સાંજના ભભકભર્યા, રળિયામણા અવકાશમાં અચાનક પદ્મશ્રી જયા અમિતાભ બચ્ચનનો ચહેરો ઝળકી ઊઠ્યો અને એમના શ્રીમુખેથી એમણે આકાશવાણી કરી કહ્યું, કે
અદબ-પલાઠી, મોં પર આંગળી!
નારીશક્તિ … સર્ગચેતના … આંખ બંધ કરી ઊંઘી જાઓ ! અને ઊંઘતા પહેલાં બધાંને કહી દો કે …
વાત કરવાની નથી …
__________________________
મજદૂરીની યાતનાની વાત કરવાની નથી
ઓ કવિ! સંવેદનાની વાત કરવાની નથી
કોઈ પાટા પર સૂતાની વાત કરવાની નથી
કોઈએ ભૂખ્યા઼-દુખ્યાની વાત કરવાની નથી.
સાધુ-સંતોને ક્હો કે દાયરા માંહે રહે!
સાંપ્રદાયિક એકતાની વાત કરવાની નથી.
પત્રકારો સ્ટેચ્યુની ઊંચાઈની વાતો કરો!
રોડના ખાડા-ભૂવાની વાત કરવાની નથી.
ન્યાયમૂર્તિઓ, વકીલો, સમજી લ્યો આ કાયદો!
ભૂલેચૂકે કાયદાની વાત કરવાની નથી.
પ્રશ્ન પૂછવાના નથી, ઉત્તર વયે, ઓ સાંસદો!
ગ્રોથ આડે આવવાની વાત કરવાની નથી.
કાર્ટૂનિસ્ટો, ઠઠ્ઠા શું માંડ્યા છે શાસક પક્ષના!
લોકશાહીની દશાની વાત કરવાની નથી.
ઢોલ-ત્રાંસાથી ઉકરડા છાવરો સંગીતકાર!
સમજી લો, સંવાદિતાની વાત કરવાની નથી.
ચિત્રકારો, ચિત્ર દોરો સોનેરી બેકગ્રાઉન્ડમાં!
ને વળી ત્યાં કાલિમાની વાત કરવાની નથી
ફોટોગ્રાફરજી, ભલા! ખીંચો છબી ઝરણાંઓની!
આઇના દેખાડવાની વાત કરવાની નથી
મીડિયા, કીધેલું દર્શાવો અને સખણાં રહો!
ખાંખાંખોળાં માંડવાની વાત કરવાની નથી
છો મરો ઓ નાગરિકો, ડોક્ટરો, નર્સો, પુલીસ!
રેલીઓ નહીં કાઢવાની વાત કરવાની નથી.
ઝાંસીની રાણીઓ! કેવળ બાઈ લક્ષ્મી થઈ જીવો,
તંત્રને પડકારવાની વાત કરવાની નથી.
જે રીતે મિયાંની મીંદડી થઈને વર અને ઘર સંભાળીને ચૂપચાપ બેસી ગયાં છે … તો અમને બહુ માન છે એમના માટે તો ભાઈ, અમે તો ચિઠ્ઠીના ચાકર છઈએ.
જયાબેનનું બોલેલું બધ્ધું તો યાદ નથી, પણ જેટલું યાદ રહ્યું એટલું લખ્યું. થોડાને પૂરતું કરીને વાંચજો જી.
![]()


આ વરસની પહેલી જાન્યુઆરીએ દુનિયામાં ૩,૯૨,૦૭૮ બાળકો જન્મ્યા હતા. તેમાં સૌથી વધુ ૬૭,૩૮૫ બાળકો ભારતમાં જન્મ્યા હતા. પણ ભારતમાં જેટલાં બાળકો જન્મે છે તે બધાં જ જીવતાં નથી. ૨૦૧૮ના વર્ષમાં ૨૫ લાખ નવજાત બાળકો જન્મના પ્રથમ મહિને અને તેમાંના એકતૃતીયાંશ તો પ્રથમ જ દિવસે મરી ગયા હતાં. બાળ મૃત્યુદરના આ બિહામણા આંકડા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આપણને આશ્વસ્ત કરે છે કે ભારતમાં બાળ મૃત્યુદર ઘટ્યો છે ! જો કે કોરોના મહામારી પછી આ ચિત્ર બદલાઈ શકે છે. બાળ મૃત્યુદરના મોટા પ્રમાણનું પ્રમુખ કારણ કુપોષણ છે. કોરોનાકાળમાં વકરેલી બેરોજગારી, ગરીબી અને સ્થળાંતરિત કામદારોની સમસ્યાને લીધે ભૂખમરો વધતાં કુપોષણથી થતાં મોત વધી શકે છે.