ન આવે
કવિતા કોઇ
ન ગઝલ
નહિ કોઇ છંદ, લય કે પ્રાસ
છું મુગ્ધ હું
એ હવામાં
જે વિંટળાય છે તને
અને
પસવારે તારા હ્રદયને
ઉતરી છાતીમાં લઇ શ્વાસ
આમળી અનામિકા પર
તારી અલકલટને
જોયાં કરું
ગાલ પર ઉભરતાં
શેહનાં
રતુંબડાં રેખાચિત્રો
અચાનક છોડી દઉં
બંધ કેશ ને
અષાઢી વાદળિયા ઝુલ્ફો
રેશમી પીઠ પસવારે – ત્યારે
પાંપણ ઝૂકી જાય
હોઠ મોઘમ મલકી જાય
બસ આવે છે આ સપનાં
અહર્નિશ
વણછીપી આશ
ન આવે ગીત કોઇ ન ગઝલ
ન તો રદીફ, ન પ્રાસ.
૧૩ માર્ચ ૨૧
![]()


સર સૈયદ એહમદખાન એક વખત વિદેશયાત્રાએ ગયા હતા ત્યાં વાત વાતમાં એક વિદેશીએ પૂછયું કે તમે ભારતથી આવો છો તો અમને ગીતા વિષે કાંઈ કહો. સર સૈયદે જવાબમાં કહ્યું કે 'હું ભારતીય છું પણ મુસ્લિમ છું એટલે ગીતા વિષે કાંઈ જ જાણતો નથી.' પહેલાં વિદેશીએ તરત જ કહ્યું કે, ગીતા તો ભારતીય સંસ્કૃતિની સમજણ આપતું પુસ્તક છે એટલે અમે આશા રાખી હતી કે એના વિષે તમે જાણતાં જ હશો.
કોરોનાને કારણે આ વખતે હોળી બે ભાગમાં નહીં ઉજવાય. આઇમીન, હોળી ઉજવાશે, પણ ધૂળેટી નહીં ઉજવાય. સરકાર માઇબાપને એવું લાગે છે કે હોળી સળગાવવાનો વાંધો નથી, પણ રંગો ઉરાડવામાં જોખમ છે. આમ પણ કોઈને કોઈ કારણે ઘરમાં હોળી સળગતી જ રહેતી હોય એટલે લોકો ખાસા રીઢા, આઈ મીન, ઇમ્યુન થઈ ગયા હોય. એવામાં હોળી પ્રગટાવવાનો વાંધો નહીં, પણ લોકો રોજ રંગ છાંટતા નથી એટલે રંગોને મામલે ઓછા ઇમ્યુન હોય, એવામાં ધૂળેટી રમે તો ઘણાંના રામ રમી જાય એટલે સરકારે હોળી પ્રગટાવવાની છૂટ આપી અને ધૂળેટી બંધ રાખી. એ સાથે જ તંત્રોએ અક્કલવાળું કામ એ કર્યું કે હોળી નિમિત્તે 100થી વધુ હોળી ટ્રેનો ને ખાસ સુરતથી જ વધારાની 200 બસો દોડાવવાનું નક્કી કરી લોકોની ધાર્મિક લાગણીને પ્રોત્સાહિત કરી.