નીતિ અને અર્થશાસ્ત્ર ભાગ – ૪
મૂડીવાદી વ્યવસ્થામાં નૈતિક રીતે ડંખતો જોડો ખાનગી મિલકત છે એ લગભગ ૪૦૦ વર્ષ અગાઉ જ્હોન લોક પારખી ગયા હતા. મધ્ય યુગમાં એવો સિદ્ધાંત હતો કે સંપત્તિનો વાજબી ઉપયોગ થવો જ જોઇએ. જ્હોન લોક દ્વારા તેમના Two Treatises of Government પુસ્તકમાં એમ કહેવામાં આવ્યું કે દરેક વ્યક્તિને પોતાના શ્રમથી મિલકત પ્રાપ્ત કરવાનો કુદરતી અધિકાર છે એટલે કે તેનો પોતાના શ્રમ દ્વારા પૃથ્વી પર તેને જે કંઈ મળે તે મેળવવાનો હક છે.
હવે સવાલ એ છે કે મોટા ભાગની જમીનના માલિક બહુ ઓછા લોકો છે એ બાબત સાથે આનો મેળ કેવી રીતે ખાય? જ્હોન લોક દ્વારા એવી દલીલ કરવામાં આવી કે વધુ સારા પ્રયાસો કરનારને વધુ મિલકત મળે તો તેને લાયક છે, એટલે કે મિલકતની અસમાન વહેંચણી હોઈ શકે. પછી ઘણે મોડેથી ઉપયોગિતાવાદીઓએ એવી દલીલ કરી કે અસમાનતાથી તો ઉત્પાદકતા વધે છે. અમેરિકામાં રોનાલ્ડ રીગન અને બ્રિટનમાં માર્ગરેટ થેચરના પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રની કેન્દ્રીય માન્યતા આ જ હતી.
જ્હોન લોક દ્વારા મિલકતની ન્યાયી માલિકી વિશેના જૂના ખ્યાલો સાથે જીવંત સંબંધ પણ રાખવામાં આવ્યો. તેમણે એવી દલીલ કરી કે જેઓ પોતાની મૂડી કે જમીન નકામી પડી રહેવા દે છે તેમની પાસેથી તે લઈ લેવી જોઈએ કારણ કે “કશું બગડે અથવા નાશ પામે તે માટે ઈશ્વરે માણસ માટે કશું સર્જ્યું નથી.”
મિલકતની માલિકી છે તે સાર્વજનિક ભલા માટે ટ્રસ્ટ તરીકેની છે. સારા જમીનદારો સારા સંચાલકો હતા. એટલે ખાનગી માલિકી જો સાર્વજનિક ભલા માટે પ્રયોજાય તો, તેનાથી પોતાના શ્રમથી મિલકત મેળવવાના લોકોના કુદરતી અધિકારનો ભંગ થતો નથી.
ઔદ્યોગિક યુગમાં કામદારોએ મિલકતની માલિકીની જેમ જ કામના અધિકારનો પણ દાવો કર્યો. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં પૂર્ણ રોજગારીની ધારણા કરીને એ દાવાને ફેંકી દેવામાં આવ્યો. તેમાં એમ કહેવામાં આવ્યું કે જેઓ કામ ઈચ્છે છે તેમને પૂરતા પ્રમાણમાં લવચીક શ્રમ બજારમાં કામ મળી જ રહેશે. આરામ કરવા માટે જ બેકાર રહેવાનું પસંદ કરવામાં આવે છે એમ તેમાં ધારી લેવામાં આવ્યું, એટલે પછી એવી વ્યક્તિને આવકનો કોઈ અધિકાર રહેતો નથી.
કામદારોએ તેમના શ્રમથી જે અધિશેષ જન્મે છે તેમાંથી પણ હિસ્સો મેળવવા દાવો નોંધાવ્યો. કાર્લ માર્ક્સ એમ કહે છે કે મૂડીવાદમાં એ શક્ય જ નથી. એ.સી. પીગૂ (૧૮૭૭-૧૯૫૯) જેવા અર્થશાસ્ત્રીઓએ આવકની પુનઃ વહેંચણી માટે વૈજ્ઞાનિક કેસ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. જે માણસ પાસે પૈસા છે તેની પાસેના પૈસાનો સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે એમ કહીને પિગૂએ ધનવાનોના પૈસા ગરીબોને આપવાની તરફેણ કરી. પછી આ પ્રયાસ પર પાણી ફરી વળ્યાં કારણ કે લાયોનેલ રોબિન્સ દ્વારા ૧૯૩૮માં એમ કહેવામાં આવ્યું કે સંતોષની તીવ્રતા માપવાનું અશક્ય છે. પછી એ સ્વીકૃત સિદ્ધાંત બની ગયો કે જુદી જુદી વ્યક્તિઓના તુષ્ટિગુણની સરખામણી કરીને સામાજિક કલ્યાણનું વિધેય તારવી શકાય જ નહિ.
કેટલાક અર્થશાસ્ત્રીઓએ એમ ભારપૂર્વક કહ્યું કે સામાજિક કલ્યાણનું વિધેય ગેરહાજર હોય એટલે એનો અર્થ એવો નથી થતો કે સંપત્તિની પુનઃ વહેંચણીનું ધ્યેય ત્યજી દેવામાં આવ્યું છે. એનો અર્થ તો માત્ર એટલો જ થાય છે કે મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં વિતરણના ન્યાયનો પ્રશ્ન છોડી દેવામાં આવ્યો છે. તેને બદલે એવી સાબિતીઓ પણ આપવામાં આવી કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનનાં તમામ સાધનોને તેમના સીમાંત ઉત્પાદન જેટલું વળતર મળે જ છે. તેને પરિણામે સંપત્તિના વિતરણને રાજકીય નહિ તો આર્થિક એજન્ડામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યું.
હકીકતમાં, વીસમી સદીના મોટા ભાગના સમયમાં વિતરણનો સવાલ રાજકીય એજન્ડામાં પ્રભાવક રહ્યો. સામાજિક લોકશાહીમાં માનનારાઓ દ્વારા એવી દલીલ કરવામાં આવી કે નાગરિકત્વને લીધે રાજ્યની એ જવાબદારી ઊભી થાય છે કે તે લોકશાહી અર્થપૂર્ણ રીતે કાર્યરત બને તે માટે લોકોની ભૌતિક સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં સમાનતા આવે તેમ કરે. આજે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને નિરાશાવાદી સમાજશાસ્ત્રીઓ કલ્યાણ રાજ્યના ખ્યાલ ઉપર સમાન રીતે હુમલા કરે છે. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ માને કે કલ્યાણ રાજ્ય મનુષ્યની કામ કરવાની વૃત્તિ ઓછી કરી નાખે છે અને નિરાશાવાદી સમાજશાસ્ત્રીઓ એમ માને છે કે તે સમાજનું નૈતિક અધ:પતન આણે છે.
હાલ મિલકતના અધિકારના ન્યાય વિશે અર્થશાસ્ત્રીઓ કરતાં દાર્શનિકો વધુ ચર્ચા કરે છે. અમેરિકન દાર્શનિક જ્હોન રોલ્સ (૧૯૨૧-૨૦૦૨) દ્વારા અસમાનતાનો સિદ્ધાંત અપાયો. બ્રિટિશ દાર્શનિક જ્હોન લોક દ્વારા એમ કહેવાયું હતું કે ખાનગી મિલકતની માલિકીનું નૈતિક વાજબીપણું હોવું જોઈએ. જ્હોન લોક જ્યારે એમ કહે છે કે જેમની પાસે બહુ ઓછી મિલકત છે તેમની સ્થિતિ સુધરવી જોઈએ ત્યારે તેઓ જ્હોન લોકોની જ વાતમાં સુધારો કરે છે એમ કહેવાય.
મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રની બહાર મિલકતની માલિકીની નૈતિક જવાબદારીના પ્રશ્નમાં ફરી એક વાર રસ જાગ્યો છે.
શેર હોલ્ડરોના શેરનું મૂલ્ય મહત્તમ કરવાની કંપનીઓની કાનૂની જવાબદારી છે તે ઉપરાંત શું તેમની કોઈ નૈતિક જવાબદારી હોય ખરી? કંપનીઓની સામાજિક જવાબદારી (CSR) અને હિતધારક મૂડીવાદ(stakeholder capitalism)ના ખ્યાલો આવી જ ચર્ચાનું ફળ છે. જો કે, CSR એ મોટે ભાગે મોટો ધંધાકીય પ્રચાર બની ગયો છે.
એમ અનેક અભ્યાસો દર્શાવે છે કે જે કંપનીઓ માત્ર તેમના માલિકો અને વરિષ્ઠ મેનેજરોનું જ હિત જુએ છે તેમના કરતાં કામદારો, પુરવઠાકારો અને નજીકના રહીશો પ્રત્યે વધુ જવાબદારીઓ અદા કરનારી કંપનીઓ વધુ નફો રળી લે છે. પરંતુ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં મિલકતના માલિકો તો મિલકતના કારભારી છે એવા ખ્યાલનો પડઘો મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં ભાગ્યે જ પડ્યો. એનું કારણ એ છે કે મિલકતના અધિકારો વિશેના સંકુચિત ખ્યાલને તે પડકારે છે. એટલું જ નહિ, તે જમીન, મૂડી અને શ્રમનાં બજારો એકદમ ન્યાયી છે અથવા તો તેમને ન્યાયી બનાવી શકાય તેમ છે એવા દિમાગમાં ઘૂસી ગયેલા ખ્યાલને પણ પડકારે છે; કારણ કે એ ખ્યાલ તો એમ સમજે છે કે તમામ ઉત્પાદકોને એટલું જ વળતર મળે છે કે જે ગ્રાહકો માટે યોગ્ય છે.
નૈતિકતાની ચર્ચા ફક્ત એકપક્ષી રહી નથી. કાનૂની રીતે અમલમાં મૂકી શકાય તેવા સુસ્પષ્ટ મિલકતના અધિકારો માટે કાર્યક્ષમતાની દલીલ કરવામાં આવે જ છે. વળી, જાહેર લાભ માટે મિલકતનો ઉપયોગ થવો જોઈએ એવો આગ્રહ ખાનગી મિલકતના પ્રશિષ્ટ ઉદારમતવાદી બચાવને ઓછો આંકે છે, કારણ કે તે એમ કહે છે કે તેનાથી તો રાજ્ય સ્વચ્છંદી રીતે ખાનગી મિલકત પચાવી પાડે છે. એવી એક ઉદારમતવાદી દલીલ પણ કરવામાં આવે છે કે કામદારો અને માલિકો વચ્ચે જે સ્વૈચ્છિક કરારો થતા હોય તેમાં રાજ્યે વચ્ચે પડવું જોઇએ નહિ. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓએ આ દલીલોને અવગણવી જોઇએ નહિ. તેમણે તો તેમની વિશ્લેષણની પસંદગીઓ નૈતિક અને રાજકીય છે કે નહિ તે પ્રત્યે સભાન રહેવું જોઈએ એટલું જ.
(ક્રમશ:)
સ્રોત:
લેખકનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()





આ તબક્કે બન્ને કવિઓના ધર્માંતરણના નિર્ણય માટે જવાબદાર કારણોનો ટૂંકો ચિતાર આપવો ઉપયોગી બનશે. પ્રશ્નોરા બ્રાહ્મણમાંથી પ્રખર સ્વિડનબોર્ગયનીઝમ સુધીની કાન્તની સફર પર એક નજર કરીએ. આ ઘટનાને એક સદી ઉપર સમય થઈ ગયો છે. તે વખતે કાન્ત ૩૦ વર્ષના હતા. ૧૮૯૭માં ગિરગાંવના નેટિવ યુનિટરેયિન ચર્ચના પુસ્તકાલયમાં કાન્ત સ્વીડનબોર્ગનાં લખાણોના સંપર્કમાં આવ્યા. તે સમયે કાન્ત ગુજરાતીના શિક્ષકોના તાલીમ કેન્દ્રના હેડમાસ્તર હતા અને ગિરગાંવની મુલાકાતે અવારનવાર જતા. સ્વીડનબોર્ગનું સૂત્ર હતું “ઈશ્વર પ્રેમ છે અને જે પ્રેમમાં વસવાટ કરે છે તે ઈશ્વરમાં વસવાટ કરે છે અને ઈશ્વર તેનામાં વસવાટ કરે છે. વૈવાહિક પ્રેમ એ પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને તેવાં વ્યક્તિ પોતાના જોડીદાર સાથે સ્વર્ગમાં ઐક્ય મેળવે છે. પ્રથમ પત્નીના મૃત્યુથી વ્યથિત કાન્તના ઘાયલ હૃદય માટે આ મલમ સાબિત થયું. છેવટે કાન્તે ૧૮૯૮માં ધર્મપરિવર્તન કર્યું. આ નિર્ણયનાં કપરાં પરિણામો કાન્તે ભોગવવા પડ્યા. રા.વિ. પાઠક નોંધે છે તેમ, “આ ધર્માંતરના ક્ષોભથી તેમના સર્વ પ્રેમતંતુઓ વિષમ ખેંચતાણોમાં છિન્નભિન્ન થઈ ગયા. આખું જીવન જાણે અંધકારમય ગ્લાનિમાં ગર્તમાં તેમણે ગાળ્યું .…” (પૂર્વાલાપ, ૧૦૧) દુન્યવી દુ:ખ છતાં કાન્તની આધ્યાત્મિક ખેંચાણે એમને નિર્ણય લેવડાવ્યો. હૉપકિન્સે પણ ધર્મપરિવર્તનના એમના નિર્ણયને લીધે કુટુંબ અને સમાજનો તિરસ્કાર વેઠવો પડ્યો હતો.