નામ તારું હોઠ પરનો અંદાજ આવે,
હોઠની લાલાશનો અંદાજ આવે.
સૂર્યની તિમિર કિરણ જેમ ચળકે,
આભના ચળકાટનો અંદાજ આવે.
ચાલ હૈયા સોંસરી થઈ નીકળી ગઈ,
ઝાંઝરીના શોર’નો અંદાજ આવે.
શબ્દને શણગારવા ગોખ્યા કરું છું,
ઈશ્કની ચોપાટનો અંદાજ આવે.
રોજ તેઓ સોગઠાં ફરતાં કરે છે,
હાસ્યના મલકાટનો અંદાજ આવે.
e.mail : addave68@gmail.com