Opinion Magazine
Number of visits: 9674825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રાન્ટેડ કોલેજોનું કોકડું ઉકેલાય તો સારું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 August 2021

ગઈ કાલે એવા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે હવે નહીં થાય ગ્રાન્ટેડ કોલેજોનો ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ. એક ચેનલે તો એમ પણ કહી દીધું કે ખાનગી યુનિવર્સિટીમાં હવે પછી કોઈ પણ ગ્રાન્ટેડ કોલેજોનાં જોડાણ થશે નહીં. ચેનલોની વાત સાચી જ હશે, પણ એ જાહેરાત સરકારની નથી તે સમજી લેવાનું રહે. થોડી આડ વાત લાગે તો પણ એ કહેવું છે કે ગુજરાતી ચેનલો સાચું, ખોટું કરીને કહેતી હોય છે ને ખોટું, સાચું હોય તેમ બોલતી રહે છે. કોઇની પણ સામે માઇક ધરીને થતા ઈન્ટરવ્યૂ એટલા અણઘડ હોય છે કે વર્ષો પછી પણ એમાં પરિપક્વતા જણાતી નથી. ઘણી વાર તો સત્ય જાણવું હોય તો કોઈ પણ ગુજરાતી ચેનલ જોવી ને એનાથી ઊલટું શું હોય તે વિચારીએ તો સત્ય લાધે એમ બને. પરીક્ષા બંધ રહેવાની હોય ને જૂનાં  ક્લિપિંગ્સ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તેનાં બતાવાય. એવું કેટલી ય વાર બન્યું છે કે રેલનાં દૃશ્યો જૂનાં ઠઠાડી દેવાતાં હોય. એક તાજો દાખલો જોઈએ. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના હાથમાં અણુશસ્ત્રો આવ્યાની વિગતો એક ચેનલે આપી. તાલિબાનોના હાથમાં શસ્ત્રો આવે તો શું થાય તે કહેવાની જરૂર નથી. ચેનલો બહુ થાય તો એ શસ્ત્રોનો જથ્થો બતાવી શકે, પણ એ ચેનલે તો એટલા વિસ્ફોટો બતાવ્યા કે વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હોય એવું લાગે. ચેનલોનું ચાલે તો તે આખી દુનિયામાં ભડકા કરી દે. અફઘાનિસ્તાન સાથે હજી તો વેપાર બંધ થયાની વાત જ આવે છે એટલામાં તો ભારતમાં ડ્રાયફ્રૂટ મોંઘાં થવાં લાગે છે. આમ પ્રજાને ભયભીત કરવાનો ગુનો નોંધાતો નથી, બાકી, કાનૂની રાહે જે તે ચેનલ પર કાર્યવાહી થઈ શકે.

ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ ખાનગી યુનિવર્સિટી સાથે નહીં થાય એ ન્યૂઝ, ચેનલોમાં ફ્લેશ જરૂર થયા છે, પણ એ સંપૂર્ણ સત્ય નથી. તે એટલા માટે કે આ લખાય છે ત્યાં સુધીમાં સરકારે એવી જાહેરાત કરી નથી કે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે નહીં જ જોડાય. એ જે જાહેરાત થઈ છે તે ગુજરાત અધ્યાપક મંડળ દ્વારા થઈ છે. મંડળની જાહેરાતને શંકાથી જોવાનું કોઈ કારણ નથી, પણ આ જાહેરાત સરકાર દ્વારા થઈ નથી તે નોંધવું ઘટે. જે થયું છે તેનો આનંદ જ છે, પણ હજી રાહ જોવાની રહે જ છે.

2009માં પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ અમલમાં આવ્યો તેમાં 2011 અને 2021માં સુધારાઓ થયા ને ગ્રાન્ટેડને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાની વાત આવી. એ રીતે ગ્રાન્ટેડ કોલેજો જોડાય તો તેનું ફીનું ને પગારનું ધોરણ શું હશે તેની કોઈ સ્પષ્ટતાઓ સરકાર દ્વારા કરવામાં ન આવી ને એવી મૌખિક વાતો આવતી રહી કે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાય તો વિદ્યાર્થીઓની ફીનું ધોરણ ને અધ્યાપકોનું પગારનું ધોરણ સરકારી જ રહેશે, પણ આજ સુધી સરકારે કાનૂની સુધારો એ બાબતે કર્યો નથી. જે ખાતરી  અપાઈ તે મૌખિક હતી ને મૌખિક પર ભરોસો એટલે થાય એમ નથી કે કશું પુરાવા રૂપે હાથમાં આવ્યું નથી. ખાનગી યુનિવર્સિટી તો ગ્રાન્ટેડનું ભારણ ન ઉઠાવવા બાબતે સ્પષ્ટ હતી જ, બીજી તરફ ખાનગી યુનિવર્સિટી સાથે ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ કરવાને મામલે સરકાર પણ મક્કમ હતી. એટલે જ તો સરકારી યુનિવર્સિટી એ ગ્રાન્ટેડ કોલેજોને ખંખેરી મૂકી. એમાં થયું એવું કે ગ્રાન્ટેડ કોલેજો ન ઘરની રહી, ન ઘાટની ને એનો અધ્યાપકોએ, વિદ્યાર્થીઓએ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળોએ વિરોધ કર્યો ને હવે અધ્યાપક મંડળોએ એવી જાહેરાત કરી છે કે ગ્રાન્ટેડનું જોડાણ જે તે યુનિવર્સિટી સાથે પૂર્વવત રહેશે. એ જાહેરાત થઈ ન થઈ ત્યાં તો વીર નર્મદ યુનિવર્સિટીની સિંડિકેટની બેઠક પણ મળી ગઈ ને એમાં એવું પણ ઠરાવી દેવાયું કે ગ્રાન્ટેડ કોલેજોને મામલે સરકાર જે નિર્ણય કરે તેનો અમલ કરાવવાની બધી સત્તા કુલપતિની રહેશે. જો સરકાર ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ વીર નર્મદ સાથે રાખે છે તો સુરત, બારડોલીની ગ્રાન્ટેડ કોલેજોનું કોકડું ઉકેલાઈ જશે, પણ તે પહેલાં અધ્યાપકો ને વિદ્યાર્થીઓ પ્રશ્ન ઊકલી ગયો છે એમ માનીને ઉત્સાહ દાખવી રહ્યા છે એમાં ઉતાવળ થતી હોવાનું લાગે છે.

કુલપતિ પાસેથી મળેલી માહિતી પ્રમાણે તો આ અંગેનો વટહુકમ બહાર પડશે અને કાયદામાં સુધારો થયા પછી અમલ થશે. એ વટહુકમ ક્યારે બહાર પડશે એ અંગે કોઈ વાત સરકાર તરફથી આવી નથી. એ આવતાં સમય લાગશે, ત્યાં સુધી યુનિવર્સિટી ઈચ્છે તો પણ કોઈ કાર્યવાહી કરી શકે એમ નથી. ધારો કે કોલેજોનું જોડાણ પૂર્વવત થયું છે એમ માનીએ તો પણ, વિદ્યાર્થીઓનો જે તે શાખામાં પ્રવેશ તો લંબાયો જ છે. એની ફી, એની ટર્મ, એની પરીક્ષાઓ વગેરે બાબતો તો ઘોંચમાં પડી જ છે. અધ્યાપકોનો પગાર તો મોડો વહેલોય થશે, પણ જે ટર્મ જૂનમાં ચાલુ થઈ જતી હતી તે સપ્ટેમ્બરમાં પણ શરૂ થશે કે કેમ તે પ્રશ્ન જ છે.

સરકારે ખાનગી યુનિવર્સિટીને લાગતો કાયદો 2009માં કર્યો. તેની કલમ 3 (1) (5)માં – એકસેપ્ટ ધ ગ્રાન્ટ ઇન એડ કોલેજ એન્ડ ઈન્સ્ટિટ્યૂશન્સ – શબ્દો હતા તે 22/05/21 થી પ્રસિદ્ધ કરવામાં આવેલા ગેઝેટથી દૂર કરવામાં આવ્યા. 21/05/2021 સુધી જે કોલેજો વીર નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હતી તે ખાનગી યુનિવર્સિટી સાથે જોડી દેવાતાં 22/05/2021થી જોડાણ મુક્ત થઈ અને ખાનગી યુનિવર્સિટી તો ગ્રાન્ટેડને લેવા જ માંગતી ન હતી, કારણ સરકારે કોઈ ગ્રાન્ટ ન આપવાની શરતે જ ખાનગી યુનિવર્સિટીઓને અસ્તિત્વ બક્ષ્યું હતું, એટલે ગ્રાન્ટેડ કોલેજો નધણિયાતી થઈ ગઈ. પછી એવી વાત પણ આવી કે ખાનગી સાથે ગ્રાન્ટેડ કોલેજો જોડાશે તો વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવાની આવે કે અધ્યાપકોનું હિત પણ નહીં જોખમાય, એનો ખર્ચ સરકાર ઉઠાવશે.

અહીં સવાલ એ થાય કે જો ગ્રાન્ટેડનો બધો જ બોજ સરકાર ઉઠાવવાની હતી તો તેને સરકારી યુનિવર્સિટીથી જુદી કરવાની જરૂર શી હતી? હતી ત્યાં શું ખોટી હતી? અધ્યાપક મંડળ કહે છે તે સ્વીકારીએ તો ગ્રાન્ટેડ કોલેજો જૈસે થે-ની સ્થિતિમાં આવશે. આ જૈસે થે – સુધી આવતાંમાં ઘણું બગડયું છે. સરકાર હજી પણ જૈસે થે-ની સ્થિતિમાં આવે તે અપેક્ષિત છે, ખબર નહીં, એને માટે એ કેટલો સમય લેશે, પણ તેણે જે સમય લીધો છે તે ગુનાહિત બગાડથી વિશેષ કૈં નથી. સરકારે હજી જેટલા ઠેકડા મારવા હોય એટલા મારી લે, પણ એક વાત સ્પષ્ટ છે કે જો ગ્રાન્ટેડને બંધ કરવાનો ઇરાદો ન હોય તો, તેનો બોજ સરકારે જ ઉપાડવાનો છે, ભલે પછી તે કોલેજોને સરકારી કે ખાનગી યુનિવર્સિટી સાથે જોડે. 21/05/2021 સુધી ગ્રાન્ટેડ કોલેજોનો કોઈ પ્રશ્ન ન હતો. તે સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. એ જોડાણ ચાલુ રહ્યું હોત તો વિદ્યાર્થી-અધ્યાપકોનો વિરોધ ઊઠ્યો ન હોત. જૂન સુધીમાં કોલેજોમાં પ્રવેશ થઈ શક્યા હોત, નવી ટર્મનું શિક્ષણ કાર્ય શરૂ થઈ શક્યું હોત કે અત્યાર સુધીમાં સામયિક પરીક્ષાઓ શરૂ થઈ શકી હોત, પણ એવું ન થયું. હજારો વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અટવાતા રહ્યા. ન તો તેમને સરકારી યુનિવર્સિટી સંઘરતી હતી કે ન તો ખાનગી યુનિવર્સિટી. આ આખું શૂળ પેટ ચોળીને સરકારે ઊભું કર્યું છે.

આ આખા ય વેપલામાં શિક્ષણ વિભાગની એ વિશેષતા બહાર આવી છે કે તેને દૂરનું જોવા-સમજવાની ટેવ નથી. આખો ય કારભાર તુક્કાઓથી ચાલે છે ને એનો ભોગ યુનિવર્સિટીઓ, કોલેજો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ બને છે. શેખચલ્લીને પાછળ મૂકી દે એવી મેધાવી ક્ષમતા શિક્ષણ વિભાગ ધરાવે છે. ખાનગી યુનિવર્સિટી એક્ટ 2009માં આવ્યો પછી એમાં જ 2011માં અને 2021માં સુધારાઓ થયા ને હજી એ અખતરાની સ્થિતિમાં જ છે એના પરથી લાગે છે કે આ વિભાગમાં દૂરંદેશીપણાનો ને સ્વસ્થતાનો અભાવ છે. કોઈ અખતરાખોર પેધો પડી ગયો તો હજી ઘણું ધનોતપનોત નીકળી શકે એમ છે. થોડું પણ દૂરનું વિચારવાનું બને તો પ્રજા અટવાતી બચે. ખાનગી યુનિવર્સિટીનો કોઈને વાંધો નથી ને જે જરૂરતમંદો સ્થિતિ સંપન્ન છે તે પૈસા ખર્ચીને જોઈતું શિક્ષણ મેળવે તેનો ય વાંધો નથી, કારણ સરવાળે તો એનાથી દેશને જ લાભ છે. પણ, બધાં જ એટલું મોંઘું શિક્ષણ ન મેળવી શકે. એવાં મોંઘાં શિક્ષણ માટે લોન મળતી હોય છે. એ લોન લઈને પણ ભણી શકાય, પણ ઘણાં એટલાં સંવેદનશીલ હોય છે કે લોન ન ભરાઈ તો મુશ્કેલીમાં મુકાઇ જાય. એવાઓ સરકારની મદદથી જ ભણવાનું પસંદ કરતા હોય છે. સરકાર લોકોના પૈસામાંથી જ એ મદદ કરે છે ને એનો જરૂરતમંદ લાભ લઈને શિક્ષિત થાય છે. એનાથી પણ દેશને લાભ જ છે. એટલે બે માર્ગો છે. ધનિકો પોતાને ખર્ચે સંતાનો માટે શિક્ષણની સગવડ ઊભી કરે અને સાધારણ સ્થિતિના સરકારી મદદથી ભણે ને ઉત્તમ પરિણામો મેળવે. જો સરકાર ગરીબ કે મધ્યમ વર્ગના પણ શિક્ષણ લે એમ ઇચ્છતી હોય તો તેને ગ્રાન્ટેડથી હાથ ધોઈ નાખવાથી ચાલવાનું નથી.

એટલે બીજા કોઈ પણ ખેલ કરવા કરતાં સરકારે કાયમી ધોરણે ગ્રાન્ટેડને ખાનગી કે સરકારી રાહે મદદ કરવા સક્રિય રહેવાનું જ છે. જો આટલું ગળે ઊતરતું હોય તો સરકારે પૂરી પ્રમાણિક્તા ને નિષ્ઠાથી ગુણવત્તા સભર શિક્ષણની વ્યવસ્થા વિચારવાની રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઑગસ્ટ 2021

Loading

क्या भूलूं, क्या याद करूं ?

