Opinion Magazine
Number of visits: 9667733
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિજુ પટનાયક : મૃત્યુ સાથે ખેલનારા હિંમતવાન મુખ્યમંત્રી

મનમોહન શર્મા (સિનિયર પત્રકાર) અનુવાદ : હિદાયત પરમાર|Opinion - Opinion|7 March 2023

ઓરિસ્સાના લોકનેતા બીજુ પટનાયકના નામથી આજની પેઢી કદાચ જાણતી ન હોય, પરંતુ એક સમયે દેશની રાજનીતિમાં તેમનો ઘણો દબદબો હતો. પત્રકાર તરીકેના મારા 56 વર્ષમાં મેં તેમનાથી વધુ હિંમતવાન વ્યક્તિ ક્યારે ય જોઈ નથી. તેમને મૃત્યુ સાથે રમવામાં ખરેખર મજા આવતી હતી. 

(5 March 1916 – 17 April 1997)

ઘટના 1966ની છે જ્યારે હું કાઁગ્રેસના તત્કાલિન પ્રમુખ કે. કામરાજ નાડર સાથે દેશના ચૂંટણી પ્રચારના રાષ્ટ્રવ્યાપી પ્રચાર માટે દેશનો પ્રવાસ કરી રહ્યો હતો. એ દિવસોમાં ઇન્ડિયન એરલાઈન્સ પાસે બીજા વિશ્વયુદ્ધના માત્ર બે જૂના નાના ડાકોટા વિમાન હતા અને તેમાં અમે કાઁગ્રેસ અધ્યક્ષ સાથે દેશનો પ્રવાસ કરતા હતા. અમે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર પહોંચ્યા. આગળનો કાર્યક્રમ ઓડિશાના દૂરના જિલ્લા જોયપુરમાં હતો. ત્યાં કોઈ નિયમિત એરપોર્ટ નહોતું, તેથી અમારા પાયલોટ કેપ્ટન કૌલે ત્યાં જવાની ના પાડી. તેમની દલીલ એવી હતી કે તેઓ હવાઈ મુસાફરોના જીવને જોખમમાં ન મૂકી શકે. તે દિવસોમાં બિજુ પટનાયક ઓડિશાના મુખ્ય મંત્રી હતા. તેઓ કોઈ પણ ભોગે કાઁગ્રેસ અધ્યક્ષને જોયપુર લઈ જવા માંગતા હતા. આ નાજુક સમયમાં, હિંમતવાન બીજુએ કાઁગ્રેસ અધ્યક્ષને ઓફર કરી કે તેઓ તેમની પાર્ટીને તેમના પોતાના ખાનગી વિમાનને સ્વયં હંકારીને જોયપુર લઈ જશે. કામરાજ દ્વિધામાં પડી ગયા હતા, પરંતુ પટનાયકના દબાણને કારણે તેમણે હથિયાર મૂકી દીધા હતા. અમે પાંચ જણ વિમાનમાં સવાર થઈ ગયા, જેને બીજુ પટનાયક સ્વયં ચલાવી રહ્યા હતા. અડધા કલાક પછી અમારું વિમાન જોયપુર શહેર પર ફરવા લાગ્યું અને બીજુએ તેને સફળતાપૂર્વક એક ખેતરમાં ઉતારી દીધું. નગરજનો અને આસપાસના લોકોએ ક્યારે ય વિમાન જોયું ન હતું અને કહેવા લાગ્યા ‘અરે! મોટું ગરુડ આવ્યું છે. તેમની નજરોમાં વિમાન એક મોટું પક્ષી હતું. ભીડે આ પ્લેનને ચારે બાજુથી ઘેરી લીધું અને હાથોથી ચેક કરવા લાગ્યા.

બિજુ પટનાયક સાથે આ મારી પ્રથમ મુલાકાત હતી. બિજુ પટનાયક ઉડિયા હોવા છતાં ખૂબ ઊંચા અને મજબૂત શરીરના માલિક હતા. તેની ઊંચાઈ લગભગ 6 ફૂટ હતી. તેમની ગણતરી પંડિત નેહરુના ખાસ લોકોમાં થતી હતી. તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ હતા. એ દિવસોમાં મને ભાત ખાવાની બહુ ચીડ આવતી. કમનસીબે આ મુલાકાત દરમિયાન કાઁગ્રેસ અધ્યક્ષને છેલ્લા 15 દિવસથી રાત-દિવસ ભાત ખાવાની ફરજ પડી હતી. જ્યારે મેં બીજુ પટનાયકના બંગલામાં એક સરદારજીને જોયા, ત્યારે હું તેમની તરફ દોડ્યો અને કહ્યું, ‘સરદારજી, અહીં કોઈ રોટલી મળે?’ સરદારજીએ કહ્યું કે શહેરમાં રોટલી મેળવવી મુશ્કેલ છે, પરંતુ તે મારા માટે તેમના ઘરેથી બનાવીને ચોક્કસ લાવશે. થોડી વારમાં સરદારજી ત્યાંથી ચાલ્યા ગયા. અચાનક એક નોકર મારી પાસે પહોંચ્યો અને કહ્યું કે મેડમ મને બોલાવી રહ્યાં છે. તે મારા માટે આશ્ચર્યજનક હતું કારણ કે ત્યાં કોઈ મને ઓળખતું ન હતું. થોડી વારમાં હું આ નોકર સાથે બંગલાના એક રૂમમાં ગયો. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી મારી રાહ જોઈ રહ્યાં હતાં. હું રૂમમાં દાખલ થયો કે તરત જ તેણે મને સ્પષ્ટ પંજાબીમાં પૂછ્યું, ‘કિત્થો આયે હો?’ આ મારા માટે આશ્ચર્યજનક હતું. બાદમાં જાણવા મળ્યું કે આ ભદ્ર મહિલા બીજુ પટનાયકનાં ધર્મપત્ની જ્ઞાન પટનાયક છે, જે પંજાબી છે અને લાહોરનાં રહેવાસી છે. ત્રણ દિવસ સુધી, જ્ઞાન પટનાયકની કૃપાને કારણે, મેં પંજાબી ખાવાની મજા માણી.

ઓરિસ્સાના હાલના મુખ્ય મંત્રી નવીન પટનાયક આ જ બીજુ પટનાયકના પુત્ર છે. તેઓ કદાચ એવા મુખ્ય મંત્રી છે જે ઓડિશાના મુખ્ય મંત્રી હોવા છતાં ઓડિયા ભાષા નથી જાણતા. તેમણે મને એકવાર કહ્યું હતું કે તેમણે તેમનું તમામ શિક્ષણ અમેરિકામાં લીધું છે, પરંતુ તે તૂટીફૂટી પંજાબી ખૂબ સારી રીતે બોલી શકે છે અને તેને સમજી પણ શકે છે. તેમણે સ્વીકાર્યું કે તે તેમની પંજાબી માતાની ભેટ હતી.

બીજુ પટનાયકનો જન્મ 1916માં ગંજમ જિલ્લાના એક સામાન્ય પરિવારમાં થયો હતો. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી, તેમણે બ્રિટિશ એરફોર્સમાં પાઇલટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેઓ પંડિત નેહરુની નજીક આવ્યા.

મૃત્યુ સાથે રમવાનો જુસ્સો બીજી એક ઘટનાથી પણ જોવા મળે છે. ઇન્ડોનેશિયાના પ્રમુખ નેતા ડો. સ્વૂકારણો પંડિત નેહરુના નજીકના મિત્રોમાંના એક હતા. તે દિવસોમાં ઇન્ડોનેશિયા ડચોનું ગુલામ હતું. સ્વૂકારણો તેમનાથી છુટકારો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ડચ શાસકોએ સ્વૂકારણોને મહેલમાં કેદ કર્યા હતા. ચારે બાજુ ચુસ્ત બંદોબસ્ત હતો. સ્વૂકારણો આ જેલમાંથી છુટકારો મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે પંડિત નેહરુનો સંપર્ક કર્યો. નેહરુના આદેશ પર, બીજુ પટનાયક તેમના વિમાન સાથે ઇન્ડોનેશિયા પહોંચ્યા અને તેમણે આ મહેલની છત પર પોતાનું વિમાન લેન્ડ કર્યું. બાદમાં તે વિમાનમાં ડૉ સ્વૂકારણોને ચડાવ્યા અને દિલ્હી પહોંચી ગયા. ઇન્ડોનેશિયાનું આખું વહીવટીતંત્ર અને સેના તાકી રહી. આ ઘટના પછી પટનાયક નેહરુની નજરમાં ચઢી ગયા. 1961માં તેઓ ઓડિશાના મુખ્ય મંત્રી બન્યા. તેઓ ઇન્દિરા ગાંધીનો સાથ મેળવી શક્યા નહીં અને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું. 1975 માં, જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી, ત્યારે બીજુ પટનાયક તેમના આદેશ પર ઓરિસ્સામાં MIZA હેઠળ ધરપકડ કરવામાં આવેલા પ્રથમ નેતા હતા. બિજુ પટનાયક મોરારજીના શાસનમાં સ્ટીલ મંત્રી પણ રહ્યા. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી, જ્યારે કાઁગ્રેસની તરફેણમાં દેશવ્યાપી લહેર હતી, તો પણ બીજુ પટનાયક જનતા પાર્ટીની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા હતા.

બીજુએ અપાર સંપત્તિ એકઠી કરી અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ તરીકે પણ ઉભરી આવ્યા. તેમના પર ભ્રષ્ટાચારના દાગ હતા, પરંતુ તેમ છતાં તેઓ તેમના રાજ્યમાં લોકપ્રિય રહ્યા. જ્યારે સ્વૂકારણો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે બિજુ પટનાયકને ઇન્ડોનેશિયાની માનદ્દ નાગરિકતા આપી અને તેમને તેમના દેશનું સર્વોચ્ચ સન્માન ‘બિટાંગ જસા ઉતમા’ એનાયત કર્યું.

સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પંજાબમાં પુનઃ ખાલિસ્તાનની કોકટેલ તૈયાર થઇ રહી છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 March 2023

રાજ ગોસ્વામી

અલગાવવાદી ભાવના અથવા ચળવળોની મુસીબત એ છે કે તેનું કોઈ પરિણામ આવવાનું ન હોય અથવા તે નિષ્ફળ ગઈ હોય તો પણ, તે સુષુપ્ત અવસ્થામાં જીવતી રહે છે અને પેઢી-દર-પેઢી માથું ઊંચું કરીને જીવતદાન મેળવતી રહે છે. પંજાબમાં આ વાત સાચી પડી રહી છે. 70ના દાયકામાં, અલગ પંજાબ રાષ્ટ્ર ‘ખાલિસ્તાન’ની માંગણી સાથે શરૂ થયેલી લોહિયાળ ચળવળ, 1984માં, શીખોના સૌથી પવિત્ર ધર્મસ્થાન ગણાતા અમૃતસરના સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર નામની સૈનિક કાર્યવાહી અને તત્કાલીન પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા પછી ઠંડી પડી ગઈ હતી, પરંતુ તાજેતરની ઘટનાઓ પુરવાર કરે છે કે પંજાબ તેના લડાયક અલગાવવાદથી સંપૂર્ણપણે મુક્ત થયું નથી અને તે તેનો અરાજક અતીત ફરીથી દોહરાવે તેવી આશંકા પેદા કરે છે.

ગયા અઠવાડિયે, એક એવી ઘટના બની જેમાં અમૃતપાલ સિંહ નામના એક શિખ ઉપદેશક સામે પોલીસે ઘૂંટણિયાં ટેકવી દીધાં. ઇન ફેક્ટ, આમ તો પંજાબ સરકાર જ તેની સામે ઝૂકી ગઈ ગઈ એવું કહેવાય, કારણ કે આ ઉપદેશકના તલવારો અને બંધૂકોથી સજ્જ અનુયાયીઓએ, તેમના એક સાથીદાર લવપ્રિત સિંહ ઉર્ફે તુફાનને એક અપરાધિક કેસમાં જ્યાં રાખવામાં આવ્યો હતો તે અજનાલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો, એટલું જ નહીં, પોલીસે તેમની માંગણી સ્વીકારી લીધી અને અપરાધીને છોડી મુકવો પડ્યો. પોલીસે તોફાનીઓએ પેશ કરેલા પુરાવાઓને આધારે અપરાધીને મુક્ત કર્યાનો દાવો કર્યો છે, પણ જે રીતે તેને છોડાઈ જવામાં આવ્યો એ કાનૂન-વ્યવસ્થાની ઐસીતૈસીથી કમ નથી.

લવપ્રિત સિંહ ‘તુફાન’ અમૃતપાલ સિંહના સંગઠન ‘વારિસ પંજાબ દે’ન નેતા છે. તેને અપહરણ અને મારામારીના કેસમો પોલીસે ગિરફ્તાર કર્યો હતો. અમૃતપાલે, તેના વિરોધમાં 23મી ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. પોલીસ તેમાં ઊંઘતી ઝડપાઈ કે પછી અંદરખાને ગોઠવણ હતી એ તો ખબર નથી, પરંતુ વિરોધના નામે રીતસર પોલીસ સ્ટેશન પર આક્રમણ જ થયું.

તેના દબાવમાં સરકાર ઝૂકી. પોલીસે પહેલાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવાની જાહેરાત કરી, પણ તેનાથી ય તોફાનીઓ શાંત ન પડતાં લવપ્રિતને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી જ કરવામાં ન આવી, જેથી તેને જામીન પર છોડવાનો આદેશ થયો. પંજાબ સરકાર અને પોલીસ પોતાનું ખરાબ ન દેખાય તે માટે, 23 તારીખની ઘટનાને અલગ-અલગ રીતે ઓછી આંકવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે; સરકાર અને સુરક્ષા બળો સામે કટ્ટરવાદીઓ જીતી ગયા છે. અને આ હકીકત જ ચિંતાજનક છે.

પંજાબમાં આતંકવાદ સામે મહત્ત્વનું કામ કરનાર અને પાછળથી પંજાબના રાજ્યપાલના વિશેષ સલાહકાર બનેલા પૂર્વ પોલીસ મહાનિર્દેશક જુલિયો રિબેરોએ એક ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ સાથે ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, “23 ફેબ્રુઆરીની અજનાલાની ઘટના પોલીસનું મનોબળ તોડનારી છે. સરકારે કોઈ પણ હિસાબે અમૃતપાલ સિંહને કાબૂમાં કરી લેવાની જરૂર હતી. સરકાર અને પોલીસે એ દિવસે એક ઉત્તમ અવસર ગુમાવી દીધો હતો.”

રિબેરોએ કહ્યું હતું કે તેમને ખબર નથી કે, “આ અમૃતપાલ કોણ છે, પરંતુ અલગાવવાદીઓ અને દેશ વિરોધીઓ આનો ફાયદો ઉઠાવશે. કટ્ટરવાદીઓની માંગણીઓ સ્વીકારવાનું મોંધુ પડી શકે છે. તેના સાથીને છોડવાની જરૂર નહોતી. અમૃતપાલ હવે મોટો થશે અને પછી તેને કાબૂમાં લેવાનું મુશ્કેલ થશે. આ એક મોટી ભૂલ હતી.”

આ ઘટના પછી અમૃતપાલ સિંહ અને તેનું સંગઠન વારિસ પંજાબ દે પ્રકાશમાં આવ્યું છે અને કેન્દ્રીય તપાસ સંસ્થાઓ તેને લઈને વિગતો એકઠી કરી રહી છે. આ એકદમ નવું નામ છે. દિલ્હીની સીમા પર પંજાબના ખેડૂતો અંદોલન કરી રહ્યા હતા અને કેન્દ્ર સરકાર તેમની પર જોર-જબરદસ્તી કરી રહી હતી, ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી (અને હવે ભા.જ.પ.માં જોડાયેલા) કેપ્ટન અમરિંદર સિંહે ચેતવણી ઉચ્ચારી હતી કે પંજાબ સીમાવર્તી રાજ્ય છે, ખેડૂતોને ખાલિસ્તાની કે આતંકવાદી તરીકે ચીતરવાથી માહોલ બગડી શકે છે અને અરાજક તત્ત્વો તેનો ફાયદો ઉઠાવી શકે છે.

આ અમૃતપાલ એ આંદોલનનું ફરજંદ છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સમાચારપત્રએ તેનો વિગતવાર પ્રોફાઈલ તૈયાર કર્યો છે. 29 વર્ષનો અમૃતપાલ સિંહ ખાલસા દુબઈમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. ખેડૂત આંદોલન દરમિયાન તે પંજાબના ખેડૂતોને સમર્થન આપવા માટે આવ્યો હતો. 2022-21માં કેન્દ્ર સરકારે કૃષિ કાનૂન પાછા ખેંચી લીધા તે પછી અમૃતપાલ પાછો દુબઈ જતો રહ્યો હતો. ઓગસ્ટ 2022માં તે પાછો આવ્યો હતો. આ વખતે તેણે ધાર્મિક વાઘા પહેર્યા હતા.

તમને જો યાદ હોય તો, ખેડૂત અંદોલન વખતે, દિલ્હીમાં લાલ કિલ્લા પર ખાલસાનો ધ્વજ લહેરાવનારા પંજાબી ગાયક દીપ સિદ્ધુનું નામ બહુ  ઊછળ્યું હતું. તે વખતે એવા આરોપ થયા હતા કે ખેડૂત અંદોલનને બદનામ કરવા માટે દીપ સિદ્ધુને પેરાશૂટ કરવામાં આવ્યો હતો. ખેડૂત અંદોલનના નેતાઓએ પણ તેનાથી અંતર કરી લીધું હતું.

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં 30 સપ્ટેમ્બર 2021ના રોજ આ દીપ સિદ્ધુનું એક રોડ અકસ્માતમાં મોત થઇ ગયું હતું. તેના મોત પછી તેનું એક સંગઠન ‘વારિસ પંજાબ દે’ ( પંજાબનો વારિસ) લાવારિસ થઇ ગયું હતું. અમૃતપાલ સિંહ ખાલસાએ આ સંગઠનને ‘ગોદ’ લઇ લીધું હતું. ઇન્દિરા ગાંધીના ઓપરેશન બ્લુ સ્ટાર વખતે સ્વર્ણ મંદિરમાં ઠાર મરાયેલા જનરૈલ સિંહ ભિંડરાવાલેના ગામમાં જ તેને આ સંગઠનની કમાન સોંપવામાં આવી હતી. દીપ સિદ્ધુના ભાઈ અને પરિવારનો જો કે દાવો છે કે અમૃતપાલ ખાલિસ્તાનના નામ પર યુવાનોને ગુમરાહ કરી રહ્યો છે.

આ સંગઠનને હાથમાં લીધા પછી તેને અચનાક પંજાબમાં ડ્રગ્સનું દૂષણ દેખાયું અને તેણે તેની સામે જનજાગૃતિ શરૂ કરી. એમાં તેનો ધાર્મિક અવતાર થયો. તેણે ખુદને ખાલિસ્તાની નેતા જનરૈલ સિંહ ભિંડરાવાલેનો વારિસ ઘોષિત કરી દીધો. તેની સક્રિયતા છેલ્લા છ મહિનાથી વધી છે. સોશિયલ મીડિયા પર તે છવાયેલો છે. તેનાં દસેક ભાષણો વાઈરલ છે, જેમાં તે ખાલિસ્તાનની માંગણી કરતો દેખાય છે. તે નશામુક્ત કેન્દ્રો પર જાય છે અને ધાર્મિક નેતાની જેમ વક્તવ્યો આપે છે. પંજાબના ગામડાઓમાં તેની સારી એવી પક્કડ બની રહી છે.

અમૃતપાલ પંજાબને શુદ્ધ કરવા માંગે છે. તે કથિત ‘અમૃત પ્રચાર’ મારફતે યુવાનોમાં ઉન્મ્નાદ ભરે છે. તે ઉઘાડે છોગ ખાલિસ્તાનનું સમર્થન કરે છે. તે કહે છે, “ખાલિસ્તાનની અમારી માંગણીને દુષ્ટ રીતે ન જોવી જોઈએ, પણ બૌદ્ધિક રીતે જોવું જોઈએ કે તેના જીઓપોલિટીકલ ફાયદાઓ શું છે. એ એક વિચારધારા છે અને વિચારધારા ક્યારે ય મરતી નથી.” અમૃતપાલે ગૃહમંત્રી અમિત શાહને ઇન્દિરા ગાંધી જેવાં હાલહવાલ કરવાની ધમકી પણ આપી છે.

અમૃતપાલનો ઉદય ભિંડરાવાલે જેવો જ છે. દમદમી તક્સાલ નામના રૂઢિચુસ્ત શિખ સંગઠનનો લડાયક નેતા ભિંડરાવાલે ભારતની અંદર જ પંજાબને સ્વાયત રાજ્યની માંગણી સાથે મોટો થયો હતો અને ધીમે ધીમે તેની રાજકીય વગ વધતાં (અને ખાસ તો ઝિયા હુલ હકના પાકિસ્તાનની મદદથી) અલગ ખાલિસ્તાનની ચળવળનો આંતરરાષ્ટ્રીય નેતા બની ગયો હતો. વિદેશોમાં વસતા શિખ યુવાનો પણ તેના પ્રભાવમાં આવી ગયા હતા.

ભિંડરાવાલે કેટલો મોટો થઇ ગયો હતો તે એ હકીકત પરથી ખબર પડે છે કે 1982માં તેણે તેના સાથીદારો (અને સાથે દારૂગોળા સાથે) સ્વર્ણ મંદિરમાં આશરો લીધો હતો અને ત્યાં ‘સમાંતર સરકાર’ની સ્થાપના કરી હતી. તેને ખદેડવા માટે 1984માં ઇન્દિરા ગાંધીએ સ્વર્ણ મંદિરમાં લશ્કર મોકલવું પડ્યું હતું. જેના પગલે શીખોમાં રોષ વ્યાપી ગયો હતો અને એમાં જ તેમના શિખ અંગરક્ષકોએ ઇન્દિરાની હત્યા કરી હતી.

અમૃતપાલ ભિંડરાવાલેની જેમ જ પંજાબના યુવાનોમાં રાજકારણ અને રાજકારણીઓ પ્રત્યે વ્યાપ્ત રોષ અને નિરાશાનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને તેમાં તેને ધાર્મિક કટ્ટરતાનું હાથવગું સાધન મળ્યું છે. પંજાબની સામાજિક અને આર્થિક સમસ્યાઓ પણ એવી છે કે લોકો વૈકલ્પિક નેતાઓ તરફ ખેંચાઈ રહ્યા છે. ભિંડરાવાલેની માફક તેને વિદેશમાંથી પણ શીખોનો ટેકો હોવાનું કહેવાય છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી લગાતાર એવા સમાચારો આવતા રહે છે કે ત્યાં ખાલિસ્તાનની ભાવના બળવત્તર બની રહી છે.

આ તમામ પરિબળો એક ખતરનાક કોકટેલ છે. ભિંડરાવાલેનો જ્યારે ઉદય થઇ રહ્યો હતો ત્યારે કેન્દ્રની સરકારે તેને કાનૂન-વ્યવસ્થાનો સ્થાનિક પ્રશ્ન ગણીને નજરઅંદાજ કર્યો હતો. કંઇક એવું જ અમૃતપાલના કિસ્સામાં થઇ રહ્યું છે. અમૃતપાલ કેટલી જ હદે તેની વિચારધારાની આકર્ષક બનાવવા માટે સક્ષમ છે તે તેના સમાચાર સંસ્થા એ.એન.આઈ.ને આપેલા એક ઇન્ટરવ્યૂ પરથી ખબર પડે છે. ‘હિંદુ રાષ્ટ્ર’ અને ‘ખાલિસ્તાન’ વચ્ચે સરખામણી કરતાં તેણે કહ્યું હતું;

“તમે જો ખાલિસ્તાન જિંદાબાદ બોલો તો એ બરાબર ન કહેવાય, તમે સુપ્રીમ કોર્ટને પડકાર ફેંકો છો એવું કહેવાય, પણ કોઈ જો હિંદુ રાષ્ટ્ર જિંદાબાદ બોલે તો કેમ બરાબર છે? હિંદુ રાષ્ટ્ર એટલે શું? એ ક્યાં સ્થપાયું છે? લોકોને તેનો વાંધો નથી. હિંદુ રાષ્ટ્રનો વિચાર ખાલિસ્તાનના વિચારથી તદ્દન વિરોધી છે. તેમાં હિંદુ સિવાયના લોકોનો સમાવેશ નથી. ખાલિસ્તાનનો વિચાર એકદમ શુદ્ધ છે. એ સમાવેશી છે.”

અજનાલાની ઘટના પછી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું, “આ કોઈ કાયદો-વ્યવસ્થાની સામાન્ય બીના નથી. એમાં રાજ્ય અને દેશની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન છે.” તેઓ કહે છે કે વિદેશોમાં હિંદુ મંદિરો પર અલગાવવાદીઓ હુમલા કરી રહ્યા છે ત્યારે જ પંજાબમાં ખાલિસ્તાની તત્ત્વો માથું ઊંચકે એ યોગાનુયોગ નથી.

લાસ્ટ લાઈન:

“ધર્મસ્થળમાં સુરક્ષાની કાર્યવાહી કરવી સહેલી નથી, પણ શિખોના આ આસ્થા સ્થળને આતંકી ગતિવિધિમાં ફેરવી દેવામાં આવ્યું હતું. અમારી પાસે સુરક્ષા બળોને મોકલવા સિવાય કોઈ રસ્તો નહોતો.”

— ઇન્દિરા ગાંધી, માર્ગરેટ થેચરને લખેલા એક પત્રમાં

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 06 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

 લાખેણો દાયજો

હિતેશ રાઠોડ|Opinion - Short Stories|6 March 2023

“અરે, હાંભળો સો કે …,” કાઠિયાણી સરજુબાએ પતિ વજેસંગને હળવા સાદે ટહુકો કર્યો. 

“બોલોને, સમુડીની બા”, વજેસંગે સામો હોંકારો દીધો.

“તમે ય તે હું, આમ ને આમ સમો હાલ્યો જાય સે, ને તમે હાથ જોડીને બેઠા સો”, સરજુબાએ હૈયાવરાળ ઠાલવી.

“સમુડીની બા, હું હંધુ ય હમજુ સુ, પણ પાસતરા બે વરહ કોરાધાકોર ગયા, તે મને થ્યું કે જો આ વરહ મેઘો મંડાય તો આપણી સમુડીના હાથ પીળાં કરી નાખીયે. પણ આ વરહમાં ય કાંઈ હકરવાર નથી. હાળી માઠી બેઠી સે ને કાંય.”

સરજુબા : “ઈ હાચું, પણ સમાને માન તો આપવું જ રીયું ને. સમુડીને હવે અઢારમું બેહી ગ્યુ. ને મારું માનો તો હવે બવ વાર કરવા જેવી નથ. પસી કે’તા ના કે …,”

“વાત તો તમારી સોળાના, સમુડીની બા, પણ વિવામાં પાસો ઘરજોગ દાયજો તો કરવો પડસે ને. ને આપણી પાહેં હવે હમ ખાવા નકરું એક ખેતર રીયું સે. મુખીને કાવડિયા ધીરવા કીધું તો કે હામે હુ મૂકો સો.”

સરજુબા : “તે પસે હુ વિસાર્યું ….? જોઉં સું બીજો કોય વેત થાય ઈમ સે કે નઈ.”

….

પછી તો એ ય ને ઘડિયા લગ્ન લેવાયા, ગીતો ગવાયાં ને લાખેણો દાયજો કરી વજેસંગે વાજતે-ગાજતે સમુડીને વળાવી. ગામ આખું જોતું રહી ગયું.

બીજા દિવસની વહેલી પરોઢે કામથી પરવારી સરજુબા પતિ વજેસંગ સામે જોઈ બોલ્યા, “લ્યો હાલો તંયે હવે ખેતર નથ જાવું? 

પત્ની સામે જોઈ વજેસંગ મરક મરક મલકાઈ રહ્યાં ….!!

ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

...102030...1,2141,2151,2161,217...1,2201,2301,240...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved