Opinion Magazine
Number of visits: 9458621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષકદિન

બીજલ જગડ|Opinion - Opinion|5 September 2022

ભારતમાં પાંચ વિવિધ પ્રકારના શિક્ષક જોવા મળે છે.

૧.અરિહંત

૨.સિદ્ધ

૩. આચાર્ય

૪.ઉપાધ્યાય

૫.સાધુ

આપણે આને વિસ્તારમાં સમજીએ.

૧.*અરિહંત* : જે હાલમાં જીવી છે એને અરિહંત કહી શકાય. જે વ્યક્તિ જેણે પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું છે, તે સંપૂર્ણ છે. અરિહંતને કેવલ્ય પણ કહેવામાં આવે છે કારણ કે તેમની પાસે સંપૂર્ણ અનંત જ્ઞાન છે. અરિહંતને સિદ્ધ નિષ્ણાત પણ કહેવામાં આવે છે. તેમના જીવનના અંતે ખરાબ કર્મોનો નાશ કરે છે અને મોક્ષ (મુક્તિ) પ્રાપ્ત કરે છે અને સિદ્ધ (મુક્ત આત્મા) બને છે.

૨.*સિદ્ધ* : બીજી શ્રેણીને સિદ્ધ કહેવામાં આવે છે. સિદ્ધ માત્ર એક ગુરુ છે. તેને સમજાયું છે પરંતુ લોકો સુધી પહોંચાડવામાં અસમર્થ છે.

સિદ્ધ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે “જે સિદ્ધ થાય છે”; શુદ્ધ સભાનતા (ચિત્ત) પર નિપુણતા મેળવી  અથવા જે નિપુણતા ધરાવે છે.

જેમણે ઉચ્ચ ડિગ્રી ભૌતિક તેમ જ આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરી છે. આ શબ્દનો ઉપયોગ મુક્ત આત્માઓને સંદર્ભિત કરવા માટે થાય છે. સિદ્ધ એવી વ્યક્તિનો પણ ઉલ્લેખ કરી શકે છે જે પેરાનોર્મલ ક્ષમતાઓ ધરાવે છે.

૩.*ઉપાધ્યાય* : આચાર્ય – જે માત્ર શિક્ષક છે પરંતુ માસ્ટર નથી. તે બરાબર સમજે છે કે તે શું શીખવે છે, પરંતુ તેની પોતાની સત્તા પર નહીં.

૪.*આચાર્ય* : આચાર્યનો અર્થ થાય છે તપસ્વીઓના ક્રમના વડા. વેદોનું અધ્યન કરવાવાળો. સંસ્કૃત શબ્દમાં આચાર્યનો અર્થ છે “જે પોતાના આચરણથી શીખવે છે.” પ્રભાવશાળી માર્ગદર્શકને આચાર્ય પણ કહેવામાં આવે છે.

એક વ્યક્તિ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે વર્તે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જે વ્યક્તિનાં કાર્યો તેના ઉપદેશો અથવા ઉપદેશોને અનુસરે છે .

૫.*સાધુ* : સાધુનો અર્થ સંસ્કૃતમાં “સારો” થાય છે. સિદ્ધિ અને કુશળતાના સાધન(સાધન)નો ઉપયોગ કરીને ભક્તિ, ઉપાસના, યોગ, ત્યાગ અથવા આધ્યાત્મિક પરિવર્તનની પ્રેક્ટિસ (સાધના) દ્વારા સાધુ બને છે.

સાધુ તે છે જેણે હાંસલ કર્યું નથી પરંતુ પ્રાપ્ત કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરી રહ્યો છે. તે તમારાથી માત્ર એક ફૂટ આગળ હોઈ શકે છે, પરંતુ તે ઘણું શીખવી શકે છે. તે સિદ્ધિનો દાવો કરી શકતો નથી; તે નિશ્ચિતપણે કહી શકતો નથી કે આવું છે.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

પગ મને ધોવા દ્યો, રઘુરાય! 

ઈમરાન દલ|Opinion - Opinion|5 September 2022

હું જ્યારે પણ ધ્રોલમાં જાઉં છું અને પડધરીના નાકા પાસે તૂટેલી દીવાલો, બાવળની ઝાડીઓ વચ્ચે એક ખંડિયેર જોઉં છું ત્યારે મન ખિન્ન થઈ જાય છે. એ ખંડિયેરમાં મારી નિશાળ ચાલતી હતી. તાલુકા શાળા નંબર ૨. બાજુમાં ત્રણેક ફૂટ નીચું નાનકડું મેદાન. શાળાના ચોગાનમાં ડાબી બાજુ, એક નાનો લીમડો, જે ક્યારે ય ઘેઘૂર થયો જ નહિ, હા એના થડમાંથી ગૂંદર નીકળતું. એની નજીક એક ઊંચું ઝાડ હતું. એની માથે કાગડા માળા બનાવતા, લાંબી જાડી સાંઠીકડીઓ, ચવાયેલાં દાતણો વડે. જો કે એ ઝાડનું નામ મને યાદ નથી. હા એટલું યાદ છે કે એનું થડ લીમડાના થડ કરતાં રૂપાળું હતું. એને સફેદ ફૂલ થતાં, એ ફૂલની અમે સીટી બનાવીને સિસોટી વગાડતા. છેક ડાબી બાજુ વડનું ઝાડ હતું. એ પણ શાળા પૂરી કરી ત્યાં સુધી બટકું જ રહ્યું. એ બાજું ઉઘાડા પગે જતા વિદ્યાર્થીઓને પગમાં કાંટાદાર ગોખરું ખૂંચી જતા. આ ગોખરું ક્યાંથી આવતા હતા, શેમાંથી ઉત્પન્ન થતાં એ મારા માટે આજે ય કોયડો છે.

મેદાનમાં મોટા ભાગે બેટદડેથી રમવાનું બનતું અથવા તો છુટ્ટી દડી. અમારા એક શિક્ષક હતા ચંદુ સાહેબ. તેમની પર્સનાલિટી ટનાટન હતી. સહેજ ફાંદ હતી પણ આમ ફિટ હતા. ઇસ્રીદાર શર્ટ-પેન્ટ, ચપ્પલ પહેરતા. ક્લીનશેવ રહેતા. તેલ નાખીને માથું ઓળતા. વાળ ટૂંકા રાખતા. શિયાળામાં અડધી બાંયનું સ્વેટર પહેરતા.  એમના શરીરમાં ગબજ સ્ફૂર્તિ હતી. શાળાનો સમય બપોરનો હોય ત્યારે ૧૫ મિનિટની રિસેસમાં તેઓ પગપાળા ઘરે જતા અને ઘરે પાંચ મિનિટની વામકુક્ષી કરીને પાંચ મિનિટમાં નિશાળે પહોંચી જતા.

છોકરાઓમાં ચંદુ સાહેબની રાડ પણ બહુ બોલતી. ખાસ કરીને એમના ચીંટિયાની. અમારી સ્કૂલ ખાલી છોકરાઓની જ હતી. તોફાની છોકરાઓને સાથળ અને બગલમાં ચંદુ સાહેબ એવા ચીંટિયા લેતા કે છઠ્ઠીનાં ધાવણ યાદ આવી જતાં. વાને ગોરા હોય એવા છોકરાંઉને તો લીલા ચાંભા પડી જતા.

મને યાદ છે ત્યાં સુધી એક દિવસ હું અને મારો નામેરી દોસ્ત અમે બન્ને વ્હોરા છોકરાઓ સાથે બથોબથીએ આવી ગયા હતા. એ વાતની જાણ ચંદુ સાહેબને થઈ અને તેમણે અમારો વારો કાઢ્યો. અમે કહ્યું, ‘સાહેબ, અમે તો મસ્તી કરતા હતા.’ સાહેબ બોલ્યા, ‘મસ્તીની માનો ક્યાં ટાંગો મારો છો!’ અલબત્ત ચંદુ સાહેબ ક્યારે ય બિભત્સ ગાળ બોલ્યાનું સ્મરણ નથી. અમે તેમને તમાકુ ચોળતા, પાન-માવો ખાતા, બીડી સિગારેટ ફૂંકતા પણ જોયા નથી. 

તેમને સમાચાર વાંચવાની ઇચ્છા થતી ત્યારે કોઈ છોકરાને મોકલીને નજીકના વાણિયા ચોકમાં આવેલી કરિયાણાની દુકાનેથી છાપું મંગાવી લેતા. હા, એ છાપું દુકાન પાસે રહેતા કોઈ મહિલા વાંચવા લઈ ગયાં હોય તો સાહેબ છોકરાને રસથી પૂછતાં કે એ કોણ?

ચંદુ સાહેબ એક અનોખા મિજાજના માણસ હતા. ચિત્રકામ પર એમને હથોટી હતી. શાળામાં ભગતસિંહ, મહારાણા પ્રતાપનાં ચિત્રો તેમણે બનાવ્યાનું ધૂંધણું સ્મરણ છે. શિયાળામાં ટાઢ ઉડાડવા તેઓ અમારી સાથે ક્રિકેટ રમતા. પણ એમનો શિરસ્તો એ રહેતો કે તેઓ બેટ હાથમાં લે એટલે બસ પોતે જ રમ્યા કરે અને બોલ ઉપાડે એટલે બધા છોકરાંઓએ જ રમવાનું, તેઓ બોલ નાખતા રહે.

ક્યારેક એમને તાન ચડી જાય તો સવારની પ્રાર્થના વખતે ભજન પણ ગાઈ નાખતા. ‘પગ મને ધોવા દ્યો રઘુરાય’ એમના મોઢેથી સાંભળ્યાનું ભુલાયું નથી. તેઓ મોટા ભાગે નાકથી ગાતા. નાકથી યાદ આવ્યું, એમની છીંક પણ ભયંકર હતી. હા-ક-છીં કરે એટલે એની તીણી ચીસથી આખી નિશાળ ગાજી ઊઠતી. ક્યારેક છીંક આવતા આવતા અટકી ગઈ હોય તો સાહેબ રૂમની બહાર જઈને તડકા તરફ જોતા અને તરત જ હાકછી થઈ જતું.

સ્કૂલમાં બે સહપાઠી મિત્રો હતા સમીર અને પ્રિયંક. બન્નેના પિતા સરકારી અધિકારી. સમીર અને પ્રિયંક બન્ને અભ્યાસમાં હોશિયાર. ચંદુ સાહેબ તેમને લગભગ અઠવાડિયે (કદાચ દર શનિવારે) રમાતી ક્રિકેટ મેચમાં કેપ્ટન બનાવતા. સમીર અને પ્રિયંક ચંદુ સાહેબને ત્યાં ટ્યુશને પણ જતા. એક વખત મને પણ થયું કે હું પણ સાહેબના ટ્યુશને જાઉં. સ્ટવ, ટોર્ચ, પેટ્રોમેક્સ, ફાનસ, વગેરેનું રિપેરિંગ કરીને અમારું પેટ ભરતા મારા પિતાએ હા તો પાડી પણ પછી ૫૦ રૂપિયાની ફી મોંઘી લાગી એટલે ટ્યુશન બંધ કરવું પડ્યું. એક મહિનો હું ટ્યુશને ગયો. મહિનાના અંતે ચંદુ સાહેબે નિશાળમાં જાહેર કર્યું, ‘આજે ઇમરાન કેપ્ટન બનશે.’ મેચ શરૂ થાય એ પહેલાં મેં એમને કહ્યું, ‘સાહેબ, હવેથી હું ટ્યુશને નહિ આવી શકું.’ પછી તેમણે મને કેપ્ટન બનાવવાનો નિર્ણય કેન્સલ કરી નાખ્યો હતો.

ચંદુ સાહેબ એક-બે ધોરણ સુધી નહિ પણ લગભગ ધો.૪થી છેક ૭મા ધોરણ સુધી અમારા સાહેબ રહ્યા હતા.

(લખ્યા તારીખ: ૨ જાન્યુઆરી, ૨૦૨૧)
સૌજન્ય : ઈમરાનભાઈની ફેઈસ દીવાલેથી સાદર

Loading

કાંટો – ફોર્ક

ભદ્રા વડગામા|Opinion - Short Stories|5 September 2022

સુંદર ફૂલોથી શણગારેલા એક નાનકડા સિનેગોગમાં લગ્નના સફેદ ડ્રેસમાં સજ્જ થઈ સૂઝન પોતાની એન્ગેજમેન્ટ રીંગને આંગળિયોથી ફેરવતી ફેરવતી ઉદાસ ચહેરે સાવ એકલી વિચારમગ્ન બેઠી હતી. બીજા હાથમાં ફૂલોનો ગુલદસ્તો પકડ્યો હતો.

‘બેટા, અહીં એકલી બેઠી શું કરે છે?’ સૂઝન કંઈ કહે તે પહેલાં તેને પ્રેમ નીતરતી આંખે જોતાં દાદીમાએ ઉમેર્યું, ‘તું કેટલી સુંદર લાગે છે આજે!’

‘તમે પણ ખૂબ સુંદર લાગો છો, દાદીમા!’

‘ખુશ તો છોને?’

‘હા, દાદીમા ખૂબ ખુશ છું.’

‘તો પછી આ ચહેરા પર સ્મિત કેમ નથી?’ સૂઝનના સુંદર મુખને ચૂમતાં દાદીમાએ પૂછ્યું.

‘મને ડર લાગે છે.’

‘ડર શેનો? કોલીન બહુ સરસ પુરુષ છે, તને ઘણું સુખ આપશે, પ્યાર અને જતનથી તને સંભાળશે.’

‘હા પણ દાદીમા, એકવીસ વર્ષની વયે હું ઉતાવળ તો નથી કરતી ને? મા 30 વર્ષે પરણી હતી અને તમે પણ પરણ્યાં ત્યારે કંઈ નાનાં તો નહોતાં?’

‘હું 28ની હતી.’

દાદીમાએ થોડીવાર મૌન રહી ઉમેર્યું, ‘પણ તારા દાદા મારા પહેલા પતિ નહોતા. હું 18 વર્ષની વયે ફ્રેડીને પરણી હતી. એ મારો પહેલો પ્યાર હતો. 60 વર્ષ થયાં તો પણ અમારો એ લગ્ન દિવસ મને હજુ પણ યાદ છે. હું તારા જેવી જ સુંદર લાગતી હતી. અમે સાધારણ કુટુંબના હોવાથી આજના જેવી ઝાકઝમાળ નહોતી, પણ ખૂબ આનંદથી એ દિવસ અમે સૌએ માણ્યો હતો.’

‘ખરેખર, દાદીમા? મને તો એ વાતની ખબર જ નહોતી.’

‘તારે એ જાણવાની જરૂર પણ નહોતી, બેટા.’

‘પછી શું થયું?’

‘પછી આવ્યા હિટલરના સૈનિકો અને બીજા યુવાનો સાથે તારા દાદાને પણ પકડીને લઈ ગયા.’

બે ઘડી બન્ને સ્ત્રીઓ ઊંડા વિચારમાં ગરકી પડી.

‘મેં ઘણાં વર્ષો સુધી એમની રાહ જોઈ પણ એ પાછા આવ્યા જ નહીં.’

અને દાદીમાએ પોતાની હેન્ડબેગમાંથી બે કાંટાવાળું હેન્ડલ વગરનું એક નાનકડું ફોર્ક કાઢ્યું. જ્યાંથી ફોર્ક તૂટેલું હતું ત્યાં પ્લાસ્ટિકના પીળા રંગના હેન્ડલનો થોડો ભાગ રહી ગયો હતો. દાદીમાએ સૂઝનને તૂટેલો ફોર્ક આપતાં કહ્યું, ‘સૈનિકો આવ્યા ત્ચારે અમે જમતાં હતાં. ફ્રેડીએ પોતાનો ફોર્ક તોડી મને અડધો આપતાં કહ્યું હતું, ‘આ સાચવીને રાખજે; તે તારા માટે ભાગ્યશાળી નીવડશે. અને થયું પણ તેમ જ. મને તારા દાદા મળ્યા અને ભલે આજે એ હયાત નથી પણ એમણે મને અત્યંત પ્રેમ કરી બહુ સુખી રાખી હતી. મારા માટે આ ફોર્ક ખરેખર ભાગ્યશાળી નીવડ્યો છે. એ હવે હું તને આપું છું, તેને સાચવીને રાખજે; તું પણ મારી જેમ સુખી થઈશ.’

‘ચાલો બન્ને બહાર, બધાં વાટ જુએ છે. ગ્રુપ ફોટો પડાવવાનો છે.’ દાદી-પૌત્રીના વાર્તાલાપમાં ભંગ પાડતો ફોટોગ્રાફર આવી ચડ્યો.

એકાદબે ફોટા લઈ, ફોટોગ્રાફરે કહ્યું, ‘ચાલો હવે બન્ને પક્ષનાં માતાપિતા અને દાદાદાદી આવી જાઓ!’

બધાં ભેગાં થતાં હતાં તે દરમિયાન કોલીનની નજર સૂઝનના હાથમાં પકડેલા અડધા ફોર્ક ઉપર પડી. ‘આ શું છે?’ તેણે પૂછ્યું. 

‘ગુડ લક માટે દાદીમાએ મને એ આપ્યું છે.’

‘ન હોય! આ જો, મને મારા દાદાએ શું આપ્યું છે.’ અને કોલીને તેની પાટલૂનના ખીસામાંથી કશુંક કાઢ્યું.

અને માની ન શકતી હોય તેમ કોલીને હાથમાં પકડેલા પીળા રંગના એક નાનકડા હેન્ડલને સૂઝન સૂનમૂન બની જોઈ રહી.

ત્યાં તો વાઈન ગ્લાસ તૂટવાનો અવાજ આવ્યો. દાદીમાના હાથમાંથી એ સરકી જમીન પર ચૂરેચૂરા થઈ પડ્યો હતો.

બધાંની નવાઈ વચ્ચે દાદીમા કેટલીયે વારથી એક ખૂણામાં ચૂપચાપ બેસી રહેલા, પણ ફોટોગ્રાફરની હાકથી ઊભા થઈ બહુ ધીમે પગલે ડગમગતી ચાલે આવી રહેલા એક વૃદ્ધ પુરુષ તરફ દોડ્યાં.

‘ફ્રેડી, ઓહ ફ્રેડી! ખરેખર તમે જ છો?’ ફ્રેડીના ચહેરા પર હાથ ફેરવતાં આંસુ ભરી આંખોથી દાદીમા ફરી ફરી પૂછતાં હતાં.

‘હા રૂથ, હું જ છું; તારો ફ્રેડી.’ અને આખું કુટુંબ આ અપૂર્વ મિલનને કશું સમજ્યા વિના જોઈ રહ્યું,  

અને કોલીને પીળું હેન્ડલ સૂઝને પકડેલા બે કાંટાવાળા ફોર્કમાં બરોબર ગોઠવી દઈ સૂઝનને પોતાના બાહુમાં સમાવી લીધી.

11.11.2014
[મૂળ અંગ્રેજી પરથી]
e.mail : bv0245@googlemail.com

Loading

...102030...1,2641,2651,2661,267...1,2701,2801,290...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved