[ભાગ-1]
હજુ ગુજરાત રાજ્યનો જન્મ નહોતો થયો; ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યના ધારાસભ્યોમાં કેવો જુસ્સો હતો / કેવી કર્તવ્યનિષ્ઠા હતી / કેવી પ્રમાણિકતા હતી / મૂલ્યો માટે લડવાની કેટલી હિમ્મત હતી તે જોઈએ ત્યારે 2023માં જે ધારાસભ્યો છે તેમની તરફ દૃષ્ટિ કરતા ભારે નિરાશા ઉપજે છે. હાલના ધારાસભ્યો લોકોને પ્રતિબદ્ધ નથી, પક્ષના ગુલામ છે. ફરી ટિકિટ નહીં મળે તેની ચિંતા તેમને સતાવે છે. જૂની કોઈ ફાઈલ ખોલી સત્તાપક્ષ હેરાન કરશે એ ડર પણ હોય / સ્વાર્થ હોય; પણ લોકોના પ્રશ્નો અંગે લડત કરવાની ત્રેવડ ધારાસભ્યોએ ગુમાવી દીધી છે. કનુભાઈ કલસરિયા જેવા એકાદ ધારાસભ્ય લોકોના પ્રશ્નો ઉઠાવે તો તેમને પક્ષ છોડવો પડે છે અને તેમને હરાવવા સત્તાપક્ષ નેવાનાં પાણી મોભે ચડાવે છે. દુ:ખની બાબત એ છે કે લોકો પણ પોતાના પ્રશ્નો ઊઠાવનાર કર્તવ્યનિષ્ઠ ઉમેદવારને ચૂંટણીમાં હરાવે છે. જ્ઞાતિ / જાતિ / ધર્મ / સંપ્રદાયને કેન્દ્રમાં રાખીને લોકો માયકાંગલા / ક્રિમિનલ / તડિપાર ધારાસભ્યને ચૂંટે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે !
1936માં ભાવનગરના પ્રગતિશીલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ચોગઠ ગામમાં પધાર્યા હતા. એમની સાથે કેળવણી ખાતાના અધિકારી પણ હતા. મહારાજાની નીતિ હતી કે લોકો સાથે સીધો સંપર્ક કરવો. રુબરુ જઈ લોકોના પ્રશ્નો જાણવા. ગામના ઉતારામાં માનવમેદની ઉમટી હતી. બધી રીતરસમો પૂરી થયા બાદ મહારાજાએ પૂછ્યું : “ગામમાં કોઈને મૂંઝવણ છે? કાંઈ ફરિયાદ છે? છે કોઈની રાવ? જેમને કહેવું હોય તે ખુશીથી કહો.” સભામાં કેટલાક આગેવાનો બેઠાં હતાં તેમણે કહ્યું કે ‘મહારાજ ! રૈયતને સુખ શાંતિ છે. આપના રાજ્યમાં ફરિયાદ શેની હોય? આપની મહેરબાનીથી બધી વાતે સારું છે.’

છગનભાઈ પટેલ
ત્યાં બધાંના આશ્ચર્ય વચ્ચે સભામાંથી એક 22 વરસના જુવાનનો હાથ ઊંચો થયો. બાજુમાં બેઠેલા લોકોએ એ જુવાનનો હાથ પાછો ખેંચવા પ્રયત્ન કર્યો. આગેવાનોએ કહ્યું કે ‘મહારાજ, એ તો અમસ્તો, એવું કાંઈ નથી…’ પરંતુ મહારાજાએ એ જુવાનને પોતાની પાસે બોલાવ્યો. જુવાને કહ્યું કે “ગામના માસ્તરો પૂરું ભણાવતા નથી ! અને ગામમાં કજિયો થાય તેવું કરે છે.”
કૃષ્ણકુમારસિંહજી એ જુવાનની પીઠ થાબડી સધિયારો આપ્યો. શિક્ષકોને શિક્ષણમાં ધ્યાન આપવા અને ગામમાં સંપ વધે તેવું કરવા સૂચના કરી.
આ જુવાને પછી 1945 થી 1962 દરમિયાન 17 વરસ સુધી ધારાસભ્ય તરીકે રહી લોકોના આદર્શ પ્રતિનિધિ કેવા હોય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. આ જુવાન એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના છગનભાઈ પટેલ (9 જુલાઈ 1914 – 4 ફેબ્રુઆરી 1976). તેમની અટક ગોપાણી હતી. તેમનો અભ્યાસ માત્ર 4 ચોપડી સુધીનો હતો. પરંતુ કુદરતે તેમને બૌદ્ધિકતા અખૂટ આપી હતી. તેમનો પહેરવેશ કાયમી એક સરખો રહ્યો હતો; ચોરણો / કફની / બંડી / ખંભે ખેસ / માથે પાઘડી. બધું ખાદીનું. પડછંદ કાયામાં તેઓ જાજરમાન લાગતા હતા. તેમની વિશેષતા એ હતી કે ગામના નાનામાં નાના દલિત માણસ પણ તેમની ઓસરીમાં બેસી ચા-પાણી પીઈ શકતા હતા. તેમણે 1976માં અંતિમ શ્વાસ લીધા ત્યારે 33 હજારનું દેવું મૂકીને ગયા હતા !
ભાવનગર રાજ્યના દિવાન અનંતરાય પટ્ટણીના સમયે એક ખાનગી કંપનીએ ધોળા ખાતે એક ખાંડનું કારખાનું ઊભું કરેલ. આ કારખાના માટે કાચા માલ તરીકે શેરડી પૂરી પાડવા દિવાને, ખેડૂતોએ ફરજિયાત શેરડી પૂરી પાડવા કાયદો કર્યો હતો. એક જોડી બળદ રાખતા હોય તેવા ખેડૂતોએ ફરજિયાતપણે 48 ગૂંઠા (3 વીઘા) શેરડી વાવવી અને તે શેરડી છેક ધોળાના કારખાને પહોંચાડવી પડતી ! આ શેરડીનો ભાવ એક મણના ફક્ત 6 આના (36 પૈસા) રાખવામાં આવ્યો હતો. એક જોડી બળદવાળા ખેડૂતની જમીન બહુ ઝાઝી હોય નહીં. જે કાંઈ જમીન હોય તેમાંથી ત્રણ વીઘા જમીનમાં શેરડી વાવવામાં આવે તો 12 મહિના સુધી પાણી પાવા માટે કોસ ચલાવવામાં જ બળદ રોકાયેલા રહે ! બાકીના ખેતીના કામો થઈ ન શકે. ખેડૂતો શેરડી સિવાયનું કોઈ કામ કરી શકે નહીં અને એક વર્ષ કાળી મજૂરી કરે ત્યારે શેરડીના એક મણે ફક્ત 6 આના મળે ! આ હળાહળ અન્યાય હતો, ખેડૂતોમાં ગણગણાટ થયો. સૌના મનમાં રોષ હતો પરંતુ રાજના હુકમ આગળ સૌ લાચાર હતા.
ઉમરાળામાં ગાંધીચિંધ્યા માર્ગે સવિનય કાનૂનભંગ જેવી લડત માટે એક વિશાળ સભાનું આયોજન થયું. હજારો ખેડૂતો હાજર રહ્યા. તેમાં છગનભાઈએ આગેવાની લીધી અને શેરડી મોકલવાનું બંધ કરવાની હાકલ કરી. રાજ્યના આદેશનો ભંગ થવાથી પોલીસ અધિકારીએ તેમને પકડીને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ રજૂ કર્યા. છગનભાઈએ કહ્યું : “રાજ્યના ઘોડાઓને ખવડાવવાના ઘાસનો ભાવ મણના 4 આના છે. ઘાસને ઉગાડવા મહેનત કરવાની હોતી નથી. તે આપોઆપ વગર પાણીએ અને ખેડખાતર વિના ઊગે છે. જ્યારે 12 મહિના સુધી પાણી પીવડાવીને, ખાતરખેડ વગેરે બધું કર્યા પછી શેરડીને છેક ધોળા પહોંચાડવા છતાં એનો ભાવ ફક્ત 6 આના ! મણ ઘાસનો ભાવ 4 આના અને મણ શેરડીનો ભાવ 6 આના ! શું આ અન્યાય નથી? આપની આજ્ઞા છે એટલે હું સજા ભોગવવા તૈયાર જ છું પરંતુ આપને વિનંતી છે કે મારી આ વાત મહારાજા સુધી પહોંચાડવામાં આવે.” પોલીસ અધિકારી સારા હતા. તેમણે દિવાન દ્વારા આ વાત મહારાજા પાસે પહોંચાડી. મહારાજાએ ખેડૂતોને ફરજિયાત શેરડી મોકલવામાંથી મુક્ત કર્યા !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


દિવાળીનો આકાશકંદીલ એ ત્રેપન વર્ષથી અમદાવાદમાં રહેતા અમારા ભાવે પરિવારને મહારાષ્ટ્રમાંથી મળેલો સુંદર વારસો છે.
આકાશકંદીલ બનાવવાની એક ચોક્કસ રીત અને સમયપત્રક હોય જે જાળવવાં પડે છે. આકાશકંદીલ બનવવાનું શરૂ કરો એટલે તે પૂરો કરીને, ઘરની બહાર લટકાવીને અંદર દીવો
એ વિચારવા જેવું છે કે રોશનીના આટલા ઝળહળાટ વચ્ચે પણ આપણે દીવો પ્રગટાવીએ છીએ. એથી અજવાળું તો ખાસ વધતું નથી, પણ તેની જ્યોત થરથરીને તેનાં અસ્તિત્વની નોંધ તો લેવડાવે છે. ઇલેક્ટ્રિસિટી ન હતી, ત્યારે કોડિયું જ અજવાળું પાથરતું હતું. પછી તો ઠેકઠેકાણે કોડિયાં મુકાયાં ને અજવાળું વિસ્તર્યું. એ પછી ફાનસો, પેટ્રોમેક્સ આવ્યાં. વીજળી આવી ને એવી આવી કે આંખો ચકાચૌંધ થઈ ગઈ. આજે તો ઘરો, મહેલાતો ને સંસ્થાનોમાં ઇલેક્ટ્રિક તોરણો, સેંકડો ઝુમ્મરો, હેલોઝન્સ, સ્પોટ લાઇટ્સ, ફ્લડ્સ ને એવાં તો કૈં કૈં સાધનોથી એટલો પ્રકાશ ખડકાય છે કે દૂર દૂર સુધી અંધકાર ફટકી પણ ન શકે, છતાં ઘરનાં ઉંબરા પર, પાળી પર, સાથિયા પર, મંદિરોમાં, સમારંભોમાં દીપ પ્રાગટ્યનો અનેરો મહિમા છે. તેનું કારણ છે. દીવો બહુ પ્રકાશ આપી દે છે એવું નથી. દીવાની અવધિ પણ બહુ નથી. દીવાના ઘણા વિકલ્પો છે, પણ સાંજ પડે દીવો કરવાનું ગૃહિણીઓ ભાગ્યે જ ચૂકે છે. સાંજને ટાણે અનેક ટ્યૂબલાઇટ્સ, બલ્બ્સના ઝગારા વચ્ચે પણ મંદિરોમાં થાય છે તો આરતી જ ! ટોડલે દીવો જ પ્રગટે છે. કમાલ એ છે કે ફાનસ સળગે છે ને દીવો પ્રગટે છે. ચૂલો સળગે છે ને આરતી પ્રગટે છે. એક સ્વિચ, ઓન કરવા માત્રથી, ધોધમાર રોશની રેલાવી શકે છે, તો ય વાર-તહેવારે મંદિરે, ગોખમાં, પાણિયારે દીવો મુકાય છે. અઢળક રોશની વચ્ચે પણ દીવો લઘુતાથી પીડાતો નથી, પૂરાં સામર્થ્યથી ટમટમે છે.