બુલંદીથી અડીખમ મન વિશે વિસ્તારથી કહેજો,
ને વલ્કલ, ચાખડી, મુંડન વિશે વિસ્તારથી કહેજો.
પ્રથમ ફાંસી ચડેલા પુત્રના ફોટા તરફ જોઈ
પછી લાલન અને પાલન વિશે વિસ્તારથી કહેજો.
પ્રસુતાના અકાળે મોત પર છાપાં ભરાશે પણ
કોઈ એ બાળના અનશન વિશે વિસ્તારથી કહેજો.
ગળે અટકીને બેઠું છે, કર્યું છે જ્યારથી સેવન
ધર્માદાના એ રાશન વિશે વિસ્તારથી કહેજો.
ખબરપત્રી ધીમેથી પૂછશે 'તૂટી ગયાં કે શું?'
તમે ટટ્ટાર થઈ કંપન વિશે વિસ્તારથી કહેજો.
કહી દેશો નહિ પથરાળ રસ્તો કઈ રીતે કાપ્યો,
પરંતુ જર્જરિત વાહન વિશે વિસ્તારથી કહેજો.
કથા કહેશે સ્વયં દળદાર પુસ્તક પણ તમે મિત્રો,
કલમના આખરી નર્તન વિશે વિસ્તારથી કહેજો.
![]()


૨૦૨૧ના વિશ્વ જળ દિવસે (૨૨મી માર્ચ) વડા પ્રધાનની ઉપસ્થિતિમાં કેન-બેતવા નદી જોડાણ પરિયોજનાનો આરંભ કરવાના કરાર પર ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓના હસ્તાક્ષર થયા હતા. રૂ. ૪૪,૬૦૫ કરોડના અંદાજિત ખર્ચના કેન-બેતવા રિવર લિકિંગ પ્રોજેકટ માટે ૨૦૨૨-૨૩ના કેન્દ્રીય અંદાજપત્રમાં રૂ.૧,૪૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રએ અગાઉ મંજૂર કરેલ મહારાષ્ટ્ર અને ગુજરાતની પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રકલ્પના વિરોધમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ હાલમાં આંદોલન કરી રહ્યા છે. એટલે નદી જોડાણ પરિયોજનાના લાભાલાભ અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.