‘The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?’ જેને ‘વીર’ તરીકે સ્થાપવામાં આવે છે એ વિનાયક દામોદર સાવરકરની જેલમાંથી છૂટવા માટેની આ કાકલૂદી છે. કાકલૂદીનો આ પત્ર પહેલો નથી, પણ બીજો છે. પહેલો પત્ર તેમણે આંદામાનની જેલમાં પહોંચીને તરત જ લખ્યો હતો જેનો ઉલ્લેખ તેમણે બીજા પત્રમાં કર્યો છે. ના, આ છેલ્લો પત્ર પણ નથી.
બાવીસમી માર્ચ ૧૯૨૦ના રોજ ઇન્પીરિયલ લેજીસ્લેટિવ કાઉન્સિલમાં એ સમયના હિંદુવાદી નેતા જી.એસ. ખાપરડેએ (જે લોકો ગાંધીજીની અહિંસાને કાયરતા કહેતા હતા એ લોકો ગાંધીજીનાં આંદોલનોમાં ભાગ નહોતા લેતા, પણ સરકારી પ્રતિનિધિગૃહોમાં બેસીને હિંસક-ક્રાંતિ કરતા હતા. ખાપરડે, કેરકર વગેરે આનું ઉદાહરણ છે.) પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘શું એ વાત સાચી નથી કે સાવરકર અને તેમના ભાઈએ તેમને જેલમાંથી છોડવામાં આવે એ માટેની એક અરજી ૧૯૧૫માં અને બીજી અરજી ૧૯૧૮માં કરી હતી જેમાં તેમણે સરકારને ખાતરી આપી હતી કે યુદ્ધના દિવસોમાં તેઓ સૈન્યમાં ભરતી થઈને સરકારને મદદ કરશે, એટલું જ નહીં, સરકાર દ્વારા કરવામાં આવી રહેલા બંધારણીય સુધારાઓને સફળ બનાવવા માટે તેઓ સરકારને મદદ કરશે અને બ્રિટિશ કાયદાઓનું પાલન કરશે?’ સરકારે ખાપરડેના સવાલનો હકારાત્મક ઉત્તર આપ્યો હતો.
સાવરકરે દયા અને માફી માગતા કુલ મળીને છ પત્રો લખ્યા હતા જેના હવાલા સરકારી દસ્તાવેજોમાં મળે છે. પણ આઘાત એ વાતનો નથી. દયા અને માફી માગી એ વાત આઘાતજનક એટલા માટે નથી કે આ કોઈ નવું નથી. લંડનની અદાલતમાં પોતાને બચાવવા ઢીંગરા સામે હાથ ઊંચા કરી દીધા હતા. મુંબઈની અદાલતમાં પોતાને બચાવવા ક્ન્હેરે અને બીજા ક્રાંતિકારીઓને રઝળતા મૂકીને હાથ ઊંચા કરી દીધા હતા. જે માણસ સરકારને માઈબાપ, દયાળુ અને પોતાને પ્રોડીગલ સન તરીકે ઓળખાવી શકે એ બધું જ કરી શકે. આઘાત એ વાતનો છે કે આંદામાનની જેલમાં રહીને તેઓ સરકારને મદદ કરતા હતા. છૂટવાનો તરફડાટ એટલો હતો કે તેની કોઈ સીમા નહોતી. એનાં બે કારણ હતાં. એક તો તેઓ ડરપોક અને કાયર હતા, જે સાબિત થઈ ગયું છે અને હજુ સાબિત કરવા માટે પુષ્કળ પ્રમાણો છે. બીજું કારણ એ કે તેમને અંગ્રેજોએ ગુનો કરવા માટે સજા નહોતી કરી, ચાલાકીઓ માટે સજા કરી હતી એ સાવરકર જાણતા હતા. શાબ્દિક બહાદુરી બતાવવા માટે બ્રિટનની ભૂમિનો ઉપયોગ કરવો, રૂંવાડા ઊભા કરી દે એવા જાનફેસાનીના લેખો લખીને યુવાનોને ઉશ્કેરીને હત્યાઓ કરાવવી, પોતે હંમેશાં પાછળ રહે, ભીંસમાં આવે તો હાથ ઊંચા કરી દે, ગમે ત્યારે ગમે તેને છોડી દે, જીવનમૂલ્યોને અને નૈતિકતાને ‘સદ્ગુણવિકૃતિ’ તરીકે ઓળખાવે, ફ્રાંસની ખાડીમાં ઊડી મારીને ફ્રાંસમાં શરણાગતી મેળવવાનો પ્રયાસ કરે જેવી હરકતો જોઇને સરકારે કચકચાવીને સીધી પચાસ વરસની સજા કરીને આંદામાનની જેલમાં મોકલી આપ્યા હતા. સાવરકરને ખાતરી હતી કે સરકાર તેમના પ્રત્યે એટલો રોષ ધરાવે છે કે તે બીજા પ્રત્યક્ષ ગંભીર ગુનો કરનારાઓને છોડશે, પણ તેમને નહીં છોડે.
બન્યું પણ એમ જ. કાકલૂદી કરવા છતાં સરકાર મચક નહોતી આપતી એને કારણે સાવરકરે છૂટવા માટે હજુ વધુ નીચે આવવું પડતું હતું. તેઓ જેલરની ચાપલૂસી કરતા હતા. કેદીઓનો અસંતોષ દૂર કરીને જેલસત્તાવાળાઓને મદદ કરવાનો પ્રયાસ કરતા હતા. કેદીઓ ઉશ્કેરાઈ જાય અને ન્યાયી માગણીઓ માટે આંદોલન કરે તો સાવરકર તેમને રોકવાનો પ્રયાસ કરે અને જો રોકવામાં સફળતા ન મળે તો તેનાથી પીઠ બતાવીને દૂર થઈ જાય. બહાર તેમના નાનાભાઈ ડૉ. નારાયણ સાવરકરને પત્રો લખીને સલાહ આપે કે તેમને છોડાવવા માટે તેણે શું શું કરવું જોઈએ. આંદામાનની જેલમાં કેદીઓમાં હિંદુ-મુસ્લિમ ભેદ પાડીને રાજકીય કેદીઓના માનસમાં રાષ્ટ્રીય ભાવનાની જગ્યાએ કોમી ભાવના પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પણ સરકારને મદદરૂપ થવાનો એક પ્રયાસ હતો. કોમીભાવના રાષ્ટ્રભાવનાની જગ્યા લેતી હોય તો એનાથી વધારે રૂડું શું! જેલમાંથી છૂટ્યા પછી પણ તેમણે આ જ કામ કર્યું હતું.
અંગ્રેજોએ જાણીબૂજીને આકરી અને વિચિત્ર સજા કરીને સાવરકરની વીરતાને કસોટી ઉપર મૂકી હતી, જેમાં સાવરકર સરિયામ નિષ્ફળ નીવડ્યા હતા. બધાં જ વસ્ત્ર ઉતરી ગયાં એ પછી પણ અંગ્રેજો સાવરકરને નહોતા છોડતા. એનું કારણ સાવરકરની ચાલાકીઓ અને અંગ્રેજોનો રોષ હતાં. ૧૯૨૦માં સરકારે રાજકીય કેદીઓને સામૂહિક મુક્તિ આપી હતી. એ મુક્તિનો લાભ અરવિંદ ઘોષના ભાઈ બારીન ઘોષને મળ્યો ત્યારે ઈર્ષ્યાથી સમસમી ગયેલા સાવરકરે સરકારને લખ્યું હતું કે તેઓ (બારીન ઘોષ) તો અલીપોર બોમ્બકેસમાં પ્રત્યક્ષ ગુનો કરીને આવ્યા છે અને આંદામાનની જેલમાં પણ સરકાર સામે કાવતરાં કરતાં હતા અને છતાં ય તેમને છોડવામાં આવી રહ્યા છે અને મને છોડવામાં નથી આવી રહ્યો, જ્યારે કે મેં તો કોઈ પ્રત્યક્ષ ગુનો જ નથી કર્યો એટલું જ નહીં સરકારને મદદ કરવાની વખતોવખત તૈયારી બતાવી છે. કોઈ દેશભક્ત અને વીર આવું કરે? જો એ વીર સાવરકર હોય તો કરે. (પ્રમાણો માટે મરાઠીમાં સમગ્ર સાવરકર વાંગ્મય ભાગ ૨ અને પ્રોસીડીંગ ઓફ ધ હોમ ડીપાર્ટમેન્ટ ઓગસ્ટ ૧૯૨૦ અને આંદામાનની જેલના સત્તાવાળાઓએ ૩૦મી માર્ચ ૧૯૨૦નાં રોજ આંદામાન ચીફ કમિશનરને મોકલેલો રિપોર્ટ)
આટલી હદે નીચે ઉતરવા છતાં પણ સરકારે સાવરકરને છોડ્યા નહોતા. બધાને છોડ્યા, સાવરકર બંધુઓને નહીં છોડ્યા. સરકારે જાણે કે સાવરકરના વજૂદની કસોટી કરવાનું અને તેમના આત્મસમ્માનના ચૂરેચૂરા કરવાનું ઠરાવ્યું હતું. સરકારને તેમાં સફળતા મળી હતી અને સાવરકર હજુ વધુ નીચે ઉતર્યા હતા.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 જાન્યુઆરી 2022
![]()


અધ્યાપકો સામાન્યપણે નિયત અભ્યાસક્રમ પ્રમાણે ભણાવે જ. કોઈ કોઈ હોય એવા, કે અમુક પોર્શન ગુપચાવી જાય. જાગ્રત વિદ્યાર્થીને તરત ખબર પડે. જો કે આજકાલ જાગ્રત કેટલા? માગતા હોય ખરા, કે સાહેબ, આ હજી બાકી છે, ક્યારે પૂરું કરશો?
ચલચિત્રો – ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ – ફિલ્મનિર્માણમાં વિશ્વભરમાં ભારત અવ્વલ નંબરે છે, જ્યારે વિશ્વભરમાં સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે અમેરિકા પછી બીજા નંબરે છે.
આ જ્યારે હું લખી રહ્યો છું ત્યારે ૨૬૧ પાનાંનું એક મજબૂત પુસ્તક ‘बोलीवूड के अतिरिक्त (हिन्दी सिनेमा में दलितविमर्श’) મારા હાથમાં છે, જે પહેલી ઑક્ટોબર ૧૯૪૨ના રોજ હિમાચલ પ્રદેશમાં જન્મેલા, ૨૦૦૨માં ગુજરાતના અધિક મુખ્ય સચિવ જેવા ઉચ્ચપદેથી (છ માસ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ) નિવૃત્ત થયેલા અને હવે ગુજરાત(ગાંધીનગર)ને જ પોતાનું ઘર બનાવી વસી રહેલા, બોલીવૂડની ફિલ્મો સંદર્ભે એકથી વધુ દળદાર ગ્રંથો લખનારા, ગુજરાતના વરિષ્ઠ સનદી અધિકારી વિજય રંચને લખ્યું છે.
દલિતવિમર્શ પર કેન્દ્રિત થવાને બદલે કથામાં તેનું સવર્ણ છોકરી સાથેનું પ્રેમપ્રકરણ દર્શાવાયું છે. આવી કથાઓમાં ઉચ્ચ જાતિઓનું સન્માન સાચવવા સવર્ણ પાત્રનું મરવું જરૂરી હોય છે …. ને તે સવર્ણ છોકરી અકસ્માતમાં મરી જાય છે ! એક અર્થમાં આપણી હિન્દી ફિલ્મોમાં દલિતોની કથા પણ સવર્ણના માધ્યમથી (તેઓ ઉચ્ચ દેખાય તે રીતે) જ કહેવામાં આવે છે …. ફિલ્મ ‘કાશી : ગંગા કી ખોજ મેં’(૨૦૧૮)માં નાયક કાશી (શરમન જોષી) ડોમ (દલિત) જાતિનો છે ને તેની બહેન ગંગા ગુમ થઈ ગઈ છે ને તેની શોધમાં તે એકથી વધુ ખૂન કરે છે. છતાં આખી ફિલ્મમાં તે ડોમના વ્યવસાયથી જોડાયેલો હોય એવું દર્શાવાતું જ નથી! તેનો પરિવેશ પણ નથી! ….. ‘બનારસ : અ મિસ્ટિક લવસ્ટોરી’(૨૦૦૬)માં સવર્ણ યુવતી દલિત યુવકના પ્રેમમાં પડે છે, તેથી યુવતીનાં માતા-પિતા તે યુવાનની હત્યા કરાવે છે. અંતમાં ઉચ્ચ જાતિનું ગૌરવ જાળવવા તે દલિત યુવકને બ્રાહ્મણ સંસ્કારવાળો, કોઈ બ્રાહ્મણ સ્ત્રીનો ત્યક્ત પુત્ર બતાવવો જરૂરી થઈ પડ્યો! ……. ‘સુજાતા’ (૧૯૫૯) બિમલ રૉયની ફિલ્મ હતી અને તે ફિલ્મ માટે ત્યારે જવાહરલાલ નહેરુએ પણ રૉયને અભિનંદન પાઠવ્યા હતા. આ ફિલ્મમાં એક બ્રાહ્મણ પરિવાર એક દલિત કન્યાને ઉછેરે છે તોયે ફિલ્મમાં બ્રાહ્મણ-દલિત સંવાદ સ્થાપિત થતો જ નથી. તેમાં તો બ્રાહ્મણ-બ્રાહ્મણોનો જ દ્વંદ્વ છે. આ ફિલ્મ આવી ત્યારે ડૉ. આંબેડકર અને તેમના વિચારો પૂરા દેશમાં પ્રચલિત થઈ ચૂક્યા હતા. આ ફિલ્મમાં ડૉ. આંબેડકરનો ઉલ્લેખ પણ આવે છે. તો પણ ‘સામાજિક ક્રાંતિ વિના, રાજકીય ક્રાંતિનો કોઈ અર્થ નથી’ એવા ડૉ. આંબેડકરના વિચારોનો કોઈ પડઘો આ ફિલ્મમાં પડેલો જણાતો નથી …. ‘ચાર દિલ, ચાર રાહે’ (૧૯૫૯) પણ સવર્ણ નાયકની દલિત નાયિકા સાથેની પ્રેમકહાણી છે. સાંસ્કૃતિક પરંપરામાં કૃષ્ણ કાળા છે ને રાધા ગોરી છે, કિન્તુ અહીં નાયક ગોરો છે ને નાયિકા (રાધા) શ્યામ છે ! … ‘મંથન’ (૧૯૭૬) વંચિતોના સશક્તિકરણની કથા છે ને તો પણ તેમના (વંચિતોના) સશક્તિકરણના પ્રદાતા તો તેમાં સવર્ણો જ છે ! …. શ્યામ બનેગેલની ફિલ્મ ‘સમર’ દલિતોની આસપાસ ઘૂમતી કથા જણાય છે. છતાં એમાં દલિત શોધ્યો નજર નથી આવતો ! ….. ‘ચાચી-૪૨૦’નો હીરો પાસવાન (દલિત) હતો (કમલ હાસન), છતાં આ ફિલ્મ એક ઉત્તમ પ્રહસન બની રહી હોવાના કારણે દલિતપ્રશ્નનો મુદ્દો ગૌણ બનીને રહી ગયો … સત્યકામ જાબાલ નામક પૌરાણિક દલિત નાયકના નામ પરથી બની હોવા છતાં ફિલ્મ ‘સત્યકામ’(૧૯૬૯)માં નાયક સત્યકામને બ્રાહ્મણ જાતિનો દર્શાવાયો છે ! …. ભારતીય વર્ણવ્યવસ્થાની સામાજિક સંરચના અને ધાર્મિક દર્શને દલિતો પરના દમનને ઉચિત માન્યું છે. ભગવાન સર્વશક્તિમાન હોવાની ધારણા જ મનુષ્યને દુર્બળ, વિવશ, અજ્ઞાની ને શૂદ્ર બનાવે છે. ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’ (૧૯૪૦, ૧૯૬૪, ૧૯૮૧, ૨૦૧૨) ચાર વાર બની, છતાં તે તમામમાં ચમત્કારો જ દર્શાવાયા, જ્યારે કે સંત જ્ઞાનેશ્વરના પિતા બ્રાહ્મણ હતા, પણ સંસારને માંડવાને કારણે શૂદ્ર ગણાયેલા …. છબીકલાના જાદુગર બાબુભાઈ મિસ્ત્રીની ફિલ્મ ‘રવિદાસ કી અમર કહાની’ (૧૯૮૩), જેમણે બ્રાહ્મણોનો ધંધો ચોપટ કરેલો, જેઓ મીરાંબાઈના ગુરુ બનેલા, તેમના ચમત્કારોની ઘણી વાતો તેમાં છે, પણ દલિતવિમર્શ તો તેમાં ભુલાવી જ દેવામાં આવ્યો. વળી, સંત રવિદાસને પણ આ ફિલ્મે પૂર્વજન્મના બ્રાહ્મણ રાજકુમાર બનાવી દીધા ! …. સંત કબીર પર પણ ભારતભૂષણ જેમાં નાયક હતા તે ‘ભક્ત કબીર’ (૧૯૪૨), ગજાનન જાગીરદારની ‘મહાત્મા કબીર’ (૧૯૫૪), તેલુગુ પરથી ‘સંત કબીરદાસ’ (૨૦૧૦) જેવી એકથી વધુ ફિલ્મો બની છતાં એકેયમાં કબીરના દલિત હોવાની કે દલિતદર્શનની કોઈ જ વાત નથી ! છોગાંમાં આ ફિલ્મોમાં એમને કૃષ્ણનું રૂપ દેવાની પણ ચેષ્ટા થઈ ! ગળામાં રુદ્રાક્ષ અને માથા પર મયૂરપંખ પણ સજાવી દેવાયાં ! … કોઈ ભેદભાવમાં ન માનનારા સાંઈબાબા પર ‘શિરડી કે સાંઈબાબા’ (૧૯૭૭) કે જેમાં રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, હેમા માલિની જેવા કલાકારો હતાં, તેમાં પણ વિજ્ઞાન અને આસ્થાનો છીછરો સંઘર્ષ જ નિરૂપવામાં આવ્યો …. ‘ગુડ્ડુ રંગીલા’(૨૦૧૫)માં નાયક દલિત છે, એની આપણને એ કારણે ખબર પડે છે કે તેના ઘરમાં ડૉ. આંબેડકરનો ફોટો છે અને તેના સંબંધીઓના ઘરમાં માયાવતી-કાંશીરામના ફોટા છે! બાકી આખી ફિલ્મમાં ‘દલિત’નો નામ માત્રનો ઉલ્લેખ નથી ! … ‘બંદૂક’(૨૦૧૩)માં દલિત પાત્ર ભોલા કેવટને અનેક કાવાદાવાથી પોતાના ક્ષેત્રનો બાહુબલી ગુંડો બની જતો દર્શાવાયો છે, જે વાસ્તવમાં દલિતઅસ્મિતાનું વિઘાતક નિરૂપણ માત્ર છે …. ‘ચોરંગા’ (૨૦૧૬) શીર્ષક જ નકારાત્મક છે પછી ભલે તે દલિતવિમર્શની વાત કરતી હોય. કારણ દલિતના જીવનમાં આટલા બધા રંગો છે જ નહિ, તે રંગો તો કાળા, આછા કાળા કે ભૂખરા જ છે …