(1)
સરહદ ઉપર
સૈન્યને
અહિંસાના પાઠ
ન પઢાવાય
અને
નગરમાં
પ્રજાને
હિંસાના.
(2)
વાઘ
કાગળનો
જોવો હોય તો
જુઓ
અખબારો.
પ્રાણીસંગ્રહાલયનો
જોવો હોય તો
જુઓ
સમાચાર ચેનલો.
“રામ કૃપા”, ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા, જિલ્લો-અમરેલી
![]()
(1)
સરહદ ઉપર
સૈન્યને
અહિંસાના પાઠ
ન પઢાવાય
અને
નગરમાં
પ્રજાને
હિંસાના.
(2)
વાઘ
કાગળનો
જોવો હોય તો
જુઓ
અખબારો.
પ્રાણીસંગ્રહાલયનો
જોવો હોય તો
જુઓ
સમાચાર ચેનલો.
![]()
પાંખ નભમાં વીંઝવાનુ મન થયું,
તું હસી, તો જીવવાનું મન થયું.
ઓગળ્યા તો બહુ વીતી આ જાત પર,
એટલે તો થીજવાનુ મન થયું.
આંગળી નક્કી તમારી નહિ રહે !
કેમ તમને ચીંધવાનુ મન થયું ?
આગ અંદર મેં ઉતારી બુંદ બુંદ !
કૈંક વેળા ખીજવાનું મન થયું.
પ્યાસ લાગી’તી ખરેખરની ‘પ્રણય’,
જે મળ્યું, એ પી જવાનું મન થયું !
![]()
કુદરત પણ કળયુગ સામે ઝૂકી લાગે છે,
અગનમાં ગગનથી વર્ષા છૂટી લાગે છે.
હોમી દીધું શરીર આખું ખેતરમાં તો પણ,
આજે આ કિસ્મત ખેડૂતથી રૂઠી લાગે છે.
જગતનાં તાત પર દાંત કાઢે છે આજે તું,
તારી પણ પ્રામાણિકતા ખૂટી લાગે છે.
પ્રહ્લાદ તો જીવતો રહ્યો હશે જ પણ,
હોલિકા સંસારમાં આજે ઘૂસી લાગે છે.
ઉંબરે પહેરેદાર રાખવા પડશે હવે તો,
આસુરી શક્તિ અવકાશથી તૂટી લાગે છે.
![]()

