બાપુ, તમારા મરી ગયા પછી
દશા અગિયારમું બારમું
તેરમું ચૌદમું
માસિયો છમાસિયો વરસી
બધુંય બરાબર સરાવી દીધું હતું.
મારેતમારે હવે કંઈ નહિ કહીને
દર્ભ વડે પિંડ પણ કાપી નાખ્યા હતા.
અને તે પછી પણ –
ગયાજી જઈને શ્રાદ્ધ સરાવ્યું, પ્રયાગતીર્થ જઈ
સંગમઘાટે નાળિયેર હોમી
તર્પણ પણ કર્યું.
તમે જ કહો બાપુ,
હવે તો મારેતમારે કંઈ નહિ ને ?
—
અને ગાંધીબાપુ
તમારીય આ બધી વિધિ અમે નથી કરી ?
તમે જ કહો !
—
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 227
![]()



આ વિધાન બંને બાજુના કર્મશીલો એક વાતને કેવી રીતે જુએ છે તે બહુ સ્પષ્ટપણે દર્શાવે છે. એમાંથી પ્રગટ થતો પહેલો મુદ્દો એ કે પર્યાવરણની બાબતે નહેરુ ઉડાઉ હતા અને ગાંધી કરકસરિયા. બીજો મુદ્દો એ પ્રગટ થાય છે કે ગાંધી પાસે ભારતના વિકાસનું એક વૈકલ્પિક આયોજન હતું જે નહેરુએ પોતાના અહંકારને કારણે તે છોડી દીધેલું. બંનેના મૃત્યુ પછી પર્યાવરણના વિવાદમાં આજે ગાંધી અને નહેરુને જાહેર રીતે એકબીજાના તીવ્ર હરીફ તરીકે રજૂ કરાય છે. એમ કરતી વખતે એ ભૂલી જવાય છે કે એ બંને મહાનુભાવો વચ્ચે કેવો અતૂટ અને અભૂતપૂર્વ મૈત્રીસંબંધ હતો.
