Opinion Magazine
Number of visits: 9683175
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રોહિંગ્યાપ્રશ્ને યુટર્ન

રોશની શંકર|Opinion - Opinion|2 November 2018

ભારતનાં વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજે યુનાઇટેડ નૅશન્સ માનવ-અધિકાર આયોગની કારોબારી-સમિતિની વાર્ષિક સભાને તા. ૩ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ સંબોધન કરતાં કહ્યું, ‘અમે લોકશાહી અને કાયદાશાસન કાર્યરત સાથે જવાબદાર રાજ્ય છીએ.’ જોગાનુજોગ, બરાબર તે જ દિવસે રોહિંગ્યા લોકોને ભારત સરકાર તરફથી દેશનિકાલ અર્થે મ્યાનમાર સરહદે લઈ જવામાં નક્કી કરવાની જેમને સત્તા છે, તે માટે કોઈ કાનૂની સત્તાધિકારી, યુ.એન.ના માનવ-અધિકાર આયોગ કે કોઈ અદાલતની મદદ તેમને મળી ન હતી.

રોહિંગ્યાનો ઇતિહાસ એવો છે કે તેઓ આસામમાં ૨૦૧૨માં કોઈ પણ જાતના દસ્તાવેજ વગર પ્રવેશ્યા હતા. ફૉરેનર્સ ઍક્ટ હેઠળ તેમની વિરુદ્ધ અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમને ત્રણ માસની સજા કરવામાં આવી હતી. આ ત્રણ માસની સજા ભોગવ્યા બાદ વટીવટી કારણોસર તેમને સિલ્ચર ખાતે અટકાયતમાં રખાયા હતા. રાજ્યસત્તાવાળાઓનો એવો દાવો છે કે તેમણે ૨૦૧૬માં પોતાના કુટુંબને મળવા (મ્યાંનમાર) જવાની પરવાનગી માગી હતી.

સપ્ટેમ્બર માસમાં સરકાર સાથે વાટાઘાટોના પરિણામે આ સાત વ્યક્તિઓને તા. ૫ ઑક્ટોબરના રોજ ભારત તરફથી દેશનિકાલ કરવામાં આવશે. તેમને દેશનિકાલ કરવાનો આ નિર્ણય આશ્ચર્યજનક હતો, કારણ કે રોહિંગ્યા લોકોને દેશનિકાલ કરવાનો પ્રયત્ન દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ નિર્ણય અર્થે પડતર છે.

પરિણામે, આ સાત લોકોનો દેશનિકાલ થતા અટકાવવા માટે મનાઈ હુકમની માગણી સાથે સર્વોચ્ચ અદાલતમાં તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ અરજી રજૂ કરાઈ. આ તાકીદની બાબત હોવા છતાં, સર્વોચ્ચ અદાલતે આ અરજીની સુનાવણી માટે તા. ૫ ઑક્ટોબર નક્કી કરી. ભારત સરકારવતી એવી દલીલ કરવામાં આવી કે આ અટકાયતીઓ પોતે જ મ્યાંનમાર જવા સંમતિ આપેલ છે અને મ્યાંનમાર એલચી કચેરીએ તેઓ મ્યાંનમાર નાગરિકો હોવાનું સ્વીકારેલ છે. અરજદારો તરફથી પોતે ‘નિરાશ્રિતો’ હોવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે એમ કહીને તેમની અરજી રદ કરી કે તેઓ ‘ગેરકાયદેસર હિજરતીઓ’ છે. સર્વોચ્ચ અદાલતે આ અગાઉ નૅશનલ હ્યુમન રાઇટ્‌સ કમિશન વિ. સ્ટેટ ઑફ અરુણાચલ, રોહિંગ્યાઓને બંધારણની અનુચ્છેદ ૧૪ અને ૨૧ હેઠળ રક્ષણ આપેલ છે. કેટલાંક રાજ્યોની વડી અદાલતો(હાઈકોર્ટો)એ તેમનો દેશનિકાલ કરવા સામે મનાઈ ફરમાવી આ પ્રશ્ન યુ.એન.ના માનવ-અધિકાર પંચને સોંપ્યો છે. આમ- રોહિંગ્યા લોકોનાં દેશનિકાલ કરવાનો નિર્ણય, ભારતની બંધારણ તેમ જ આંતરરાષ્ટ્રીય કાનૂન હેઠળની જવાબદારી વિરુદ્ધ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે, રોહિંગ્યાનો પ્રશ્ન સળગતો છે. હાલના સંજોગો એવા છે કે મ્યાંનમારમાં તેમના પર અત્યાચાર થઈ શકે અથવા અનિશ્ચિત મુદત સુધી તેમને અટકાયતમાં રાખવામાં આવે કે તેમની હત્યા પણ થઈ શકે. આમ, આ હકાલપટ્ટીના નિર્ણયથી તેમના બંધારણ અનુચ્છેદ ૨૧ હેઠળના અધિકાર તેમ જ ભારતની આંતરરાષ્ટ્રીય જવાબદારીનું ઉલ્લંઘન થાય છે.

ભારત સરકારની આ સાત રોહિંગ્યા લોકો મ્યાંનમારના નાગરિકો હોવાની દલીલનો કોઈકાનૂની આધાર નથી. નિરાશ્રિતો જ્યાંથી ભાગી આવ્યા હોય, તે દેશના તેઓ નાગરિક હોઈ શકે છે. મ્યાંનમારમાં રોહિંગ્યાઓને હાલે  નૅશનલ વૅરિફિકેશન કાર્ડ જારી કરવામાં આવી રહ્યાં છે. તેનાથી તેમને નાગરિકત્વ પ્રાપ્ત થતું નથી. આપણા દેશમાં નિરાશ્રિતો માટે કોઈ કાનૂન ન હોવાની તેમને ઓછામાં ઓછું બંધારણીય રક્ષણ (દેશનિકાલ ન થવાનું) મળવું જોઈતું હતું. સર્વોચ્ચ અદાલતે આ સાત રોહિંગ્યા લોકોના દેશનિકાલની છૂટ આપીને પોતાના બંધારણીય સિદ્ધાંતથી વિરુદ્ધ નવો સિદ્ધાંત સ્થાપિત કર્યો છે.

[રજૂઆત : અિશ્વનકુમાર ન. કારીઆ]

(લેખક રોશની શંકર રોહિંગ્યા લોકોના વકીલ છે. તા. ૧૦-૧૦-૨૦૧૮ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એમનો આ લેખ પ્રગટ થયો હતો.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 18

Loading

2 November 2018 admin
← અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી
કેન્દ્ર સરકારે આબરૂ ગુમાવી છે એમાં અરુણ જેટલીનો મોટો ફાળો છે →

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved