હું ઝૂરું છું
તારી પ્રણય ઊર્મિઓ વચ્ચે.
હું ઝૂલું છું
તારા હૃદયના હિંડોળે.
મારી આંખોની ભીનાશ બસ તું જ છે
અને તું જ છે આંખોમાંથી ટપકતાં આંસુ.
યાદોના સહારે કેટલું જીવાશે?
યાદોના સહારે કેટલું જીરવાશે?
હું ઝૂરું છું
તારી પ્રણય ઊર્મિઓ વચ્ચે.
મારી હિચકી બંધ ન થાય ક્યારેક
તો ક્યારેક
અડધે સપને જાગી જાઉં છું
કે કદાચ તું અહીં જ છે આસપાસ.
પણ છે બસ તારો જ આભાસ.
આમ છતાં,
હું ઝૂરું છું
તારી પ્રણય ઊર્મિઓ વચ્ચે.
યાદ છે મને
તારા ચેહરા પર મારો હાથ
અને તારી આંખોનું ભીનું થવું,
ચાલતાં જતાં પાછું વાળીને જોવું
અને એક ખીલતું ફૂલ મૂકી જવું મારા હૃદયમાં
એ અનુભૂતિ છે મને
કોઈપણ સ્વાર્થ વગર મારી ખુશીઓમાં ઓગળી જવું તારું
અને એટલે જ તો
હું ઝૂરું છું
તારી પ્રણય ઊર્મિઓ વચ્ચે.
તારા પ્રણય પ્રદેશની હું સાથી છું
પણ આજે તારાથી હું વૈરાગી છું
શોધીશ તું ક્યારેક મને મારામાં
મારા દરેક વ્યવહારમાં મળી જઈશ તું
મારાં ગીતોમાં, મારી ખુશીમાં, ઉદાસીમાં
અને જમવાની થાળીમાંથી ઉપાડેલી પહેલી કોરમાં …
એટલું ન સમજી શક્યો તું?
હું ઝૂરું છું
તારી પ્રણય ઊર્મિઓ વચ્ચે.
Email : navyadarsh67@outlook.com
![]()



Sharik Laliwala, 22, an alumnus of King’s College London and Ahmedabad University, is an independent researcher on Gujarat’s politics and history based in Ahmedabad. He is on Twitter @sharik19.





