ફૂલફૂલની પાંખડીઓ મીંચાઈ ઢળતી રહી,
ઝાકળના ડુસકા લઈ; લાગણી સરતી રહી.
આશા આંજી સ્નેહનાં અમીથી આંખડી,
ચિત્તના સચેત ખૂણે; આંસુ સારતી રહી.
રાત-દિ સરોવર ઝરણાં ગીતો ગાતાં થયાં,
ને વર્ષાની શરદમંજરી; હૃદયને ઠારતી રહી.
છે ગુલાબની પાંદડીઓ જેવા એના નયન,
આસોપાલવની ડાળી; યાદોં ખરતી રહી.
અફાટ ગગન આંસુના અમીદીપ લઈ ઊભા,
જલધિનાં ગીત ને વાદળી વરસતી રહી.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


હમણાં એક ‘લોકપ્રિય’ વક્તાએ મંચ પરથી કહ્યું કે તમારે લોકપ્રિય થવું હોય તો છાપામાં કૉલમ લખતા થાવ. આ જ વક્તાને કહેતા સાંભળ્યા છે કે ઘણા ગુજરાતી લેખકો એવું લખે છે કે ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે છે. આ વક્તાની જેમ એક ‘લોકપ્રિય’ બહેન છે, જે વ્યંગમાં કહે છે કે અમે તો લોકપ્રિય છીએ, અમારાં આટલાં બધાં પુસ્તકો વેચાય છે, પણ અમે સાહિત્યકાર ન ગણાઈએ …