कुमार प्रशांत|Opinion - Opinion|27 August 2021

मुझे एकदम प्रारंभ में ही कह देना चाहिए कि मैंने इस आलेख का शीर्षक बच्चनजी से नहीं लिया है. मुझे तो याद भी नहीं है कि हरिवंश राय बच्चनजी ने अपनी आत्मकथा के पहले खंड के इस शीर्षक के साथ प्रश्नवाचक चिन्ह लगाया था या नहीं लेकिन मैं जान-बूझकर यह प्रश्नवाचक चिन्ह लगा रहा हूं . मेरे सम्मुख प्रश्न यह है कि किसी भी मुल्क को अपना वर्तमान गढ़ने के लिए अतीत का क्या कुछ याद रखना चाहिए और क्या कुछ भूल जाना चाहिए, भूलते जाना चाहिए ? इतिहास के कूड़ाघर में वक्त ने जितना कुछ फेंक रखा है, वह सब-का-सब संजोने लायक नहीं होता है. जो जाति या मुल्क वह सारा कुछ संजोते हैं, वे इतिहास के सर्जक नहीं, इतिहास के कूड़ाघर बन कर रह जाते हैं.

यह इसलिए कहना पड़ रहा है कि स्वतंत्रता दिवस को लालकिले की प्राचीर से प्रधानमंत्री ने घोषणा की कि राष्ट्र ने तय किया है कि आगे से 14 जनवरी का दिन वह विभाजन विभीषिका स्मृति दिन के रूप में मनाएगा. सुन कर पहली बात तो यही उठी मन में कि किसी प्रधानमंत्री को यह अधिकार कैसे मिल गया कि वह राष्ट्र की तरफ से ऐसी घोषणा कर दे ? प्रधानमंत्री को राष्ट्र ने चुना नहीं है. राष्ट्र ने उन्हें बस एक सांसद चुना है; उन्हें प्रधानमंत्री तो उनकी पार्टी के सांसदों ने चुना है. जैसे राष्ट्र की तरफ से ऐसी घोषणा का अधिकार किसी सांसद का नहीं हो सकता है, वैसे ही प्रधानमंत्री का भी नहीं हो सकता है. यह अधिकार तो केवल, और केवल संसद का है कि वह ऐसे मामलों पर खुला विमर्श करे, देश में जनमत के दूसरे माध्यमों को भी उस पर सोचने-समझने का पूरा मौका दे और फिर आम भावना को ध्यान में रख कर फैसला करे. ऐसे निर्णयों की घोषणा भी संसद में ही होनी चाहिए भले बाद में प्रधानमंत्री लालकिले से उसका जिक्र करें. और यह भी समझने की जरूरत है कि संसद को भी दूसरी संवैधानिक व्यवस्थाओं से बंध कर ही चलना चाहिए. हमारा संविधान स्वयंभू जैसी हैसियत किसी को नहीं देता है. इसलिए भी 15 अगस्त की गई यह अटपटी घोषणा ज्यादा ही अटपटी लगी.

हर आदमी का और हर मुल्क का इतिहास स्याह व सफेद पन्नों के मेल से बना है. दोनों पन्ने सच हैं. फर्क है तो इतना ही कि स्याह पन्नों पर आप न कुछ पढ़ सकते हैं, न दूसरा नया कुछ लिख सकते जबकि सफेद पन्ने आपको पढ़ने और  लिखने का आमंत्रण देते हैं. स्याह पन्नों में छिपाने जैसा कुछ नहीं होता है, क्योंकि आखिर वह सच तो होता ही है. लेकिन उसमें भुलाने जैसा बहुत कुछ होता है, क्योंकि वह सारा अमंगल होता है. जो इतिहासकार हैं वे दोनों पन्नों को संजो कर रखते हैं, क्योंकि उनकी जिम्मेवारी होती है कि वे इतिहास के प्रति सच्चे रहें. सामान्य नागरिक इतिहासकार नहीं होता है. उसकी जिम्मेवारी होती है कि अपना देश ईमानदारी व प्रेम से गढ़े, आगे बढ़े; और इस पुरुषार्थ में इतिहास से जितनी मदद मिलती हो, उतनी मदद ले.

देश का विभाजन हमारे इतिहास का वह स्याह पन्ना है जिस पर हमारी सामूहिक विफलता की कहानी लिखी है. केवल विफलता की नहीं, हमारी पशुता की, दरिंदगी की और मनुष्य के रूप में हमारे अकल्पनीय पतन की. हमारी आजादी के नेतृत्व का कोई भी घटक नहीं है कि जिसके दामन पर इस विभाजन का दाग नहीं है – महात्मा गांधी भी नहीं. दूसरी तरफ वे अनगिनत स्याह सूरतें भी हैं जो हमारी सामूहिक विफलता और पतन का कारण रही हैं. प्रधानमंत्री ने जिसे विभाजन की विभीषिका कहा है, वह प्रकृतिरचित नहीं, मानवरचित थी. कवि ‘अज्ञेय’ ने तो सांप से पूछा है :

“सांप
तुम सभ्य तो हुए नहीं
नगर में बसना भी तुम्हें नहीं आया 
एक बात पूछूं
उत्तर दोगे
फिर कैसे सीखा डंसना
विष कहां पाया ?”

विभाजन के पन्ने पलटें हम तो ‘अज्ञेय’ का यही सवाल हमें इंसानों से पूछना पड़ेगा. और ऐसा भी नहीं है कि इंसानों का ऐसा पतन हमारे इतिहास में ही हुआ है. सारी दुनिया के इतिहासों में ऐसी पतन-गाथा दर्ज है. बहुत गिर-गिर कर उठे हैं हम इंसान और तब यहां तक पहुंचे हैं. पतनशीलता आज भी कई लोगों की जेहनियत में घुल गई है, कई लोगों की जीवन-शैली बन गई है.

तो क्या भूलें, क्या याद करें ? विभाजन क्यों हुआ, यह भूलने जैसा नहीं है. उससे हम सीखेंगे कि आदमी कहां और क्यों इस तरह कमजोर पड़ जाता है कि इतिहास की प्रतिगामी शक्तियां उसे अशक्त  कर, अपना मनमाना करवा लेती हैं? गांधी जैसा दुर्धर्ष व्यक्ति भी पूरी कोशिश कर जिसे रोक नहीं पाया, भारतीय समाज की और मानव-मन की वह कौन-सी कमजोरी थी, इसे गहराई से समझना है और उससे सावधान रहना है. गांधी की विफलता इसी मानी में इतनी उदीप्त और उज्ज्वल है कि वह हमें पतन की तरफ नहीं ले जाती है.  आसमान छूने की कोशिश में विफल होने में और नर्ककुंड रचने में सफल होने में जो फर्क है, वही फर्क है गांधी की विफलता और सांप्रदायिक ताकतों की सफलता में. हिंदू-मुसलमान दोनों के कायर सांप्रदायिक तत्व इसलिए इतिहास के कठघरे में हमेशा मुजरिम की तरह खड़े रहेंगे कि वे गांधी की कोशिशों को विफल करने की अंधी कोशिश करते रहे और अंतत: देश ही नहीं तोड़ बैठे बल्कि सर्वभक्षी घृणा का ऐसा समंदर रच दिया उन्होंने कि आज भी वह ठाठें मारता है. इसलिए यह जरूरी है कि गांधी की कोशिशों को हम हमेशा याद करें, करते रहें क्योंकि आगे का रास्ता वहीं से खुलता है.

हम क्या भूलें ? उस दरिंदगी को भूलें जिसे विभीषिका कहा जा रहा है. वह विभीषिका नहीं थी, क्योंकि वह आसमानी नहीं, इंसानी थी. उसे इतिहास के किसी अंधेरे कोने में दफ्न हो जाने देना चाहिए क्योंकि वह हमें गिराता है, घृणा के जाल में फंसाता है, जोड़ता नहीं, तोड़ता है. दोनों तरफ की सांप्रदायिक मानसिकता के लोग चाहते हैं कि वह याद बनी रहे, बढ़ती रहे, फैलती और घुमड़ती रहे ताकि जो जहर गांधी ने पी लिया था, वह फिर से फूटे और भारत की धरती को अभिशप्त करे; इस महाद्वीप के लोगों को आदमकद नहीं, वामन  बना कर रखे. उनके लिए ऐसा करना जरूरी है क्योंकि वे इसी का रसपान कर जीवित रह सकते हैं. लेकिन कोई मुल्क सभ्यता, संस्कृति और उद्दात्त मानवता की तरफ तभी चल पाता है जब वह अपना कलुष मिटाने व भूलने को तैयार होता है. सभ्यता व संस्कृति की यात्रा एक उर्ध्वगामी यात्रा होती है. वह नीचे नहीं उतरती है, हमें पंजों पर खड़े होकर उसे छूना व पाना होता है. जो ऐसा नहीं कर पाते हैं वे सारे समाज को खींच कर रसातल में ले आते हैं, फिर उनका नाम जिन्ना हो कि सावरकर कि उनके वारिस. इसलिए हम उन सांप्रदायिक ताकतों को याद रखें कि जिनके कारण देश टूटा, अनगिनत जानें गईं, अपरिमित बर्बादी हुई और पीढ़ियों तक रिसने वाला घाव, वैसा घाव जैसा महाभारत युद्ध में अंत में अश्त्थामा को मिला था, इस महाद्वीप के मन-प्राणों पर लगा. जिस मानसिकता के कारण वह घाव लगा, हम उसे न भूलें लेकिन जितनी जल्दी हो सके, उस घाव को भूल जाएं.

याद रखना ही नहीं, भूल जाना भी ईश्वर प्रदत्त आशीर्वाद है. इसलिए 15 अगस्त को अपना स्वतंत्रता दिवस मनाने की उल्लास भरी मानसिकता बनाने के लिए जरूरी लगता हो तो हम 14 अगस्त को प्रायश्चित व संकल्प  दिवस के रूप में मनाएं. प्रायश्चित इसका कि हम इतने कमजोर पड़े कि अपना यह सामूहिक पतन रोक नहीं सके; और संकल्प यह कि आगे कभी अपने मन व समाज में ऐसी कमजोरी को जगह बनाने नहीं देंगे हम. महा संबुद्ध बुद्ध को साक्षी मान कर हम 14 अगस्त को गाएं : ले जा असत्य से सत्य के प्रति/ ले जा तम से ज्योति के प्रति/ मृत्यु से ले जा अमृत के प्रति. विश्वगुरु बनना जुमला नहीं, आस्था हो तो इस देश का मन नया और उद्दात्त बनाना होगा.

(26.08.2021)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

મોટા ભાગના મુસ્લિમ દેશો મહાસત્તા માટે કેમ ઉપલબ્ધ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 August 2021

અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડીને જઈ રહ્યા છે ત્યારે આખા જગતમાં અત્યારે અફઘાનિસ્તાન વિષે ચર્ચા થઈ રહી છે. વિશ્વસમાજ અફઘાન પ્રજાની દયા ખાઈ રહ્યો છે. ત્રણ દાયકામાં ઉપરાઉપર ત્રીજી વાર મહાસત્તાઓ અફઘાનિસ્તાનની ભૂમિનો અને ત્યાંની પ્રજાનો ઉપયોગ કરીને જતા રહેવાની ઘટના બની છે. તેઓ પોતાની જરૂરિયાત હોય ત્યારે પૂછ્યા વિના આવે છે અને જરૂરિયાત પૂરી થાય ત્યારે પૂછ્યા વિના જતા રહે છે. ૧૯૭૯માં સોવિયેત રશિયા આવ્યું અને ૧૯૮૯માં જતું રહ્યું. ૧૯૮૦માં અમેરિકા આવ્યું અને એ પણ દાયકા પછી જતું રહ્યું. ૨૦૦૧માં ન્યૂયોર્કની ઘટના પછી અમેરિકાએ પાછો અફઘાનપ્રવેશ કર્યો અને હવે અફઘાનિસ્તાન અને ત્યાંની પ્રજાને અલ્લાહને ભરોસે છોડીને પાછું જઈ રહ્યું છે. તેઓ શા માટે આવે છે અને શા માટે જતા રહે છે એ તમે જાણો છો. સંસ્થાનવાદનો અંત આવ્યો હોવા છતાં જગતના શક્તિશાળી દેશો કેટલાક દેશોનો સંસ્થાન તરીકે ઉપયોગ કરે છે. અફઘાનિસ્તાનનો રશિયા અને અમેરિકાએ ઉપયોગ કર્યો છે. ખપ પૂરો થાય ત્યારે મોઢું ફેરવી લે છે.

સંસ્થાનવાદના યુગમાં એક વાત સારી હતી કે સંસ્થાનોના માલિકો માલિક તરીકે કાયમ માટે ત્યાં રહેતા હતા અને શોષણ કરતા હોવા છતાં માલિક તરીકેની જરૂરી હોય એટલી ફરજ પણ અદા કરતા હતા. આ તો સંસ્થાનો કરતાં પણ ઊતરતી સ્થિતિ છે. સંસ્થાનવાદના યુગમાં સંસ્થાનો સાથે રખાત જેવો વ્યવહાર કરવામાં આવતો હતો, જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થયેલા નવસંસ્થાનવાદી યુગમાં મહાસત્તાઓ કેટલાક દેશો સાથે કોલગર્લ જેવો વહેવાર કરે છે.

હમણાં કહ્યું એમ જે ઉપયોગ કરવા આવે છે એ શા સારુ આવે છે અને ખપ પૂરો થાય ત્યારે શા માટે જતા રહે છે એ તો આપણે જાણીએ છીએ, પણ સવાલ એ છે કે કેટલાક દેશો પોતાની ભૂમિનો અને પ્રજાનો ઉપયોગ શા માટે કરવા દે છે? બીજું જો તમે બીજા વિશ્વયુદ્ધ પછીના જગત ઉપર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે સૌથી વધુ મુસ્લિમ દેશોએ પોતાની ભૂમિનો અને પોતાની પ્રજાને ઉપયોગ કરવા દીધો છે. એવું શું છે કે મુસ્લિમ દેશો મહાસત્તાઓ માટે હાથવગા છે? તપાસી જુઓ સાત દાયકાનો ઇતિહાસ અને ખાતરી કરી લો. મુસલમાનો દાવો કરે છે એમ ઇસ્લામ જો જગતનો સર્વશ્રેષ્ઠ અને સ્વયંસંપૂર્ણ ધર્મ છે તો પછી મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો હાથવગા કેમ છે? મુસલમાનો તો કહે છે કે ઇસ્લામ રાજકીય ધર્મ પણ છે; એટલે કે ભૂતકાળના, અત્યારના અને આવનારા યુગમાં મુસલમાને કેમ જીવવું જોઈએ એનું માર્ગદર્શન ઇસ્લામમાંથી મળી રહે છે. બીજા ધર્મો પરલોકનો મહિમા કરે છે અને આલોકની બાબતમાં ઉદાસીન રહેવાનું શીખવે છે, જ્યારે ઇસ્લામ આલોકની વાસ્તવિકતાને સ્વીકારે છે આલોકમાં સાબદા રહીને કેમ જીવાય એ શીખવે છે. વળી ખુદા મુસલમાનના મુસલમાન તરીકેના સાબદાપણા ઉપર નજર પણ રાખે છે અને ગુનેગારને સજા કરે છે. અને માટે તેમના અભિપ્રાય મુજબ મુસલમાને આધુનિક જગતે જે રાજ્યવ્યવસ્થા (મોડર્ન સ્ટેટ) સ્વીકારી છે એ સ્વીકારવાની જરૂર નથી. અમે જ વિશ્વગુરુ છે એટલે અમને કોઈએ શીખવાડવાનું ન હોય, જગતે ઇસ્લામ અને મુસલમાન પાસેથી શીખવું જોઈએ અને જો આજે નહીં શીખે તો કાલે તો માર ખાઈને શીખવું જ પડશે.

જો ધર્મ શ્રેષ્ઠ અને સ્વયંસંપૂર્ણ છે અને ઇસ્લામને માનનારી પ્રજા શ્રેષ્ઠ અને સ્વયંસંપૂર્ણ ધર્મને માનતી હોવાથી સ્વાભાવિકપણે શ્રેષ્ઠ છે તો પછી જગતની મહાસત્તાઓ ઉપયોગ કેમ કરે છે? માત્ર ઉપયોગ નથી કરતી, મન ફાવે ત્યારે ઉપયોગ કરે છે અને મન ફાવે ત્યારે તરછોડીને જતી રહે છે? આમાં શ્રેષ્ઠત્ત્વ ક્યાં રહ્યું?

આનો ઉત્તર શોધવો જોઈએ. મોઢું ફેરવી લેવાથી કોઈ પ્રશ્નનો અંત આવતો નથી, બલકે વકરે છે. મુસ્લિમ દેશોમાં આવું જ બની રહ્યું છે. મુસલમાનોને હમણાં કહ્યું એમ કહેવામાં આવે છે કે ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ અને સ્વયંપૂર્ણ ધર્મ છે અને મુસલમાનો જન્નતની અધિકારી અને અલ્લાહની ખાસ માનીતી પ્રજા છે એટલે જે શીખવાનું છે એ જગતે શીખવાનું છે, મુસલમાને જગત પાસેથી કાંઈ શીખવાનું નથી. એ લોકો આજે નહીં તો કાલે ઇસ્લામના માર્ગે આવશે અને ઇસ્લામમાં કહ્યું છે એવું ખલીફાનું રાજ સ્વીકારશે. આપણો પ્રયાસ પણ એ દિશાનો છે. ખલીફાનું સાચું ઇસ્લામિક રાજ્ય સ્થાપવાનું છે; જે એક સમયે હતું, વચ્ચેના સમયમાં દૂષિત થયું અને હવે આપણે તેને પાછો આકાર આપવાનો છે. જો વિશ્વમાં આકાર પામેલું આધુનિક રાજ્ય સ્વીકારીશું તો સાચું ખલીફાનું ઇસ્લામિક રાજ્ય ક્યારે ય નહીં સ્થપાય. બોલ, સાચા મુસલમાન તરીકે તને શું જોઈએ છે?

અહીં આધુનિક રાજય એટલે શું એ સંક્ષેપમાં સમજી લઈએ. આધુનિક રાજ્યમાં નાગરિક ભાગીદાર હોય છે. આધુનિક રાજ્યમાં નાગરિક અભિપ્રાય ધરાવે છે અને વ્યક્ત કરે છે. આધુનિક રાજ્ય ધર્મનિરપેક્ષ હોય છે એટલે કે તેનો કોઈ ધાર્મિક પક્ષપાત હોતો નથી. આધુનિક રાજ્યનું પોતાનું બંધારણ હોય છે, ધર્મ સાથે લેવાદેવા ન હોય એવી કાયદાપોથી હોય છે અને કાયદાનું રાજ હોય છે. આધુનિક રાજ્યમાં સ્વતંત્ર ન્યાયતંત્ર હોય છે. ટૂંકમાં આધુનિક રાજ્યમાં ધર્મ અને ધર્મના ઠેકેદારો રાજ નથી કરતા, નાગરિકે વિકસાવેલા અને અપનાવેલા રાજ્યના પ્રતિનિધિઓ રાજ કરે છે. એ પ્રતિનિધિઓ પણ કાયદા સમક્ષ સમાન હોય છે અને જવાબ આપવા બંધાયેલા હોય છે. સંક્ષેપમાં એવું રાજ્ય જેમાં નાગરિક ભાગીદાર હોય, નાગરિક હકદાર હોય એટલે સ્વાભાવિકપણે નાગરિકનો ડારો હોય.

પણ મુસલમાનોને તો કહેવામાં આવ્યું છે કે સાચા મુસલમાને બહાર દૃષ્ટિ કરવાની નથી. કાફીરોએ એક દિવસ ઈસ્લામને શરણે આવવું જ પડશે એટલે તેમની તરફ શું જોવાનું! આપણે વિશ્વગુરુ છીએ કારણ કે આપણે મુસલમાન છીએ.

આ રીતે પ્રજાને રાજ્યતંત્રમાંથી બહાર કરી નાખી. બસ, એ પછી શું જોઈએ! જે પ્રજા રાજ્યતંત્રમાં ભાગીદાર ન હોય અને હકદાર ન હોય એને પૂછે કોણ અને તેનાથી ડરે કોણ?

જગતની મહાસત્તાઓ મુસ્લિમ દેશોનો મન ફાવે ત્યારે ઉપયોગ કરી શકે છે, કારણ કે ત્યાંનાં શાસકોને પ્રજાનો ડર નથી. તેઓ મહાસત્તાઓ સાથે સોદા કરે છે. આરબ દેશો પાસે તો મબલખ તેલ છે એટલે અબજો ડોલર્સના સોદા થાય છે. સોદામાં ધર્મના ઠેકેદારો (મૌલવીઓ વગેરે) ભાગીદાર હોય છે. તેઓ જે તે દેશોના મુસલમાનોને સમજાવે છે કે એક દિવસ કાફીરો આપણા શરણે આવવાના છે, માટે રાહ જુઓ. મુસલમાનને રાજ્યમાં ભાગીદાર બનાવવાની જગ્યાએ પ્રતીક્ષા કરતો કરી મુક્યો છે અને પ્રતીક્ષાલયમાં બેસાડી દીધો છે. તમે તો વિશ્વગુરુ છો ભાઈ, જગતની પ્રજા એક દિવસ તમારા પગ ચૂમશે. આ રીતે મુસ્લિમ વિશ્વમાં મુસલમાન પ્રતીક્ષાલયમાં બેઠો છે, ત્યાંના શાસકો અને મૌલવીઓ વિશ્વસત્તાઓ સાથે સોદા કરે છે. અન્યથા ખોબા જેવડું ઇઝરાયેલ તેની ચારે બાજુએ આવેલા અને કદમાં તેનાં કરતાં વિશાળ મુસ્લિમ દેશોને હંફાવી શકે ખરું? પ્રજાને નશામાં રાખીને, પ્રતીક્ષાલયમાં બેસાડી રાખીને, તેને રાજ્યતંત્રની બહાર રાખીને સોદાઓ કરવામાં આવી રહ્યા છે એટલે મુસ્લિમ દેશો શક્તિશાળી હોવા છતાં પરાજિત છે. થોડાક અપવાદ છોડીને મોટા ભાગના મુસ્લિમ દેશો મહાસત્તાઓ માટે ઉપલબ્ધ છે.

તો આમાંથી ધડો લેવા જેવું એ છે કે રાજ્યમાં પ્રજાની ભાગીદારી હોવી જ જોઈએ. પ્રજા ભાગીદાર હશે તો શાસકોને ડર રહેશે. શાસકો ડરેલા રહેશે તો તેઓ ધરતીના અને પ્રજાના સોદા નહીં કરે. માટે સતત શાસકો ઉપર નજર રાખવી જોઈએ કે તેઓ ધર્મના કે બીજી અસ્મિતાઓના નાશ કરાવીને રાજ્યમાંની આપણી ભાગીદારી ઘટાડી તો નથી રહ્યા ને? બીજો ધડો એ છે કે ક્યારે ય પોતાને સર્વશ્રેષ્ઠ અને વિશ્વગુરુ સમજવા નહીં, વિશ્વવિદ્યાર્થી બનીને રહેવામાં ફાયદો છે. જે શીખે એ આગળ વધે. પ્રજાને રાજ્યમાં ભાગીદાર બનતી અટકાવવી હોય તો તેને વિશ્વગુરુ જાહેર કરી દો. એ પછી શીખવાનું કાંઈ રહેતું નથી, માત્ર પ્રતીક્ષાલયમાં બેસવાનું છે કે એક દિવસ વિશ્વની પ્રજા આપણા પગ ચૂમવા આવવાની છે. હવે એ તો તમે જાણો જ છો કે પ્રતીક્ષાલયમાં બેસી ગયેલો માનવી સક્રિય હોતો નથી. એ બસ મીઠાં સપનાં જોતો, રાહ જોતો બેસી રહે છે અને એ રીતે રાજ્યમાંની ભાગીદારી ગુમાવે છે. માટે જ્યારે કોઈ શાસક તેની બહુમતી પ્રજાને એમ કહે કે આપણે તો વિશ્વગુરુ છીએ ત્યારે સાવધાન થઈ જવું જોઈએ. તેમનો ઈરાદો તમને રાજ્યતંત્રમાંથી બહાર ધકેલવાનો છે કે જેથી મનમાની કરી શકાય.

તો આ છે મુસ્લિમ વિશ્વનું સત્ય અને આધુનિક રાજ્યતંત્રમાં ભાગીદારી ધરાવતી પ્રજા માટે સાવધાનીનું વોર્નિંગ બોર્ડ : નજર હટી દુર્ઘટના ઘટી! 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 26 ઑગસ્ટ 2021

Loading

...102030...1,8111,8121,8131,814...1,8201,8301,840...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved