સત્ય ખોવાયું છે, શોધી કાઢે તેને એક અબજ રૂપિયાનું ઇનામ! રાજેન્દ્ર દેશપાંડેએ મોકલેલ લઘુ કહાણી ઉપરથી લઘુ લેખ.
− આશા બૂચ
*****
પૂર્વીય પરંપરામાં એક કહાણી પ્રચલિત હતી.
ભગવાને સૃષ્ટિની રચના કરી. તેની સર્જેલી તમામ રચનાઓ માટે દેવોએ કોઈ ને કોઈ નિશ્ચિત જગ્યા શોધી કાઢી, સિવાય કે સત્ય. અને આ મુદ્દાને લઈને એક મુશ્કેલી ઊભી થઇ, કેમ કે ભગવાન આ શાણપણની ભાળ માનવ જાતને તત્કાળ મળી જાય તેમ નહોતા ઇચ્છતા.
અનેક ભગવાનોમાંના એક ભગવાને સૂચવ્યું કે સત્યને ઊંચામાં ઊંચા પર્વતની ટોચ પર મૂકી દેવામાં આવે. બીજાએ તેને દૂર સુદૂરના એક તારલામાં છુપાવી દેવા કહ્યું. ત્રીજા ભગવાને તેને ચંદ્રની અંધારી બાજુ પર મૂકી આવવા જણાવ્યું અને ચોથા ભગવાને તો તેને દરિયાના ઊંડા પેટાળમાં ઢબૂરી દેવાની જ સલાહ આપી.
છેવટ તેઓએ સાથે મળીને સત્યને માનવીના હૃદયમાં મુકવાનો નિર્ણય કર્યો.
ઈશ્વર સત્ય છે અને સત્ય જ ઈશ્વર છે. ઈશ્વર સચરાચરમાં વ્યાપ્ત છે, દરેક જીવનાં હૃદયમાં વસે છે. તો સત્ય પણ દરેક માનવીના હૃદયમાં જ વસે છે. આમ સત્ય અને ઈશ્વર આપણા હૃદયમાં જ વસે છે; આથી જ તો આપણેને એ બંનેની ભાળ નથી મળતી કેમ કે આપણે તેની શોધમાં દુનિયા આખી ફેંદી વળીએ છીએ, જ્યારે એ તો છે આપણા અંતરતમમાં છુપાયેલ.
એક સૂફી સંતે કહ્યું છે : મૈં ઇન્સાનિયત મેં બસતા હું, લોગ મુઝે મઝહબ મેં ઢૂંઢતે હૈં.
આપણે આપણા દિલમાં દૃષ્ટિ કરીએ; સત્ય અને ઈશ્વર બંનેની ભાળ મળી જશે.
e.mail : 71abuch@gmail.com
![]()


એક જમાનામાં બાપા દીકરાને ગધેડો કે ભમરડો કહેતા. એમના બાપા તેમના દીકરાને ગધેડો કહેતા હશે, કારણ ત્યારે પણ ગધેડો તો હતો જ ! હા, ત્યારે મરડો હશે, પણ ભમરડો નહીં હોય. ભમરડો ક્યાંક મળતો હોય તો પણ હવે તેનાં રૂપરંગ બદલાઈ ગયાં છે. લાકડાનો ભમરડો મળતો હોય તો પણ, આજના છોકરાઓ તે રમતા દેખાતા નથી. શું છે કે હવે મોબાઈલ ગેમ્સ જ એટલી વધી ગઈ છે કે ભમરડાને કોઈ હાથ લગાડવા જ તૈયાર નથી. દીકરાઓ હવે પ્લાસ્ટિકના ન થયા હોય તો પણ, ભમરડાઓ તો પ્લાસ્ટિકના થઈ જ ગયા છે. આકાવાળી પ્લાસ્ટિકની પટ્ટી ખેંચો તો ભમરડો જમીન પર છટકે છે ને ધરી પર ફરે છે. ભમરડાઓ લાકડામાંથી પ્લાસ્ટિકના થયા, તેમ દીકરાઓ પણ બદલાયા છે. તેઓ પોતાને હવે ગધેડો કે ભમરડો કહેવડાવવા રાજી નથી. બાપા પણ હવે ‘ડેડ’ થઈ ગયા છે, એટલે એ પણ દીકરાને ગધેડો કે ભમરડો કહેવાનું ટાળે છે, પણ હજી કોઈ ઘરમાંથી ગધેડા કે ભમરડાની બૂમ પડે છે તો દીકરો ભમરડાની જેમ બહાર નીકળી જાય છે ને બાપા પણ બરાડતા બરાડતા બહાર આવી જાય છે. એ જોવા મહોલ્લો પણ બહાર પડે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ભમરડો ગતિમાં આવતો અને ધીમે ધીમે તેની ગતિ ધીમી પડતી ને તેનો એક આંટો ફરવાનો સમય વધતો જતો, પણ આંટો મારવાનો સમય, સમય જતાં ઘટે એવું ક્યારે ય બન્યું છે? તમે ના જ કહેશો, પણ એવું બન્યું છે. 2022ની 29મી જૂને. આમ તો આપણે એવું ભણ્યાં છીએ ને જે નથી ભણ્યા તે પણ જાણે છે કે પૃથ્વીને તેની ધરી પર એક આંટો મારતાં 24 કલાક લાગે છે. એટલે જ આપણો એક દિવસ ચોવીસ કલાકનો છે. પણ પૃથ્વીએ 29 જૂને એ દિવસ 1.59 સેકન્ડ વહેલો પૂરો કરી નાખ્યો. એટલે કે એક આંટો મારવામાં 24 કલાક લેવાને બદલે પૃથ્વી 1.59 સેકન્ડ વહેલી ફરી ગઈ. તે ફરી કે તેનું ફરી ગયું તે ખબર નથી, પણ વહેલી ફરી એટલું ચોક્કસ ! આવું અગાઉ ક્યારે ય બન્યું ન હતું. પૃથ્વીને આટલી ઉતાવળ કેમ આવી તે તો નથી ખબર, પણ છેવટે તો નારી જાતિ ખરી ને ! મન ફાવે તેમ ન વર્તે તો એ નારી શાની? આ ગરબડને કારણે 29 જૂન, 2022નો દિવસ પૃથ્વીના કેલેન્ડરમાં સૌથી નાનો દિવસ રહ્યો. હવે 1.59 સેકન્ડ તો એ આંકડો લખવામાં જ થઈ જાય એટલે એ સમયની બહુ ખબર ન પડે, પણ ધારો કે પૃથ્વીની આંટો મારવાની ઝડપ આમ જ વધતી રહે તો આપણી તો હાલત જ ખરાબ થઈ જાય કે બીજું કૈં? આમ તો પૃથ્વીને જલદી આંટો મારવાની ટેવ 19 જુલાઇ 2020થી પડી છે, એ દિવસે પણ પૃથ્વીએ 24 કલાકનો આંટો 1.47 સેકન્ડ વહેલો જ પૂરો કરી નાખેલો. તે પછી 29 જૂને તો હદ જ કરી નાખી. દિવસ 1.59 સેકન્ડ દિવસ વહેલો પૂરો કરીને પૃથ્વીએ રેકોર્ડ કર્યો. પણ આમ રેકોર્ડ કરવામાં તે 24 ક્લાકને બદલે 23 કલાકે આંટો મારી લે ને પછી જો ચાનક ચડે ને પૃથ્વી એક આંટો બાર કલાકમાં પૂરો કરવા માંડે તો, તો આપણી તો પથારી જ ફરી જાય. પથારી શું ફરે, બાર બાર કલાકે પથારી નાખવી, ઉપાડવી પડે. એટલામાં ઊંઘે શું ને ઊઠે શું? દિવસ બાર કલાકનો થાય ને ઊંઘ આઠ કલાકની લેવાની હોય તો બાકી રહે ચાર કલાક, એમાં ના’વાધોવાનું, ખાવાપીવાનું ને નોકરીધંધે લાગવાનું. એ પરવડે? બાર કલાકનો દિવસ હોય તો એ હિસાબે ઊંઘ પણ ચાર કલાક કપાય. એમ જ આઠ કલાકની નોકરી ચાર કલાકની થઈ જાય. તે તો સારું, પણ આઠ કલાકની નોકરીનો પગાર, ચાર કલાકનો રોજ થઈ જતાં, અડધો થઈ જાય તો છાતીના તો પાટિયાં જ બેસી જાય કે બીજું કૈં?
આ૫ણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવ્યો. ભૂતકાળની અનેક ઘટનાઓને વાગોળી. જ્ઞાત અને અજ્ઞાત પ્રસંગો અને વ્યક્તિઓનું સ્મરણ કર્યું. પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. આવા ભાવનામય વાતાવરણમાં સ્મરણની સુનાામી મનોજગતને ભીંજવી દે તે સાવ સહજ છે.
મારા પિતાના જીવનમાં મીઠા સત્યાગ્રહ – ધોલેરા – રાણપુર છાવણીમાં જવાનો પ્રસંગ એક નર્યો અકસ્માત હતો. એક નાની ઘટનાએ તેના જીવનના ઉદ્દેશો, મૂલ્યો અને વર્તનમાં ધરમૂળ ફેરફારો કર્યાં. તેમની કથા જેવી દરેક સ્વાતંત્ર્ય સેનાની કહાણી રોમાંચક નવલકથા જેવી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે તેના જીવનની ઝલક આલેખીને પિતૃતર્પણ સાથે સૌ સત્યાગ્રહીઓ અને ક્રાંતિકારીઓનું ઋણ સ્વીકાર કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર ઝડપવાની મારી તાલાવેલી સૌ સમજી શકશે, તેવી આશા સાથે ગાંધીયુગમાં ૧૯૩૦થી ૧૯૪૭માં જે લાખો લોકોએ દેશ માટે સમર્પણ કર્યું તે વાત ઉજાગર કરવાનો મારો નમ્ર પ્રયાસ છે. મારા પિતા સ્થાનિક ધોરણે મર્યાદિત કાર્યક્ષેત્રમાં સક્રીય રહ્યા. ગાંધીજીની શિક્ષિતોને સલાહ હતી; ‘‘ગામડે જઈને બેસો’’ તે વાત પકડીને તાલુકા જિલ્લા કક્ષાએ જનજાગૃતિ અને સામાજિક સુધારણા માટે જે પ્રયત્નો કર્યાં તેનું શ્રેય તે જમાનાના અદ્દભુત વાતાવરણને આપવું જોઈએ.
૧૯૩૦નું વર્ષ શરૂ થયું. ગાંધીજીએ ૧૨મી માર્ચથી અમદાવાદથી દાંડી જઈને મીઠાના કાયદાનો ભંગ કરવા કૂચ કરવાનું જાહેર થયું. સૌરાષ્ટ્ર્ની વિદ્યાનગરી જેવા ગાયકવાડી પ્રાંતના મુખ્ય મથક અમરેલીમાંથી ધોલેરામાં ૬ એપ્રિલે મીઠા સત્યાગ્રહ માટે સ્વયંસેવકો નોંધવા રાષ્ટૃીય શાયર ઝવેરચંદ મેઘાણી આવ્યા. અમરેલીના જાણીતા ભગવાનજી લવજી મહેતાના અખાડામાં નિયમિત વ્યાયામ કરતાં યુવાનોને દરરોજ સવારે મળી મેઘાણીના આઝાદીના મહત્ત્વ, ગાંધીજીના વ્યક્તિત્વ, યુવાઓના રાષ્ટ્ર્ધર્મની વાતો કરી નામો નોંધતા હતા. તેમણે કનુભાઈને પૂછયુંઃ ‘‘ભાઈ, આ રતિલાલ (રતુભાઈ અદાણી, કેશુભાઈ) વગેરે તારા સહાધ્યાયી મિત્રો આ સત્યાગ્રહમાં જોડાય છે તો તું તારું નામ લખાવે તો સારું. વારંવારની મેઘાણીભાઈની સમજાવટનો ઉત્તર આપતા કનુભાઈ કહેતા; ‘‘આપણી આઝાદીની, ગાંધીજીની બધી વાતો સાચી પણ મારે વિધવા મા, નાનો ભાઈ, નાની બહેન છે. તેના ભવિષ્ય માટે મારે સારી રીતે ભણી મારા પિતાશ્રીનું આઈ.સી.એસ. બનવાનું સ્વપ્ન સાકાર કરવું છે. મને ક્ષમા કરો. હું નામ લખાવીશ નહીં.’’ ડૉ. હરિપ્રસાદ કનુભાઈની કૌટુંબિક પરિસ્થિતિથી વાકેફ હોવાથી પોતે સત્યાગ્રહમાં જતાં હોવા છતાં તેમને સાથે આવવા આગ્રહ ન કર્યો. ઘરનું અને દવાખાનાનું ધ્યાન રાખવા ભલામણ કરી. ધોલેરા જવાનો દિવસ નજીક આવ્યો. ડૉ. હરિપ્રસાદને ત્યાં સાંજે વિદાય ભોજનનો કાર્યક્રમ ગોઠવાયો. સૌ પંગતમાં બેસી જમતાં હતાં ત્યારે અચાનક ડૉકટર પત્ની સુમિત્રાબહેને તેમના સસરાને ઉદ્દેશીને કહ્યું; ‘‘બાપુજી, હું ડૉકટર સાથે સત્યાગ્રહમાં જાઉં ?’’ મૂળશંકર ભટ્ટે આશ્ચર્ય સાથે કહ્યું – ના, સુમિત્રા, ડૉકટર કોઈ સહેલ-સપાટામાં નથી જતા. ગાંધીજીએ કૂચમાંથી બહેનોને બાકાત રાખી છે. આ તો જીવસટોસટની બાજી છે.’’ સુમિત્રાએ સસરાને રામાયણનો પ્રસંગ ટાંકી પૂછયું કે વનવાસની અનેક વિટંબણા વચ્ચે સીતાજી રામજી સાથે ગયા હતાં ને ? પત્ની પતિ સાથે ચાલે તો જ જીવનસાથી. વિદ્વાન મૂળશંકર ભટ્ટે પણ રામાયણનો સંદર્ભ રાખી કહ્યું; ‘‘કૌશલ્યાએ સીતાને ક્યારે વન જવા મંજૂરી આપી આપી તેની તને ખબર છે ? જ્યારે લક્ષ્મણે પણ સાથે જવાનું નક્કી કર્યું ત્યારે !’’ સુમિત્રાબહેને ભાવાવેશમાં કહ્યું કે; ‘‘અમારી સાથે અમારો લક્ષ્મણ આવશે ? શ્વસુરે પૂછયું કે લક્ષ્મણ ક્યાં છે ?’’ સુમિત્રાબહેને કનુભાઈ તરફ આંગળી ચિંધી કહ્યું; ‘‘આ રહ્યો લક્ષ્મણ’’