એમને પેટનો સવાલ નથી,
સવાલ લૂંટવાની મજાનો છે.
કારખાનામાં કે ખાનગી પેઢીમાં
કામ કરતા છોકરાઓ પણ
બાઇક વાપરે છે.
સરકારી નોકરો પણ
એક્ટિવા વાપરે છે,
કાર વાપરે છે.
ફરી વળ્યું છે એમના પેટ પર
રોલર.
પેટ રોલ ઊંચે જાય એટલે
કરિયાણાના ભાવ વધે.
શાકભાજીના ભાવ વધે.
દરેકેદરેક ચીજના ભાવ વધે.
ફરી વળ્યું છે
પ્રજાના પેટ પર રોલર.
પેટ રોલ, પેટ રોલ
પેટ ઉપર રોલ રોલ
લોલ લોલ
ચાલે બધું લોલ લોલ.
પેટ રોલ, પેટ રોલ
ગાવ બધાએ લોલ લોલ
ચાલવા દો ભઈ લોલમ લોલ
બધ્ધેબધ્ધું પોલમ પોલ.
લોલમ લોલ પોલમ પોલ.
લોલમ લોલ પોલમ પોલ.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 03
![]()




આ લખાય છે ત્યારે ગુરુપૂર્ણિમા છે. ગુરુનું માન ભર્યું સ્થાન એક કાળે હતું તેનું કારણ એ હતું કે ગુરુ વિદ્યાનો વાહક હતો. તેની પાસે વિદ્યાર્થીઓને આપવાના આદર્શો હતા. ગુરુ જ્ઞાન આપતો ને વિદ્યાર્થી તે ગ્રહણ કરીને જીવનને સંસ્કારી ને સમાજોપયોગી બનાવતો. તે પછી તો મનુષ્યે અનેક પ્રકારની પ્રગતિ જ્ઞાન-વિજ્ઞાનને ક્ષેત્રે કરી, પણ ગુરુ અને વિદ્યાર્થીઓનું સ્થાન ઉત્તરોત્તર ઉતરતું ગયું છે. વિદ્યાર્થી વિદ્યાની ‘અર્થી’ ઉપાડી રહ્યો છે ને ગુરુ ‘માસ્તર’ થઈને રહી ગયો છે. બંનેમાં અપવાદો આજે પણ છે જ અને એના પર જ દુનિયા ટકેલી જણાય છે. એ ખરું કે સરકાર અને તંત્રો સુચારુ વ્યવસ્થા અને સંકલન માટે અસ્તિત્વમાં આવ્યાં, પણ થોડા અપવાદોને બાદ કરતાં પ્રજા કલ્યાણનાં કાર્યો ઘટતાં આવ્યાં છે ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર માટે જ સરકાર અને તંત્રો જાણે અસ્તિત્વ ધરાવે છે. એમાં જે ક્ષેત્ર ભ્રષ્ટ હોવું જ ન જોઈએ એ શિક્ષણનાં ક્ષેત્રમાં સૌથી વધુ ગેરવ્યવસ્થા ને ભ્રષ્ટતા જોવાં મળે છે.