કવિતા …..
અંદાજ,
અનુભૂતિ,
મનોરંજન કે મનમોહક,
યાદ ને મરશિયા,
વિચાર, કલ્પન,વાણી,
ગદ્યનું ટૂંકુ રૂપાંતર,
યાચના કે આક્રોશ,
વેદનાંનું વર્ણન,
ગાળો કે ડંફાશો,
એક શબ્દ કે નવલકથા,
સલાહ ને શિખામણ,
ભૂમિતિ ને વ્યાકરણ,
વિશ્વયુદ્ધનું સ્લોગન,
પ્રેમનું કારણ,
પ્રેમીઓની ભાષા,
નિજાનંદની આભા,
ગણગણાતું ગીત,
છંદબદ્ધ કે અછંદ ગઝલ,
ભજન, કીર્તન,ધૂન ને દુહા,
પૈસાથી ખરીદાતી વસ્તુ,
છપાતી કે ન છપાતી રચના,
સકારણ કે અકારણ લખાણ,
બધ્ધું જ હોઇ શકે…
પેટ નહીં…..
૩૦/૧૦/૨૦૨૦
e.mail : naranmakwana20@gmail.com
![]()


આ ગીત વિશે અનિલ જોશીએ સરસ સ્મૃતિઓ વહેંચી. "ઘણાં વર્ષ પહેલાં મારું અતિ લોકપ્રિય ગીત, ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો …’ મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ (નાથાભાઈ જોશી) હતા. મને સપનામાં ઘણી વાર પંક્તિ સૂઝે જે હું સવારે ઊઠીને તરત ટપકાવી લઉં. આ ગીતની પંક્તિ ગોંડલની અમારી અગાસીમાં સૂઝી હતી. એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો. સાંજનો સમય હતો. ભાઈ બહારની પરસાળમાં સૂતા હતા. હું એમની પાસે જઈને બેઠો. ભાઈ કહે : ‘કવિતા લખાય છેને? સંભળાવ.’ મેં ભાઈને ‘મારી કોઈ ડાળખી…’માં ગીત સંભળાવ્યું. આખું ગીત સાંભળ્યા પછી ભાઈ થોડી વાર મૌન થઇ ગયા. થોડીવારે મને કહ્યું, ‘અનિલ, હવે તું એવું ગીત લખ કે મારી સહુ ડાળખીમાં ભરપૂર પાંદડાંઓ છે છતાં મને પાનખરની બીક નથી લાગતી. આપણી પાસે કશું જ ના હોય તો પછી એની બીક શું કામ લાગે? આપણી પાસે બધો જ વૈભવ હોય છતાં એ જતો રહેવાની બીક ના લાગે એની જ મજા છે.’ એ દિવસોમાં હું યંગ હતો. મેં એવું ગીત લખવાનાં ખૂબ ફાંફાં માર્યાં પણ લખી શક્યો નહિ. ભાઈની ગેરહયાતીમાં એવું ગીત અનાયાસે લખાયું તે ભાઈને અર્પણ કર્યું હતું. એ ગીત છે :
મારા તરફ આંગળી ચીંધીને મારી ઓળખ આપતાં કહ્યું, ‘જુઓ, પેલા મારી કોઈ ડાળખીવાળા ભાઈ પણ મોલમાં આવ્યા છે.’ અહીં મેં જોયું કે મારું નામ જ ગીતમાં ઓગળી ગયું છે. લોકો ગીતની પંક્તિથી જ મને ઓળખે એ પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતનો જાદુ છે. પુરુષોત્તમ નૈસર્ગિક કલાકાર છે. એના સ્વરાંકનમાં ચતુરાઈ નથી. બેગમ અખ્તર પણ એમની કલાને સન્માન આપે. સલામત-નજાકતઅલી પણ પુરુષોત્તમના ચાહક.