એક લઘુ કથા :~
જોર્ડનથી ફ્લાઈટમાં બેઠો ત્યારે બાજુની સીટ પર એક સુંદર, ધનાઢ્ય લાગતી ઈરાકી મહિલાએ મને પૂછ્યું, 'માઠું ન લાગે તો કહો, તમે હિંદુઓ કોને પૂજો છો ?'
મેં કહ્યું, 'અલ્લાહને.'
તે કહે, 'ના સાચું કહો, who is your God?'
મેં કહ્યું, 'How many Gods are there?'
તે કહે, 'ભગવાન તો એક જ હોય ને!'
મેં કહ્યું, 'તો પછી તમે અમને કેમ કાફિર કહીને ધિક્કારો છો? મારો ભગવાન બીજો કઈ રીતે હોઈ શકે? મારી ભાષા, સંસ્કૃિત અને પુસ્તકો તો જુદાં હોવાના જ ને? અલ્લાહ શું આકાશમાં બેઠો, ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર તાણીને, કહે છે કે આ બાજુનો ભાગ મારો ને તે બાજુનો ભાગ રામ કૃષ્ણનો?'
બિચારી થોડી હેબતાઈ ગઈ; પણ પછી મને કહે, તારો ફોન નંબર આપ, હું મારા શેખ(ધર્મગુરુ)ને પૂછી ને જવાબ આપીશ.
૨૦૦૫માં બનેલી આ વાતનો હજી તેને જવાબ મળ્યો નથી લાગતો.
e.mail : chetan_gshah@yahoo.com
![]()



બ્રાયન્ટ કહે છે કે પશ્ચિમની દુનિયામાં કિસ અજીબ ક્રિયા હતી. 1920ની આસપાસ જાપાનમાં પ્રસિદ્ધ ફ્રેન્ચ શિલ્પી ઓગસ્ટે રોડીનનું ‘ધ કિસ’ શિલ્પ મૂકવામાં આવ્યું ત્યારે લોકોમાં એટલો આઘાત ફેલાઈ ગયેલો કે શિલ્પની આજુબાજુ વાંસની દીવાલ બનાવી દેવાયેલી અને એમાં જોવા માટે પરવાનગી લેવી પડતી હતી. ‘ધ સ્નિફ-કિસ ઇન એન્સિયન્ટ ઇન્ડિયા’ નામની કિતાબમાં જણાવ્યા પ્રમાણે સંસ્કૃત સભ્યતામાં એકબીજાને સૂંઘવું એ કિસનો પ્રકાર હતો.
૧૯૮૯નું વર્ષ અનેક અર્થમાં નિર્ણાયક વર્ષ હતું અને ૨૦૧૪ એનું પરિણામ ભોગવી રહ્યું છે. સમાજમાં અનેક પરિબળો એકસાથે અને એકબીજાની વિરુદ્ધ કામ કરતાં હોય છે. એમાંનાં કેટલાંક પરિબળો આપણી દ્રષ્ટિએ સમાજ હિતમાં હોય છે અને કેટલાંક સમાજના હિતમાં હોતાં નથી. કેટલાંક પરિબળો આપણને ગમે છે તો કેટલાંક આપણને ગમતાં નથી. કેટલાંક પરિબળો સમજાય છે તો કેટલાંક ઝટ સમજાતાં નથI.