Opinion Magazine
Number of visits: 9765596
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીતેલાં વર્ષનાં નોંધપાત્ર સાહિત્યેતર અંગ્રેજી પુસ્તકોમાંથી થોડાંક આવતાં વર્ષોમાં ય વાંચવા ગમશે!

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|29 December 2018

નવાં-નોખાં પુસ્તકોનાં પાનાં કલાકો સુધી ફેરવતાં કે ગ્રંથાવલોકનો વાંચતાં મળેલો આનંદ પણ વહેંચવા જેવો હોય છે. આગામી વર્ષ વાચનસમૃદ્ધ બને તેવી શુભેચ્છા !

વીતેલાં વર્ષમાં વાંચવામાં આવેલું હચમચાવી દેનારું પુસ્તક ‘લાસ્ટ ગર્લ’, આ વર્ષના શાંતિ માટેનાં નોબલ પુરસ્કારથી સન્માનિત ઇરાકી યુવતી નાદિયા મુરાદની આપવીતી છે. અત્યારે છવ્વીસ વર્ષની નાદિયાને અમાનુષ ધર્મઝનૂની સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઇ.એસ.)એ ઑગસ્ટ 2014માં સેક્સ સ્લેવ બનાવી હતી. આઇ.એસ.ની કેદમાં ખૂબ અત્યાચાર વેઠીને નાદિયા હિમ્મત અને સાહસથી છટકી. ત્યાર બાદ તે એના જેવા જ અત્યાચારનો ભોગ બની રહેલી સ્ત્રીઓ માટે આંતરરાષ્ટ્રીય ટેકાથી ચળવળ ચલાવી રહી છે.નાદિયા સાથે નોબલ શાંતિ-સન્માન આફ્રિકી દેશ કૉન્ગોના ડૉ. ડેનિસ મુક્કેગેને આપવામાં આવ્યું છે. તેઓ તુત્સી અને હુતુ કોમોના દાયકા સુધી ચાલેલા આંતરવિગ્રહમાં બળાત્કારનો ભોગ બનેલી હજારો સ્ત્રીઓની સારવારની કામગીરી બજાવતા રહ્યા છે. નાદિયાના સ્વકથનમાં આઇ.એસે. તેની યાઝિદી કોમનાં ચલાવેલાં માનવસંહાર, અને તેની પોતાની યાતનાઓનાં નિરૂપણની વચ્ચે સહુથી મહત્ત્વનો દેખાય છે તેનો નારી-નિર્ધાર. નાદિયા આ દુનિયામાંથી સ્ત્રીઓનાં ટ્રાફિકિન્ગ એટલે કે તેમની લે-વેચ અને તેમની પરના યૌન અત્યાચાર માટે કારણરૂપ બનતું ધર્મઝનૂની રાજકીય માનસ નાબૂદ કરવાના મિશન સાથે કાર્યરત છે. એટલે જ તો તે કહે છે : ‘આઇ વૉન્ટ ટુ બી ધ લાસ્ટ ગર્લ વિથ અ સ્ટોરી લાઇક માઇન’.  

નાદિયાની વ્યથાની આ કથા કરતાં ઇસ્રાઇલી અધ્યાપક યુવાલ નોઆ હરારીના ‘ટ્વેન્ટિ વન લેસન્સ ફૉર ટ્વેન્ટિએથ સેન્ચ્યુરિ’ પુસ્તકે હમણાં દુનિયાનું ધ્યાન ખેંચ્યું હોય એમ લાગે છે. ગયાં ત્રણ-ચાર વર્ષમાં પ્રખ્યાત બનેલા ચિંતક

 એવા બેતાળીસ વર્ષના હરારીનાં પુસ્તકોની ખૂબ માગ છે. ‘સેપિયન્સ : અ બ્રીફ હિસ્ટરિ ઑફ હ્યૂમન કાઇન્ડ’માં તેમણે ખૂબ પહેલાંના ઇતિહાસની વાત કરી છે (હોમો સેપિયન એટલે ઉત્ક્રાન્તિના ક્રમમાં બુદ્ધિમાન બનેલો માનવી). ‘હોમો ડેઅસ: અ બ્રીફ હિસ્ટરિ ઑફ ટુમૉરો’માં તેમણે ભવિષ્યનો અણસાર આપ્યો છે (‘ડેઅસ’ એટલે ભગવાનને સમકક્ષ માનવી). ‘ટ્વેન્ટિ વન લેસન્સ’ માં તેમણે વર્તમાનનું બહુઆયામી નિરુપણ કર્યું છે. અહીં હરારીના કેટલાક નવા નિબંધો અને પહેલાંના લેખો થઈને કુલ એકવીસ લખાણો વાંચવા મળે છે. તેમાં તેઓ માનવજાતની સામેની ટેક્નોલૉજિકલ, પૉલિટિકલ, સામાજિક અને અસ્તિત્વલક્ષી સમસ્યાઓની વાત કરે છે. તેમાં લેખક અર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, ડિજિટલ ટેકનોલૉજિ, ક્લાયમેટ ચેન્જ, ન્યુક્લિઅર વૉર, ધર્મ જેવા સંખ્યાબંધ પ્રસ્તુત વિષયોને સ્પર્શે છે.

તબીબી ક્ષેત્રને લગતાં બે વિશિષ્ટ પુસ્તકો જોવામાં આવ્યાં. તેમાંથી ‘હીલર્સ ઑર પ્રિડેટર્સ ? ધ હેલ્થકેઅર કરપ્શન ઇન ઇન્ડિયા’ તબીબોએ લખેલા એકતાળીસ લેખોનું 750 પાનાંનું સંપાદન છે. તેમાં મેડિકલમાં પ્રવેશથી માંડીને સરકારી હૉસ્પિટલોની બેદરકારીથી લઈને મેડિકલ કાઉન્સિલ સુધી તબીબી ક્ષેત્ર દુરાચારથી કેવું ખવાઈ ગયું છે તેની આધાર સાથેની માહિતી અને આ ક્ષેત્રને સાજું કરવાના ઉપાયો વિશે વાંચવા મળે છે. શીર્ષકમાં આવતા પ્રિડેટર્સ શબ્દનો અર્થ શિકારી પ્રાણી એવો થાય છે. પણ બધા ડૉક્ટરો એવા નથી હોતા એ હકીકત બતાવવા માટે સેવાભાવી તબીબી કાર્યો વિશેના થોડાક લેખો પણ અહીં વાંચવા મળે છે. ‘તબિયત : મેડિસિન ઍન્ડ હીલિન્ગ ઇન ઇન્ડિયા’ એ પદ્મભૂષણ સન્માનિત મુંબઈના વરિષ્ટ તબીબ ફારોખ ઉદવાડિયાના નવ લેખોનો સંચય છે. સામાન્ય વાચકો માટે લખાયેલા આ પુસ્તકના પાંચ લેખો તબીબી ક્ષેત્રના ઇતિહાસ પરના છે. તે ઉપરાંત અહીં તબીબી નીતિમત્તા, સારા ડૉક્ટરનું ઘડતર, તબીબી વિજ્ઞાન અને સંગીત વચ્ચેનો સંબંધ તેમ જ મૃત્યુ એ વિષયોને લગતા લેખો છે. પ્રસંગકથાઓ, કાવ્યપંક્તિઓ અને શૈલીને કારણે પુસ્તક વાચનીય બન્યું છે.

પૂનાના સમાજવાદી ‘સાધના પ્રકાશને’ બહાર પાડેલાં ‘ધ કેસ ફૉર રિઝન: અન્ડરસ્ટૅન્ડિન્ગ ધ ઍન્ટિ-સુપરસ્ટિશન મૂવ્હમેન્ટ’. પુસ્તકમાં રૅશનાલિસ્ટ ડૉ. નરેન્દ્ર દાભોલકરના ઓગણત્રીસ મરાઠી લેખોનો સુમન ઓકે કરેલો અનુવાદ છે. વૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં સ્વસ્થ, સેક્યુલર અને સમતાવાદી સમાજની રચના માટે મથનાર ડૉ. દાભોલકરની કથિત ધર્મઝનૂનીઓએ 2013માં ગોળી મારીને હત્યા કરી. દાભોલકરે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (અંનિસ) થકી અસાધારણ કામ કર્યું જે અત્યારે પણ સારી રીતે ચાલે છે. પુસ્તકના પહેલા નવ લેખો અંધશ્રદ્ધા વિરોધી ચળવળનાં વૈચારિક પાયા અંગેના છે, પછીના વીસમાં ‘અંનિસ’ની અનેક મહત્ત્વની ઝુંબેશોની માહિતી છે.

વિવેક અગ્નિહોત્રીની ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’ ફિલ્મ જાણીતી બની. તેમાં તેમણે ‘અર્બન નક્સલ્સ’નો ખ્યાલ એટલે કે પ્રગતિશીલ વિચારધારા ધરાવતા શહેરી લોકોમાં પોતાની વિચારધારાનો ફેલાવો કરવાની નક્સલવાદી વ્યૂહરચનાની થિયરી ફિલ્મકથા તરીકે પડદા પર મૂકી છે. લેખકે એ ફિલ્મનાં નિર્માણનું બયાન ‘અર્બન નક્સલ્સ : ધ મેઇકીન્ગ ઑફ બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’ પુસ્તકમાં આપ્યું છે. અગ્નિહોત્રીની ફિલ્મને સેન્સર બોર્ડના અવરોધો નડ્યા, ફિલ્મ સિનેમાગૃહોમાં બહુ ઓછી બતાવી શકાઈ. એટલે અગ્નિહોત્રીએ તેને  યુનિવર્સિટીઓમાં અને અન્યત્ર બતાવવાની કોશિશ કરી જેનો સખત વિરોધ થયો. આ આખી વાત પુસ્તકમાં લખાઈ છે. જમણેરી વિચારધારાનો પ્રભાવ સ્વીકારનાર લેખક પુસ્તકનો વિરોધ કરનાર સહુને નક્સલવાદના સમર્થક ગણે છે. વળી, નક્સલવાદની સંકુલ સમસ્યાના અભ્યાસી હોવાના તેમના અભિનિવેશનું સમર્થન કરી શકે તેવું ઊંડાણ આ પુસ્તકમાં નથી એવું નિરીક્ષણ વ્યાજબી જણાય છે.

નક્સલવાદ કહેતાં આપણી સામે છત્તીસગઢના બસ્તરનો હિંસાચાર આવે છે. પણ એ જ વિસ્તારમાં અબુજમાડ નામનો હિસ્સો છે જેમાં તેર હજાર જેવા આદિવાસીઓ હજુ સિવિલાઇઝેશનના સંપર્ક વિનાની અજબગજબની ‘નિર્મળ અને નિર્દોષ’ જિંદગી જીવે છે. તેનું ચિત્રણ ‘બસ્તર ડિસ્પૅચેસ : અ પૅસેજ ફ્રૉમ ધ વાઇલ્ડ’ પુસ્તકમાં મળે છે. માત્ર નરેન્દ્ર એવા નામધારી લેખક દિલ્હીની સેન્ટર ફૉર ડેવલપિન્ગ સોસાયટીઝની શિષ્યવૃત્તિથી 1980થી પાંચ વર્ષ આ અબુજમાડમાં આદિવાસીઓ સાથે રહ્યા. તેના સહવાસચિત્રો લેખકના પોતાના સહજ ચિંતન સાથે, અલબત્ત ઘણાં વર્ષો બાદ, આ પુસ્તકમાં મળે છે. અબુજમાડિયા આદિવાસીઓની ફક્ત પાચસો જેટલા શબ્દોની બોલી, તેમનું અને પ્રાણીઓનું સહજીવન, તારીખ-વારના અભાવ છતાં તહેવારોની નિયમિત ઉજવણી, સહિયારી જમીન જેવી કંઈ કેટલી ય નોખી-નિરાળી વાતો આ પુસ્તક વિશેના લેખમાં વાંચતા પુસ્તક વસાવવાની ઈચ્છા જાગે તે સ્વાભાવિક છે.

વીતેલાં વર્ષમાં આવેલાં રસપ્રદ પુસ્તકોની યાદી લાંબી થઈ શકે. બ્રિટિશ પત્રકાર ડીન નેલ્સનનું ‘જુગાડ યાત્રા : એક્સપ્લોરિન્ગ ધ ઇન્ડિયન આર્ટ ઑફ પ્રૉબ્લેમ સૉલ્વિન્ગ’ એ ‘જુગાડ’ વિષય પર લખાયેલું સંભવત: ચોથું પુસ્તક છે. પત્રકાર અને ટેલિવિઝન ઇન્ટર્વ્યૂઅર કરન થાપરનું ‘ડેવિલ્સ એડવોકેટ : ધ અનટોલ્ડ સ્ટોરી’ એ લેખકના મિત્રોનાં સંભારણાં અને તેમણે લીધેલા ઇન્ટર્વ્યુને લગતી વાતોનું સરસ ગદ્યમાં લખાયેલું પુસ્તક છે. રાજકારણમાં રસ ધરાવતાં પીઢ વાચકો માટે કેન્દ્ર સરકારના પૂર્વમંત્રી જયરામ રમેશના પુસ્તકનું નામ જ ઘણું કહી જાય છે – ‘ઇન્ટર ટ્વાઇન્ડ લાઇવ્ઝ : પી.એન.હક્સર ઍન્ડ ઇંદિરા ગાંધી’.

નવાં પુસ્તકો આખાં ન વંચાય તો પણ કલાકો સુધી તેમનાં પાનાં ફેરવતાં કે તેમનાં વિશેના પરિચય-લેખો વાંચતાં મળેલો આનંદ પણ વહેંચવા જેવો લાગે  છે. તેમાંથી એ પણ સમજાય છે કે વાંચશું તો બચશું. આગામી વર્ષ વાચનસમૃદ્ધ બને તેવી શુભેચ્છા !  

******

28 ઑક્ટોબર 2018

સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કતાર, “નવગુજરાત સમય”, 29 ડિસેમ્બર 2018 

Loading

29 December 2018 admin
← ઇમરાન ખાને નવા પાકિસ્તાનની રચના કરતાં પહેલાં જૂના પાકિસ્તાનની નિષ્ફળતાનાં કારણો શોધવાં જોઈએ
‘અર્થ’ શબ્દની ગમે તેટલી વ્યાખ્યાઓ કરીએ, જ્યૉર્જ ઑરવેલે કહેલું તે સાચું છે કે Meaning, at bottom, is about power. અર્થ, મૂળે તો, સત્તાને વિશે હોય છે →

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved