સમાચાર બહુ સરસ છે. એમના અવસાનના બાવન વર્ષ પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈન એક ચેતના બનીને સંસારના સમગ્ર લોકોના જહેનમાં જીવે છે. એમને માનવ ઇતિહાસના મહાનાયક તરીકે ઘોષિત કરાયા છે. એટલે કે, માનવ જીવનની શરૂઆત થઇ ત્યાંથી શરુ કરીને આજ સુધી જગતમાં જેટલા ઇતિહાસસર્જક લોકો થઇ ગયા એવા ૪૦ની એક યાદીમાંથી આઈન્સ્ટાઈનને સૌથી વધુ સકારાત્મક મત મળ્યા છે. આઈન્સ્ટાઈનના જ દેશ જર્મની અને ન્યુઝીલેન્ડના બે સંશોધકો, કત્જા હાંકે અને જેમ્સ લીએ ૩૭ દેશોના ૬,૯૦૨ યુનિવર્સીટી વિદ્યાર્થીઓને ઇતિહાસની ધારા અને ધરા બદલનારી ૪૦ શખ્સિયતોને ૭ પોઈન્ટ્સના સ્કેલ (અત્યંત સકારાત્મકથી લઇને અત્યંત નકારાત્મક તરફ) ઉપર માપવા કહ્યું હતું, જેમાં આ પરિણામ આવ્યું છે.

આ સર્વેમાં યુરોપિયન ઈસાઈ દેશો (આર્જેન્ટીના, બ્રાઝીલ, બુલ્ગેિરયા, કોલમ્બિયા, હંગેરી, મેકશીકો, પેરુ,પોર્ટુગલ, રશિયા, સ્પેન), પશ્ચિમી દેશો (ઓસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, કેનેડા, ફીજી, જર્મની, ઇટાલી, નેધરલેંડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, ફિલિપાઈન્સ, સ્વિત્ઝરલેન્ડ, યુ.કે., યુ.એસ.એ.), મુસ્લિમ દેશો (ઇન્ડોનેશિયા, મલેશિયા, પાકિસ્તાન, ટ્યુનિશિયા) અને એશિયન દેશો(ચીન, ભારત, હોંગકોંગ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન)ના લોકોને એમનાં ચિરપરિચિત ‘નાયકો અને ખલનાયકો’ વિષે પૂછવામાં આવેલું.
એમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનને બધા લોકોએ સૌથી શ્રેષ્ઠ તરીકે, સૌથી ઉપર પસંદ કરેલા. બીજા નંબરે મધર ટેરેસા, ત્રીજા નંબરે મહાત્મા ગાંધી, ચોથા નંબરે માર્ટિન લૂથર કિંગ, પાંચમાં નંબરે આઈઝેક ન્યુટન, છઠ્ઠા નંબરે (સરપ્રાઈઝ સરપ્રાઈઝ) જીસસ, સાતમાં નંબરે નેલ્સન મંડેલા, આઠમાં નંબરે થોમસ એડીસન, નવમા નંબરે અબ્રાહમ લિંકન અને છેલ્લે બુદ્ધ આવ્યા હતા.
આ તો માનવજીવનને ઉજળું કરનારા તારાઓ. અંધારું ફેલાવનારાઓનું શું? શ્રેષ્ઠતાના સામા છેડે કનિષ્ઠના સ્કેલ ઉપર સૌથી ઉપર નામ હતું હિટલરનું. એ પછી એની આંગળી ઝાલનારાઓમાં ઓસામા બિન લાદેન, સદ્દામ હુસેન, (સરપ્રાઈઝ સરપ્રાઈઝ) જ્યોર્જ બુશ, જોસેફ સ્ટાલિન, માઓ ઝેદોન્ગ, ચંગીસ ખાન, સલાદીન (ઈજીપ્તનો પહેલો સુલતાન) અને કિન શિ હુંગ (ચીનનો પ્રથમ શહેનશાહ) હતા.
છેલ્લા ત્રણ આમ તો ખલનાયક નો’તા પણ, એમનું રેટિંગ મામૂલી હતું. જોવા જેવું એ છે કે, બુશ સ્ટાલિન અને ચંગીસ ખાન કરતાં પણ બધું બદતરીન છે. એનું કારણ, સંશોધકોએ કહ્યું તે પ્રમાણે, સમય છે. સ્ટાલિન અને ચંગીસ ખાન મોટી કત્લેઆમ માટે જવાબદાર હતા પણ, એ જૂનો ભૂતકાળ છે, જ્યારે લોકોને બુશે બે યુદ્ધોમાં જે સંહાર કર્યો એ વધુ યાદ હોય એવું બને.
સકારાત્મક અસર છોડી જનારાઓની યાદીમાં સૌથી રસપ્રદ વાત એ છે કે પૂરા વિશ્વના સમાજોમાં માનવતાપ્રેમીઓ અને આધ્યાત્મિક પુરુષોનો દબદબો તો છે જ પણ, વૈજ્ઞાનિકોનું રેન્કિંગ સૌથી ઉપર છે. ટોપ ટેનમાં ત્રણ છે; આઈન્સ્ટાઈન, ન્યુટન અને એડીસન. દરેક સમાજ અને દરેક દેશના પોત-પોતાના નાયકો અને ખલનાયકો હોય છે, જે એમની સંસ્કૃિતમાંથી પેદા થાય છે. જરૂરી નથી કે એક સમાજનો હીરો કે વિલેન બીજા સમાજના લોકો માટે પણ હીરો કે વિલેન હોય. એટલે, આ પ્રકારનાં રેન્કિંગ સબ્જેક્ટીવ પણ હોય છે, અને કોઈ એક સમય કે સમાજમાં એ પ્રાસંગિક કે અપ્રાસંગિક હોય છે. આ પહેલો એવો સર્વે છે જે વૈશ્વિક છે અને તમામ સભ્યતાઓને સમાવતો છે.
એટલે જ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, નેતાઓને પાછળ રાખીને, દેશ-કાળ-ભાષા-સંસ્કૃિતની સીમાઓ તોડીને બધા માટે મહાનાયક હોય એ બહુ રસપ્રદ કહેવાય. સંશોધકો લખે છે, આ તમામ દેશોના યુનિવર્સીટી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જ્ઞાનની ભૂખ વધુ છે એ અહીં સાબિત થાય છે. દુનિયામાં અત્યારે (અને ભૂતકાળમાં) જે જંગાલિયત થઇ છે, એમાં રાજનેતાઓની જ તો ભૂમિકા રહી છે (ઉદાહરણ – જ્યોર્જ બુશ) ત્યારે વૈજ્ઞાનિકો માનવજાતના ‘રોલ મોડેલ’ નીકળે એ ખાસ્સા આશાના સમાચાર છે.
અનેક સંશોધનો, નવલકથાઓ, ફિલ્મો, નાટકો અને કળાનો વિષય બનેલા, પાગલ વૈજ્ઞાનિક અને ચસકેલા દિમાગના પ્રોફેસર તરીકે જાણીતા અને મહાન બુદ્ધિશાળીમાં ગણાતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ભગવાનનો જ અવતાર ગણાતા જીસસથી પણ આગળ હોય, એ કેટલી મોટી વાત છે! આઈન્સ્ટાઈને જ કહેલું – ધર્મ વગરનું વિજ્ઞાન લંગડું છે, પણ વિજ્ઞાન વગરનો ધર્મ તો આંધળો છે. “તમે શેમાં માનો છો?” એવા એક સવાલના જવાબમાં એમણે કહ્યું હતું, “આપણે જે પણ અનુભવ કરીયે છીએ, તેની ય પાર કંઇક એવું પણ છે, જેને આપણું મન પામી શકતું નથી. એની મનોહરતા અને મહાનતા આપણી સામે અપ્રત્યક્ષ આવે છે – મારા માટે એ ધાર્મિકતા છે, અને એ અર્થમાં હું ધાર્મિક છું.”
આઈન્સ્ટાઈન આસ્તિક હતા કે નાસ્તિક, એનો એક ઐતિહાસિક વિવાદ છે, અને એના ઉપર પાનાંઓ ભરીને લખાયું છે, પણ અહીં એમનાં વૈજ્ઞાનિક યોગદાનની વાત છે, જે એમને મહાનાયક બનાવે છે. 1999માં, ટાઇમ મેગેઝિને આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પર્સન ઓફ ધ સેન્ચ્યુરી જાહેર કર્યા હતા, જ્યારે ગેલપના સર્વેમાં તેમને 20મી સદીના ચોથા સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિ જાહેર કરાયા હતા. દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં આઈન્સ્ટાઈન વિષે અઢળક લખાયું છે. ભાગ્યે જ કોઈક એવું હશે, જેને આઈન્સ્ટાઈનનું નામ ખબર ના હોય.
દ્વિતીય મહાયુદ્ધ પહેલાં આઇન્સ્ટાઇન અમેરિકામાં એટલા લોકપ્રિય હતા કે લોકો તેમને રસ્તા ઉપર રોકીને તેમની થિયરી સમજાવવાની વિનંતી કરતા. આઈન્સ્ટાઈન આનાથી બહુ હેરાન થયેલા, અને એમણે એક રસ્તો શોધી કાઢેલો. કોઈ એમને રોકે તો એ કહેતા,” I am sorry, માફ કરો, મને લોકો પ્રોફેસર આઇન્સ્ટાઇન સમજી લેવાની ભૂલ કરે છે, પણ હું એ નથી.”
વિજ્ઞાનમાં આઈન્સ્ટાઈનની થિયરીને સાપેક્ષવાદ કહેવાય છે. ત્રણ પરિમાણો(લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ)ની સાથે આઈન્સ્ટાઈને ચોથું પરિમાણ ઉમેર્યું – સમય. અણુશક્તિનો આવિષ્કાર એમણે કર્યો હતો, જે ઈ=એમસી2 (E = mc^2) તરીકે જાણીતો છે. ૧૯૪૫માં હીરોશીમામાં અણુબૉમ્બ ફૂટ્યો. દુનિયા એ જોઈને ધ્રૂજી ગઈ! આઈન્સ્ટાઈન ત્યારે માથું હલાવીને બોલ્યા હતા, "ઓહ! આના માટે દુનિયા હજી તૈયાર નથી …" આઈન્સ્ટાઈન પછી કાયમ માટે શાંતિદૂત બની ગયા.
આ બધું જ બહુ જાણીતું છે, અને એટલે જ, એમનું મગજ વર્ષોથી કુતૂહલનો વિષય રહ્યું છે. ૧૯૫૫માં, ૭૬ વર્ષની વયે આઈન્સ્ટાઈનનું અવસાન થયું તે પછી, ચિકિત્સક થોમસ હાર્વેએ એમના મગજને ૨૪૦ હિસ્સામાં કાપી નાખ્યું હતું. દરેક હિસ્સાના ૨,૦૦૦ જેટલા નાના-નાના ટુકડા કરી દેવાયા હતા, અને દુનિયાના ૧૮ અન્વેષકોને મોકલી અપાયા હતા, જેથી માઈક્રોસ્કોપિક સ્તરે એની જાંચ થઇ શકે. હાર્વે સિવાય કોઈને બહુ ખબર નહીં પડી, અને મોટાભાગના હિસ્સા ખોવાઈ પણ ગયા છે.
આ બધું મળીને ૬ પેપર્સ લખાયાં છે, જેમાં ગજબની વાતો છે. એમનાં મગજમાં, બીજાઓની સરખામણીમાં, ન્યુરોન્સ(તાંત્રિક કોશિકાઓ)ની ડેન્સીટી (ઘનતા) વધારે હતી. એક અભ્યાસમાં એવી વાત આવી કે આઈન્સ્ટાઈના parietal lobesમાં (જેમાં બધી સેન્સરી ઇન્ફોર્મેશન પ્રોસેસ થાય) ‘નદી-નાળા’ બહુ અસામાન્ય હતા, જે એમની અપ્રતિમ બુદ્ધિશક્તિ માટે કારણભૂત હોઈ શકે.
૨૦૦૯માં નૃવંશશાસ્ત્રી ડીન ફાલ્કે એક અભ્યાસ કરીને કહ્યું હતું, “આઈન્સ્ટાઈને ખુદ પોતાનું બ્રેઈન તૈયાર કર્યું હતું, જેથી ભૌતિકશાસ્ત્રનું જગત જ્યારે પરિપકવ હોય ત્યારે, નવી શોધ કરી શકે. એમનું, યોગ્ય સમય માટે યોગ્ય જગ્યાએ યોગ્ય બ્રેઈન હતું.” ફિલાડેલ્ફીઆ (પેન્સીલવેનિયા સ્ટેટ)ના મેડિકલ મ્યુિઝયમમાં આઈન્સ્ટાઈનું આ મગજ સચવાયેલું પડ્યું છે.
આપણા મનમાં પણ એમનું મગજ જીવે છે!
https://www.facebook.com/permalink.php?story_fbid=1908936346101082&id=1379939932334062
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 12 નવેમ્બર 2017
![]()


ભલે તમે એને વરસી કહો કે વરસગાંઠ, કાળો દિવસ કહો કે કાળાં નાણાં સામેની દે ધનાધન જેહાદ જયંતી, પણ નાગરિક છેડેથી પૂરી તપાસ તો કરવી જોઈએ. ગુજરાતમાં જે બધી પ્રતિભાઓ આ ગાળામાં ઊતરી પડી એમાં પક્ષોથી ઉપર એવા એક અભ્યાસીનો અવાજ પૂરતું ધ્યાન ખેંચી ન શક્યો હોય એવું બને. અથવા, એણે ધ્યાન ખેંચ્યું હોય તો પણ વિપક્ષી ટોળા પૈકીના જ એકમાં એમને ખતવી દેવાયા હોય એવું બને. જે.એન.યુ.ના નિવૃત્ત પ્રોફેસર અરુણકુમાર આપણે ત્યાં પ્રવર્તતી ‘બ્લેક ઈકોનોમી’ના નિસબતી પંડિત રહ્યા છે અને 1999ની એમની પેંગ્વિન કિતાબની ચોથી શોધિત-વર્ધિત આવૃત્તિ નવેમ્બર 2016ના નોટબંધી દિવસોની વાંસોવાંસના મહિનાઓમાં ચાલુ વરસે પ્રકાશિત થઈ છે. એમના અવલોકન પ્રમાણે દેશનો છેવાડાનો સમૂહ, સીમાન્ત માનવદ્રવ્ય, નોટબંધી અને જીએસટી સાથે વધુ હાંસિયામાં ધકેલાયો છે. ‘માર્જિનલાઇઝિંગ ધ માર્જિનલાઇઝ્ડ’ એવી અનર્થ પ્રક્રિયાના એક કારક તેમ જ ચિહ્ન તરીકે તે આ આખા ઘટનાક્રમને જુએ છે.
રહો, એમની વાત ઘડીક રહીને કરીએ. પણ આપણી લોકશાહી અને આપણું સમવાયતંત્ર, બેઉને જેબ આપે એવી એક બીના કેરળના ડાબેરી સરકારના નાણામંત્રી થોમસની સાખે નોંધી લઈએ. 2016ના નવેમ્બરની આઠમીએ રાતે નોટબંધીની જાહેરાત થઈ ત્યારે એમની તત્ક્ષણ પ્રતિક્રિયા ‘અ ક્રેઝી આઇડિયા’ની તરજ પર હતી. એક સનકી કે ઉન્માદી વિચારતરંગ અગર ખ્યાલ જેવી આ વાત એમને કેમ લાગી હશે? થોમસે હમણાં આ સંદર્ભમાં એક કિસ્સો કહ્યો છે. લગભગ પેરેબલ (નીતિકથા) લગોલગનો એ કિસ્સો આવે છે: તળાવ માછલાંથી અને મગરોથી ઉભરાઈ ગયું હતું. માલિકે એમાંથી મુક્ત થવા સારું શોધી કાઢેલો રામબાણ નુસખો, તળાવને ખાલી કરી નાખવાનો હતો. એને હતું, ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! ભાઈસાહેબે તબિયતથી પાણી બહાર કઢાવ્યું ને સાતમા આસમાનમાં મહાલવા લાગ્યા. પછી ખ્યાલ આવ્યો કે માછલાં મરી ગયાં, પણ મગર તો પાણીની જેમ જમીન પર પણ રહી શકે એટલે મગરોએ તો તાબડતોબ ચલતી પકડી. માછલાં, પાણી, મગર સઘળું ગયું!
1978ની એ સાલ હતી. મેં કોઈ છાપામાં એક ટચુકડી જાહેરખબર વાંચેલી: “નાટ્ય પ્રવૃત્તિમાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને નાટકમાં કામ કરવું હોય તો ભારતીય વિદ્યા ભવનમાં પધારે.’’ બીજા દિવસે હું પહોંચી ગયો. બીજાયે ઘણા કલાકારો ભવનમાં ભેળા થયા હતા.
ઉષાબહેન પટેલે આરંભે જ કહ્યું, “મને વાત કરવાનો બહુ અનુભવ નથી. એટલે સંક્ષિપ્તમાં બોલું તો ક્ષમા કરજો. બાકી, મને નાટક કરવાનું કહો તો હમણાં જ કરી આપું. વિપુલભાઈએ મને કહેલું, ઉષાબહેન, તમારે નટુભાઈ વિશે બોલવાનું છે ત્યારે પળેક હું ગભરાઈ ગયેલી. ઘરના માણસ વિશે આપણે શું બોલી શકીએ? છતાં આજે મને બોલવા માટે તક આપી છે તો, I’ll take it as duty. આ સુંદર અવસરમાં નટુભાઈ વિશે બોલવાનું મને વિપુલભાઈએ ઈજ્જન આપ્યું એથી આનંદ તો થયો, પણ સાથે થોડી મૂંઝવણે મને ઘેરી લીધી હતી. નટુભાઈ વિશે બોલવું? શું બોલવું? ક્યાંથી શરૂ કરું? કારણ કે નટુભાઈનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાઓને કેન્દ્રમાં મૂકીને બોલવું એટલે સૂરજ સામે દીવો બતાવવા જોવું છે. નટુભાઈ એટલી બધી ફિલ્ડ્ઝના માહેર છે કે તેને પૂરેપૂરા વ્યક્ત કરવા એ દુષ્કર કાર્ય બની રહે.
મારી આગળના બે ચાર વક્તા બોલી ગયાં કે હું વક્તા નથી તેમ મારે પણ કહેવું જોઇએ કે હું પણ વક્તા નથી. વિપુલભાઈને હું મામા કહું છું. અને ઘણાં વર્ષોથી ઓળખું છું. એમણે મને કહ્યું કે, નટુકાકાનું બહુમાન કરવાનું છે, ને તારે બોલવાનું છે ત્યારે ગુજરાતી ભાષાના વિશેષજ્ઞો સમક્ષ વકતા તરીકે રજૂ થાઉં છું, ત્યારે યુનિવર્સીટીની અંતિમ એક્ઝામ આપવાની હોય તે સહેલી હશે એવું માની લઉં છું. અને આ અવસર પર જો હાજર ના રહું તો મામાએ જે રીતે મને રિક્વેસ્ટ કરી અને તેમાં ભાગ ના લઉં તો ચોક્કસ પાછી પડું. એટલે મારી રીતે રજૂઆત કરું છું.
નટુભાઈ વિશે શું કહેવું? સવાલ કરી રમેશભાઈ પટેલે માંડણી કરી, મારી આગળના વક્તાઓએ એમના વિશે ઘણું બધું કહી દીધું છે, એટલે નટુભાઈ વિશે બોલવું એ મારા માટે મોરના ઈંડાં ચીતરવા જેવું છે. હું 1954માં યુગાન્ડા ગયો. 1956માં નટુભાઈ જ્યારે યુગાન્ડા આવ્યા, ત્યારે અમે સાથે ખૂબ ફર્યા છીએ. ખૂબ સાથે કામ કર્યું છે. પણ એમને નાટ્યપ્રવૃત્તિમાં રસ એટલે એ એકેડેમીમાં ચાલ્યા ગયા. આ દેશમાં તો એ મારી પહેલાં આવેલા, પરંતુ 1977માં જ્યારે યુનાઇટેડ કિંગ્ડમમાં પાટીદાર સમાજનું સંમેલન થયેલું તેમાં અમે એક નાનકડું એકાંકી કર્યું હતું. એ દિવસોમાં નટુભાઈ પાસે બીજી કોઈ ખાસ પ્રવૃત્તિ હતી નહિ. પણ ભારતીય વિદ્યા ભવન સાથે એમને સંપર્ક ખરો. અમે નટુભાઈને ત્યારે વિનંતી કરેલી કે, તમે સંમેલનમાં આવો અને આ નાટક જુઓ. એટલે એ આવ્યા હતા. નાટકમાં ભાસ્કર તો હતો જ. બીજા કલાકારો ય હતા. અમારો આ પ્રયાસ જોઈ એ ખુશ થઈ જતાં બોલેલા: “મેં જોયું કે, આ દેશમાં પણ નાટક થઈ શકે એમ છે. પણ આપણે તેમાં ભારતીય ભાવના લાવવી હોય તો?’’ મેં કહ્યું, “તમારે જે કરવું હોય તે કરવાની છૂટ છે.’’ અને એમણે આ બધા કલાકારોને કેળવીને નાટકોની શરૂઆત કરી.
મારો 1961થી લંડનમાં વસવાટ રહ્યો હોવાથી, નટુભાઈએ પાટીદાર સમાજની સ્થાપના કરી ત્યારથી એમને હું ઓળખું. નટુભાઈ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. એક વાત ઇન્ડો-બ્રિટિશ કલચરલ એક્સચેન્જ [Indo- British Cultural Exchange] વિશે કહી દઉં. પ્રફુલ્લભાઈ પટેલ ખૂબ એબલ પરસન, એટલે કોઈ પણ કાર્ય કરી શકે, પણ સમાજમાં તે બહુ પોપ્યુલર ન હતા. એટલે એકલા હાથે બધી સંસ્થાઓને ભેગી કરવી, તે તેમના વશની વાત ન હતી. પણ નટુભાઈ આ કામ કરી શકે એમ હતા. નટુભાઈની સહાય માગી.
નટુભાઈ એક એવા મહનુભાવ છે કે સમાજને શું આપવું, તેનો સતત વિચાર કરતા રહે છે, એટલું જ નહિ, તેનો અમલ પણ કરે છે. નાટક અને નૃત્યનાટિકા માટે એમણે ભેખ લીધો છે. બિઝનેસમેન તો ખરા, પણ એમની સાથે કામ કરતાં મેં જોયું છે કે એમનાંમાં એક એકટર, એક ડિરેકટર અને એક શોમેન પણ છુપાયેલો છે. Creativity & Entertainment એવું હોવું જોઈએ કે જેમાં નવી પેઢી સતત સંકળાયેલી હોય, ને માર્ગદર્શક નીચે જમીન ઉપર બેસીને સફળતાની સુખડી હસતાં હસતાં દરેક કલાકારની વચ્ચે વહેંચીને ખાતો હોય. નટુભાઈ પ્રોડક્શનના દરેક ડિપાર્ટમેન્ટના જાણતલ હતા. સાહિત્ય – કલા – સંગીત અને નાટ્યલક્ષી પ્રવૃત્તિઓમાં તો આખી લાઈફ તેઓ ઓતપ્રોત રહેનારા આર્ટિસ્ટ હતા. કલાકારો સાથે વિગતે નાટ્યચર્ચા કરતા અને રીહર્સલોમાં તદ્રુપ બની જતા, અને દિગ્દર્શન કરતી વખતે એમની અસાધારણ સૂઝ અને સમજને મેં પ્રત્યક્ષ જોયા છે.
‘આ દેશમાં મને 54 વર્ષ થયાં. પપ્પા પાસેથી શીખેલી કે લેંગવેજ એક માધ્યમ છે અને પપ્પાએ નાટ્યપ્રવૃત્તિને એક માધ્યમ દ્વારા પ્રયોજી નવી પેઢીને સંસ્કારવાનું એક બીડું ઝડપ્યું છે. નવી પેઢીમાં આપણા સંસ્કાર દૃઢીભૂત કરવા માટે એક માધ્યમ તરીકે નાટકનો વિનિયોગ કર્યો છે. મને થાય, નાટકમાં કંઈ નવીન્ય હોય તો નવી પેઢીને જરૂર આકર્ષણ થાય. મ્યુિઝક હોય, ડાન્સ કરવા મળે, જુવાનિયાઓ અને છોકરા-છોકરીઓ મળે, એટલે રિસ્પોન્સ ઘણો મળે. એમનું એક જ મિશન હતું કે આ દેશમાં આપણા સંતાનોમાં આપણી સંસ્કૃિતનાં પીયૂષ પાવાં હોય તો આપણી વિચારસરણી આકર્ષક રીતે એમની સમક્ષ મૂકવી જ પડે.
મને યાદ આવે છે બેલે ડાન્સ માટે અમે અમેરિકા ગયાં હતાં. મીનુબહેન, ઋતા અને બીજા છોકરાઓ પણ સાથે હતાં. અને ખૂબ અદ્દભુત રજૂઆત થઈ હતી. Never ever and no one ever has done such a marvellous performance! He took the whole group to America to perform the show. રાત્રે અમે બધાં બેસતાં અને ગીતો ગાતાં, નટુભાઈ અમને દોરવણી આપતા. આમ મારો નટુભાઈ સાથે તો ચાલીસ વર્ષથી પરિચય.
આ અવસરના એક અતિથિ, ભાસ્કરભાઈ પટેલે મંચ પર આવી સૌ પ્રથમ સહેજ મોડા પડવા બદલ શ્રોતાજનોની માફી માગી, પોતાની વાતની રજૂઆત કરતા જ્ણાવ્યું : ‘મને આ દેશમાં 17 વરસ થયાં. દેશમાં મારા ગામમાં નાટકો તો ઘણા કરેલાં. શોખ પણ બહુ હતો, પણ નાના ગામમાં પ્રોત્સાહન આપવાવાળું કોઈ ન હતું. પિતાજી આફ્રિકામાં હતા. કોઈને કદર પણ નહીં કે આ છોકરાને નાટકોનો આટલો ચસકો છે તો તેનો હાથ ઝાલીએ. ગામમાં બે ત્રણ મંદિરો હતાં. એક મંદિરમાં હાર્મિનિયમ હતું. હું એ લોકોને કહું, “હાર્મોનિયમ વગાડવાનો મને શોખ છે. મને વગાડવા આપો.’’ પણ કોઈ વગાડવાનું કહેતું નહિ.
એમના પછી બીજાં અતિથિ નંદિનીબહેન ત્રિવેદીનો વારો આવ્યો. ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે જયંત પંડ્યાનો સારો ઘરોબો હતો. એમના પુત્રી નંદિનીબહેન આ પ્રસંગે અતિથિ તરીકે ઉપસ્થિત હતાં. પત્રકારત્વની દુનિયામાં નંદિની ત્રિવેદીનું મોટું નામ છે. ઉપરાંત “મેરી સહેલી’’ સામયિકના સંપાદક છે. સભા સંચાલકશ્રીએ નંદિનીબહેનનો ટૂંક પરિચય કરાવી એમને બોલવા નિમંત્ર્યા હતા.

જગદીશ દવેએ સમગ્ર કાર્યક્રમનું સમાપન કરતાં જણાવ્યું હતું: “થોડા દિવસો પહેલાં વિપુલભાઈનો ફોન આવ્યો હતો – આ જે કાર્યક્રમ કરવાનો છે તેનું સમાપન તમારે કરવાનું છે અને તમારા વિચારો પણ આપવાના છે. સમાપનમાં તો માત્ર મુદ્દાની જ વાત કરવાની હોય. અકાદમીએ આ કાર્યક્રમમાં મને ગોઠવ્યો એ માટે આભારી છું.