Opinion Magazine
Number of visits: 10,322,899
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ભલે !  ભલે !’ ભણકારા  હવે વાગશે !

રમજાન હસણિયા|Opinion - Opinion|31 October 2026

અત્યંત પ્રેમાળ વડીલ સરોજબહેન અંજારિયાની ચિરવિદાયના [૩૦ ઑક્ટોબર 2026] સમાચાર સ્નેહી તરલાબહેન શાહે આજે સવારે આપ્યા ત્યારે અચાનક જ એક સ્નેહાળ અવાજ સદાયને માટે મૌનમાં સરકી ગયાનો અનુભવ થયો. કદ-કાઠીમાં નાનકડાં પણ ભીતરની અનન્ય ઊંચાઈને વરેલાં સરોજબહેન સાથે તરલાબહેનના કારણે જ સ્નેહ સંબંધ બંધાયેલો. કચ્છના અદના ગાંધીજન પ્રભુલાલ ધોળકિયા કે જેમની ગાંધીજીની કચ્છયાત્રામાં મહત્ત્વની ભૂમિકા હતી તેમના તેઓ જયેષ્ઠ પુત્રી. કચ્છનું શાંતિનિકેતન કહેવાય એવી સદનવાડી તેમણે સ્થાપેલી ને કેળવણીના અવનવા પ્રયોગો કરેલાં. સત્યપ્રેમ, કર્તવ્યનિષ્ઠા, દેશદાઝ, વિદ્યાપ્રીતિ, શિક્ષકત્વ, જેવાં કેટલાં ય ગુણો તેમને વારસામાં મળેલાં ને તેઓ આજીવન તેમને વર્ધમાન કરતાં રહેલાં. બંને બહેનોમાં એક મોટો ગુણ જે મેં અનુભવ્યો છે તે છે પ્રમોદનો. ક્યાં ય પણ નાનકડી સારપ જુએ કે તરત એને વખાણે; એટલું જ નહિ પણ એમને શક્ય તમામ મદદ પણ કરી છૂટે. મને એમનો પ્રેમ આ રીતે જ પ્રાપ્ત થયેલો.

સરોજબહેન સાથે સૌ પ્રથમ ફોનથી વાત થયેલી. એમણે જીવનભર શિક્ષકત્વની સાથોસાથ હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર માટે કામ કર્યું. એના જ એક કાર્યક્રમમાં વાત કરવા એમના જ આદેશથી મારે રાજકોટ જવાનું થયેલું. આગળના દિવસે મુંબઈનું એક વ્યાખ્યાન પૂરું કરી, દોડીને રાજકોટની ટ્રેન પકડી, સવારે ટ્રેનમાં ફ્રેશ થઈ સીધો કાર્યક્રમમાં ગયેલો તે હજુ યાદ છે. આટલી દોડાદોડનું એક જ કારણ હતું કે કોઈ વ્યક્તિ જીવનના નવ દાયકા પસાર કર્યા પછી પણ સમાજને કાંઈક આપવા મથી રહ્યાં હોય ને તેઓ ઇચ્છે તો તેમની ઇચ્છા જ મારે મન આદેશ કહેવાય. એમની જેમ સેવાકાર્ય કરવાનું તો ગજું ક્યાંથી લાવવું એટલે તેમના યજ્ઞમાં એક નાનકડી આહુતિ આપવા હું પહોંચી ગયેલો. તેમનો રાજીપો એ જ મારે મન એકમાત્ર કારણ હતું જવાનું !

પછી તો એ સ્નેહ સગપણ નિરંતર વિસ્તરતું ગયેલું. મારી નાની-નાની દરેક વાત તેઓ નિયમિત સાંભળતાં ને હોંકારો પણ દેતાં. જ્યાં સુધી તેમની સ્વસ્થતા હતી ત્યાં સુધી એમને મેં મોકલેલ એકપણ લખાણ કે વ્યાખ્યાન એવું નહીં હોય જે તેમણે વાંચ્યું ન હોય કે સાંભળ્યું ન હોય. પાછળથી તેમને વાંચવામાં તકલીફ પડતી, પણ આશાબહેન તેમને વાંચી સંભળાવતાં. આશાબહેનની અનન્ય સેવાને તો વંદન કરીએ એટલાં ઓછાં. અલબત્ત તેઓએ વ્યાખ્યાન સાંભળ્યું હોય તો પણ, ‘તમારું મકરંદભાઈ પરનું ભાષણ વાંચી ગઈ’ એમ જ તેઓ બોલતાં. એમને ટાઈપ કરવામાં મુશ્કેલી પડતી થઈ એટલે તેઓ ઓડિયો મેસેજ કરતાં. એમનો એ અવાજ હજુએ કાનમાં ગુંજે છે. દરેક વાત સાથે એમનું જોડાણ રહેતું. મકરંદભાઈની વાત હોય તો એમની સાથેનું સંભારણું તેઓ વાગોળતાં ને અન્ય કોઈની વાત હોય તો તેમની  સાથેના પોતાના અનુસંધાનની વાત જરૂર કરતાં. નાની નાની વાતની નોંધ લેતાં ને ભૂતકાળમાં સરકી પડતાં. એમને મળેલા એ ભવ્ય ભૂતકાળની મધુર સ્મૃતિઓ તેઓ સદાય વાગોળતાં રહેતાં. મને એમની વાતો સાંભળવાની બહુ મજા પડતી ને મને એ બહુ બળ પણ આપતી.

લંડનમાં બેઠે બેઠે એમને મારી બહુ જ ચિંતા રહેતી. થોડાં દિવસ કાંઈ મોકલી ન શકું તો તરત એમનો ચિંતા ભરેલો ઓડિયો મેસેજ આવતો. હું બરાબર છું ને એની એમને ફિકર રહેતી. ક્યારેક જરા-તરા ડગુમગુ થતી મારી નાવને તેમના આ ભાવથી ભીનાં ઓડિયો સંદશાઓએ સ્થિર કરી છે. એમને મારા કચ્છી એક્સન્ટ બહુ જ ગમતાં. ‘મરી રયો’ બોલું કે તરત તેઓ કચ્છ સાથે જોડાઈ જતાં. મારા ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર દર્શનાબહેન ધોળકિયાનો નાગરી ટોન મારા મોઢે સાંભળી તેઓ કાયમ રાજી થતાં ને બે’નને મારા ઘડતર માટે હંમેશાં ધન્યવાદ આપતાં.

‘તમે મારી નિશાળમાં ક્યારે બોલવા આવશો?’ એવો પ્રશ્ન તેઓ લંડન બેઠે બેઠે કડવીબાઈ સ્કૂલ, રાજકોટના સંદર્ભમાં કાયમ પૂછ્યા કરતાં. ‘આમ તો તમે કહો ત્યારે જઈ આવું, પણ તમે હો ત્યારે આવું તો મને બહુ ગમે.’ એવી મારી વાતને કુદરતે પ્રાર્થના માનીને સાચી પાડેલી. કુદરતી તેઓ રાજકોટ આવેલાં ને ત્યારે જ રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા આયોજિત વાચન પરબમાં મારે પ્રિયજન વિશે વાત કરવા જવાનું આમંત્રણ મળેલું. આ તકનો લાભ લઈ કડવીબાઈ હાઈસ્કૂલમાં તેમના કહેવાથી મારું ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાન પર વક્તવ્ય ગોઠવાયેલું. તબિયતના કારણે તેઓ કાર્યક્રમમાં તો નહોતા આવી શક્યાં, પણ  પછીથી એમના ઘરે મળવા ગયેલો ત્યારે એમની ખુશી સમાતી નહોતી. નિયામત ને મને એમણે ખૂબ આશીર્વાદ આપેલાં. ધરાઈને વાતો કરેલી. સાવ છેલ્લે રાજકોટ આવ્યાં ત્યારે સંજોગોવસાત મળી ન શકાયું એનો વસવસો મને કાયમ રહેશે.

એમનો શિક્ષક જીવ સદાય એમની વાતોમાં પ્રગટતો મેં અનુભવ્યો છે. મારા વિદ્યાર્થીઓ સાથેના અનુબંધની વાતોમાં એમને પોતાના વિદ્યાર્થીઓ કાયમ યાદ આવતાં. ભારત દેશ માટે એ નાનકડા શરીરમાં ક્યાં ય સમાય નહીં એટલો પ્રેમ ભરેલો હતો. લંડનમાં એમનું શરીર જરૂર હતું પણ મન સદાય ભારતની ભૂમિને ઝંખતું રહેતું. ‘હવે મારા દેશની ધરતી જોઈશ કે નહિ ?’ એ  ફિકર એમને સદાય રહેતી હોય એવું એમની વાતો પરથી મેં અનુભવ્યું છે. દેશના પ્રશ્નો માટે તેઓ સદાય ચિંતિત રહેતાં ને એ માટે શું થઈ શકે એનો વિચાર સતત કર્યા કરતાં.

એમનો મેસેજ આવે કે તરત હું એ સાંભળવા આતુર થઈ જતો. એકદમ પોતીકાપણાથી જાણે સામે જ બેઠાં હોય તેમ તેઓ વાતો કરતાં. એમનો અવાજ ને વાતો એટલી ગમતી કે હું વારંવાર એ સાંભળતો. વાત પૂરી કરતાં તેઓ એમની વિશિષ્ટ શૈલીમાં ‘ભલે ! ભલે !’ એવું બોલતાં. વાત ગમે તે હોય છેલ્લે ‘ભલે ! ભલે !’ તો અચૂક આવતું. નવ દાયકાથી વધુ મળેલા આયખાને સરોજબહેન ભરપૂર જીવી ગયાં ને સાચા અર્થમાં જીવવું સાર્થક કરી ગયાં. પણ તેમ છતાં તેમની વિદાય પછી તેમના  શબ્દો – ‘ભલે ! ભલે !’ ભણકારા બની સંભળાયા કરશે !

e.mail : ramjanhasaniya@gmail.com

Loading

31 October 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—364

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—364
  • સ્વપ્ન, સત્ય કે નાટક?
  • યુવાનની અનંત યાત્રા
  • સરકાર સુપ્રીમનું પણ સાંભળતી નથી …
  • ‘સંસારસુધારાનો પહેલા વર્ગનો જોધ્ધો’ : કરસનદાસ મૂળજી

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved