ સ્તરનું રોકાણ ખેલમાં થાય તો આપણે કંઇ આશા રાખી શકીએ બાકી તેનો કોઇ અર્થ નથી સરતો.

વળી ભારતીય ખેલાડીઓ માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનને પ્રાઇવેટ ફંડિગ પણ ૨૦૧૬ પહેલાં મળ્યું હતું. રિલાયન્સ જિઓ, અમુલ, ટાટા સૉલ્ટ, એડલવેસ ફાઇન્શિયલ સર્વિસ, જિંદાલ ગ્રૂપ વગેરેએ સારું એવું ભંડોળ ખેલાડીઓ માટે આપ્યું હતું. ૨૦૧૮માં ખેલ મંત્રાલયે એથલેટ્સને ૨૦૨૦ ઑલિમ્પિક માટે તૈયાર કરવા ૧,૦૦૦ કરોડનું ફંડિંગ નક્કી કર્યું હતું. આ મૅડલ માટેનું રોકાણ નથી પણ ખેલાડીઓનાં કૌશલ્યની ધાર કાઢવા માટેની સવલત છે. મૅડલ ભલે ગમે તેટલા આવે તે સફળતાનો માપદંડ ન હોઇ શકે. ભારતે ખેલ કૂદ ક્ષેત્રે વધુ રોકાણ કરવાની અને તેનો વહીવટ બહેતર થાય તે દિશામાં કામ કરવાની તાતી જરૂર છે.

આ સમજવું જરૂરી છે કારણ કે ઑલિમ્પિક જીતીને આવ્યા પછી અમુક મહિનાઓ સુધી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, વાહવાહી, સન્માન, ઘર સુધી જવાના રસ્તામાં સમારકામ એવું બધું ખેલાડીઓને ઘેરેલું રહે છે. પણ આપણે અનેકવાર એવા સમાચાર પણ સાંભળ્યા છે કે એક સમયે ઑલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરીને આવેલા ખેલાડીને બેરોજગારીના બોજ તળે જે કામ હાથમાં આવે તે કરી લે છે. હૉકીમાં ૪૧ વર્ષ પછી ઑલિમ્પિકમાં મૅડલ મેળવનાર ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારનારા દેશમાં ઢગલો છે, પણ સોશ્યલ મીડિયાની શુભેચ્છાઓ અને પછી જે થોડા ઘણા મેળાવડાઓ થશે તે પછી આ ખેલાડીઓનું શું થશે? હૉકી માટે તો કોઇ આઇ.પી.એલ. નથી અને ક્રિકેટ ટીમને જોવા જે ધાડેધાડા ઊમટે છે એવા આ એથલેટ્સ માટે ઊમટશે ખરાં? (કોરોનાવાઇસ છે એટલે આમ તો ન જ ઊમટવા જોઇએ પણ આ પ્રશ્ન પાછળની ભાવના છે ક્રિકેટના ખેલમાં રહેલું ગ્લેમર બીજા ખેલોમાં નથી ઝળકી ઊઠતું.)

બાય ધી વેઃ

જગ્યાની મર્યાદા હોવાને કારણે એ યાદી અહીં નોંધી નથી જેમાં ઑલિમ્પિકમાં જીતીને આવેલા ખેલાડીઓ શાકભાજી વેચવાથી માંડીને, પાણીપૂરી વેચવાના કામે વળગી જાય છે કારણ કે પછી થોડા સમયની વાહવાહી પછી પેટ ભરવાના સાંસા પડે. થોડીઘણી જાગૃતિ આવી છે એટલે હવે સાવ પહેલાં ખેલાડીઓની જે હાલત થઇ જતી તેવું નથી થતું પણ જે તે સ્પોર્ટ્સનું પૉપ્યુલારિટી મીટર પણ લાંબો સમય ચાલવું જોઇએ. વેઇટ લિફ્ટિંગમાં મૅડલ જીતનારી મીરાબાઇ ચાનુને ડોમિનોઝે આખી જિંદગી મફત પિઝા આપવાની ઓફર કરી છે તે સમાચાર હવે નવા નથી. મુદ્દો એ છે કે આ બધી ઝાકઝમાળ મૅડલ જીત્યા પછીની હોય છે. આ પહેલાં જે રોકાણ થાય છે તે વધવું જોઇએ, ખેલાડીઓની આર્થિક સ્વતંત્રતા, રોજગારીની સલામતી કે પછી ખેલમાં જ કારકિર્દી ક્યાંક નવા મુકામ પહોંચે તેની જવાબદારી આખા દેશે સહિયારી રીતે લેવી જોઇએ. સામાન્ય લોકો બીજું કંઇ ન કરે તો કંઇ નહીં પણ ક્રિકેટનું ગ્લેમર જેમ ક્યારે ય નીચે નથી ગયું તે રીતે બીજા તમામ ખેલને પણ પ્રોત્સાહન મળે તેવો અભિગમ કેળવવો જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  08 ઑગસ્ટ 2021

Loading

શું કામ આટલા બધાં લોકો કોવિડના નિયમો નથી પાળતા? કારણ કે એ બધાં સંસ્થાગત વર્તનના જીવ છે.

દિપાંકર ગુપ્તા (અનુવાદ : રૂપાલી બર્ક), દિપાંકર ગુપ્તા (અનુવાદ : રૂપાલી બર્ક)|Opinion - Opinion|7 August 2021

આપણે, ઉત્સવ*ના લોકો

શું કામ ભીડવાળા ઉત્સવો લોકપ્રિય છે? આ કોવિડ કાળમાં વિજ્ઞાન આપણને ચેતવણી આપે છે પરંતુ મોટી સંખ્યામાં લોકો ઉત્સવો એકધાર્યા કરે જાય છે અને શ્વાસ લેવા પણ રોકાતા નથી. આ કોયડા પાછળનું કારણ એ છે કે આ પ્રશ્ન પૂછનારાએ જ ખુલાસો આપવાનો છે, નહીં કે એથી ઊલટું.

કોવિડ પ્રોટોકૉલ(શિષ્ટાચાર)થી કુટુંબ, કૉર્પૉરૅટ ઑફિસ, શાળા, દિવાળીની ઊજવણી વગેરે ઉલળી પડે છે. પુનરાવર્તી, અરસપરસ, લાંબા સમયગાળા પર્યંત બીજા લોકોને સામેલ કરતા વ્યવહારો પર આ તમામનો આધાર રહેલો છે. સામાજિક સંસ્થાઓ મૂળે સંબંધ આધારિત હોઈ, એને બીજા લોકોની જરૂર પડે છે. જો આની બાદબાકી કરી નાખવામાં આવે તો એ પ્રાણીમમીવિદ્યા* સમું બની જાય છે; નિષ્પ્રાણ પ્રતિકૃતિ.

એટલા માટે બીજા લોકોને મળવું સાધારણ બાબત છે કારણ કે સંસ્થાગત વર્તન એની ભલામણ કરે છે, અને ધ્યાન ધરો,  સંસ્થાઓ સમાજ રચે છે. તો ભૂલ કરનાર પાત્રો કોણ છે? પોતાના રોજીંદા જીવનમાં સમાજની? કે પછી એ લોકો જે અમુક ડૉક્ટરો, થોડા મંત્રીઓ અને મુઠ્ઠીભર ન્યાયાધીશોથી દોરવાઈને ઉત્સવમાં ખલેલ પહોંચાડે છે?

અગાઉના સમયમાં સીટ બૅલ્ટ, હૅલ્મૅટ જેવા સુરક્ષાના નિયમોથી નહોતું થતું એટલું કોવિડ અનુરૂપ વર્તન સંસ્થાઓને ઉજાડે છે. પેલાંનો  વિશિષ્ટ કાર્યો સાથે સંબંધ હતો, સમગ્ર સામાજિક જીવન સાથે નહીં. આમ છતાં, એમના અંગેની સમજાવટ કરવામાં દસકાઓ લાગી ગયેલા. શરૂઆતમાં સીટ બૅલ્ટ પહેરવો એ ટેસ્ટૉસ્ટરૉનની ઊણપ કબૂલ કરવા બરાબર હતું અને કોઈ પણ ખરો પુરુષ એ માટે તૈયાર ન થાય.

તેમ છતાં, એ બાબતોનું પાલન કરવું સહેલું હતું કારણ કે એ ટૂંકા સમયગાળા માટે હતા અને અમુક નક્કી કાર્યોને જ લાગુ પડતાં હતાં, જેવા કે વાહન હાંકવું અને જાહેરમાં બીડી-સિગારૅટ પીવી. આનાથી વિરુદ્ધ, કોવિડના નિયમો સર્વત્ર છે અને આપણા સામાજિક જીવનના દરેક પાસાને હર પળે સ્પર્શે છે. તેથી જ બીજા કરતાં પોતે ચઢિયાતા છે એવું માનનારા અહંકારી, અસામાજિક લોકોને આ સૌથી માફક આવે છે.

જીવનશૈલી સંબંધિત આ પ્રતિબંધોથી બહુમતી દુભાય છે કારણ કે સામાન્ય જીવન જીવવા માટે એમને બીજાની જરૂર હોય છે. એમના માટે સમાજનું મહત્ત્વ છે, અમૂર્ત સ્વરૂપમાં નહીં પરંતુ ચોક્કસ સ્થળ-કાળમાં. એમની અને કોવિડના નિયમોનું પાલન કરનારા વચ્ચેનો ભેદ પૃથ્વીનો પરગ્રહવાસીઓને અપાતા સાદ જેવો છે. પૃથ્વી પર હોવાનો જો ફાયદો હોય તો એ કે બહુ વિચારવું ના પડે. એ વધારાનું બોનસ છે.

પુનરાવર્તી વ્યવહારો પર ટકેલી સંસ્થાઓ સાથે આપણા સામાજિક જીવન જડાયેલા છે તેથી દરેક પગલા અંગે વિચારવાની અને ચિંતન કરવાની પીડામાંથી આપણને છૂટકારો મળે છે. અમુક અંગત ચીજોને બાદ કરતાં આપણી ભૂમિકાઓ પહેલેથી નક્કી કરેલી છે. એક માને એનું કામ ખબર હોય છે, એક ઉપરીને એના હાથ નીચેના કર્મચારીઓને સંભાળતા આવડે છે અને વર્ગમાં શું થશે એ અંગે બાળક જાણતું હોય છે, સિવાય કે કૂતરું ઘરકામ ખાઈ ગયું હોય.

સામૂહિક દ્વારા સમાજ પોતાને રીચાર્જ કરે છે અને ટોળું આપણી સામાજિક જાતની પુષ્ટિ છે. બીજાઓ સાથે હોવું અને સંસ્થાઓએ જે શીખવ્યું છે એ મુજબ કરવું આપણને ગમે છે. જેમ ડી.એચ. લૉરૅન્સે કહ્યું છે, “મોટા ભાગના લોકોમાં એક પ્રકારની ચીકણાશ હોય છે, એ લોકો સમૂહ સાથે ચોંટી જાય છે.” આ રીતે આપણે વિચારવાની તસ્દીમાંથી મુક્ત થઈ જઈએ છીએ અને વધુ આનંદદાયક અને પરિપૂર્ણ જિંદગી જીવી શકીએ છીએ.

એવું નથી કે એક સાંસ્કૃતિક પ્રદેશમાં બધાં એક સરખું વર્તન કરે છે, પરંતુ સામાજિક આદાન-પ્રદાનને નકારવાથી સંસ્થાગત વર્તન ખોખલું થઈ જાય છે અને આપણી સામાજિક ઓળખનો પાયો હલી જાય છે. માત્ર વિમુખ આત્માઓ, જે વિરલ જીવન જીવતા હોય, આવા સંજોગોમાં ખુશ રહી શકે છે. એનું કારણ એ કે એ લોકો સામાજિક સંબંધો પર નભતા જ નથી અને બહુ જ ઓછા લોકો સાથે ઘરોબો રાખવો ગમે છે.

આવા લોકો વ્યક્તિવાદી હોય છે, વધુ પડતું વિચારે છે અને લાંબા સમયથી પૂજનીય ગણાતી સામાજિક સંસ્થાઓ અંગે ટીકાત્મક હોય છે. બહુમતીના મતની ઘણી વખત હાંસી ઉડાવે છે, લઘુમતીનો મત લે છે અને વારંવાર પોતાના દાવાને સમર્થન આપવા વિજ્ઞાનનો સહારો લે છે. નવાઈની વાત નથી કે આ લોકોએ કોવિડના નિયમોને ખૂબ ઉત્સાહથી વધાવ્યાં છે. એમના માટે સ્વપ્ન સાચું પડ્યા જેવું છે.

હવે સમાજ પોતાની નિરંતરતા માટે આ લોકો પર આધાર રાખી શકે નહીં કારણ કે એ લોકો સાંકડા માર્ગ પર ચાલે છે અને ત્યાં બહુ બધાં સમાઈ શકે નહીં. કારણ કે આ લોકો લઘુમતીના મતને સમર્થન આપે છે, સરકારો, ખાસ કરીને લોકતંત્રો, વધુ સમય માટે એમના પર નભવાનું ટાળે છે. લોકતંત્રમાં બહુમતીનો મહિમા છે અને તેથી ઘણી વખત તંત્ર ઔપચારિક ધોરણે જે બાબતોની જાહેરાતો કરે છે એને વાસ્તવમાં ફગાવી દે છે.

વૈજ્ઞાનિક ધોરણે જે સાચું હોય છે એ સામાજિક ધોરણે સાચું હોતું નથી, કમ સે કમ પહેલી નજરે તો નહીં. વિજ્ઞાનની અમૂક ભલામણોને મૂળિયાં નાખતાં સમય લાગે અને માસ્ક પહેરવા તથા રસીકરણ મામલે આપણે એ જોયું. એક વર્ષ પૂર્વે હતી એના કરતાં આજે વધુ સ્વીકૃતિ થઈ છે. આમ છતાં, સામાજિક અંતર* (મારું ઉમેરણ: દૈહિક અંતર) પાળવું અઘરું પડે છે કારણ કે સંસ્થાગત રચનાના કાળજા પર ઘા થાય છે.

એવું નથી કે કોવિડ નિયમોને પાળનારા અને અવગણના કરનારાને જુદા પાડતી લીટી સજ્જડ છે. વાસ્તવિક જીવનમાં એક છેડે કોવિડ શિષ્ટાચારને મક્કમતાથી પાળનારા હશે જે એક તસુ પણ નહીં ખસે. મધ્યમાં હશે વધતાઓછા પ્રમાણમાં ઘડીકમાં સ્વીકૃતિ અને ઘડીકમાં અવગણના કરનારા મળશે જેઓ પસંદગીના મેળાવડાઓમાં નાની છૂટછાટો લેશે. છેવટે, બહુમતી હશે જે ખુલ્લેઆમ ઉત્સવમાં હકડેઠઠ ભાગ લેશે.

સરકારો આ બહુમતી તરફ ધ્યાન ધરે છે પરંતુ બહુ દેખીતી રીતે નહીં. રસીકરણ પર સહર્ષ ભાર મૂકશે પરંતુ સામાજિક અંતર અને માસ્ક અંગે વિસંગતતા દાખવશે. એમને સમજાય છે કે લોકોને એકબીજાથી દૂર રાખવાથી બિનસામાજિક લઘુમતી ખુશ થશે. વિશાળ બહુમતીને સમૃદ્ધ થવા ડી.એચ. લૉરૅન્સની “ચીકણાશ”ની જરૂર હોય છે. વિચારવાના કંટાળાજનક કાર્યથી એમને એ બચાવી રાખે છે.

સત્ય કહેવું હોય તો સરકારને પણ સમાજને જરૂર હોય તેટલી આ ચીકણાશનો ખપ છે. કોણ કહે છે સમૂહ ચબરાક છે?

• મૂળ લેખમાં ‘party’ શબ્દ છે. દા. ત. બર્થ ડે પાર્ટી.

• Taxidermal

• Social distancingને બદલે physical distancing શબ્દ વાપરવાની ભલામણ થયેલી છે કારણ કે social distancingમાં સામાજિક ભેદભાવનો અણસાર વર્તાય છે.

સ્રોત : ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા, ૨ ઑગસ્ટ, ૨૦૨૧. પ્રિન્ટ ઍડિશન.

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

...102030...1,8291,8301,8311,832...1,8401,8501,860...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved