એ લોકો માફ કરી રહ્યા છે.
જરાક સમજવાની વાત છે.
શાંતિ પ્રક્રિયા જરા લંબાઈ જઈ શકે છે.
એમ્યુનિશન્સ, ગન્સ, લૉજિસ્ટિક્સ
આ બધા શાંતિપ્રક્રિયાને અસરકર્તા પરિબળો છે
એના વિશે ફોડ પાડવો હિતાવહ નથી.
શાંતિદૂતો તૈયાર જ છે.
બલકે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
નવા આદેશની.
આ દેશથી આ દેશ વચ્ચેના સમયગાળા દરમિયાન
સ્વાભાવિક છે કે તેઓ બહુ ઉત્સુક અને વ્યગ્ર હોય.
જો કે શાંતિ પૈગામ પહોંચાડનાર દરેકે
ધીરજ રાખવીજ રહી.
માફ કરવાની આ પ્રક્રિયા
જરા લંબાઈ જાય તો તે
શાંતિપ્રક્રિયાના હિતમાં જ હશે.
વિનંતી કે
તમને પૂરેપૂરા માફ ન કરી દેવાય
ત્યાં સુધી સબર કરશો.
આકળા થઈને કોઈ અઘટિત વર્તાવ કરશો નહીં.
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 15