ડાયસ્પોરાના ઋણી આપણે
સામાજિક સ્વસ્થતાની સ્થાપના-માવજત માટે ૪૭ વર્ષથી કાર્યરત-કટિબદ્ધ સામયિક એટલે ‘નિરીક્ષક’. અભિનંદન તત્કાળ નિમિત્ત દર્શક સ્મૃિત વ્યાખ્યાનમાળા અંગે વિપુલ કલ્યાણીનો લેખ, મનુભાઈએ જે પાંચ વિષયોની આરાધના-ઉપાસના કરેલી, તે તરફ તેમની – વિલાયતના મિત્રોની નિસબત સૂચવે છે, ૨૦૦૪થી ’૦૬ દરમિયાન તેમણે એકત્ર કરેલ ભંડોળ અને તેના ઉપયોગ અંગે લોકભારતીના તત્કાલીન વ્યવસ્થામંડળમાં ચર્ચા થયેલી. હવે નવ વર્ષ બાદ દશ હજાર પાઉન્ડ જેટલી માતબર રકમ લોકભારતીને અપાઈ છે, ત્યારે વિષયવૈવિધ્ય, વ્યાખ્યાતાઓના ફલક વિસ્તાર અને સ્થળસીમાઓનીયે બહાર આયોજન આકારિત થતાં ‘દર્શક’ની ચેતના અને ચિંતનનું બૃહદ્દ સમાજ સુધી વિસ્તરણ થઈ શકશે.
વિપુલભાઈ, સદ્ગત હીરજીભાઈ અને ગુજરાતી ડાયસ્પોરાના આપણે સૌ ઋણી રહેશું.
— પ્રવીણચંદ્ર ઠક્કર
વડોદરા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 05
![]()


ફ્રેન્ચ વિચારક અને લેખક જ્યા-પોલ-સાર્ત્રે 1964માં સાહિત્યનું નોબેલ પારિતોષિક ઠુકરાવતી વખતે કહ્યું હતું, “એક લેખકે લખાયેલા શબ્દને વફાદાર રહીને જ એનો રાજનૈતિક, સામાજિક કે સાહિત્યિક અભિગમ કેળવવો જોઈએ એને જેટલાં પણ સન્માન મળે છે એનાથી એના વાચકો એક પ્રકારના અહેસાન હેઠળ આવી જાય છે. હસ્તાક્ષર કરતી વખતે ‘જ્યા-પોલ-સાર્ત્ર’ લખવું અને ‘જ્યા-પોલ-સાર્ત્ર, નોબેલ પારિતોષિક વિજેતા’ એમ લખવું એ બંનેમાં ફરક છે. એક લેખકે સંસ્થાઓથી પ્રોત્સાહિત થવાથી બચવું જોઈએ.”
નયનતારા સહગલના પગલે મશહૂર હિન્દી કવિ અશોક વાજપેયી, મલાયલી લેખિકા સારા જોસેફ અને ઉર્દૂ લેખક રહમાન અબ્બાસે પણ અકાદમીના એવોર્ડ પાછા આપ્યા છે. આ તમામ લેખકોના વિરોધ એ છે કે અગાઉ કન્નડ લેખક એમ. કુલબર્ગીની હત્યા અને છેલ્લે દાદરીની ઘટના પછી દેશમાં બિનસાંપ્રદાયિકતા અને ભિન્ન મત ખતરામાં છે અને મોદી સરકાર આ બાબતે મૌન બનીને તમાશો સેવી રહી છે.