છે તાળાંબંધી
હૈડાનાં તાળાં ખોલો!
મળે મારગ
કોરોના કેદ,
ક્યા અપરાધની?
મુક્તિ ક્યારે?
ગોઝારો ગાળો,
તવારીખ નોંધશે!
કોરોના કાળ.
યમુના તીરે
હાહાકાર યમનો
વાંસળી ક્યાં?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020
![]()
છે તાળાંબંધી
હૈડાનાં તાળાં ખોલો!
મળે મારગ
કોરોના કેદ,
ક્યા અપરાધની?
મુક્તિ ક્યારે?
ગોઝારો ગાળો,
તવારીખ નોંધશે!
કોરોના કાળ.
યમુના તીરે
હાહાકાર યમનો
વાંસળી ક્યાં?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020
![]()
અમે રેલાવેલા પરસેવા
આખર આજે
અમારા ગળે ગાળિયો થયા
સદીઓનું વાવેલું ઊગ્યું નહીં.
આને જ કહેવાય
'કિલ ઇન ઇન્ડિયા'?
ટાંટિયા તાણતાં, સાઇકલ ઢસડતાં
દેશે અને રાજાએ
અમારા ફોટા દિવસરાત જોયા.
બધું અજગર જેવું.
કોણ જાણે કેટલામે દહાડે
કેડમાં ને ખભે છોકરાં લઈ આવ્યાં
પાદરમાં જ અમે ઢગલો થયાં
કોઈ મર્યાં તો
કોઈ ઘરખેતર ભેગાં થયાં.
હજુ હજારો લોક
વાટમાં ચાલે ને શેકાય.
દેશદેશાવરથી રાજાએ
બધાં વહાલાં લાવી દીધાં
વાજતેગાજતે
અમને કોણ સંભારે?
મહામારી મટે
પછી પાછાં શીદ જઈએ?
ચપટી મીઠું ને ફાડ રોટલો ખાઈને
સત્યાગ્રહ કરીશું.
એમ કહેનારાં ને કરનારાં
આપણે દેશદ્રોહી ઠરશું
ન્યાયના લડવૈયા થયા તો
અર્બન નક્સલી ઠરશો
તો ભલે એમ જ થાઓ
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 મે 2020
![]()
અમારે તો કેડી ભલી, રાજમાર્ગ નહીં ફાવે
શેરમાં આ પગલાં કોઈ દિ’ પાછાં નહીં આવે
પાદર સુધી આવ્યુ’તું ખેતર
પણ અમે માન્યા નહીં
લાડવો ખાવા આવ્યા’તા પણ
કાંઈ અમે પામ્યા નહીં
કુટિલતા કોઠે ન પડી, નિર્દયતા નહીં ફાવે
અમારે તો કેડી ભલી, રાજમાર્ગ નહીં ફાવે
તન તોડી બાંધ્યા બંગલા
પરસેવાથી સીંચ્યા રસ્તા
તોયે એક છાપરું ન પામ્યા
એક કોળિયો ધાન ન પામ્યા
પથરા નહીં પીગળે રે, હેત જરા નહીં મળે
શે’રમાં આ પગલાં કોઈ દિ’ પાછા નહીં આવે
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 મે 2020
![]()

