મારે તો વનેવન વિહરવું છે,
દિલ ખોલીને વિસ્તરવું છે!
બાગ બગીચામાં ફરવું છે,
કુદરતને ખોળે નીખરવું છે.
સમય સાથે ભલે મુરઝાતો,
પણ ખરતા પહેલાં મહેંકવું છે.
બેસી રહેવુ નથી સમેટાઈને,
દશેય દિશાએ વીખરવું છે.
રાજી નથી રાખવા હવે સહુને,
મારે તો મારી રીતે સમરવું છે.
દુન્યવી દ્રષ્ટિએ જોતો રહ્યો છું,
હવે મારી જ નજરે નીરખવું છે.
યાદોનું ભાથું બાંધવું નથી ‘મૂકેશ’
શક્ય તેટલું બધુ ય વીસરવું છે.
e.mail : mparikh@usa.com
![]()


સર્જકોએ ઘણું લખ્યું હોય, પણ એમનું નામ એમના કોઈ એક સર્જન સાથે વિશેષ જોડાઈ જાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નામ આવે એટલે યાદ આવે ‘વંદે માતરમ્’ અને એની ઊર્જા બીજું બધું પાછળ ધકેલી દે. મહાન લેખક, કવિ અને પત્રકાર, ભારતને માતા કહી વંદન કરનાર અને દેશને રાષ્ટ્રગાન (રાષ્ટ્રગીત નહીં) આપનાર બંગાળી વિભૂતિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મદિન 27 જૂને હતો.
માસ્ટરમાઈન્ડ છે. થોડી ઘટનાઓ પછી કાવતરું ફૂટી જાય છે, માધવ બચી જાય છે, મથુર આત્મહત્યા કરે છે, રાજમોહનને દેશનિકાલની સજા થાય છે ને માતંગિનીને પિયર મોકલી દેવાય છે. ત્યાં ટૂંક સમયમાં તેનું મૃત્યુ થાય છે.
ફ્રાઈડેની સાંજ, સરસ પવન, બેકયાર્ડમાં બેસીને, મારો પ્રિય રેડ-વાઈન, જે હું નાપા વેલી વાઈન કન્ટ્રીમાંથી ખાસ લાવ્યો હતો, તેની લિજ્જત લેતો હતો, અને સાથે હતી ભરૂચી સિકંદરની શિંગ!