Opinion Magazine
Number of visits: 10,343,578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેન ઝી નવપડાવ અને રામલીલા પર્વ : પ્રતિરોધની રાજનીતિ વિકલ્પ ભણી 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 November 2026

નાગપુર અને વારાણસી, સંઘ મુખ્યાલય અને વડા પ્રધાનનો મતવિસ્તાર, બેઉ સ્થળે  વિધાન પરિષદમાં બિનભા.જ.પ. ફતેહ અને અમેરિકી કાઁગ્રેસમાં ટ્રમ્પવિરોધી ફતેહ : લાગે છે, હવા બદલાઈ રહી છે 

પ્રમુખ ટ્રમ્પના પ્રાસમાં સ્ટમ્પ બરાબર બેસતું આવે એવા વાસંતી વાયરા સરખાં અમેરિકી કૉંગ્રેસનાં પરિણામો વચ્ચે અને સુદૂર બ્રાઝિલ ને બલ્ગેરિયામાં પ્રાગતિક બળો અંગડાઇ લેતાં વરતાઈ રહ્યાં હોવાની જામતી હવા વચ્ચે આ લખી રહ્યો છું, ત્યારે જોઉં છું કે આપણે ત્યાં પણ સમો બંધાઈ રહ્યો છે. જૂન 2024નાં લોકસભાનાં ચૂંટણી પરિણામો પછી  હમણેનાં જંતર મંતર – રામલીલા પર્વને પગલે કેન્દ્રીય નેતૃત્વની ઘાંઘાઈનું ને લગભગ ડઘાઈ ગયાનું જે ચિત્ર ઊપસી રહ્યું છે એની નોંધમાં એટલેથી જ અટકવાપણું નથી તે નથી. મુદ્દે, ઉચ્ચસ્તરીય પરીક્ષા-ગરબડ હો કે ‘સર’નું મનમુરાદ પ્રકરણ હો, હર નિમિત્ત લોકશાહી વિકલ્પ માટેની રાજનીતિને પરત દર પરત ઉજાગર કરી રહેલ છે. સ્વરાજલડત અને જે.પી. આંદોલન પછી ફરી એક વાર રંગ જોવનાઈનો માહોલ બનતો આવે છે. પ્રોટેસ્ટ કહેતાં વિરોધની આ પ્રક્રિયામાં એક ઉત્સવી ઉન્મેષને સહસા પ્રગટ થતો નોંધ્યો છે તમે? જંતરમંતર કન્યકાઓ જ નહીં રામલીલા મેદાનની માનુનીઓ પણ – પછી એ પ્રિયંકા ગાંધી હોય કે સુપ્રિયા સૂલે અગર મહુઆ મોઈત્રા – પરિવર્તન અને પ્રતિકારના ઠુમકા કે થિરકન વગર રહી શકતી નથી. … બિલકુલ પ્રોટેસ્ટ પણ ને ફેસ્ટિવલ  પણ ! પ્રોટેસ્ટિવલ જ કહો ને.

હમણાં સ્વરાજ લડત, જે.પી. આંદોલન અને જંતર મંતર – રામલીલા પર્વની જિકર કરી એમાં કાળફેરે પલટાતી ભૂમિકાઓ અને પાત્રખેલ તપાસવાં સમજવાં જોગ છે. હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ પ્રસંગે સરકારની સોડમાં રહેવું પસંદ કરતાં હતાં. લડત પરત્વે સલામત અંતરનું ને સલામતીનું રાજકારણ એમનું હતું. સો વરસના શોર વચ્ચે નિયમસિદ્ધકર અપવાદ બાદ કરતાં  એમને સારુ એ લડતને હિન્દુ વિ. મુસ્લિમ અગર મુસ્લિમ વિ. હિંદુની કળ ન  વળી તે ન જ વળી. 1942ની આરપારની લડાઈ વખતે કાઁગ્રેસ મેદાનમાં કે જેલમાં અને હિન્દુ મહાસભા  વાઇસરોયની કાઉન્સિલ પર અગર લીગ સાથે સહિયારી સરકારમાં એવો ઘાટ હતો. સંઘ બ્રિટિશ હિન્દમાં સલામત અંતર જાળવી રજવાડાં સાથે દોસ્તીદિલ્લગીમાં હતો. પણ જે.પી. આંદોલનમાં ચિત્ર બદલાઈ ગયું. સ્વરાજની વળી પાર્ટીને નાતે કાઁગ્રેસ શ્રેષ્ઠીઓ ઇન્દિરાજીને આત્યંતિક સત્તાવાદને તબક્કે વારી શક્યાં હોત. જયપ્રકાશ તો સંવાદના માણસ હતા. લડતના એ તબક્કે જનસંઘ મારફત સંઘ પરિવાર લોકશાહી પુન:સ્થાપનના જંગમાં જરૂર સહભાગી રહ્યો. પણ દેવરસે જે.પી. આંદોલનને અને અમારે કોઈ સંબંધ નથી એવી ભૂમિકા સાથે એક જુદા પવિત્રામાં જવું પસંદ કર્યું. પણ સત્તા સુધી પહોંચવાની જે રગ એના હાથમાં આવી હતી તે એને અણ્ણાના આંદોલનમાં ઠીક ફળી. બે વડા લાભાર્થી, કેજરીવાલ અને મોદી એક અચ્છું યુગ્મ રચે છે. મોદી સત્તા-પ્રતિષ્ઠાન સાથે છે, તો કેજરીવાલ ઠીક ઠીક સત્તા-સ્વાદ પછી હવે કાઁગ્રેસ સહિતના વિપક્ષથી સલામત અંતરે  જેન ઝી ઉઠાવને સુવાંગ કબજે  કરવાની ફિરાકમાં માલુમ પડે છે.

કેજરીવાલને કોણ કહે કે ચેત મછંદર ગોરખ આયા. જ્યાં સુધી કાઁગ્રસનો સવાલ છે, એ પ્રતિરોધના મિજાજમાં છે. ગૃહમાં ગેરહાજર રહેતા ગૃહ મંત્રી હાલના લોક આંદોલન સામે વળતું રેલીકારણ ખેલે છે ત્યારે કટોકટીકાળના કાઁગ્રસપ્રમુખ દેવકાંત બરુઆ પેઠે રંજ ને રમૂજ પ્રેરે છે. ક્યારેક જે જડ પ્રતિષ્ઠાન હતું તે આજે પ્રજાપરક પ્રતિકારની ભૂમિકામાં છે અને જે.પી. આંદોલનનો સહભાગી  ઘટક  નિતાન્ત સત્તાજડ અનુભવાય છે.

એક પાન ઇન્ડિયન બળ તરીકે નાનામોટા વિપક્ષોનું નેતૃત્વ કરી રહેલ કાઁગ્રેસે જેમ ગાંધીનહેરુએ ન અટકતાં સરદારનું નામ લેવાની સભાનતા કેળવી છે તેમ લોહિયા, જે.પી. અને કૃપાલાની આદિને મૂળ કાઁગ્રસ પરંપરાની રીતે ઓછાવત્તા પોતાના કરવા રહે છે. નવા બળો  સાથે સોનિયા ગાંધીની એડવાઈઝરી સમિતિ સાથે એનું કૈક સંધાન જરૂર શરૂ થયું છે. નાગરિક સમાજના સહયોગની જે દિશા ખુલી છે તે એણે બળવત્તર કરવી રહે છે.

ઉતાવળે આ એક ચિત્ર આપ્યું છે. વાતને નવપ્રસ્થાનની રીતે સમેટતાં જે કહેવું રહે છે તે એટલું જ કે જેમ જેન ઝી સમાદરને પાત્ર છે તેમ એને પણ એ ખ્યાલ રહેવો ઘટે છે કે રાજપલટાની લોકશાહી પ્રક્રિયામાં આપણે રાજકીય પક્ષોને ટાળી શકતા નથી. એટલે પરિવર્તન ભણી ઝૂકતાં સંધાનનો કીમિયો કેળવવો રહે છે.

04 નવેમ્બર 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

5 November 2026 Vipool Kalyani
← વીસમી એશિયન ગેમ્સની વ્યવસ્થા અને વર્તનના ખેલની કથા

Search by

Opinion

  • વીસમી એશિયન ગેમ્સની વ્યવસ્થા અને વર્તનના ખેલની કથા
  • લાખના ભજિયાં ને ખાખના કજિયા …
  • આપણાં પાયાનાં મૂલ્યો અને આંતરિક પડકારો
  • ‘ભલે !  ભલે !’ ભણકારા  હવે વાગશે !
  • ચલ મન મુંબઈ નગરી—364

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved