Opinion Magazine
Number of visits: 9569935
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સ્ક્રૅપયાર્ડ’ – Scrapyardમાં બાળકોનાં બે નાટકો

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|2 June 2022

રવિવાર, 29 મેએ રાત્રે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલાં, બિનવ્યવસાયિક નાટ્યપ્રવૃત્તિના કેન્દ્ર એવા ખુલ્લાં રંગમંચ  ‘સ્ક્રૅપયાર્ડ’ –  Scrapyardમાં બે બાળનાટકો જોયાં. એકનું નામ હતું ‘અપના ટાઇમ લાયેગા’ અને બીજાનું ‘યમલોક’.

*****

સત્તરેક બાળકોએ ભજવેલું પહેલું નાટક ‘અપના ટાઇમ લાયેગા’ સ્ક્રૅપયાર્ડના નેજા હેઠળ ઊગતા રંગકર્મી ભવ્ય દોશી અને ‘સ્ક્રૅપયાર્ડ’ના સ્થાપક-સંચાલક કબીર ઠાકોરે કિશોર-કિશોરીઓ સાથે કરેલી બે અઠવાડિયાની નાટ્યશિબિરમાંથી તૈયાર થયું હતું.

દસેક કલાકારોનું બીજું નાટક ‘યમલોક’ પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક પરા વસ્ત્રાલની ‘ધ નાચ સ્ટૂડિયો’ નામના નૃત્યવર્ગના બાળકોએ કર્યું હતું.

*****

બંને નાટકો બાળકોના થનગનાટથી ઊભરાતાં હતાં, એક પણ નીરસ પળ ન હતી, લગભગ દરેક કલાકારને તેની ક્ષમતા મુજબનું કામ મળ્યું હતું. ‘ટાઇમ’ નાટકની સતત બદલાતી દૃશ્યરચનાને જાળવી રાખવામાં બાળકોએ ભાગ્યે જ ગફલત કરી હતી. સંવાદો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં હતા. માઇક ન હતા અને બાળકોએ અવાજ પહોંચાડવા જહેમત ઊઠાવી હતી. જીવંત અને રેકૉર્ડેડ બંને પ્રકારનું સંગીત હતું, ગ્રુપ ડાન્સ હતો, સૂત્રધાર હતો, ચમચમાટ લાઇટો હતી. બાળકોને બિલકુલ માફક આવે તેવાં સન્નિવેશ અને મંચસજ્જા હતાં.

*****

‘સ્ક્રૅપયાર્ડ’ના ફેઇસ બુક પેઇજ પર કબીરભાઈએ આ નાટકના પોસ્ટરમાં લખ્યું છે : ‘બાળકો કહે એ વાર્તામાંથી નાટકનો આઈડિયા મળે …. એક બાળક પોસ્ટર બનાવે …. બધા ભેગા થઈ ને નાટક માટે જરૂરી પ્રોપર્ટી બનાવે …’ આ નાટકની શિબિરની પ્રોસેસ હતી. તેમાંથી સારા દહાડા-ખરાબ દહાડા, હાર-જીત, આશા-નિરાશા જેવા વિષય પરનું આ રમતિયાળ નાટક થયું.

તેના માટેની શિબિર બળબળતા ઉનાળાના સવારના ભાગમાં ત્રણ કલાક માટે કૂલર અને ઠંડા પાણીની સગવડ સાથે ‘સ્ક્રૅપયાર્ડ’ના પરિસરમાં આઠથી પંદર વર્ષની ઉંમરના બાળકો સાથે હતી.

મહામારીથી લગભગ બધે જ આવેલી નિષ્ક્રિયતાની અસર હેઠળના સાધનસંપન્ન પરિવારનાં બાળકો સાથે કરેલી આ શિબિરના કબીરભાઈના અનુભવો પણ રસપ્રદ હતા. નાટકમાં મયંક ઓઝા અને પરેશ વ્યાસનાં ગીતોને નિસર્ગ ત્રિવેદીએ સંગીત આપ્યું હતું.

*****

‘યમલોક’ નાટક ગુજરાત કૉલેજમાંથી નાટ્યવિદ્યાની પદવી ધરાવનાર જયેશ કોષ્ટીએ દિગ્દર્શીત કર્યું હતું. નાટકના લેખનમાં તેમની સાથે જિનય પટેલ હતા. નાટક વસ્ત્રાલની સંસ્થાના પરિસરમાં તૈયાર થયું હતું. પણ તેના અનેક ગ્રાન્ડ રિહર્સલ બાળકોએ ભર ઉનાળામાં ખૂબ મહેનતથી ‘સ્ક્રૅપયાર્ડ’માં કર્યાં હતાં. નાટકમાં યમલોકમાં પૃથ્વી પરના નેતા અને યમરાજ વચ્ચે થયેલી ચૂંટણીની વાત હતી. યમરાજ અને ચિત્રગુપ્ત ઉપરાંત જાતજાતની ઇચ્છા-એષણાઓ ધરાવતાં દુન્યવી પાત્રો હતા. આ નાટકમાં બાળકોના વ્યક્તિગત અભિનય માટે ઘણી તક  હતી જેનો કલાકરોએ ઠીક લાભ  લીધો હતો.

અલબત્ત, બંને નાટકોમાં વત્તાઓછા પ્રમાણમાં સ્ત્રી-પુરુષ ભૂમિકા (gender), જીવનશૈલી (life style) અને સમાજ (society) જેવી બાબતોનો સૂક્ષ્મ ખ્યાલ તેમ જ એકંદર સુઘડતા અપેક્ષિત હતાં.

અલબત્ત, આ કહેવું ખૂબ સહેલું છે અને કરવું ખૂબ અઘરું છે. કબીર – નેહા અને તેમની આખી ટીમ  અમદાવાદ જેવા શહેરમાં નાટક કરવાનું આ અઘરું કામ કરતાં રહે છે.

01 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

દિલ્હીમાં આગની ઘટના : ‘ડોલ ભરીને વળતર’ નહીં ‘કાયદા રૂપી સેફ્ટી’ જરૂરી

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 June 2022

દિલ્હીમાં લાગેલી આગમાં ૨૭ કામદારો બળી મર્યા એમાં મોટા ભાગની સ્ત્રીઓ હતી, જેને અસંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે. એમાં કામદારોમાં રહેલી અસલામતી બધી રીતે પ્રગટ થાય છે. મકાન ધારાધોરણ પ્રમાણે બનાવ્યું ન હતું, એમાં આગ સામે જે સલામતી જોઈએ, તે માટેની સગવડો નહતી. કામદારોને, ખાસ કરીને સ્ત્રી-કામદારોને મહિને ૭,૫૦૦નું વેતન ચૂકવવામાં આવતું હતું. ૨૧ વર્ષની એ છોકરી કુટુંબનો આધાર હતી. કુટુંબમાં મા-બાપ ઉપરાંત, છ બાળકો હતાં. એ બધાંનો આધાર આ છોકરીના પગાર ઉપર હતો. કારણ કે પિતા છેલ્લા દસકાથી કંઈ કામ કરતો નહોતો. છોકરાં બધાં ભૂખ્યા રહેતાં હતાં, એમને પૂરતો ખોરાક મળતો નહોતો.

આ વર્ણન એટલા માટે કર્યું છે કે અસંગઠિત ક્ષેત્રમાં કેવી સ્થિતિ પ્રવર્તે છે, તેનો ખ્યાલ આપણને આવે. આ ક્ષેત્રમાં કામદારોને સ્પર્શતા કોઈ કાયદાનો અમલ થતો નથી. કામના કલાકો નિશ્ચિત હોતા નથી. કામદારોને વેતન ઘણું ઓછું આપવામાં આવે છે. એમાં પણ સ્ત્રી કામદારોને ઓછું વેતન ચૂકવવામાં આવે છે. એમને એવાં કામો સોંપવામાં આવે છે જેમાં કુશળતાની જરૂર ના હોય. એમ માની લેવામાં આવે છે કે સ્ત્રી-કામદારો પૂરક આવક માટે જ કામ કરતાં હોય છે. એમનું શોષણ કરવામાં આવે છે. દિલ્હી જેવા શહેરમાં રૂપિયા ૭,૫૦૦નો પગાર હોય એમાં કુટુંબ સારી રીતે ના જ જીવી શકે એ સમજી શકાય એવી વાત છે. પણ દિલ્હીની બહારથી આવેલા કામદારોને રોજગારીની ગરજ હોય છે. એનો લાભ કારખાનાના માલિકો લે છે.

ઘણાં વર્ષો પહેલાં સ્વીડિશ અર્થશાસ્ત્રી – Gunnar Myrdalએ એક પુસ્તક ‘એશિયન ડ્રામા’ એન ઈન્કવાયરી ઈન ટુ ધ પોવર્ટી ઑફ નાોમ્સ’ નામે લખ્યું હતું, એમાં મુખ્યત્વે ભારતના વિકાસની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી. એમાં એમણે ભારતના રાજ્યને ‘Soft State’ તરીકે વર્ણવ્યું હતું તેનો અર્થ એ થતો હતો કે ભારતમાં કાયદાના અમલની બાબતમાં શિથિલતા પ્રવર્તતે છે. એને કારણે બાંધકામના નિયમોનું પાલન થતું નથી; ફૅક્ટરી કરવા માટે જે મકાન જોઈએ એનો આગ્રહ રાખવામાં આવતો નથી. દિલ્હીમાં જે ફૅક્ટરીમાં આગ લાગી તેમાં એક જ સીડી હતી, એને કારણે કામદારો બહાર જઈ શક્યા નહીં આવા મકાનમાં આગની સામે સલામતી માટે બે સીડીઓ હોવી જોઈએ. આનો અર્થ એ થાય કે ફૅક્ટરી માટે અનુકૂળ મકાન ન હતું, છતાં ય એમાં ફૅક્ટરી કરવામાં આવી હતી અને તે ચલાવી લેવામાં આવ્યું હતું. ૨૭ કામદારોનાં અવસાન પછી બે ભાગીદારોની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાને માર્યા ગયેલા કામદારો માટે રૂપિયા દસ લાખના વળતરની જાહેરાત કરી છે, પણ આવી ઘટનાઓ ઓછી બને એ દિશામાં વિચાર્યું નથી. દેશમાં ૯૦ ટકાથી અધિક કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. એટલે કે કામદારોની મોટી બહુમતીનો પ્રશ્ન છે. એના પ્રત્યે દુર્લક્ષ કરીને આપણે કામદારોનું કલ્યાણ ના કરી શકીએ. આવી ઘટનાઓ બને, ત્યારે સરકાર વળતર આપીને લોકલાગણીને સંતોષે છે. પણ વહીવટ સુધારીને કાયદાના અમલનો આગ્રહ રાખતી નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 05

Loading

ઘઉંની નિકાસબંધી : ખેડૂત, ગ્રાહક અને સરકારનું ત્રાજવું

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 June 2022

ભારત સરકારે ઘઉંની નિકાસ ઉપર ૧૩મી મેથી પ્રતિબંધ મૂક્યો. લોકોને પડવાની અગવડનો વિચાર કર્યા વિના ચાર કલાકની નોટિસથી લૉકડાઉન કરવા માટે ટેવાયેલી સરકારે એનાં પગલાંથી જે પ્રશ્નો ઊભા થશે, તેનો વિચાર કર્યો નહીં. ઘઉંની નિકાસના જે સોદા થઈ ગયા હોય, એનો અમલ થાય એ સ્વાભાવિક છે. સરકારના હુકમને કારણે ઘઉંની ટ્રકો કંડલા બંદરે એકઠી થઈ ગઈ, ત્યારે સરકારને ખ્યાલ આવ્યો. પછી સરકારને કેટલીક છૂટછાટો આપવી પડી.

ઘઉંની નિકાસબંધી ફરમાવા પાછળની પરિસ્થિતિ સ્પષ્ટ છે. ઘઉંનું ઉત્પાદન ધાર્યા કરતાં ઘણું ઓછું થવાની સંભાવના ઊભી થઈ છે. કારણ કે દેશમાં ઉનાળો જલદી બેસી ગયો અને એને કારણે ઉત્તરનાં રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન ઘટી જશે. એ નિશ્ચિત છે. આ સંજોગોમાં સરકાર બજારમાંથી જે ઘઉં ખરીદે છે, એમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. ગયા વર્ષે ૪૩ કરોડ ટન ઘઉં સરકાર દ્વારા ખરીદવામાં આવ્યા હતાં. આ વર્ષે બે કરોડ ટન ઘઉં ખરીદવાની સંભાવના છે. સરકાર જે વિવિધ યોજનાઓ હેઠળ સસ્તા ભાવે અનાજ વહેંચે છે એમાં ઘઉં અને ચોખા મુખ્ય છે. એમાં ઘઉં પૂરતા મળવાની સંભાવના નથી, તેથી ઘઉંની નિકાસની મનાઈ ફરમાવીને સરકારે ઘઉંના ઉત્પાદનને દેશ માટે સુરક્ષિત રાખ્યું છે. આમ કરીને એણે ખેડૂતોને અન્યાય કર્યો છે. નિકાસબંધીના અભાવમાં ખેડૂતોને ઘઉંના ઊંચા ભાવો મળ્યા હોત પણ સરકાર ગ્રાહકોના હિતનો જ વિચાર કરે છે. ગ્રાહકોને સંતોષવાની નીતિ સરકારની રહી છે. અનાજનો ભાવવધારો લોકો સહી લેતાં નથી એને કારણે અનાજના ભાવો વધતાં સરકાર બે પ્રકારનાં પગલાં ભરે છે. એક, વેપારીઓ અનાજનો કેટલો જથ્થો સંગ્રહી શકે એનું નિયમન કરવામાં આવે છે. બે, જો અનાજની નિકાસ થતી હોય તો તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. થોડાં વર્ષો પહેલાં ડુંગળીનાં ભાવોમાં મોટો વધારો થયો ત્યારે તેની વિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારની આ નીતિ ખેડૂતો માટે અહિતકર છે. તેમને પ્રમાણમાં ઓછા ભાવો મળે છે. મોટા ભાગના દેશોમાં સરકાર ખેડૂતોને ઊંચા ભાવ મળવા દે છે. કેટલાક મોટા દેશોમાં આવી ખેડૂત વિરોધી નીતિ અપનાવવામાં આવે છે. ભારત એમાંનો એક દેશ છે.

આ દાખલામાં સરકાર પાસે કેટલાક વિકલ્પો હતાં : એક, સરકાર બોનસ રૂપે ખેડૂતોને વધારે કિંમત ચૂકવી શકી હોત અથવા નિકાસ માટે ભારતમાં ઘઉંના ભાવો નિકાસ માટે અનાકર્ષક બની જાય. બે, સરકાર એની યોજનાઓ માટે વધારે પ્રમાણમાં ચોખા આવી શકે.

ઘઉંના ઊંચા ભાવો નક્કી કરી શકી હોત, જેથી વેપારનીતિ તરીકે પણ આ નીતી ચાલી શકે નહીં. આનો અર્થ એવો થાય કે ભારતમાંથી અનાજની આયાત વિશ્વાસપાત્ર નથી. લાંબા ગાળાની નીતિ માટે આ પ્રતિકૂળ છાપ છે. કોઈ પણ દેશ આ રીતે કૃષિ-પેદાશ ભારતમાંથી ખરીદવા પ્રેરાય નહીં. આપણે કામચલાઉ ધોરણે જ ખેતપેદાશોની પુરાંત હોય, એની નિકાસ કરી શકીએ, એ માટે ભારતમાંથી પુરવઠો નિયમિત રીતે મળશે, એવો વિશ્વાસ જરૂરી છે.

આમે ય, બજારમાં ભાવો વધતાં ભારતમાં ઘઉંના ભાવો વધ્યા હોત અને ઓછા સ્પર્ધાત્મક બન્યા હોત. ટૂંકમાં, સરકારે આવા દાખલાઓમાં નિકાસ પર પ્રતિબંધ મુકવાને બદલે બજારવાદી પગલાં ભરવાં જોઈએ અને એ રીતે અનાજની અછતનો લાભ ખેડૂતોને મળતો હોય, તો મળવા દેવો જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 05

Loading

...102030...1,4661,4671,4681,469...1,4801,4901,500...

Search by

Opinion

  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved